બીલ્લુની પાર્ટી Dharmik Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બીલ્લુની પાર્ટી

ટ્વિંકલ વનમાં આજે વાતાવરણ આજે ખૂબ સરસ હતું.સૂર્યનો કોમળ તડકો એકે'ક ડાળખી પર પડી રહ્યો હતો.પતંગિયાઓ ફૂલો ઉપર નાચી રહ્યા હતાં.આજે રવિવાર હતો એટલે જીંપી હાથીભાઈની સ્કૂલ પણ ભરાણી નહોતી.
'' ઓહ !...હાઉ આર યુ પ્રીંસ ? '' જ્રીની કૂકડાએ પ્રીંસ રીંછને આવતા કહ્યું.
''ઓહ...આય એમ ફાઈન !...તું કેમ છે ? જ્રીની ? '' પ્રીંસે વળતો જવાબ આપતા કહ્યું.
'' એ...પ્રીંસ આજે બીલ્લુ સસલાના ગાર્ડનમાં પાર્ટી છે..તો તું આવીશ ને ? મેં તો બધી તૈયારીઓ કરી દીધી છે ?...તું કહે ને કે તું કયો સુટ પહેરવાનો છે ? '' જ્રીપી કૂકડાએ ઉત્સુકતાથી કહ્યું.
''અલ્યા...કઈ પાર્ટી ? મને તો કોઈ આમંત્રણ મળ્યું જ નથી !'' પ્રીંસે મોં લટકાવતા કહ્યું.
''અરે...બે મીનીટ '' કહેતા જ્રીપીએ મોબાઈલ ઑન કરી વોટ્સએપ ગ્રૂપ તપાસ્યું.
'' ઓ..હાં ! તું તો આ 'PARTY LOVERS' ગ્રૂપમાં છે જ નહીં..'' જ્રીપીએ મોબાઈલ બતાડતા કહ્યું.
''તું જણાવને કે આ પાર્ટીમાં શું શું થવાનું છે ? કોણ કોણ આવવાનું છે ? '' પ્રીંસે ખૂબ આતુરતાથી કહ્યું.
જ્રીપીએ જરા મોં મલકાવતા કહ્યું, '' જો...અા પાર્ટીમાં તો ટ્વિંકલ વનનાં રાજા પોતે આવવાનાં છે ! સૌ વેસ્ટર્ન ડ્રેસ પહેરીને આવવાના છે..જાતજાતના ફોરેનના પકવાનો પીરસવામાં આવશે..સ્પેશિયલ કટલેસ,મંચુરિયન,ચાઈનિઝ ફૂડ,પિત્ઝા ને બર્ગર ને કંઈ કેટલુંય...''
આટલું સાંભળતા જ પ્રીંસના મોંમાં પાણી છૂટવા લાગ્યું.જ્રીપીએ પણ પાર્ટીની વાત કરી કરીને પ્રીંસને ખૂબ દુ:ખી કર્યા જ કર્યો.
''ચાલ..જરા આની મજા લઉં ! '' જ્રીપી મનમાં જ બબડ્યો.
''પ્રીંસ ભાઈ...બાકી તમને આ પાર્ટીમાં શું કામ આમંત્રણ નથી..આતો બહું મોટું અપમાન ગણાય હોં ! જંગલના સૌ પ્રાણીઓ આમ પાર્ટી કરશે ને તમે આમ બેઠા રહેશો ?..શેં....શેં !!....ખેર...જેવા જેના નસીબ '' જ્રીપીએ પ્રીંસને ઉષ્કેર્યો.

પ્રીંસને ખરેખર ખૂબ જ દુ:ખ થયું.એ વિચાર કરવા લાગ્યો કે જંગલના સૌ મિત્રોને આમંત્રણ ને એને આમંત્રણ જ નહીં !...બાકી બીલ્લુ તો એનો પાક્કો મિત્ર હતો.એ વિચાર કરવા લાગ્યો કે '' પાક્કો મિત્ર થઈને મારી સાથે બીલ્લુએ દગો કેમ કર્યો ? '' એનું મન બેચેન હતું એ સાવ નારાજ હતો.
એણે મનમાં નક્કી કર્યું કે 'મને કેમ નથી બોલાવ્યો એ મારે હવે જાણવું જ રહ્યું ! બીલ્લુને એવું તે શું ગુમાન છે કે મને આમંત્રણ ના આપ્યું ?'
તરત પ્રીંસે મુનમુન બંદરને કૉલ કર્યો ,''હેલ્લો મુનમુનીયા...અરે...તને પેલા બીલ્લુએ પાર્ટીનું આમંત્રણ આપ્યું છે કે નહીં ?''
''હા....બસ એની જ તૈયારી કરું છું..બોલ તારી તૈયારી કેવી ચાલે છે...અરે હા..તું તો એનો ખાસ દોસ્તાર છે યાર...તું તો એકદમ ચમકીને આવીશ ને !'' મુનમુને હસતા હસતા કહ્યું.
''અરે...એક જનરલ સવાલ પૂંછું ?'' પ્રીંસે કહ્યું.
''હા...બોલ ''
''જો..આપણને કોઈ આમંત્રણ ના આપે તો એના ઘેર પછી ભલેને અપ્સરાઓ આવવાની હોય તોય જવાય ?''
રડમસ અવાજમાં પ્રીંસે પુછ્યું.
મુનમુનને ખબર પડી ગઈ કે વાત શું છે ? એણે તરત કોલ કટ કર્યો.અને એને થયું કે આ બીલ્લુડાએ વ્યસ્તતામાં પ્રીંસને કોલ જ કર્યો નથી.એણે સીધ્ધો બીલ્લુને કોલ કર્યો, ''હેલ્લો..બીલ્લુ કેમ છે ?...તે બધાને આમંત્રણ તો આપી દીધું ને ? કોઈ બાકી તો નથી રહી ગયું ને ?''
''ના..મુનમુનીયા..બધાને મેં આમંત્રણ અર્થે ફોન કરીજ દીધો છે ! પણ..તું આમ કેમ પૂછે છે ?'' બીલ્લુએ કહ્યું.
''અરે...તું કદાચ પ્રીંસને કહેવાનુ ભુલી જ ગયો છે !.'' મુનમુને કહ્યું.
''અરે...હા..આ બધી ભાગદોડમાં પાક્કા દોસ્તારને તો હું ભુલી જ ગયો છું..ચાલ એને ઘેર જ જઈ આવું...થેનક્યુ મુનમુનીયા મોટી મુસીબત ટાળવા...''

તરત બીલ્લુએ ગાર્ડન માંથી કેટલાક ગુલાબના ફૂલ લીધાં અને સીધ્ધો પ્રીંસને ઘેર પહોંચ્યો.બેલ વગાડતા પ્રીંસે દરવાજો ખોલ્યો.
''અરે ...દોસ્ત !! કેમ તું તો ભુલી જ ગયો કે શું ? '' પ્રીંસે પાણીનો ગ્લાસ આપતા કહ્યું.
''અરે...આ લ્યે ફૂલો અને આજે પાર્ટીમાં આવજે..તું સ્પેશ્યલ ગેસ્ટ છે..તારે સ્ટેજ પર સરસ ડાન્સ કરવાનો છે..'' બીલ્લુએ ગુલાબના ફૂલ આપતા કહ્યું.
પ્રીંસ તો ફૂલ અને માનભર્યા આમંત્રણથી ખૂશ થઈ ગયો, ''ઓહ...સ્યોર..માય ફ્રેન્ડ...ચાલ તો સરસ તૈયારી કરી લવ..'' પ્રીંસે કહ્યું.
''ઓકે ...તો સાંજે પાર્ટીમાં મળીએ...બાય..'' કહી બીલ્લુ ઘેર ગયો..