અભિનંદન : એક પ્રેમકહાની - 10 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અભિનંદન : એક પ્રેમકહાની - 10


*બરકત વિરાણી* ની એક


સુંદર રચના...


?????


*શમણાઓ વિહોણી રાત*


*નથી ગમતી મને,*


*માણસાઈ વિનાની વાત*


*નથી ગમતી મને...*


*આપણી સામે અલગ ને*


*લોકો સામે અલગ,*


*બદલાતા માણસની જાત*


*નથી ગમતી મને...*


*અમુલ્ય જીવનની ક્ષણોને*


*કેમ વેડફી નાખું.?*


*દુનિયાની ફાલતુ પંચાત*


*નથી ગમતી મને...*


*પરિશ્રમનો પરસેવો*


*સુકાવા નથી દેવો,*


*દોડતા રહેવા દો નિરાંત*


*નથી ગમતી મને...*


*જેમને મળીને કંઈ પણ*


*શીખવા ન મળે,*


*એવા લોકોની મુલાકાત*


*નથી ગમતી મને...*


*જે પણ કહેવું હોય તે મારા*


*મોઢા પર કહો,*


*સંબંધોમાં ઝેરની સોગાત*


*નથી ગમતી મને...*


- *બેફામ.*




કહેવાય છે ને મનમેળ વિખાય પછી એકબીજાના મનમાં શંકા અનેકો કુશંકાને સ્થાન વધી જાય છે વહેમ વધી જાય છે આવું જ અભિનંદન અને નંદિની વચ્ચે થયું.નંદિનીનો શક અભિનંદન ઉપર હાવી થતો ગયો અને અભિનંદન નંદની ને વારેવારે સમજાવવા લાગ્યો કે ખરેખર તું જેવું વિચારે છે એવું કશું નથી પણ વહેમ ની કોઈ દવા નથી હોતી નંદની એ પોતાનો શક જારી રાખ્યો અને અંતે કહી દીધું કે તારે મને ક્યારે બોલાવી નહીં અને આ હું તને છેલ્લી વાર કહું છું


અભિનંદને કહ્યું તારા વગર મારી જિંદગી શક્ય નથી ભલે તું મને છોડી જા પણ તારે જ એકવાર ફરી વાર મારી પાસે આવવું પડશે ત્યારે


નંદીની એ કહ્યું એ તારો વહેમ છે તુ જે વિચારે છે એવું ક્યારે થવાનું નથી અને એ જતી રહે છે


નંદની મનોમન ખુશ થતી જાય છે કે હાશ હવે હું અભિનંદન થી છૂટી અને હવે હું અભિનંદનના સ્પર્શમાંથી 100% મુક્ત થઈ ગઈ


એક બાજુ અભિનંદન ના વિચારો વધતા જાય છે તેના મનમાં અનેક સવાલ થાય છે કે ખરેખર નંદની કેટલો તેના પર શક કરે છે અભિનંદન જેને પોતાની જિંદગી માની ચૂક્યો છે એની જિંદગી છે એનાથી દૂર જતી રહી છે એના ચહેરા પર ની ખુશી જાણે લુપ્ત થઈ ગઈ. હવે તેણે ધીમે ધીમે હસવાનું બંધ કરી દીધું અને ગ્રુપમાં જે હસી મજાક કરતો હતો એ પણ બંધ થઈ ગયો અભિનંદન જેને પોતાના મનની પોતાના સપનાની રાજકુમારી સમજતો હતો એ રાજકુમારી તેને છોડીને જતી રહી


ગ્રુપના મિત્રો, બધા જ કોશિશ કરે છે, અભિનંદન ખુશ રહે. મિતવા પણ પ્રયત્ન કરે છે કે પોતે અભિનંદનને ખુશ કરી શકે પણ તેના બધા જ પ્રયત્નો નિષ્ફળ જાય છે એકવાર તેને બગીચામાં મળવા માટે બોલાવે છે ત્યારે


અભિનંદન તેને સ્પષ્ટ ના કહી દે છે કે મિતવને અભિનંદન મળવા માગતો નથી અને બીજું એ સ્પષ્ટ કહી દે છે કે તારે મારા જોડે કામ વગર બોલવું નહીં તેને એટલો બધો ગુસ્સો આવી જાય છે કે તેને પોતાને ખબર નથી રે'તી.


એકબાજુ મિતવાને થાય છે કે એ શા માટે ગુસ્સો કરે છે મિતવા ચૂપ થઇ જાય છે અને કોલ ઉપર કશું બોલતી નથી એ પણ મૂંઝાઈ જાય છે કે ખરેખર અભિનંદનને પોતે કશું કહ્યું નથી છતાં અભિનંદન તેના પર આટલો બધો ગુસ્સો કેમ થાય?




એક બાજુ ઋષિત નંદિનીને ખખડાવે છે તેં જે કર્યું એ ખૂબ ખોટું કામ કર્યું છે તારે અભિનંદનને છોડવાનો નહોતો તારે એને વધારે ને વધારે પરેશાન કરવાનો છે.વધારે ને વધારે તેને તને મળવા માટે તડપાવવાનો આવવાનો હતો ત્યારે એને દુઃખી કરવાનો હતો એના બદલે તે સ્પષ્ટ નિર્ણય લીધો કે તું એને છોડીને જાય છે આ તારી ભૂલ છે ત્યારે




મિતવાએ કહ્યું કે ભૂલ તારી છે કે તું મારી પ્રેમિકાને કોઈ બીજા છોકરાના હાથમાં સોંપે છે અને મને એબધું ગમતું નથી


ત્યારે ઋષિત તે સ્પષ્ટ કહી દીધું અગર જો તું મારું કહ્યું નહીં કરે તો હું તને છોડી દઈશ


નંદની આખરે વિવશ બની ગઈ અને એને કહ્યું કે ભલે જેમ તું કહે હું કરીશ પણ હું તારા વગર નહીં જીવી શકું માટે તો પ્લીઝ મહેરબાની કરીને મને છોડીશ નહીં ઋષિત નસ જોઈતું હતું અને એ મળી ગયું નંદની ઋષિત સામે ઝૂકી ગઇ અને હવે તેણે વિચાર્યું કે નંદની નો કાયમ ફાયદો બસ તેને છોડી દેવાનો ડર આપીને લેવાનો છે





ઋષિતે તે કહ્યું તો હવે તારે ફરી એક વખત અભિનંદન પાસે જવાનું છે અને તેને કહ્યું છે ને કે તું તારો વહેમ શક દૂર થતાં તારી જાતે જ મારી પાસે આવીશ તો એની વાતને તારે જ સાબિત કરવાની છે અને મેં સાંભળ્યું છે કે હમણાં હમણાં અભિનંદન મિતવા સાથે બોલતો નથી તો તારે તેના જોડે વાત ક્લીયર કરવાની છે કે અગર તમારા બંને વચ્ચે એવું હોત તો તું મિતવા જોડે ક્યારે બોલ તો બન્ધ જ ન થયો હોત અને આ રીતે અભિનંદને તને વિશ્વાસમાં લઈ લીધી એમ કહી અને તારે પાછું એની સાથેનો પ્રેમ નું નાટક શરૂ કરવાનું છે


એણે કહ્યું હા હું તારું કહ્યું બધું જ કહીશ.પણ બસ હું તને એક નહીં છોડી શકું કેમ કે હું તને પ્રેમ કરું છું


ત્યાંરે ઋષિતે કહ્યું અને હું તને પ્રેમ કરું છું અને હું અભિનંદનની હંમેશા નીચું દેખાડવા માંગું છું અને એટલા માટે હું તારો ઉપયોગ કરું છું બાકી મને અભિનંદન તને ટચ કરે એ બિલકુલ પસન્દ નથી અને આમ કરી અને નંદીને ઋષિતે વિશ્વાસમાં લીધી આખરે ઋષિતના મનમાં તો મીતવા માટે પ્રેમ છે અને પોતે જેને પ્રેમ કરે છે માટે જ કે નંદિની નો ઉપયોગ કરે છે અભિનંદન ની વિરુદ્ધ કેમકે અગર નંદિની નહિ હોય તો એ પાકકુ છે કે મિતવા અને અભિનંદન એક થઈ જશે.




નંદિની આવી સરતાજ બગીચામાં થોડી વાર પછીઅભિનંદન ની એન્ટ્રી થઇ નંદની બેઠી હતી ત્યાં અભિનંદન બાજુમાં આવીને બેસી ગયો પછી


એ બોલ્યો તો શું થયું કે મને બોલાવ્યો?


નંદની બોલી આખરે તારી વાત સાચી પડી તે મને કહ્યું ને કે હું તારા પર શક કરું છું વહેમ કરું છું એ મારી ભૂલ છે ખરેખર તારા દિલમાં મિતવા માટે કોઈ જગ્યા નથી અને આ થોડા દિવસમાં જોયું અને અનુભવે મને ખબર પડી કે તું મિતવા જોડે નથી બોલતો અને મિતવા જોડે માત્ર કામ પુરતી જ વાત કરે છો અને ત્યાંથી જ મને ખબર પડી ગઈ તે ખરેખર ભૂલ મારી છે અગર જો તમારા બંને વચ્ચે કશુંક હોત તો ક્યારેય એટલે ક્યારેય મિતવા જોડે બોલ તો બંધ ન થયો હોત



અને તે મિતવાને એવું પણ કહ્યું હતું કે કામ સિવાય તારા જોડે વાત ન કરે.આ મને બંને ગ્રુપની વચ્ચે થી વાત મળી કે તે આ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તારે મારા જોડે કામ વગર બોલવાનું નથી એટલે મને વિશ્વાસ આવી ગયો કે હું ભૂલ માં છું અને મારા ભૂલની માફી માંગવા માટે તારા પાસે આવી છું હું બે હાથ જોડી ઘૂંટણ પર પડી તારા જોડે માફી માગું છું


ત્યારે અભિનંદને કહ્યું "પ્રેમ ક્યારે માફી નથી માગતો અને પ્રેમ ક્યારેય જુકતો નથી પ્રેમ તો પ્રેમ છે જે હંમેશા દિલમાં એક ઊંચું સ્થાન ધરાવે છે"

નંદની તારું સ્થાન મારા દિલમાં શું છે અને એ ક્યારેય નહીં જુકે એટલે તારે મારા સામે જુકવાની કોઈ જરૂર નથી




ફરી એક વખત અભિનંદન અને નંદની એક થઈ ગયા.કોલેજમાં કલાસ શરૂ થઈ ગયા ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા અને કોલેજમાં પ્રોજેક્ટ નો સમય આવી ગયો પ્રોજેક્ટમાં પ્રોફેસર પોતે જ બે બે વ્યક્તિઓને ગોઠવ્યા એમાં તે પેલી બેન્ચ થી ગોઠવવા લાગ્યા પ્રોફેસર બે બે સ્ટુડન્ટ ગોઠવતા ગોઠવતા છેલ્લે પહોંચ્યા અને અંતે અભિનંદન અને મિતવા જોડે આવ્યા.


હવે અભિનંદન મિતવા નો વિરોધ કરી શકે એ વાતને કોઇ ગુંજાઇશ નથી અને જોડે જોડે નંદની એ પણ હવે મિતવા જોડે બોલવાની છૂટ આપી દીધી અને કહ્યું કે મિતવા જોડે બોલે તો મને કોઈ પ્રોબ્લેમ નથી મને તારા પર વિશ્વાસ આવી ગયો છે.




અભિનંદને મિતવાને કોલ કરીને કહ્યું કે આજે તે મિતવાના ઘેર આવશે અને બંને જોડે જશે બસ ધીમા સ્વરમાં હા પાડી અને કોલ રાખી દીધો મિતવા એ.

સમય થયો થોડી જ વારમાં અભિનંદન આવી પહોંચ્યો મિતવા તૈયાર થયેલી છે અભિનંદનને બહારથી જ કહ્યું મિતવા તૈયાર થઈ ગઈ હોય તો આવી જા મિતવા આવી ગઈ અને અભિનંદને રસ્તામાં જ મિતવાને કહ્યું

મિતવા આઈ એમ સોરી હું મારી જાતને સાબિત કરવા માંગતો હતો કે હકીકત તારી અને મારી વચ્ચે એવો કોઈ સંબંધ નથી કે નંદની મારાથી દુર થઈ ગઈ હકીકત વાત એવી હતી કે નંદની મારા પર શક કરતી હતી કે તારી અને મારી વચ્ચે કશુંક છે અને એવું કશું છે કે નંદની કશું સ્વીકારવા તૈયાર ન્હોતી અને એટલે મેં ગુસ્સામાં જ તને કહી દીધું કે તારે મારા જોડે કામ સિવાય બોલું નહીં

પરંતુ હવે નંદની ને મારા પર વિશ્વાસ છે એટલે એને જ મને છૂટ આપી છે હવે તુ મિતવા જોડે બોલુ તો એને કોઈ પ્રોબ્લેમ નથી અને માટે જ હું તને કહેવા માગું છું


આઈ એન સોરી મિતવા તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે મને તારા પર ગર્વ છે કે હું તને ખિજાયો મેં તને કેટલું બધું કહ્યું તેમ છતાંય તે આપણા ગ્રુપમાં કોઈને કશું નથી કહયુ. નથી કોઈને ખબર પડવા દીધી અને તેમ છતાંય આજે મે તને કોલ કરીને કહ્યું કે હું તને લેવા આવું છું તો તે કોઈપણ જાતના ઈનકાર કર્યા વગર બસ મને હા પાડી હું તારી માફી માગું છું અને હવે તો હું સ્વીકારું છું કે તારા જેવી મને ફ્રેન્ડ ક્યારે કોઈ મળી જ નથી તુ જ પેલી છે...

ત્યારે મિતવા એટલું જ બોલી નંદીની ના શકથી એકવાર તો તે મને છોડી દીધી પણ બીજીવાર....

ત્યારે અભિનંદને રસ્તા પર ગાડી ઉભી રાખી પોતાના ઘૂંટણ પર ઉભા રહી બોલ્યો...

you will be my best friend

મિતવા એ અભિનંદન ને ઉભો કરતા બોલી yes...