Ek kahani.. pyar ki kurbani books and stories free download online pdf in Gujarati

એક કહાની.... પ્યાર કી કુરબાની

મૈત્રી અને રોહન નાનપણ થી સાથે જ મોટા થયાં.... સ્કૂલ હોય કે કૉલેજ,પ્રવાસ હોય કે extra claas હમેશા સાથે જ...બંને ના ઘર બાજુ માં જ બસ વચ્ચે એક દીવાલ ની જ દુરી....બંને ના parents પણ મિત્રો....બંને ના પપ્પા એક જ સરકારી નોકરી માં કામ કરતા હતા ..આથી બને ને બાજુ માં જ મકાન મળ્યા હતા...
બને નું નાનપણ એક સાથે જ વીત્યું હતું...અને આજે બને 22 વર્ષ ના થયા હતા...પણ ક્યારેય બંને માં થી કોઈ દૂર નહોતું ગયું...રોહન માટે મૈત્રી મિત્ર કરતા વધારે ખાસ હતી...કેમ કે એ મૈત્રી ને હંમેશા થી પ્રેમ કરતો...પણ મૈત્રી આ વાત થી અજાણ હતી....આમ તો તેના દિલ માં પણ રોહન હતો જ...પણ એ પોતાની ફીલિંગ્સ થી અજાણ હતી...
રોહન એ ઘણી વાર પોતાના દિલ ની વાત મૈત્રી સાથે કરવા ની કોશિશ કરી પણ હંમેશા મૈત્રી ને ખોઈ બેસવા ના ડર ને લીધે ચૂપ જ રહેતો....અને આમ જ સમય વીતતો જતો હતો...
મૈત્રી અને રોહન ની હંમેશા ની એક આદત હતી..તે દરરોજ રાત્રે પોતાની અગાશી પર બેસતા.... અને એક બીજા સાથે પોતાના મન ની બધી જ વાત share કરતા...આ એમનો નાનપણથી લઇ ને અત્યાર સુધી નો નિત્યક્રમ હતો...જે ક્યારેય ન બદલતો..
આજે પણ બંને અગાશી પર બેઠા હતા...આજે રોહન ને ઘણું મન હતું પોતાના દિલ ની વાત કહેવા નું...ત્યાં જ જાણે મૈત્રી ને આ વાત ની જાણ થઈ ગઈ હોય એમ બોલી....
"રોહન તારે મને કંઈ કહેવું છે??"
રોહન તો જાણે આ પળ ની રાહ જ જોઈ ને બેઠો હતો તેમ બોલ્યો...
"હા મૈત્રી પણ તને કેમ ખબર પડી??"
મૈત્રી બોલી..."ખબર નહીં પણ મને એવું લાગે છે કે ઘણા સમય થી તારે મને કંઈક કહેવું છે...પણ તું કહેતો નથી..."
રોહન એ તરત જ કાંઈ પણ વિચાર્યા વગર નીચે જમીન પર બેસી ને મૈત્રી ને propose કર્યું....
"i love u મૈત્રી.... હું તને ખૂબ જ પ્રેમ કરું છું...આજ થી નહીં પણ હમેશા થી...પણ હું તને આ વાત કહેતા ડરતો હતો ક્યાંક તું મને ના કહે ને આપણી મિત્રતા પણ ખોઈ બેસું તો ...આ જ કારણે મેં તને કાઈ કીધું નહીં...મૈત્રી શું તું પણ.....???એટલું કહી રોહન ચૂપ થઈ ગયો..."
ત્યાં જ મૈત્રી બોલી...."ખબર નહીં રોહન હું પણ તને પ્રેમ કરું છું કે નહીં....પણ આજ સુધી તારા સિવાય કોઈ વિશે ક્યારેય વિચાર્યું નથી...તું મારો બધું જ છો... એક મિત્ર...સુખ દુઃખ નો સાથી...મારા નાનપણ નો અને મારા ઝીંદગી નો હિસ્સો... તારા સિવાય આ જગ્યા બીજું કોઈ નહીં લઈ શકે...."
આમ,બંને એકબીજાને પોતાના મન ની બધી જ વાત કહી દીયે છે...અને થોડા સમય માં તો એક બીજા ને ખૂબ જ પ્રેમ કરવા લાગે છે...અને જન્મોજન્મ સાથે રહેવા ના વચન આપી દીયે છે......
આ વાત થી બંને ના પરીવાર અજાણ હોય છે...અને એક દિવસ બંને પોતાના પરિવાર ને આ વાત જણાવે છે...રોહન ના પેરેન્ટ્સ તો તે બંને ના સંબંધ માટે રાજી થઈ જાય છે...પણ મૈત્રી ના પપ્પા આ સંબંધ ને નથી અપનાવતા...કેમ કે બંને ની જ્ઞાતિ જુદી હોય છે...અને બંને ને સમજાવે છે કે જો તે આ સંબંધ આગળ વધારશે તો સમાજ માં બદનામી થશે...અને તે ક્યાંય પણ બહાર જવા જેવા નહીં રહે...અને મૈત્રી ના પપ્પા બંને ને પોતાનો પ્રેમ ભૂલી આગળ વધવા નું કહે છે...
રોહન ને મૈત્રી બને તૂટી જાય છે...બંને એક બીજા થી દુર જવાનું વિચારી પણ નથી શકતા ત્યાં એક બીજા વગર પુરી ઝીંદગી કેમ વિતાવશે એ વિચારી ને ડરી જાય છે....મૈત્રી તો સમજવા તૈયાર જ નથી થતી....પણ પછી મૈત્રી ના પપ્પા રોહન ને કહે છે કે તે મૈત્રી ને સમજાવે....અને રોહન એમને વચન આપે છે કે તે જરૂર મૈત્રી ને સમજાવશે કેમ કે તે મૈત્રી ના પપ્પા ને ખૂબ જ માનતો હોય છે...
આજે ફરી બંને રાતે અગાશી પર મળે છે...મૈત્રી તો આવી ને સીધી જ રોહન ને hug કરી રોવા લાગે છે...રોહન એને થોડી વાર રડી લેવા દીયે છે...પછી શાંત રાખી ને સમજાવે છે કે....
"મૈત્રી આપણા પરિવાર માટે,આપણા parents માટે આપણે આ કુરબાની દેવી જ પડશે...અને પ્રેમ એ કુરબાની પણ છે ને... અને કોને કહ્યું કે આપણે હંમેશા માટે દૂર થઇ જઈશું...આપણે હંમેશા સાથે જ રહેશી...એક બીજા ના મિત્ર બની ને...એક બીજા ના સુખ દુઃખ ના સાથી બની ને...અને આપણો પ્રેમ પણ ક્યારેય પૂરો નહીં થાય... સમય જતાં એ વધશે...ઘટશે નહીં...અને મૈત્રી માની જાય છે...કેમ કે એ એના પેરેન્ટ્સ ને ખૂબ જ પ્રેમ કરતી હોય છે...અને બંને એક બીજા સાથે જોયેલા સપના ફરી યાદ કરે છે..."
2 મહિના માં તો બંને ના લગ્ન ખૂબ જ ધામધૂમ થી એક જ મંડપ માં થાય છે...કેમ કે રોહન અને મૈત્રી એ લગ્ન પહેલા એના માતા પિતા પાસે 2 શરત મૂકી હોઈ છે...એક તો એ કે બંને પોતાના ભૂતકાળ વિશે તેના ભાવિ જીવનસાથી ને જણાવી ને પછી જ લગ્ન કરશે...અને બીજી એ કે એ બંને એક જ મંડપ માં એક જ દીવસે લગ્ન કરશે...બંને ના માતા પિતા આ શરત માટે હા કહે છે અને બંને ના લગ્ન થઈ જાય છે...
રોહન અને મૈત્રી બંને ને ખુબજ સમજદાર ને પ્રેમાળ જીવનસાથી મળે છે...રોહન ની પત્ની મીરા રોહન ને ખૂબ જ પ્રેમ કરતી હોય છે તો મૈત્રી નો પતિ આરવ અને એનો પરિવાર પણ મૈત્રી ને ખૂબ જ પ્રેમ કરે છે અને એના પરિવાર ની યાદ પણ નથી આવવા દેતા...પણ રોહન અને મૈત્રી નો એક બીજા માટે નો પ્રેમ હજી પણ ઓછો નથી થતો..પણ તે પોતાના પાર્ટનર ને આ વાત નો અહેસાસ પણ નથી થવા દેતા અને હંમેશા એમને ખુશ જ રાખે છે...
થોડા સમય માં ચારેય સારા મિત્રો બની જાય છે..અને હંમેશા બધે સાથે જ જાય છે..કોઈ પણ જગ્યા એ ફરવા જવું હોય કે dinner પર હંમેશા સાથે જ હોય...આ કારણે રોહન અને મૈત્રી પણ એક બીજા સાથે હમેંશા જ હોય છે...
સમય વીતતો જાય છે...5 વર્ષ વીતી જાય છે...
આજે ફરી બંને ઘણા સમય પછી અગાશી પર બેઠા હોય છે...અને એક બીજા ના ભૂતકાળ ને યાદ કરે છે....
"મૈત્રી તું ખુશ તો છે ને...??રોહન અચાનક મૈત્રી ને પૂછે છે...??"
"મૈત્રી રોહન ના ખભે માથું રાખી ને એનો હાથ પકડી ને બેઠી હોય છે...અને રોહન ના પ્રશ્ન થી ઉભી થઈ જાય છે અને કહે છે..."
"હા રોહન હું ખૂબ જ ખુશ છું...જો તે દિવસે તે ન સમજાવી હોત તો કદાચ આજે બધા દુઃખી હોત.. પણ આજે હું ખૂબ જ ખુશ છું...કેમ કે આપણે બને ને આટલા પ્રેમ કરવા વારા જીવન સાથી મળ્યા અને આટલા ક્યુટ બેબી....."
હજી તો મૈત્રી પોતાની વાત પૂરી કરવા જાય ત્યાં જ પાછળ થી અવાજ આવે છે...
"મમ્મા.... મને નિની નથી આવતી....તમે અહીં શુ કરો છો હું તમને ગોતતિ હતી...
રોહન અને મૈત્રી બંને મૈત્રી ની બેબી ટિયા પાસે જાય છે...
"રોહન કહે છે ચાલ આજે uncle ટિયા ને સુવડાવશે.....
"ત્યાં જ ટિયા જોર થી કહે છે ના....."
રોહન અને મૈત્રી બંને એક સાથે જ પૂછે છે કે "કેમ??"
ત્યાં ટિયા કહે છે...કે "મમ્મા uncle દર વખતે એક જ સ્ટોરી કરે છે અને રાત્રે ખૂબ જ જોર થી સુતા સુતા અવાજ કરે છે..મને ડર લાગે....અને નિની પણ નથી આવતી..અને મને સુવડાવતા સુવડાવતા એ પોતે પણ સુઈ જાય છે....."
આ સાંભળી રોહન અને મૈત્રી બંને હસી પડે છે.....અને મૈત્રી ટિયા ને લઈ ને રોહન ને ગુડ નાઈટ કહી ચાલી જાય છે....
અને રોહન હસતો હસતો બંને ને જતા જોઈ રહે છે.....
પ્રિય વાચક મિત્રો, "પ્રેમ માત્ર સાથે જીવવા ની જ વસ્તુ નથી.....પણ એક કુરબાની પણ છે....."ક્યારેક આપણી ઝીંદગી ની એક કુરબાની ઘણી ઝીંદગી માં ખુશી લઈ આવે છે.....
તમને આ સ્ટોરી કેવી લાગી જરૂર જણાવશો..... આ સાથે મારી પહેલી સ્ટોરી પણ જરૂર થી વાંચતા રહેજો...."નફરત સે બની એક કહાની પ્યાર કી...." દર મંગળવારે...

બીજા રસપ્રદ વિકલ્પો