Samay ni aek vaat books and stories free download online pdf in Gujarati

સમય ની એક વાત

"રાજ તૈયાર થઈ ગયો બેટા...... તારા પપ્પા રાહ જોવે....જલ્દી કર રાજ.....હમેશા આટલું લેટ....તને કેમ સમય ની કિંમત નથી રાજ....." રાજ ના મમ્મી તેના પર થોડા ગુસ્સે થતા બોલ્યા.....


"જો શીલા હવે કહી દવ છું.... જો તારો નબીરો આવું જ રોજ કરશે તો હું નહીં ચલાવું....તે જ બગાડ્યો છે.....એને સમય નું જરા પણ ભાન નથી....જો તે સમય સાથે નહીં ચાલે..તો સમય પણ એનો સાથ છોડી દેશે.....યાદ રાખજે....અને એને પણ કહી દેજે.....અને મને તો એવું લાગે છે કે એક દિવસ તે આ હમેંશા લેટ કરવા ની આદત ને લીધે અને સમયસર ક્યાંય ન પહોંચવા ને લીધે મુસીબત માં મુકાશે ત્યારે તે મને યાદ કરશે....."રાજ ના પપ્પા ખૂબ જ ગુસ્સા માં બોલ્યા.....


રાજ કામ માં હોશિયાર અને સ્માર્ટ....દેખાવ માં પણ handsome.....બધા નું હમેંશા સારું જ વિચારે બસ એક જ ખરાબ આદત.....ક્યારેય સમય પર ક્યાંય ન પહોંચે..... કોઈ ગમેં તે કહે એને ફેર ન પડે....એ સમય ને બસ મજાક માં જ લિયે.....એ એવું જ વિચારે કે આજ નું કામ કાલ પર છોડી દઈ તો એમાં કાઈ જ પ્રોબ્લેમ નથી....અને ક્યાંય પણ સમયસર ન પહોંચી તો કોઈ જ તૂફાન નહીં આવી જાય.....



રાજ હમેંશા થી આવા જ વિચાર ધરાવતો છોકરો હતો..... એની આ આદત ને લીધે એના પેરેન્ટ્સ અને એના મિત્રો ઘણી વાર મુશ્કેલી માં પડ્યા હતા...તેમ છતાં એને લેટ કરવા માં જરા પણ ખચકાટ નહતું થતું...બસ તેમ છતાં બધા હમેંશા એવુ જ ઈચ્છે કે રાજ આ આદત ને લીધે મુશ્કેલી માં ન ફસાઈ.....


"હું થઈ ગયો તૈયાર...... ચલો પપ્પા....."આરામ થી રૂમ માં થી આવતા રાજ બોલ્યો.....


રાજ ના પપ્પા ખૂબ જ ગુસ્સે હતા પણ ઓફિસ જવાનું મોડું થવાના લીધે વધુ કાંઈ જ બોલ્યા નહીં અને ચાલવા લાગ્યા....કેમ કે આ રાજ નું રોજ નું હતું.... તે બંને પોતાની ઓફિસ સાથે જ જતા અને સાથે જ આવતા......


આમ જ સમય વીતતો જતો હતો....રાજ નો પરિવાર આમ તો ખૂબ જ સુખી હતો....તેના પરિવાર માં રાજ,રાજ ના મમ્મી અને તેના પપ્પા ત્રણ જ હતા....તેની એક બહેન હતી જે અમેરિકા માં સાસરે હતી...એટલે એ ત્રણ જણા નું જ ફેમિલી હતું.....હવે રાજ પણ ઉંમરલાયક થવા આવ્યો હતો....અને એના પણ ઘણા માંગા આવવા લાગ્યા હતા...


તેમાં જ એક દિવસ એક ખૂબ જ સારા ઘર નું માંગુ આવ્યું....રાજ ના પેરેન્ટ્સ ને તો જોતા જ છોકરી ગમી ગઈ....એનું નામ સિયા હતું.....અને દેખાવ માં પણ ખૂબ જ સુંદર હતી.....બસ રાજ ને જોવા ની બાકી હતી....



આ માટે બને ના પરિવાર એ એક દિવસ રાજ અને સીયા ને મળવા માટે પ્લાન બનાવ્યો.....બને ના પરિવાર સિયા ના ઘરે ભેગા થયા....રાજ ના પેરેન્ટ્સ તો આવી પહોંચ્યા.... બસ રાજ ની રાહ હતી.....અને રાજ ફરી પાછો હમેંશા ની જેમ લેટ.....સાંજ ની રાત થવા આવી પણ રાજ બસ હમણાં આવું એવું કહી ને ખૂબ જ લેટ પહોંચ્યો.....



આમ છતાં બધા એ ખૂબ જ રાહ જોઈ....અને અંતે બને ને એક બીજા ગમી ગયા તો સગાઈ ની વાત આગળ વધારવા માં આવી......સગાઈ થઈ ગઈ....અને બસ હવે લગ્ન ની જ રાહ હતી....પણ રાજ માં તો પણ સુધારો ન આવ્યો.....હવે તો સિયા પણ તેની આ આદત થી વાકેફ થઈ ગઈ હતી.....કેમ કે જ્યારે પણ બને મળતા રાજ હમેંશા લેટ જ આવતો....સિયા ઘણી વાર પરેશાન થઈ જતી....અને સમજાવતી...તેમ છતાં તેમાં સુધારો ન આવ્યો....સિયા તો એક દિવસ એટલી કંટાળી ગઈ કે એમ જ કહ્યું કે.....


"રાજ તું આપણા લગ્ન ના દિવસે તો વહેલો આવીશ ને.....કે તે દિવસે પણ આવી રીતે જ રાહ જોવડાવીસ....?જો તું ન આવ્યો ને વહેલો તો હું બીજા સાથે લગ્ન કરી લઈશ......"


રાજ માટે તો જાણે આ મજાક જ હોય એમ તેને હા કહી દીધી.....


લગ્ન નો દિવસ પણ આવી ગયો....બંને ના પેરેન્ટ્સ,મહેમાન બધા જ તૈયાર થઈ ગયા.....બહાર ઢોલ ને શાહનાઈ વાગતા હતા.... બધા ખૂબ જ ખુશ હતા......બસ કમી હતી તો રાજ ની.....અને રાજ એક વાર ફરી લેટ.....બધા રાહ જોવા લાગ્યા.....


મહુર્ત નીકડવા લાગ્યો.....સગા વ્હાલા વાતો કરવા લાગ્યા.....પણ રાજ હજી તૈયાર થઈ ને આવ્યો જ નહીં....સિયા તો ખૂબ જ ચિંતા માં પડી ગઈ....રાજ ના પેરેન્ટ્સ ને તો બધા ને સંભાળવા મુશ્કેલ થઈ ગયા.....અને અંતે બસ મહુર્ત ને થોડી જ વાર હતી ને રાજ આવ્યો.....બધા ના જીવ માં જીવ આવ્યા.....અને લગ્ન થઈ ગયા....

આમ જ રાજ અને સિયા ના લગ્ન ને બે વર્ષ થવા આવ્યા...અને હવે તો સિયા પ્રેગ્નન્ટ પણ થઈ ગઈ હતી...બધા ને એવું લાગતું કે રાજ લગ્ન પછી બદલી જશે.....અને પોતાની ખરાબ આદત ભૂલી જશે....તેમ છતાં કાઈ જ ન બદલ્યું.....


સિયા હમેંશા સમજાવતી...."રાજ હવે તો થોડો સમય ને ધ્યાન માં લઈ ને ચાલ...કેટલા દિવસ આમ જ સમય ને મજાક બનાવીશ....ક્યાંક એવું ન બને કે જે સમય ને તું મજાક માને છે....એ જ સમય તારો મજાક બનાવી દીયે.... તે દિવસે તારી પાસે પછતાવવા સિવાય કાઈ જ નહીં બચે....."


રાજ પર કોઈ ના વાત ની કોઈ જ અસર ન થતી....કેમ કે હજી સુધી એને સમય બરબાદ કરવા ને લીધે કોઈ મુશ્કેલી જ નહોતી પડી....એના લીધે બીજા જ બસ મુશ્કેલી માં ફસાતા.....


સિયા ને ડિલિવરી ને બસ થોડો જ સમય બાકી હતો....બધા ખૂબ જ ખુશ હતા....રાજ તો કદાચ સૌથી વધારે ખુશ હતો....તે તો ક્યાંય ફુલયો નહોતો સમાતો.... ત્યાંજ અચાનક રાજ ના પેરેન્ટ્સ ને અમેરિકા એની બહેન ના ઘરે જવાનું થયું.... તે જવા તો નહોતા માંગતા પણ રાજ ની બહેન ખૂબ જ બીમાર હોવા ના લીધે જવું પડ્યું.....પણ રાજ એ સિયા નું ખૂબ જ ધ્યાન રાખશે એવું વચન આપ્યું જેના લીધે તેઓ ચિંતામુક્ત થઈ ને ગયા....



તે દિવસ પણ આવી ગયો જે દિવસે સિયા ને ડિલિવરી નો સમય આવી ગયો...આગલે દિવસે રાજ વરસાદ ના કારણે ઓફિસ જ રોકાઈ ગયો....તે રાતે સિયા આખી રાત પ્રસુતિ ની પીડા ને કારણે જાગતી રહી....અને સવાર થતા એને ખૂબ જ અસહ્ય પીડા થવા લાગી....એને રાજ ને સવારે જલ્દી આવવા કહ્યું હતું...અને કોલ કર્યા પણ રાજ ને યાદ ન રહ્યું અને એ ઓફિસ માં જ સુઈ ગયો....



સિયા એ ઓફિસ માં કોલ કર્યા અને રાજ ને ખબર પડી.....તે જલ્દી ઘરે જવા લાગ્યો....આજ પહેલી વાર રાજ ખૂબ જ ઉતાવળ કરવા લાગ્યો...આજે એને પહેલી વાર સમય ની કદર થઈ....તે જેમ બને એમ જલ્દી ઘરે પહોંચવા માંગતો હતો....પણ ફરી એ લેટ થઈ ગયો.....અને રાજ થી એની ખુશી છીનવાઈ ગઈ.....


રાજ લેટ થવા ને લીધે અને સિયા ના સમયસર હોસ્પિટલ ન પહોંચવા ના લીધે તેમનું બાળક જન્મ પહેલાં જ મૃત્યુ પામ્યો....રાજ ની ખુશી એના પોતાના કારણે જ દુઃખ માં પલટાય ગઈ....અને જ્યારે સિયા ને આ વાત ની જાણ થઈ ત્યારે એ તો જાણે બેશુદ્ધ જ બની ગઈ.....


સિયા ના ભાન માં આવતા જ સિયા એ રાજ થી અલગ થવાનો ફેંસલો લઇ લીધો....કેમ કે એના બાળક નું મૃત્યુ નું કારણ રાજ જ હતો.... પણ બધા ના સમજાવા ને લીધે સિયા એક જ ઘર માં રાજ સાથે રહેવા લાગી પણ અજનબી બનીને....રાજ ની સમય ને મજાક સમજવા ની આદત આજે એની ઝીંદગી ની મજાક બની ગઈ હતી...... એક જ ઘર માં રહેવા છતાં જાણે એના પોતાના એના માટે અજાણ્યા બની ગયા હતા....


"સમય પૈસા થી પણ વધુ કિંમતી છે....અને જો આપણે સમય ની કદર નહીં કરીએ તો સમય પણ આપણી કદર કરવા નું ભૂલી જશે.....સમય ની સાથે ચાલવું ખૂબ જ જરૂરી છે....કેમ કે કયો સમય કોના માટે છેલ્લો હોય એ કોઈ ને ખબર નથી....."


Tasleem shal....

બીજા રસપ્રદ વિકલ્પો