Abhinandan:ek premkahani - 28 books and stories free download online pdf in Gujarati

અભિનંદન:એક પ્રેમકહાની - 28

અભિનંદન:એક પ્રેમ કહાની-28



અભિનંદન બોલ્યો મને તમારા દીકરા સાથે કોઈ પ્રોબ્લેમ નથી. ના તમારી સાથે.તમે પણ એક સારા માણસ છો અને તમારો દીકરો પણ એક સારો માણસ છે. મને તમારી વાતને લઈને કોઈ પ્રોબ્લેમ નથી અને બંનેની મંજૂરી મળે અને આ વાતને મહોર લાગે તો પણ મને ખુશી થશે. હું મારા તરફથી સો ટકા પ્રયત્ન કરીશ અને આપ કરશો એવી મને આશા છે.ફોન પર એ આવી વાતો કરી રહ્યો...



સામેના પક્ષેથી એ વ્યક્તિ બોલ્યો મેં પ્રસ્તાવ મૂક્યો છે તો સ્વાભાવિક જ છે મારો પ્રયત્ન સો ટકા ઉપર છે.

ત્યારે અભિનંદન બોલ્યો તમારી વાત એકદમ સાચી છે કાકા. હું આ વાતને મારા ઘરમાં અવશ્ય રજૂ કરીશ. મારા મમ્મી-પપ્પા સાથે વાત કરીશ અને હું તમને થોડા દિવસમાં જવાબ આપીશ. મારી પાસે હાલ સમય નથી એટલે હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે થોડો સમય રાહ જુઓ.

ત્યારે સામેની પક્ષેથી એ વ્યક્તિ બોલ્યો મને કોઈ તકલીફ નથી ને અભિનંદન તું જ્યારે પણ જવાબ આપશે ટૂંક સમયમાં મને મંજૂર હશે...





અભિનંદનને કોલ રાખ્યો કે રૂમના દરવાજે ઊભેલી મીતાલી બોલી આ બધી શેની વાતો ચાલે છે?

અભિનંદન બોલ્યો મારી સગાઈની.

મિતાલી બોલી ઓહ મેરેજ ક્યારે છે?

ત્યારે અભિનંદન હસીને બોલ્યો કે મિતાલી જેની આપણા ઘરમાં સગાઈ બાકી છે એની વાત ચાલે,બીજા કોની હોય?


ત્યારે મિતાલી બોલી કોની? ચોખવટ કર. આપણા ઘરમાં તો બે બાકી છે. મારી નાની નાની મારી બહેન જેવી નણંદ અને મારા ભાઈ જેવો દિયર.





ત્યારે અભિનંદન બોલે એ પહેલા જ તેને કોલ આવી ગયો તેને કોલ રીસીવ કર્યો કોલ હોસ્પિટલથી છે અને કહ્યું "સર, થોડી ફાઇલ મોકલવાની છે તેની વિગતો ભરવાની છે આપ તાત્કાલિક આવી જાઓ."


અભિનંદનને કહ્યુ ફટાફટ આવુ છુ.બધી ફાઈલ ટેબલ ઉપર રાખીને મુકો.ત્યાં હું આવું છું. મિતાલી અને અભિનંદન ની વાત પૂરી થાય એ પહેલા જ અભિનંદન ઘેરથી નીકળી ગયો. હોસ્પિટલ જવા માટે અને મિતાલી અને અભિનંદન ની વાત અધૂરી રહી ગઈ.

***


ડોક્ટર નિહારી ડોક્ટર નીહારી નું નામ "પંકજ નિહારી" જાતિય પુરુષ પણ એવું લાગે છે કે એ છોકરી છે. અભિનંદન એ હંમેશા સાથ આપતા ડોક્ટર નીહારી અને ડોક્ટર "રીમા વેદાંતી" તેની અટક વેદાંતી હોવા છતાં તેને બધા ડોક્ટર રિમાના નામે જ ઓળખે. અભિનંદન મોટા ભાગે રિમા અને નીહારી સાથે વધારે કામ કરે.


ડોક્ટર નીહારી બોલ્યા સર અગર તમે કહો તો દવાઓનો રૂમ સાફ સફાઈ કરાવી દઈએ. ઘણો સમય થઈ ગયો છે. ઘણી બીજી એવી જૂની પણ દવા પડી છે. જેને આગળના ભાગે લઈ અને નવી દવા પાછળ મૂકી દઈએ અને રૂમ ને વ્યવસ્થિત ગોઠવી દઈએ.


રીમા બોલી મારે તમને આ વાત કેવી હતી ત્યાં ડોક્ટર નિહારીએ મારી વાત છીનવી લીધી.

ત્યારે અભિનંદન બોલ્યો તમારા બંનેની ઇચ્છા છે તો હું કેમ ના પાડી શકું? ડોક્ટર નીહારી બધા સ્ટોક ની ગણતરી વ્યવસ્થિત હોવી જોઈએ. રિમા તું પણ સાથે ઊભી રહી ને જ બધું એરેન્જ કરાવજે.





રીમા બોલી ઇટ્સ ઓકે નો પ્રોબ્લેમ. બધું મેનેજ થઇ જશે. તમે કોઈ પણ ચિંતા ના કરશો.


ત્યારે અભિનંદન બોલ્યો તમે છો તો મારે ચિંતા જેવું રહેતું નથી. અને એક મિતાલી. બસ મારી બધી ચિંતા તમે કરો છો તો હું શા માટે ચિંતા કરું?

ત્યારે મિતાલી બોલી સાચી વાત છે.

****


રીમા બોલી ડોક્ટર નિહારી સર. પેલા તો બધો સ્ટોક બહાર કઢાવી પછી સફાઈ કરી કચરા પોતા કરી બધી જ જગ્યા સ્વચ્છ કરી અને વ્યવસ્થિત દવા એરેન્જ કરી દઈએ


ત્યારે ડોક્ટર નીહારી બોલ્યા સાફ સફાઈની બાબતમાં તો તમારાથી વધારે હું શું જાણું? તમે સફાઈ કરાવી દો પછી એરેન્જ હું કરાવી દઈશ. એની ચિંતા તમે ના કરશો.

ત્યારે રિમા બોલી ઓકે સર. સફાઈ કરાવી દઉં છું અને પછી તમે એરેન્જ કરાવી દેજો અને હા હું સફાઈ કરાવું છું તમારે બીજું કંઈ કામ હોય તો કરી શકો છો હું જાવ છું.

ત્યારે ડોક્ટર નીહારી બોલ્યા ok તારુ કામ પતી જાય એટલે મને કહી દે જે હું મારું કામ કરી દઈશ રિમા નાની એટલે ડૉ. નિહારી પણ રિમા ને ક્યારેક "તું કહે"



****



રીમાએ શાંતાબેન કાંતાબેન વિમળાબેન મીનાબેન બધી બેનો ને બોલાવી અને કહ્યું આ રૂમની સાફ-સફાઈ કરવાની છે. આ બધુ બહાર કાઢવાનું છે. તેના માટે તમારી હેલ્પ કરવા માટે બે ભાઈઓ જોશે હું લઇ આવુ છું.

ત્યારે મીનાબેન બોલી મેડમ તમે અહીં જ ઊભા રહો હું બે ભાઈઓને લઈ આવું છું તમારે જવાની જરૂર નથી ત્યારે ડોક્ટરી રીમાં બોલી ઓકે સારું તમે બે ભાઈઓ ને બોલાવો.



મીનાબેન બે ભાઈઓ ને બોલાવવા ગઈ અને પરબત સિંઘઅને ઉદયસિંઘ ને બોલાવી લાવી. પરબતસિંહ અને ઉદય સિંહ જોડે સાન્તાબેન કાંતાબેન વિમળાબેન મીનાબેન બધા દવા nonstop 12 મૂકવા લાગ્યા. અભિનંદનને ડોક્ટર રીમાને બોલાવતા

રીમાએ કહ્યું કે દવાનો સ્ટોક બહાર નીકળી જાય પછી મને બોલાવી જજો

મીનાબેન બોલ્યા હા મેડમ....


*****




અભિનંદન ને કહ્યું રીમા તુ અને ડોક્ટર નીહારી આ ફાઇલ કરી દો. અહીં ઘાયલ થઈને આવેલા સૈનિકોના નામ તેનું સરનામું તેનું એકાઉન્ટ નંબર.કઈ તારીખે આવ્યા. કઈ તારીખે તેની છુટ્ટી આપવાની છે. તેને કઈ સારવાર આપવામાં આવી છે. આ બધી જ માહિતી આપણે જે તે અધિકારીને મોકલવાની છે. આ ફાઇલ કરી અને તૈયાર કરી દો. પછી હું તેને કોમ્પ્યુટર કલાર્ક આગળ આ માહિતી અધિકારીને send કરાવી દઉં છું.


રીમા બોલી ઓકે સર. ડોક્ટર નીહારી અને રિમા કામે લાગી ગયા. આ બાજુ પેલા છ વ્યક્તિઓ દવાનો સ્ટોક બહાર કાઢવા લાગ્યા. ત્રણ રૂમ ભરેલા છે. બધી માહિતી એકઠી કરતા રિમાને એકાદ કલાક જેવો સમય જતો રહ્યો.



*****



કોમ્પ્યુટર કલર્કને તાવ આવી ગયો હોવાથી રજા પર છે. એ અભિનંદન ને ખબર પડી.એ પણ હાલ જ. ત્યારે રિમાને કોલ કરીને કહ્યું કે રીમાં તું આ બધી જ માહિતી એક્સેલ ફાઇલમાં બનાવી. અધિકારીને તેના gmail પર સેન્ડ કરી દે જે.

રીમાએ કહ્યું oky સર અને તે બધી માહિતી કોમ્પ્યુટરમાં ફાઇલ બનાવી એડ કરી ટાઈપ કરવા લાગે છે અને આમાં પણ સમય જતો રહ્યો. બે કલાક ટાઈપ કરતા જતી રહી. કેમ કે તેને કોમ્પ્યુટર આવડે છે પણ ઓછી પ્રેક્ટિસથી ઘણો બધો સમય લઇ લીધો અને બે કલાક જતા રહ્યા.


રીમા કામ પતાવીને ઉભી થઇ અને ઓફિસની બહાર આવી ત્યાં જ મીનાબેન આવી અને કહ્યું મેડમ સ્ટોક બહાર નીકળી ગયો છે. હવે તમે આવો અને રીમાએ કહ્યું કે હું આવું છું પણ જમવાનો સમય થઈ ગયો છે. તો તમે લોકો પણ જમી આવો. હું પણ જમી આવું છું.


ત્યારે મીનાબેન કહ્યું જી.રિમા પણ જમવા માટે પોતાના ઘેર જતી રહે છે. આ બાજુ મીનાબેન એ બધાને જ સૂચના આપી કે જમવાનો સમય થઈ ગયો છે. બપોરેનો તો જમી લેવા કહ્યું મેડમે.




રીમા હોસ્પિટલની બહાર નીકળી અને main gate આગળ પહોંચી મેન ગેટ આગળ એક મોટું ડસ્ટબીન રાખેલ છે. એ ડસ્ટબીનમાં તેણે ઉપર થોડા રેડ કલર ના બોક્સ જોયા.તેની નજર માત્ર પડી એ ચાલતી થઈ. તેને મનમાં થોડી શંકા ગઈ કે આ બોક્સ તો હમણાં જ આવેલા છે. તો પછી આ કચરાપેટીમાં કેમ છે? અને આ બોક્સ નો ઉપયોગ કોઈપણ દર્દી માટે કરવામાં આવ્યો નથી.

અને કોઈએ પણ તેને એવી માહિતી પણ આપી નથી કે નવા આવેલા બોક્સ તૂટી ગયા છે. તો પછી આ કચરાપેટીમાં ડસ્ટબિનમાં. આ વસ્તુ આવી ક્યાંથી?

એ પાછી ફરી અને જોયું એ જોવા લાગી બોક્સ હાથમાં લીધું. દવાની બોટલ હાથમાં લીધી અને જોયું તો આ તો નવા આવેલા બોકસ છે. નવી આવેલી દવા છે અને એ કાચની બોટલમાં આવેલી છે. અને એ તૂટી ગઈ. કચરાપેટીમાં ફેંકી દીધેલી છે.

રીમા વિચારવા લાગી પોતાના ઘર તરફ જતા જતા અગર કોઈ પણ નુકસાન થાય છે દવાનું તો તેની માહિતી પહેલા મને મળે છે કેમકે તેનું રેકર્ડ મારા હાથમાં છે. તો પછી આટલી બધી બોટલ તૂટી ગઈ બે ડઝન જેટલી તો પણ મને કોઈ નોંધાવવા માટે કેમ ના આવ્યું?

મારે આ માહિતી મેળવી જ પડશે કે આખરે આ બધું કેમ બન્યું? અને આ દવા નો ભાવ પણ ખૂબ જ ઊંચો હશે તો પછી આ દવા કઈ રીતે તૂટી? કઈ રીતે કચરાપેટીમાં આવી? અને કઈ રીતે આ બધું થયું?


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED