વર્તમાનમા
આકાશ માટે આ પળે શુ કરવુ શુ નહી તેની કાઈખબર જ નહોતી. મનમા કાઈ કરી બતાવવાની તીવ્ર ઈચ્છા હતી પણ ભુતકાળ તેનો પીછો છોડતો નહોતો
તેને આજે પચ્ચીસ વર્ષે પણ તેના પિતાની યાદ આવતી જે તેને સ્કુલે લેવા માટે આવતા જ્યારે તે પહેલા ધોરણમાં હતો.
તેના પિતાની છબી તેના મનમાં આકાર લેતી અને પાછી ભુસાઈ જતી તે પળે પળે તેના પિતાને મિસ કરતો.
આજે સૌથી વધારે જરૂરીયાત હતી તો તેના પિતાની હતી એક પુત્ર માટે પિતાથી મોટો માર્ગદર્શક બીજો કોણ હોઈ શકે.
તે વર્તમાન અને ભુતકાળ બંને વચ્ચે ભટક્યા કરતો તે જાણવા છતા કે તેનો કોઇ લાભ નથી અને ભુતકાળ વાગોળવાથી તેના મન અને મગજ પર ખરાબ અસર પડે છે પાછો તે તેના ભુતકાળમાં પ્રવેશી ગયો
આકાશને કોલેજમા કરેલી ભુલો, તેની ખરાબ આદતો, તેનો પ્રેમ બધુ યાદ આવવા લાગ્યું.
કેટલો જીદંગી પ્રત્યે બેદરકાર બની ગયેલો હુ. ઘરે લાઈબ્રેરીમાં જાઉ છુ કહી વિડીયોમાં મૂવી જોવા પહોંચી જતો. પૈસાનો પાણીની જેમ બગાડ કરતો, મિત્રો સાથે ક્રિકેટમા સટ્ટો રમતો, ઘરે કહ્યા વગર બહાર ફરવા નીકળી જતો મારી જવાબદારી કે મારા ભવિષ્ય માટે મને કાઈ પરવા જ નહોતી સાવ આવારાની માફક ઐય્યાસી કરતો આકાશ પોતાના મન સાથે વાત કરતો હતો.
આજે તેની પાસે વાત કરવા માટે તેના મિત્રો પણ રહ્યા નહોતા અને જે લોકો તેની પાસે હતા તેને તે નફરત કરવા લાગ્યો હતો
ક્યા એક મોટા સપના જોઈ રહેલો આકાશ જોશી અને ક્યાં અત્યારે એક જોબ મેળવવા ફાફા મારતો ગ્રેજ્યુએટ થયેલો આ વિધ્યાર્થી?
બંને વચ્ચે જમીન આસમાનનો ફરક હતો
પોતાના ભુતકાળમાં જીવવાના વ્યસન ને કારણે તે વર્તમાન અને ભવિષ્ય બગાડી રહ્યો હતો
૧૮ વર્ષ પહેલાં
દિવ્યા તેના દિકરા આકાશ સાથે ડોક્ટર દેસાઈની કેબીનમાં બેઠી હતી
ડો. હેમંત દેેસાઈ સુરતના ખ્યાતનામ મનોચિકિત્સક હતા. દિવ્યા આકાશને ઘણા સમયથી શહેરના જુદા જુદા ડોકટર પાસે લઈ જતી તેના મગજની સારવાર માટે પણ કોઇ ઉપાય હજુ સુધી મળ્યો નહોતો ઘણા ડોકટરોએ તેને મેન્ટલ પણ જાહેર કરી દિધો હતો ધણાએ તેને ગાંડાની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવાની સુચના આપી હતી પરંતુ દિવ્યા ક્યારેય હિંમત હારી નહોતી તેણે જ્યારે ડો દેસાઈ વિશે સાંભળ્યું ત્યારે આકાશને લઈ તેની હોસ્પિટલ ગયા હતા.
આકાશ ને કોઇ બિમારી નથી તેના મગજનો વિકાસ બાકીના તેના ઉમરના છોકરાઓ કરતા ધીમે થાય છે રક્તકણો નુ પ્રમાણ તેનામાં ઓછું છે આ બધુ નોર્મલ થઈ જશે પણ તેના માટે સમય લાગશે: ડો દેસાઈ દિવ્યા ને કહી રહ્યા હતા
તેણે એક એક્ટિવિટી કરવા માટે આકાશને રમકડાં આપ્યા અને તેને પઝલ વાઈસ ક્રમશઃ ગોઠવવા કહ્યું
આકાશે તે રમકડાં થોડી જ વારમા ક્રમબદ્ધ રીતે ગોઠવી આપ્યા.
તેના મગજમાં કોઇ ખામી નથી બિજા ડોકટરના કહેવા પ્રમાણે તે ગાંડો હોય તો આ પઝલ સરળતાથી ગોઠવી ના શકે: ડો દેસાઈએ દિવ્યાને કહ્યુ
નો કોઈ ઈલાજ ના થઈ શકે: દિવ્યાએ કહ્યું
ઘણી એવી થેરાપી છે જેનાથી તે બિલકુલ નોર્મલ થઈ શકે છે પરંતુ મારૂ પર્સનલ અનુમાન છે કે આકાશ ને તેવી કોઇ પણ થેરાપી લેવાની જરૂર નથી તેનો ઉમરની સાથે સાથે વિકાસ થઈ જશે. તમારા ઘરની આર્થિક સ્થિતિ પ્રમાણે થેરાપી લેવી પોશાય નહી : ડો દેસાઈએ કહ્યુ
દિવ્યાની આંખો મા સ્પષ્ટ લાચારી જોવા મળતી હતી પણ તેની પાસે બીજો કોઇ ઉપાય પણ નહોતો
આકાશની બિમારી તો દિવ્યાને જ્યારે તે ચાર વર્ષનો હતો ત્યારથી જ ખબર પડી ગઈ હતી.
તેની ઉમર ચાર વર્ષ થઈ હતી છતા હજુ તે ચાલતા શીખ્યો નહોતો, તે એક જગ્યાએ ચુપચાપ બેસી રહેતો કોઈની સાથે વાતચીત નહોતો કરતો કે કોઈનુ સાંભળતો નહોતો.
દિવ્યાને તેની અજીબ હરકતોથી આશ્ચર્ય થતુ.
આગળ