Featured Books
શ્રેણી
શેયર કરો

બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૩૪

બે શહેર વચ્ચેના અંતરની શું કિંમત....
જ્યારે બે દિલ એકબીજાથી વફાદાર હોય...



નમસ્કાર મિત્રો..!!
આપની સમક્ષ ભાગ - ૩૪ મૂકતા હર્ષ અનુભવું છું...
હાલ સુધી મૂકેલા ટોટલ ૩૩ ભાગ ને ખુબ જ સરસ પ્રતિસાદ મળ્યો...
આપ સહુ નાં સસ્નેહ અને સહયોગ થી
મારા ૨૫૦૦૦ ડાઉનલોડ પૂરા થઈ ગયા...

જીવન માં નવરાશ ની પળો જ માણસ ને કવિ યાં લેખક બનાવે છે એવું નથી...!!
ઘણીવાર હ્રદય નાં એકાંત ખૂણા માં પણ લાગણી ની પાંખો ને હવા સાથે ખુલ્લું આકાશ મળી જાય છે અને લખવાનુ ક્યારે ચાલુ થઈ જાય અને ક્યાં પહોંચી જવાય છે...એની ક્યારેય ખબર નથી રહેતી ...આમ જાણે કે એક આદત પડી જાય છે...
એ..જ....
આદત ના એ રસ્તે... સાથે...સાથે...
નવા મિત્રો ...નવા પરિચયો...પણ જોડાઈ જાય છે..
અને...રસ્તો વધુ સરળ અને સાહસિકતા ભર્યો બની જાય છે ..



ભાગ - ૩૪...

આજે સવારથી જ નેહા એન્ડ મહેક પાર્ટી નાં મિત્રો ખુશ ખુશાલ હતા..તેઓ નાં આઈડિયા પ્રમાણે અરુણ ને આજે સ્પેશિયલ સરપ્રાઈઝ રૂપે મહેક થી મિલન કરાવવાનું હતું...સહુ મિત્રો એ મહેક ને પહેલે થી જ લાઇબ્રેરી રૂમ માં બેસાડી રાખેલી અને સહુ ને નેહા ની કડક નોટિસ પણ હતી..કે કોઈ એ અરુણ ને મહેક ની ખબર આપવાની નથી..

સહુ મિત્રો...બસ એક તીવ્રતા થી અરુણ નાં આવવાની રાહ જોઈ રહી હતા..
પણ...આજે પવન કે વિજય પણ...કોલેજ માં ક્યાંય નજર આવતા નહોતા..વિજય નો ફોન પણ અરુણ નાં ફોન ની જેમ સ્વિચ ઓફ આવતો હતો..

લાઇબ્રેરી માં એકાંત બેઠી બેઠી મહેક પણ હવે કંટાળી ગઈ હતી..વારે ઘડી બહાર આવતી તો બધા જ મિત્રો જબરજસ્તી એને પાછી લાઇબ્રેરી મોકલી દેતા..

સમય સૂકી રેત ની માફક સરકી રહ્યો હતો..બપોર ના 3 વાગ્યા આવ્યા હતા...પણ નાં અરુણ નો કોઈથી કોલ લાગ્યો કે નાં અરુણ નાં ગામડે જવાની કોઈને પાક્કી માહિતી મળી...
સહુ આમજ અરુણ ની રાહ જોતા રહ્યા...મહેક પણ નિરાશ થઈ પોતાને જ કોસતી રહી...પોતે જ અરુણ ને આટલા દિવસ થી સંપર્ક નાં કરી શકી..એનું પરિણામ ભોગવી રહી..એવું મનોમન માનતી હતી.


છેવટે મહેકે અરુણ ને પોતે જ ફોન કરવાનું વિચારી લાઇબ્રેરી થી બહાર નીકળી...
સહુ મિત્રો થી આઘે દૂર જઈ પોતાના નવા નંબર થી અરુણ નાં નંબર પર ફોન કર્યો...

It's sad..
ફોન ખરેખર આજે સવારનો સ્વીચ ઓફ હતો..અરુણ આજેજ તો એના વતન...એના ગામડે જવા રવાના થયો હતો..
પણ...આ બધી જ માહિતી નાં તો મહેક ની ચુલબુલી મિત્ર નેહા ને હતી...કે નાં મહેક ને..!
એ તો બધા બસ અરુણ નાં આગમન ને વધાવવા અવનવા પેંતરા સર્જી ખુશી ની લહર ની રાહ જોઈ રહ્યાં હતાં..

આજનો દિવસ નીરસ રહ્યો...મહેક મનોમન વિચારતી રહી..કદાચ એ મને કાલે પણ નહિ મળે તો...?

કાલે તો મને અરુણ થી મળવું જ પડશે...કારણ..કે પરમ દિવસે સવારે...તો ....???


આભાર...મિત્રો.
કારણકે પરમ દિવસે સવારે...તો..??

હા, શું થશે એ પરમ દિવસે....??


આપ સહુ નો ફરીથી દિલ થી આભાર માનું છુ...
આપ સહુ એ ખરેખર દર રવિવારે યાદ રાખીને
બસ કર યાર વાંચવાા માટે આપનો અમૂલ્ય સમય આપ્યો છે બદલ ફરીથી આભાર અને ધન્યવાદ..!!!

મિત્રો...ભાગ ૧ થી ૩૪ સુધી આપે મને સ્વીકાર્યો છે એ માટે મારી પાસે શબ્દો નથી...

અરુણ અને મહેક નાં પાત્ર ને લઈ કૈક મિત્રો નાં મને વોટ્સઅપ મળ્યા... કૈક મિત્રો મને ઇનબૉક્સ મેસેજ માં પણ બસ કર યાર માટે શુભેચ્છા આપી...

બસ એ જ ક્ષણ જ મને લખવા મજબૂર કરતી અને હું લખતો રહ્યો..
મને આ છ/સાત મહિના ની સફર માં મિત્રો જ મળ્યા છે એવું નથી...
ઘણા મળીને ભુલાઈ પણ ગયા છે..!

મિત્રો...
આપને એક નમ્રતા થી અરજ છે..

એક દી તો આવશે....આ વાર્તા જરૂર વાંચજો..


આપ સહુ ને એકવાર ફરીથી ખૂબ ખૂબ આભાર
સહુ જીવનમાં સમૃદ્ધિ નાં પંથે અગ્રેસર બનો તેવી ભગવાન શ્રી કૃષ્ણ ને પ્રાથના...!


આજે હું આ લાઈન લખતા જરૂર ખચકાઈશ કારણ કે.

બસ કર યાર પ્રથમ સોપાન અહીંયા પૂર્ણ કરું છું..

આવનારા દિવસોમાં બસ કર યાર -૨ સાથે હાજર થઈશ ..

I m sorry..
Hasmukh mewada
Watsup 9913002009