હવે તો મહેક નાં ઘર ની સાઈડ થી દરરોજ નું આવવા જવાનું થઈ ગયું...પાચ છ દિવસ થી બે બે ટાઈમ લટાર મારતો રહ્યો.. એપાર્ટમેન્ટ ની સામે ઊભી રહેતી દાબેલી વાળા ની લારી એ પણ નાં ભાવતા છતાં બે બે દાબેલી ઓ પરાણે ખાઇ ખાઇ ને થોડો સમય એના માટે કાઢ્યો પણ નાં મહેક મળી.. કે નાં એને મહેકાવનાર કોઈ ફૂલ..!
મે...કઈ વાર ફોન લગાડવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો..નેહા પાસે જેટલી મદદ જોઈતી હતી તે વિના સંકોચે છીનવી લીધી...પણ એકય કોશિશ મહેક નાં માત્ર સમાચાર પુરતી પણ કામયાબ ન થઈ..
સમય પણ કેવા ખેલ ખેલીને મઝા લે છે...હું એને પરાણે પ્રેમ કરતો હતો ત્યારે એણે ક્યારેય મારી નજર થી દુર જવાની તસ્દી નહોતી લીધી...ને આજે જ્યારે એકમેક થઈ જવાની ઘડી ઓ નું સર્જન થઈ રહ્યું છે તો..એ ...ક્યાંય શોધતિય મળતી નથી..ગરમીમાં ઉનાળાનો વટહુકમ ની અવગણના કરતો હું..ખરા બપોરે મહેક નાં ઘર તરફ અમસ્તો જ નીકળી પડતો..કોઈ કારણ વગર..મને ત્યાં સુધી ની ખબર હતી કે મહેક અહીંયા નથી..છતાંય હું આંટા ફેરા મારતો રહેતો...કોલેજ માં પ્રિન્સિપાલ ઓફિસ માં પણ મગના હાથી ને નાસ્તા ની રિશ્વત આપી છાને છપને તપાસ કરાવી પણ કઈ જ હાથ ન લાગ્યું..મગનો હાથી પણ મારા પર પ્રસન્ન ચહેરે પોતાના ભૂતકાળ નો બદલો લઈ રહ્યો હતો..
મહિના ઉપર થઈ ગયું...હું હવે ક્યાં શોધું...
મે મારા મન ને સમજાવ્યું..હવે
"બસ કર યાર"
એ મજબૂર હશે એટલે કદાચ મને મેસેજ યાં ફોન કરી પોતાની હકીકત બતાવી શકી નહિ હોય..
મે કઠિન હ્રદય સાથે મહેક નાં સંસ્મરણો વાગોળ્વા બંદ કરવાનો પ્રયત્ન કર્યો..
અનાયાસે તો જીવનમાં બધું જ ભૂલી જઈએ..પણ ખુદ વિસ્મરણ નાં પ્રયાસ જ સ્મરણ ને તાજુ રાખે છે..
આજે સવાર સવાર માં જ ઘર થી બે મિસ્કોલ હતા..મે ટ્રાય કરી સમાચાર લીધા..
"હા,બાપુજી..!!"
"અરુણ..ફોન ચાલુ રાખજે..પેલા અલ્પેશ ને બોલવું..એના સાથે વાત કરી લે."
"હા.."
અરુણ નાં પિતાજી અલ્પેશ ને સાદ કરી બોલાવી ફોન આપે છે..
"હા..અરુણ,કેવું છે ભાઈ..શહેર માં ફાવે તો છે ને અમારા વગર.."
"નાં..યાર, નાં ફાવે તોય ફવાવવું પડે..! અલ્પેશ, શું છે બાપુજી કઈક કહેતા હતા.."
"અરુણ..તું બે દિવસ માટે રજા લઈ આવી જજે.. આપણા જ ગામમાં સોલાર પ્લાન્ટ નો પ્રોજેક્ટ પાસ થઈ ગયો છે..તો નોકરી મળી શકે છે અને તમારી પેલી કોતર વાળી જમીન પણ આ પ્રોજેક્ટ માં પાસ થઈ છે..."
"આપણા ગામમાં સોલાર પ્લાન્ટ પ્રોજક્ટ્સ...!!"
"હા..તો આપણી શાળા માં ૨૬/૨૭/૨૮ તારીખે ઇન્ટરવ્યૂ રાખેલા છે..તો આવી જજે"
"ઓકે.."
***** ****** ******* ******** *******
અરુણ ગામડેથી આવેલા ફોન ને ફોલો કરી..બે દિવસ માટે ગામડે જાય છે..
એજ સમય ગાળામાં મહેક પોતાના શહેર થી આવે છે..અને આજે એકાદ મહિના પછી કોલેજ માં પગ મૂકે છે...દરેક સ્ટુડન્ટ્સ ની નજરો મહેક નાં સોંદર્ય અને કામાંધ પ્રગટ કરતા દેહ પર અનાયાસે સ્થિર થઈ જાય છે...એના ડ્રેસ પરિધાન માં હમેશા વેસ્ટર્ન કલ્ચર ઠાંસી ઠાંસીને પીરસવામાં આવતું..એની મુસ્કાન પણ કેટલી માધુર્ય છે...કોઈ ભગત ને પણ મુગ્ધ અવસ્થાનો ક્ષણ માત્ર માં અનુભવ કરવી દે...!!
મહેક પોતાના અંગત મિત્રો ને મળે છે..નેહા..પવન..એન્ડ એની સખી સહેલી ઓને..
મહેક ની નજર પણ....આજે એજ પ્રકારે અરુણ નાં પ્રતીક ને શોધતી હતી..જેવી રીતે અરુણ..છેલ્લા પંદર દિવસ થી પાગલ થઈ રઘવાયો થઈ શોધતો હતો...
એની કામાક્ષી આંખો નો ફોકસ કેમ્પસ,કમ્પાઉન્ડ,ગ્રાઉન્ડ... લાઇબ્રેરી...અને કેન્ટીન માં બધે પ્રકાશ પાડી રહ્યો હતો..પણ..એ અરુણ નાં તેજોમય ચમક ને ક્યાંય પકડી ન શકી...!
એના મન માં પણ એજ ગડમથલ ચાલતી હતી.. કોની પાસે થી અરુણ નાં ખબર અંતર મેળવી શકું..?
નેહા અને બીજી સહેલી ઓ સાથે હાસ્ય ની છોળો વચ્ચે ક્યાંય ક્યાંક મહેક નાં મુસ્કાન ની આછી આછી મુરજાઈ ગયેલી અનુભૂતિ નેહા જરૂર પારખી લેતી હતી..
નેહા..એ મહેક નાં હાથ ને પકડી એક બાજુ એકાંત માં લઈ જઈ..અરુણ ની વાત કરી..અને આજે આપણે..એના મિત્રો જોડે મળી મુલાકાત ગોઠવિશું.. એવી સહાનુભૂતિ દાખવી..
મહેક ની આંખો માં આજે સંવેદન પ્રેમ ની ખુમારી હતી..એટલું જ નહિ..પણ કોલેજ છોડવાની સાથે સાથે..આ મહામૂલી મિત્રો ની ફોજ પણ ફના કરવાની હતી..તેનું પણ દુઃખ હતું..
આભાર...!!
એક દી તો આવશે..
હસમુખ મેવાડા..