Asmanjas - 3 books and stories free download online pdf in Gujarati

અસમંજસ - 3

ચેતન ભાઈ અને ઇલાબહેન પાસે કોઈ શબ્દ ન હતાં પોતાના બાળકને સાંત્વના આપવી કે ઠપકો આપવો કે સહજ સ્વીકાર કરવો જે સહજ થવું અઘરું હતું. પણ ખૂબ જ સમજદારી પૂર્વક આખી પરિસ્થતિ સંભાળી લીધી. ઇલાબહેન ને ઈશારો કર્યો અને જાણે સામન્ય વાતો હોય તેમ જ ઇલાબહેન બોલ્યાં ભાઈ પૂરી હવાઈ જાય એ પહેલાં જમી લ્યો ને વાતો તો થયાં રાખશે. માધવ ને નવાઈ લાગી કે આટલું સહજ રીતે તેનાં માતાપિતા વર્તન કરે છે. બધા જમવા બેઠાં માધવ થી રહેવાતું ન હતું સહજ વર્તન અસહજ લાગતું હતું. કોઈ માતા પિતા આવડી મોટી વાત જાણી આટલું સામાન્ય વર્તન તો ન જ કરે તો આ સામાન્ય લાગતું વર્તન એ મુજબ તો અસામાન્ય જ હતું.

ઇલાબહેન અને ચેતન ભાઈ રોજિંદા દિવસો મુજબ જ વર્તન કરતાં હતાં. જમીને ટીવી જોવા બેઠાં ત્યારે માધવે ઇલા બહેન અને ચેતન ભાઈ ની માફી માંગી મા હું શું કરું હું સામાન્ય નથી , મમ્મી તમે મને ખીજાવ જરૂર લાગે તો મને મારો મને ઘરની બહાર કાઢવાનું કહો પણ તમારું આ સામાન્ય વર્તન સહન થતું નથી. મા જય વગર જીવવું મારા માટે અઘરું છે તેમ જ જય પણ મને જ પ્રેમ કરે છે. પણ તેનાં ઘરનાં સુધી તો વાત પહોંચી જ નથી તેનાં ભાઈએ બારોબાર આ બધું કર્યું છે. "દીકરા તને અમારું વર્તન એટલે અજુગતું લાગે છે કે આ વાત જાણ્યા પછી પણ અમે સામાન્ય વર્તન કરીએ છીએ.

બેટા આજ થી ચાર પાંચ મહિના પહેલાં જ તારી વાત ની જાણ થયેલ, આપનોઈ સમાજ જો એક છોકરો છોકરી પ્રેમમાં પડે તો પણ વાતો કરે અને તારા કિસ્સા માં જય ને તું એક બીજા ને પ્રેમ કરો છો તે પણ ખૂંચતું હતું એટલે વાયા વાયા વાત તો પહોંચેલી જ, પછી અમે બન્ને એ વિચાર્યું પણ કે તને પૂછીએ પણ જે વસ્તુ ની જાણકારી ન હોય કે માત્ર લોકો ની વાત ઉપર થી તને કોઈ વાત પૂછવી પણ યોગ્ય ન લાગ્યું હા પણ આ બધી જ વાતો ની જાણકારી માટે અમે બંને એ જરૂરી બધી જ જાણકારી મેળવી લીધી હતી. જ્યાં કાયદો પણ પોતાની જડતા છોડી દે છે તો અમે તો તારા માતા પિતા છીએ. અમારે માટે તું અમારી જીગરનો ટુકડો છે. રહી વાત જય ની તો સમય દરેક ઘાવનું ઓસડ છે. જો પ્રેમ હશે તો તે ક્યાંય નહીં જાય અને નહીં હોય તો જાય કે રોકાય એનાં થી કોઈ ફરક ન પડવો જોઈ. કોઈ ની જાતીય જરૂરિયાત ને તેનાં ચારિત્ર સાથે જોડવું જોઈએ નહી અને આવા સમયે વ્યક્તિ ને સૌથી વધુ જરૂર તેનાં માતા પિતા કે આપ્તજનો ની હોય છે. જો ત્યારે આપણે તેમને તરછોડશું તો નહીં ગમે તેમ જ દયા ખાશું તો પણ નહીં ગમે, સહજ વર્તન અને તેમનાં અસ્તિત્વનો સહજ સ્વીકાર જ તેમને સામાન્ય નાગરિક બનવામાં સહાયરૂપ થશે. હમેંશા તારી સાથે રહેશું પણ આ અસ્તિત્વ ની લડાઈ છે તે તારે જ લડવી રહેશે. (#MMO)

વર્ષો વિતી ગયાં લોકો વાતો કરતાં બે ઘડી વિચિત્ર વર્તન પણ થતાં પણ માધવે પોતાની એક સરસ શિક્ષક તરીકે ની છબી બનાવી લીધી હતી અને આજે શિક્ષક દિનને દિવસે માધવને સર્વશ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ એનાયત થવા જઈ રહ્યો હતો. જે વિનંતી કરી માધવે ઇલા બહેન અને ચેતન ભાઈ પાસે થી લીધો એક માતા પિતા માટે આના થી વિશેષ ગર્વની ઘડી કઈ હોય શકે. (#સમાપ્ત)

બીજા રસપ્રદ વિકલ્પો