જવાબદારી - ભાગ-૪ Jayesh Lathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જવાબદારી - ભાગ-૪

તેમણે જીજ્ઞેશને ઘણી વાર આકાશના આવા વર્તનને લીધે જાણ પણ કરી હતી પરંતુ જીજ્ઞેશે તેને નજર અંદાજ કરી હતી. તે પોતાની જવાબદારી નીભાવવાથી દુર ભાગી રહ્યો હતો. દિવ્યા બધુ જોયા કરતી પણ કાઈ કહી ના શકતી
જીજ્ઞેશના મ્રુત્યુ બાદ તે એકદમ એકલી પડી ગઈ હતી તેને સાથ સહકાર આપનાર કોઇ નહોતું.
તેની સગી બહેન કે સગી મા તો આ દુનિયામા હતા નહી ત્યારે તેની સોસાયટીમાં રહેતા દર્શનાબેન સાથે તેની મુલાકાત થઇ
તેની પહેલા દિવ્યા પાસે જીવન જીવવાનો કોઇ વિકલ્પ જ નહોતો તેનુ જીવન માનસિક રીતે પડી ભાંગ્યું હતુ.
સ્થિતિ તેના કાબુમાં નહોતી
દર્શનાબેન તેની પરિસ્થિતિ થી વાકેફ હતા તેમણે દિવ્યાને ઘણી સમજાવી
તારી છોકરી સામે જો આનો શુ વાક જો તુ નહી રહે તો તેને કોણ સાચવશે: દર્શનાબેને કહ્યુ
હુ સાવ હારી ચુકી છુ જીવન જીવવાનો કોઈ અર્થ જ નથી: દિવ્યા એ કહ્યુ
કેમ નથી શુ થઈ ગયું છે તને આ બાળકોના સહારે તુ જીવી નહી શકે? દર્શનાબેને કહયું
જેની સાથે જીવન જીવવાનું નક્કી કરેલું, જેની સાથે મારા સપનાઓ,મારૂ ભવિષ્ય,મારી લાગણીના સંબંધો જોડાયેલા હતા આજે તે સંબંધો જ નથી રહ્યા તો જીવવાનો શુ અર્થ:દિવ્યાએ કહ્યુ
જીવનમાં સંબંધ જ બધુ નથી હોતા તારા વિના આ બાળકોનુ શુ થશે એ કદી વિચાર્યું છે દર્શનાબેને સુઈ રહેલા આકાશ અને વંદના તરફ જોઈને કહ્યુ
તેને તે લોકો સાચવી લેશે
તને કેમ ખબર કે તે સાચવશે જ
તેમને કહ્યું હતુ
તને શુ લાગે તારા બાળકને તે તારા જેટલો પ્રેમ આપશે જે મમતા, કરૂણા, સંવેદના, લાગણી તારી તારા બાળકો પ્રત્યે છે તે લાગણી તે કર્તવ્યનિષ્ઠા તેના મોટાબા બાપુજીમા હશે: દર્શનાબેને કહ્યુ
તારા બાળકો રોડ પર ભીખ માંગશે, ભૂખ્યા તરસ્યા રખડ્યા કરશે કોઈ તેની સારસંભાળ રાખવાવાળુ નહી હોય
દિવ્યા વંદનાની સામે જોઈને જોરજોરથી રડવા લાગી તેના રડવાનો અવાજ સાંભળી વંદના જાગી ગઈ
તેની માં ને રડતા જોઈ તે પણ રડવા લાગી પરંતુ આકાશ સુતો જ હતો અને સુતો જ રહ્યો

દિવ્યાને ખ્યાલ તો આવી જ ગયો હતો કે તેના ગયા બાદ તેના બાળકો સાવ નિરાધાર થઈ જશે અને એટલે જ તેમણે પોતાનું જીવન આકાશ અને વંદનાના ઉછેર પાછળ સમર્પિત કરી દીધું.
તે દરરોજ રાત્રે દર્શનાબેનને ઘરે જતી ત્યા સત્સંગ કરતી
તેનુ જીવન બદલાઈ રહ્યું હતું પણ તેને ખબર નહોતી તેનુ આવનાર ભવિષ્યમાં શુ પરીણામ આવશે

દિવ્યા સવારે વહેલા ઊઠીને ઘરનુ કામ કરતી વંદના તેને કામમા મદદ કરતી.

આકાશ નાના બાળકો સાથે પોતાના મહોલ્લામાં રમતો અને ક્યારેક ઝધડો કરીને તો ક્યારેક માર ખાઈને આવતો.

ક્યારેક બિજાનો વાંક હોવા છતાં તેની સાથે રમતા છોકરીઓ દોષનો ટોપલો આકાશ પર ઢોળી દેતા.

દિવ્યાને બધી જાણ હોવા છતા કમને બિજાની સામે તે આકાશને મારતી કે ખીજવાતી બહારથી તે ગુસ્સામાં તેને મારતી પરંતુ અંદરથી તેનુ હ્રદય દ્રવી ઉઠતુ તે વંદના અને આકાશની ગેરહાજરીમાં રડી લેતી.
આકાશ પોતાને પડેલા મારને કારણે ખોટું લગાવી તેની મમ્મી સાથે બોલતો પણ નહી.
દિવ્યાએ આકાશને બહાર રમવા જવા પર મનાઈ ફરવાવી હતી તે આકાશને બધે તેની બેન સાથે બહાર મોકલતી

વર્તમાન
આકાશને પોતાનો ભુતકાળ યાદ આવતો હતો તે સારી રીતે જીવી શકતો નહોતો પળે પળે પોતે કરેલી ભુલો, પોતાની બેદરકારી પોતાની લાપરવાહી અને તેના વર્તન ને કારણે બીજા સાથે બગાડેલ સંબંધ પર પસ્તાવો થતો હતો.
તેના વર્તમાનમાં થોડી ખુશી મેળવવા આખુ ભવિષ્ય દાવ પર લગાવી દીધુ હતું.
પાન માવા સિગારેટ દારૂ કોઈ પણ પ્રકારના વ્યશન વગર તે એક વ્યશનનો શિકાર બન્યો હતો.

પોતાના ભુતકાળને નહી ભુલી શકવાનુ વ્યશન