Mukti - 2 books and stories free download online pdf in Gujarati

મુક્તિ - 2

મિત્રો આ મારી પહેલી હોરર સ્ટોરી લખવાનો પ્રયાસ છે તો આપને સ્ટોરી કેવી લાગી તે આપ મને કમેંટ બોક્સ માં અથવા મેસેજ બોક્સ માં આપનો અમૂલ્ય પ્રતિભાવ આપી શકો છો.
તો મિત્રો આપણે આગળ ના ભાગમાં જોયું કે ધ્રુવ ને કોઈ અદ્રશ્ય શક્તિ ઝાડી ઝાંખરાઓ વચ્ચે ખેંચીને લઈ જાય છે અને ત્યાં ધ્રુવ ની શી હાલત થાય છે તે આપણે આ ભાગ માં જોઈશું.
આ બાજુ રાત ના 1 વાગવા છતાં પણ ધ્રુવ ઘરે ના આવતા તેના મમ્મી સરલા બેન ટેન્શન માં આવી જાય છે કે ધ્રુવ ને કાંઈ થઈ તો નથી ગયું ને એવા અમંગળ વિચારો એમને જપવા નથી દેતા હોતા. એકવાર એમને વિચાર આવી જાય છે કે એ ધ્રુવ ના પપ્પા ને વાત કરે પણ તેમના મનમાં તરત જ વિચાર ઝબકી જાય છે કે ધ્રુવ ના પપ્પા નાહક નો ગુસ્સો કરશે અને તેને મારસે પાછા એ વિચારે તેઓ ધ્રુવ ના પપ્પા ને કશું કહેતા નથી. પછી રાતના 3 વાગવા છતાં ધ્રુવ ઘરે નાં આવતા તેમણે ધ્રુવ ના પપ્પા ને જાણ કરવાનું નક્કી કર્યું. તેમણે ધ્રુવ ના પપ્પા ને જગાડ્યા અને જણાવ્યું કે ધ્રુવ તેના ભાઇબંધો જોડે વાંચવા ગયો છે ને હજી પાછો નથી ફર્યો. આટલું સાંભળતા જ ધ્રુવ ના પપ્પા નો ગુસ્સો સાતમા આસમાને પોહચી જાય છે અને સરલા બેન પર ગુસ્સે થતા કહે છે કે આટલી રાત્રે તેને મોકલવાની શી જરૂર હતી.પછી ધ્રુવ ના પપ્પા પૂછે છે કે તે કોની કોની સાથે ગયો છે. તેના મમ્મી સરલા બેન તેમના મિત્રો ના નામ જણાવતા કહે છે કે દિપ, અભિષેક, રોનક અને સોહમ જોડે એ ગયો છે. તેના પપ્પા તરત તેના બધા મિત્રોના પપ્પા ને ફોન કરે છે અને તેના મિત્રો વિશે પૂછે છે અને તેના મિત્રો ના ઘર વાળા જોડે થી જે જાણવા મળે એ જાણીને તે જાણીને ધ્રુવ ના પપ્પા ના પગ નીચેથી જમીન સરકી જાય છે.
**************************
આ બાજુ ધ્રુવ મહામહેનતે ઝાડી ઝાંખરાઓ વચ્ચેથી બહાર આવે છે. તેના શરીર પર ઠેકઠેકાણે ઊજરડા પડી ગયા હોય છે.તે મહામહેનતે ઊભો થાય છે અને મેઈન હાઇવે વાળા રોડ પર આવે છે અને ઝખમી હાલત માં બેભાન થઈને નીચે પડી જાય છે.
**************************
દિપ, અભિષેક, રોનક અને સોહમ ના પરિવાર વાળા ની કેફિયત સાંભળીને ધ્રુવ ના પપ્પા નીચે ફસડાઈ પડે છે.તેમને પણ ખબર નથી હોતી કે એ પાંચેય મિત્રો કોના ઘરે ગ્રુપ સ્ટડી માટે ગયા હોય છે. સરલા બેન આ જોઈને તેમની પાસે પોહચે છે અને તેમને પૂછે છે કે શું થયું. ધ્રુવ ના પપ્પા સરલા બેન ને જણાવે છે કે તેમના ઘરે ફોન કરતા જાણવા મળ્યું કે એ લોકો પણ હજી ઘરે નથી પોહચ્યાં. આ સાંભળતા જ સરલા બેન પોક મૂકી ને રડવા માંડે છે. હવે ધ્રુવ ના મમ્મી પપ્પા અને તેના બીજા મિત્રો ના મમ્મી પપ્પા ધ્રુવ ને અને તેના બીજા મિત્રો ને શોધવા માટે નીકળી પડે છે. પણ તેઓને ખબર હોતી નથી કે તેઓ એક અજાણી શક્તિ ને તેમના ઘરમાં આમંત્રણ આપવા જઈ રહ્યા છે. ધ્રુવ ની ફેમિલી અને બીજા મિત્રો ની ફેમિલી મળીને ધ્રુવ ની અને તેના બીજા મિત્રો ની શોધખોળ આરંભે છે. છેવટે તે લોકો આ પાંચેય મિત્રો ને શોધતા શોધતા હાઇવે ઉપર આવે છે.
**************************
આ બાજુ ધ્રુવ ને બેભાન પડેલો જોઈને એક સજ્જન ગાડી ઉભી રાખે છે અને ધ્રુવ ને પાસે જઈ તેને ઉંચકી ને ગાડી માં મૂકીને નજીક ની સિટી હોસ્પિટલ માં લઈ જાય છે અને ત્યાં એની સારવાર ચાલુ કરાવે છે. ત્યાં ફરજ પરના હાજર ડોક્ટર ઓ તરત જ એની સારવાર ચાલુ કરે છે. અને તે સજ્જન ધ્રુવ ના ભાન માં આવવાની રાહ જુએ છે. આ બાજુ તેના પરિવાર વાળા તેને શોધતા શોધતા એ અવાવરુ વિસ્તાર માં આવી પોહચે છે અને તેમને આગળ જતાં ધ્રુવ ના ચપ્પલ અને બેગ એવું બધું મળી આવે છે આ બધું જોતા તેમને કાંઈક અમંગળ થવાની શક્યતા લાગે છે અને ધ્રુવ ના મમ્મી પપ્પા પોક મૂકીને રડવા માંડે છે. આખરે તેઓ લોકો પોલિસ સ્ટેશન માં મિસિંગ complaint લખાવાનુ વિચારે છે. આ વિચારી તેઓ ધ્રુવ નો મળેલો સામાન લઈ તેમના વિસ્તાર મા આવેલા પોલિસ સ્ટેશન માં ફરિયાદ લખાવા જાય છે.
**************************
આ બાજુ ડોક્ટર ધ્રુવ ની સારવાર પતાવી ને ફરજ પરના સ્ટાફ ને ધ્રુવ નું ધ્યાન રાખવાની અને ભાન માં આવે તો તરત તેમને જાણ કરવાની કડક શબ્દોમાં સૂચના આપીને જાય છે. આ બાજુ થોડો ટાઇમ થતાં ધ્રુવ ભાન માં આવે છે અને ગભરાઈ ગયો હોવાથી જોર જોરથી પ્લીઝ મને બચાઓ પ્લીઝ મને બચાઓ કરીને બૂમો પાડવાનું ચાલુ કરી દે છે. તેને કંટ્રોલ કરવાનું મુશ્કેલ લાગતા ફરજ પરનો સ્ટાફ ડોક્ટર ને બોલાવે છે અને ધ્રુવ ને વળી એક ઘેન નું ઇંજેક્શન આપીને થોડા કલાક માટે શાંત કરી દે છે.
ધ્રુવ ના મમ્મી પપ્પા અને બીજા લોકો પોલિસ સ્ટેશન પોહચે છે અને ફરજ પરના અધિકારી ને ધ્રુવ ના અને તેમના મિત્રો ની ગુમ થવાની complaints નોંધવા નું કહે છે.આ સાંભળી ફરજ પરના પોલિસ સબ ઇન્સ્પેક્ટર વિજય ચાવડા તેમને શાંત પાડતા શાંતિ થી બેસાડીને બધી વાત સાંભળીને કહે છે કે તમારા બધા નાં નંબર અને તમારા બાળક ના ફોટા અમને આપી દો અમે અમારી રીતે ભાળ મેળવવા ની કોશિશ કરીશું અને કઈ જાણકારી મળસે તો તમારો કોન્ટેક્ટ કરીશું. ધ્રુવ અને તેના મિત્રો ના ફેમિલી ના ગયા બાદ સબ ઇન્સ્પેક્ટર વિજય ચાવડા કોંસ્ટેબલ ગણપત રાવ ને બોલાવે છે અને કહે છે કે આ બધા બાળકો ના ફોટા શહેર ના દરેક વિસ્તાર ના પોલિસ સ્ટેશન માં અને દરેક ચેક પોસ્ટ પર તેમના ફોટા મેઇલ કરી દો અને કહી દો કે જો કઈ જાણકારી મળે છે તો મારો કોન્ટેક્ટ કરે.
થોડી વાર બાદ સબ ઇન્સ્પેક્ટર વિજય ચાવડા પર સિટી હોસ્પિટલ માંથી ધ્રુવ ની સારવાર કરી રહેલા ડોક્ટર નો ફોન આવે છે અને જણાવે છે કે એમને ત્યાં એક ઘાયલ અવસ્થા માં એક છોકરો એડમિટ થયેલો છે.
સબ ઇન્સ્પેક્ટર વિજય ચાવડા તરત જ કોંસ્ટેબલ ગણપતરાવ ને બોલાવે છે અને તાત્કાલિક તેને સિટી હોસ્પિટલ તરફ જીપ લઈ લેવાની સૂચના આપે છે અને કોંસ્ટેબલ ગણપતરાવ પણ સાહેબ ની સૂચના નું પાલન કરી જીપ ને સિટી હોસ્પિટલ બાજુ મારી મૂકે છે.
શું ધ્રુવ ભાનમાં આવીને પોતાની સાથે થયેલ ઘટના ઇન્સ્પેક્ટર ચાવડા ને વર્ણવી શકશે ???? ધ્રુવ નાં મિત્રો ક્યાં હશે ???? શું સાચેજ ધ્રુવ માં કોઈ અદ્રશ્ય શક્તિ આવી ગઈ હશે ??? જો સાચેજ કોઈ અદ્રશ્ય શક્તિ ધ્રુવ માં આવી ગઈ હશે તો તેનું શું પરિણામ આવશે તે જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ મુક્તિ - 3

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED