तडपते दिल યે ઈશ્ક આસાન નહિ હૈ Umakant Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

तडपते दिल યે ઈશ્ક આસાન નહિ હૈ

યે ઇશ્ક નહી આસાન

લેખકઃ- ઉમાકાન્ત વિ.મહેતા.

"યે ઇશ્ક નહી આસાન

ઇતના હી સમજ લિજિયે

કે આગ કા દરિયા હૈ

ઔર ડૂબ કે જાના હૈ...”

સુમેધા અને સમીર કૉલેજના મિત્રો. પ્રેમના સ્વપ્ન જોતાં લગ્નમાં સરી પડ્યા. છૂપાછૂપી કરતાં વાત તેમના કુટુંબના કાને આવી. વણિક અને પાટિદાર, વેપારી શેઠ સુમેધાને સમજાવે "આપણે રહ્યા વણિક અને ઉંચી કોમના તેઓ કણબી અને નીચી કોમના, આપણે સુખ સાહ્યબીમાં ઉછરેલા તેઓ મજુરી કરી જીવતર જીવેલા" આપણો મેળ મળે નહિ."

કાનજી ભાઈ સમીરને સમજાવે "આપણે ખેડુત મહેનત કશ અને ઉદ્યમી તેઓ બેઠાડુ અને એશઆરામી જીવ. સાત પેઢીમાં કોઈએ મજુરી જોએલી કે કરેલી નહિ. એ છોડી અહિં આવીને શું ઉકાળવાની છે? તેનું હાડકું પણ નહિ વળે, બેઠાખાઉ જીવ આપણને ન પોસાય."

ગુજરાતી જુનવાણી સમાજ બંન્ને પરિવાર તેમના સંતાનોને સમજાવે,પણ છલકાતું યૌવન, એક કાને ધરી બીજા કાને કાઢી નાંખે.પ્રેમની ભરતીને કોઈ બંધન રોકી શકતા નથી.સામાજીક કિનારા પાર કરી ગાંધર્વ વિવાહ કરી મા-બાપથી વિખૂટા પડ્યા.મિત્રોની મદદથી થોડા દિવસ ગાડુ ગબડાવ્યું. આર્થિક સંકડામણ સામે આવી.

એક મહેલ હો સપનોંકા…નું ગીત સુમેધાનું પ્રિય હતું પ્રિય ગીત ગાતા ગાતા સંસાર શરૂ થયો, સુંદર બાગ બગીચા વાળો બે બેડરૂમનો નાનો ફ્લેટ. જેમાં સાસુ-સસરા, દિયર-નણંદ વગેરેનો કોઈ અવકાશ જ નહોતો. હું અને મારો પિયુ. લગ્નના બાજડડે બેસી ખાધેલા મીઠા કંસાર પાછળ છુપાએલો સંયુક્ત સંસાર ધીરે ધીરે દૃશ્યમાન થઈ સામે આવ્યો. સંયુક્ત પરિવારમાં માતા-પિતા અને દિયર નણંદ હતા. હવેલીની સાહ્યબી નહોતી. એક બેડરૂમ હતો, જે ફક્ત રાત્રે સુવા પુરતો જ કામમા આવતો, દિવસ દરમ્યાન તે કોમન રૂમમાં પરિવર્તિત થઈ જતો. તેનું પોતાનું આગવું કહી શકાય તેવું ફક્ત રસોઈઘર અને ઓસરી. પોતાની સાહેલી કે સગાવહાલા મળવા આવે તો ઓસરીમાં જ બેસી ચા પાણી કરી વિદાય અપાતી. સુમેધાએ તો ગ્રેજ્યુઍશન પછી અભ્યાસ ચાલુ રાખી એમ.બી.એ. કર્યું હતું, જ્યારે સમીર તેના પિતાની ખેતીવાડી સંભાળતો હતો.

પ્રેમ લગ્ન એટલે ધોબીનો કુતરો, ના ઘરનો ના ઘાટનો

પ્રેમ લગ્નમાં ચીનગારી અને પછી ભડકો.

સુડી વચ્ચે સોપારી.

માતા-પિતાની મરજી વિરૂધ્ધ લગ્ન એટલે

સાસરા વાળા પારકી ગણે અને પીયર વાળા

"પરણ્યા એટલે પારકા લાડી જાઓ તમારે ઘેર રે "

પ્રેમ લગ્નની ચાર દિનની ચાંદનીનો સ્વૈર વિહાર પુરો થયો, વાસ્તવિક પૃથ્વી પર પગરણ માંડ્યા.લોકગીત મોંએ ચઢ્યુંઃ

"પરણ્યો લાવે છે રોજ પાવલી રે લોલ

હું એ લાવું છું રૂપિયો દોઢ. મુંજા...મુંજા

વાલમજી રે,

હવે નહિ જાઉં વીડી વાઢવા રે લોલ

એ ! હવે નહિ જાઉં વીડી વાઢવા રે લોલ.

નિયતિને જે મંજુર નથી હોતું તે, માતા-પિતા દ્વારા અવ્યક્ત રીતે કહેવામાં આવે છે.નાદાન સંતાનો તેને અવગણી મનમાન્યું કરે છે. વિધિની વક્રતા, સમીરને ખેતરમાંથી સર્પદંશ થતા પરલોકે સિધાવ્યો.

"किसी से इतना प्यार भी मत

करो की जब वो चला जाये

तो आपको जीने ओर

ख़ुश रहने की वजह ढुंढती पड़े"

"હવે તારું એટલું વળગણ નથી

માન્યું હતું કે તારા વિના જીવન નથી

" શ્વાસ પણ ચાલે છે ને જીવન પણ,

બસ હવે તારા નામની કોઈ ધડકન નથી"

તું તારે ઘેર હું મારે ઘેર.

"તારી મઢૂલી તારે ઘેર,

મારે મારી હવેલી મજાની રે લોલ"

ઈશ્ક-પ્રેમ બે વ્યક્તિની બાબત છે. સંસાર એ બે વ્યક્તિથી ચાલતો નથી, બે વ્યક્તિથી જીવન જીવાતું નથી. ઈશ્ક-પ્રેમ રસ્તામાં નથી પડ્યો. રોમિયો જુલિયટ કે લયલા મજનુ થવું સહેલું નથી. પ્રેમની શરૂઆત બે જણ યુવક યુવતી વચ્યે થાય છે.લગ્ન બાદ તેઓની દુનિયામાં સાસુ સસરા નણંદ ભોજાઈ દેરાણી જેઠાણી વગેરે એક પછી એક દાખલ થવાથી હુતોહુતીની સ્વતંત્રતા જોખમાય છે. પ્રેમનુ બાષ્પિભવન થઈ લગ્નની વાસ્તવિકતામાં પરિણમે છે.

સુમેધા તો બેન્કમાં ઑફીસર હતી.ટ્રાન્સફર થઈ તે શહેરમાં ગઈ. આશુતોષ બેન્ક મેનેજર હતો. બે વર્ષ પહેલા જ તેની પત્ની બે નાના બાળકોને મુકી કેન્સરમાં અવસાન પામી હોવાથી તે બેચેન અને ઉદાસ રહેતો હતો. માતા વિનાના બે નાના બાળકો ઘરમાં હિજરાય તેના પિતા અને સસરા તેને બીજા લગ્ન માટે ઘણો આગ્રહ કરતા,પણ બાળકોને અપરમાતાના દુઃખથી વંચિત રાખવા ઈચ્છતો હતો.

પુરુષ એકલો જીવન જીવી શકતો નથી. ઘરમાં કે નોકરીમાં તેને સહારો જોઇએ છે.એકલવાયું જીવન તેનો સ્વભાવ ચીડિયો કરી મુકે છે. બહાર ફાંફા મારે છે.

"નર નારીમાં દૃષ્ટિભેદ વિષેશ,

નરદૃષ્ટિ દિસે હિંસ્ર ને કામુક,

નારી નૈન પ્રેમ વાત્સલ્ય વિશેષ"

સ્મિતાની ચકોર દૃષ્ટિ આશુતોષની નજર પારખી ગઈ. તેણે સુમેધાને કહ્યું," જો તું કહેતી હોય તો આપણે આશુતોષને વાત કરીએ."

ઑફીસ સમય પછી, આશુતોષ કેબીનમાં એકલો હતો ત્યારે સ્મિતા અને સુમેધા, "આપને સમય હોય તો થોડી વાત કરવી છે "

"ઑહ સ્યોર, વેલકમ"

"સાહેબ, સ્ટાફમાં આપ અને સુમેધા ચર્ચાના ચકડોળે ચઢ્યા છો તે છો તે તો આપની જાણ બહાર નહિ જ હોય."

"બરોબર છે. લોકોના મોંઢા ઓછા બંધ કરાય છે?"

"બરોબર છે, પુરુષ તરીકે તમે તેનો સામનો કરી શકો, એક સ્ત્રી તરીકે સુમેધા નર્વસ થઈ ગઈ છે અને તે રાજીનામું આપવા તૈયાર થઈ છે."

આશુતોષ મનમાં સમજી ગયો, હાથમાં આવેલો શિકાર તે જવા દેવા માંગતો નહોતો. ઉંદર બીલાડીની રમત શરૂ થઈ, તેણે દાવ રમવા માંડ્યોઃ

"આ બાબતમાં હું શું કરી શકું, જોઈએ તો તેમને ટ્રાન્સફર આપી શકું"

"પણ તેથી કાંઈ પ્રશ્નનું નિરાકરણ તો નહિ જ આવે? ત્યાં નો સ્ટાફ પણ તેના ટ્રાન્સફરની વાત તો જાણશે જ અને આથી ત્યાં પણ આનુ આજ પ્રકરણ નવેસરથી શરૂ થશે."

" તો, તમે આ બાબતમાં શું વિચારો છે?'

"સાહેબ, કહેતા જરા ક્ષોભ અને સંકોચ થાય છે, જીભ ઉપડતી નથી, પણ હવે છૂટકો જ નથી, આ પ્રશ્નનો ઉકેલ આપના હાથમાં છે."

"મારા હાથમાં? બોલો બોલો, જો મારા હાથમાં હોય તો તેનો ઝટ ઉકેલ લાવી દઉં"

સ્મિતા અને સુમેધાએ,મુખ પર હાસ્ય લાવી જણાવ્યું, આપ અને સુમેધા લગ્ન ગ્રંથિથી જોડાઈ જાઓ તો કેવું?

“નારી એ તો નાજુક નમણી વેલ,

જીવે નવ લેશ એ બિન સહારે

પિતા, પતિ સહારે, શોભે એ વિશેષ,

ઉર્ધ્વ પ્રગતિ સદા પામે તે સહારે."

આશુતોષને માથે વીજળી પડી હોય તેમ તે એકદમ અવાચક થઈ ગયો.વાતનો અંત લાવવા ખુરશીમાંથી ઉભો થઈ ગયો.

"સોરી સાહેબ, જરા શાંત થાઓ, સ્મિતાએ ગ્લાસમાં પાણી આપ્યું. પાણી પીને જરા શાંત થતા, વાતનો દોર સુમેધાએ હાથમાં લેતા જણાવ્યું,

"મારા અંગત જીવનની બાબતમાં ડખલ અંદાજી મને પસંદ નથી. "મારા બાળકોને હું અપરમાતાના દુઃખથી વંચિત કરવા માંગતો નથી."

"અપરમા નો પ્રશ્ન હોય તો, હું આપને વચન આપું છું કે આજીવન વ્યંધત્વ સ્વીકારવા તૈયાર છું."

"સ્વાર્થ ની આડમાં ગમે તેવા વચનનો શો અર્થ?"

"લગ્ન પહેલાં જ હું ઑપરેશન કરાવી આપને સાબીતી આપું તો, આપ માનશો?"

"સત્ય છે, આપના બાળકો તે લગ્ન પછી આપાણાં જ ગણાશે, તે કેમ ભુલો છો?

નારી તરીકે મને પણ બાળકોની ઝંખના હોય, આ સંબંધથી મને બે લાભ થશે, એક તો પતી મળશે અને બીજો બાળકો મળશે!

"નારી જીવનની ઝંખના વિશેષ,

આંગળીએ શોભે શિશુ બાળ;

શોભાવી ઉજ્જ્વળ માતૃત્વ,

પૂર્ણ કરવી જીવનની આશ."

આખરે સમાધાનના સૂર સાથે સંમત થતા, સુમેધાએ જણાવ્યું આપણો સંબંધ હવે એક નવો સંબંધ થશે. આપણું લગ્ન એ લગ્ન નથી પણ પુનર્લગ્ન છે. આશુતોષ, તમે તો તમારા સ્વાર્થ આડે સંમત થાવ છો, પરન્તુ બાળકો અને વડીલોની સંમતિ જરૂરી છે. આપણું જીવન હવે બાળકો અને વડીલોને સમર્પિત/ આધિન છે. તેમની સંમતી જરૂરી છે.બાળકોને મનમાં વસવસો રહેવો ના જોઈએ કે હું તેમની અપર માતા છું, અને વડીલોને એમ ના થવું જોઈએ કે નવી પત્ની આવી એટલે અમારી અવજ્ઞા થશે.

આશુતોષના પિતા અને સસરાની હાજરીમાં, સ્નેહનિતરતી આંખે બંન્ને બાળકોને વ્હાલથી ખોળામાં લઈ તેમની સંમતી લીધી. બાળકોની ખુશી જાણી આનંદનું મોજું છવાઈ ગયું. વડીલોને પગે લાગી આશિર્વાદ માંગ્યા આજના શુભ દિને મને મારા પપ્પા મળ્યા.

બેટા ! આશિર્વાદ સાથે અમે તને વંધ્યત્વનો શ્રાપ અપવા માંગતા નથીઃ કારણ કે દરેક નારીને માતૃત્વની ઝંખના હોય.

"નારી જીવનની ઝંખના વિશેષ,

આંગળીએ શોભે શિશુ બાળ;"

નારીને માતૃત્વથી વંચિત રાખવી એ ઘોર અપરાધ છે, માટે અમે તે આપરાધ કરી ઈશ્વરના ગુનેગાર થવા માંગતા નથી. તારી તે પ્રતિજ્ઞાથી અમે તને મુક્ત કરી આશિર્વાદઆપીએ છીએ.

વધાવી સ્વપ્ન સિદ્ધિ,

સર્વ વડીલ જનોએ;

સ્વસ્તિ વચનો થકી,

ને શુચિ શબ્દસૂરોએ...

ૐ સ્વસ્તિ ન ઈંદ્રો વૃદ્ધ શ્રવાઃ

સ્વસ્તિ ન પૂષા, વિશ્વ વેદાઃ

સ્વસ્તિ ન સ્તારક્ષ્યો અરિષ્ટનેમિ;

સ્વસ્તિનો, બૃહસ્પિર્દધાતુ.