character books and stories free download online pdf in Gujarati

કેરેક્ટર

(રવી ના ઘરની બહાર ઊભેલ પોલીસ ફોનમાં વાત કરે છે.)

પોલીસ : હા સર તે ઘરની અંદર જ છે. ના સર એ ખુની ભાગી નહીં શકે, અમે ઘરની બહાર ઊભા ઊભા તેના પર નજર રાખી રહૃાા છીએ....હા સર પાગલ જ છે,તેની વાતો પરથી જ
ખબર પડી જાય છે કે તે સાઈકોકીલર છે.... ચાલો સર હું ફોન રાખું છું. ડોક્ટર આવી ગયા....જય હિન્દ.

(ડોક્ટર મોહન ત્રીવેદી પોલીસ પાસે આવે છે.)

ડો.મોહન : હેલ્લો સર.

પોલીસ : હેલ્લો ડોક્ટર સાહેબ. ડોક્ટર સાહેબ મને એક વાત ન સમજાણી કે તમે આ
પાગલને પોલીસ કસ્ટડીમાં લઇ
જવાની કેમ ના પાડી?

ડો.મોહન : પહેલી વાત તો એ કે ખુની પાગલ છે કે નહીં તે હજુ નક્કી નથી થયું. આવા લોકો ખુન કરીને પાગલ હોવાનો ઢોંગ કરતા હોય છે જેને લીધે તે ફાંસી થી બચી શકે.અને
જો તેને પોલીસ કસ્ટડીમાં લઇ
જશો તો તે મારા સવાલનો સાચો જવાબ નહીં આપી શકે.

પોલીસ : ઠીક છે, તમે તમારા મોબાઈલ માં
રેકોર્ડિંગ ચાલુ રાખજો જેથીસબુત
મળી રહે.

ડો.મોહન : ઓકે (રેકોર્ડિંગ ચાલુ કરે છે.), હવે હું અંદર જાઉં છુ. પણ મારે તેની સાથે એકલામાં વાત કરવી પડશે એટલે ડોન્ટ ડીસ્ટર્બ મી.

(મોહન ઘરની અંદર પ્રવેશ કરે છે અને ઘરમાં નજર ફેરવે છે. ત્યાં સોફા પર રવી બેઠો હતો,તે કોઈ બુકમાં કંઈક દોરતો હતો. મોહન રવી ના સામેના સોફા પર બેસી જાય છે.)

ડો.મોહન : હેલ્લો રવી,મારું નામ મોહન ત્રીવેદી છે.

રવી : ઓહ પેલા મશહૂર મનોવૈજ્ઞાનિક. નક્કી પોલીસે જ બોલાવ્યા હશે.....

ડો.મોહન : ના ના, હું તો ખાસ તમને જ મળવા આવ્યો છું. હું તમારી ડરાવની વાર્તાનો બહુ મોટો ફેન છુ,અને તેમાં
પણ તમારા કેરેક્ટર્સ..... તમારી
ડરાવની વાર્તા તો અમને ડરાવે જ છે
પરંતુ તમે તમારી વાર્તાઓની બુકમાં જે ડરાવના કેરેક્ટર્સ દોરો છો તે તો સાચા હોય તેવું જ લાગે.

રવી : ઓહ થેન્કસ મીસ્ટર મોહન ત્રીવેદી જી...જૂઓઓ હું ગાંડો નથી, મને ખબર છે કે
તમને પોલીસે મોકલ્યા છે.

ડો.મોહન : હા, પણ તમારા કેરેક્ટર્સ તો ખુબ જ ખતરનાક હોય છે.

રવી : એ તો ગોડ ગિફ્ટ છે.હુ બસ મારા
કેરેક્ટર્સ ને મનમાં રચુ છું અને તેને ઊભું
કરૂ છુ.તમે જો મારી વાર્તાના બહુ મોટા
ફેન હશો તો તમને ખબર જ હશે મારી
વાર્તા 'રેડ હાઉસ' ના ભુત નો સ્કેચ...તે
મારૂ ફેવરિટ કેરેક્ટર છે.

ડો.મોહન : તમારી ફેમિલી છે?

રવી : હતી.... પપ્પા , મમ્મી, ભાઇ, બહેન બધા
પણ એક કાર એક્સીડન્ટ માં બધા.....
મને પણ અહીં માથામાં વાગ્યુ હતુ.

ડો.મોહન : અને તમારી પત્ની?

( પત્નીનું નામ પડતાં રવી ના હાવભાવ બદલાઈ ગયા.રવી ધ્રુજતા ધ્રુજતા બોલ્યો.)

રવી : પ...ત્ની....હા..પત્ની... શું નામ હતું તેનું?
હા...તાનીયા..

ડો.મોહન : હા પણ તે અત્યારે ક્યાં છે?

રવી : તે...તે... તમારી પાછળ જ છે..

(મોહન ડરી ગયો, તેના કપાળ પર થી પરસેવો નીતરવા લાગ્યો.તેણે ધીરે ધીરે પાછળ જોયું તો ત્યાં દીવાલ પર તાનીયાનો ફોટો હતો.)

ડો.મોહન : (પરસેવો લૂછતાં લૂછતાં)ઓહ..
સારો ફોટો છે. પરંતુ તે અત્યારે ક્યાં છે.

(રવી હજુ ધ્રુજતો હતો.)

રવી : (રૂમના દરવાજા સામે ઈશારો કરે છે.)
હું ત્યાં બેઠો બેઠો મારી આગળની વાર્તાના ભૂતનો સ્કેચ દોરતો હતો ત્યાં મને
બહારથી કોઈનો હસવાનો અવાજ
આવ્યો. હું બહાર આવ્યો તો મારી નજર
તાનીયા પર પડી.તે ફોનમાં વાત કરતા
કરતા હસતી હતી. થોડી વાર પછી તેણે
કોઈ ને કહ્યું, " હા સહુ છું પેલા પાગલને."
આ સાંભળીને મારૂ મગજ ફરી ગયું. મને
ખબર જ ના પડી કે હું શું કરું..(રવીએ ટેબલર પડી સ્ટીલની ફુલદાની સામે ઇશારો કર્યો.) આ... ફુલદાની મેં મારા

હાથમાં લીધી અને...અને...તાનીયાના
માથા પર....તેનો આખો ચહેરો લોહી
લુહાણ થઇ ગયો.......નહીં..પણ...
હજુ કશુંક ઘટતું હતુ. અ.....હા જે
કેરેક્ટર બનાવ્યો હતો તેની આંખો નહોતી.
મને અહીં ટેબલ પર ડીસમીસ દેખાયું
મેં તેને પકડ્યું અને તાનીયાની બન્ને આંખો
ફોડી નાખી...હવે બન્યું મારૂ પરફેકટ
કેરેક્ટર.....

(મોહનની આંખો પહોળી થઇ ગઈ.)

રવી : (પેલી સ્કેચ બુક મોહનને આપતા કહે છે.)
જુઓ આ કેરેક્ટર એ....એ...એ મારી
તાનીયા જ છે....

(મોહન તો તાનીયાનો સ્કેચ જોતો જ રહી ગયો.
ત્યાં હવાને લીધે પન્નુ ફરી ગયું.બીજા પન્નામાં દોરેલ સ્કેચ જોઇને તેના હોંશ ઉડી ગયા કારણ કે, તેમાં મોઢા પર ઘણા બધા ચીરા સાથે લોહી લુહાણ થઇ ગયેલ મોહન જ ચીતરેલો હતો.
તેણે રવી સામે જોયું તો રવી તેની સામે ચાકુ
પકડીને ઊભો હતો.)

રવી : હવે બનશે મારૂ પરફેક્ટ કેરેક્ટર.....


બીજા રસપ્રદ વિકલ્પો