Movie Review - (છીછોરે) Agravat Yug દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Movie Review - (છીછોરે)



મિત્રો,મસ્તી અનેં મોટિવેશનનું ત્રિવેણી સંગમ ઍટલે Chhichhore

હમણાં જ 6 septemberનાં રોજ રિલીઝ થયેલું સાજીદ નડિયાદવાલાનાં પ્રોડક્શન હેઠળ અનેં નિલેશ તિવારીનાં દિગ્દર્શન હેઠળ ઍક સરસ મજાનું ફિલ્મ રિલીઝ થયુ એ ફિલ્મ ઍટલે :- Chhichhore

જેમાં હીરો તરીકે સુશાંતસિંહ રાજપૂત અનેં હિરોઈન શ્રધ્ધા કપૂર છે. બન્નેનો અભિનય ખૂબ સારો છે.

આ ફિલ્મ ખાસ તો એ લોકોએ જોવા જેવી છે જે લોકોએ હોસ્ટેલ લાઈફને મનભરીને માણી છે.આમ તો હૉસ્ટલંનાં પ્રથમ દીવસ આપણને ઘર છોડ્યાની યાદમાં રડવું આવે ને હોસ્ટેલના છેલ્લા દિવસે આપણને હોસ્ટેલને છોડવાને લીધે રડવું આવે.હોસ્ટેલમાં રહેતાં મિત્રો સમજી શકશે કે અસાઈનમેન્ટ સબમિટ કરવાની આગલી રાતે હોસ્ટેલના દરેક રૂમમાં જાણે રીતસર કોઈ યુદ્ધની તૈયારી કરવા બેઠા હોય એવું લાગે.( કારણકે ભાઈએ આગલી રાત સુધી બીજુ કાંઇ કર્યું જ નાં હોય??)
હોસ્ટેલમાં આપણાં બનાવેલા મિત્રો અનેં એનાં પાડેલા ચિત્રવિચિત્ર નામો.એકવાર હોસ્ટેલમાં ગમવા લાગે ને પછી એ આપણાં માટે બીજુ ઘર હોય છે.

મારે તો વાત કરવી છે આ ફિલ્મ વિશે,ફિલ્મ શરુ કૉલેજનાં કેમ્પસથી થાય છે અનેં પુરી પણ કોલેજના કેમ્પસથી જ થાય છે. પણ આ 2 કલાક 38 મિનિટના સમયગાળામાં આપણને ઘણુ બધુ શીખવી જાય છે.

સતત વર્તમાન અનેં ફલેશબેકમાં સમાંતરપણે ચાલતી આ ફિલ્મ આપણાં મગજમાં ઍક ફ્લેશ કરી જાય એવી છે.

આ ફિલ્મની થોડી સ્ટોરી હું તમને કહી દઉ (હા, થોડી જ કારણકે આખી કહીશ તો પછી તમે શું જોશો..!?!?)

અનિરુદ્ધ (સુશાંતસિંહ રાજપુત) અનેં માયા (શ્રધ્ધા કપૂર) આમ તો બન્નેનાં ડિવોર્સ થયેલા હોય છે પણ એમનાં દિકરા રાઘવનાં લીધે હજી એકબીજા સાથે થોડા જોડાયેલા હોય છે. રાઘવ JEEની એક્ઝામમાં નાપાસ થાય છે અને આ નિષ્ફળતાને લીધે ડિપ્રેશનમાં આવીને પોતાના મિત્રના ઘરની બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી લેછે.હોસ્પિટલમાં દાખલ કરાય છે અને ડૉક્ટર એવું જણાવે છે કે રાઘવનાં મગજમાં ખૂબ ઇજા પહોંચી છે. અમે ઍને બચાવવાનો પુરો પ્રયત્ન કરીએ છીએ પણ રાઘવનું શરીર સાથ નથી આપતું. ઍને હવે જીવવાની ઇચ્છા જ નથી એવું એનાં અનકોંન્શીયસ માઈન્ડમાં ઠસાઇ ગયું છે. ત્યારે રાઘવનાં મનમાં જીવન પ્રત્યેનો પ્રેમ ઉપજાવવા અને નિષ્ફળતાને સફળતામાં કેમ ફેરવવી એ સમજાવવા માટે પોતાના જીગરજાન એવાં 5 મિત્રોને બોલાવે છે.અને એમની વાતોમાંથી આપણને આ ફિલ્મ મળે છે.

હવે હુ તમને જે કહેવા માગું છું એ પોઇન્ટ ઉપર આવુ તો આપણને આ ફિલ્મમાંથી શીખવા જેવું શું છે.!?! તો કે.....

1. પેરેન્ટિન્ગ :- આજકાલ આ હરિફાઇનાં યુગમાં દરેક માં-બાપએ પોતાના અધૂરા સપનાનો બોજ એનાં સંતાન ઉપર નાખી દેતા હોય છે. પોતાના ધો. 1 થી 8નાં સળંગ રિઝલ્ટનો સરવાળો 80% ટકાનાં થતો હોયને એનાં સંતાનોને જો ગણિત કે વિજ્ઞાન કે બીજા કોઈ વિષયમાં 100 માંથી 4 કે 5 માર્ક્સ ઓછાં આવે ને તો પણ ખખડાવી નાખતા હોય છે. અરે ભાઈ એ બાળક છે કાંઇ ઝેરોક્ષ મશીન નથી કે પરીક્ષામા એ 100 માંથી 100 માર્ક્સનું છાપી જ નાંખે. બાળકને ક્યારેય ઍને ગમતું કામ ક્યુ છે એની પરવા અનેં પૃચ્છા કર્યા વીના એનાં ભવિષ્યનો નિર્ણય કરવાવાળા અનેં એને આડેધડ કોંચિંગ કલાસમાં ઠુસવા વાળા વાલીઓને ખાસ કહેવાનું કે તમારાં બાળકના મગજમાં કોઈ ચીજને લઇને એટલું બધુનાં ઠસાવી દેવું કે ઍને એનાં જીવનનાં મૂલ્ય કરતાં તમારી અધૂરી અપેક્ષાઓનું મૂલ્ય વધું લાગે. તમને જેટલી ખુશી એની સફળતા વખતે થાય છે એટલી જ હૂંફ ઍને એની નિષ્ફળતા વખતે આપવાની આપણી તકેદારી રાખવી જોઈએ અને એની તૈયારી હોવી જોઈએ.

2.મિત્રો :- માણસને અમુક સંબંધ જન્મજાત મળે છે જેમકે મા-બાપ,ભાઈ-બહેન,કાકા-કાકી,દાદા-દાદી વગેરે અને અમુક સંબંધએ એની જાતે બનાવે છે એ સંબંધ ઍટલે મિત્રતાનો સંબંધ.જીવનમાં મિત્રોનું ખુબ મહત્વ છે. કારણકે મિત્ર વગરનું જીવન એ શ્વાસ વગરના શરીરની જેમ હોય છે.જીવનમાં.જો તમારી પાસે 5 મિત્રો નથી કે જેની સાથે બેસીને તમે સુખ દુઃખની વાતો કરી શકો તો તમારી જેટલું કંગાળ વ્યક્તિ આ દુનિયામાં કોઈ નથી.અનેં મિત્ર પણ કેવા હોવાં જોઈએ.તો કે,

મિત્ર - છપ્પય
મિત્ર કિજીએ મરદ, મરદ મન દરદ મિટાવે,
મિત્ર કિજીએ મરદ, કામ વિપતિ મેં આવે,
મિત્ર કિજીએ મરદ, ખુશામત કર નહીં ખાવે,
મિત્ર કિજીએ મરદ, સત્ય કહકર સમજાવે,

આવા મિત્રો પણ જીવનમાં ખુબ જરુરી છે.

3. આત્મવિશ્વાસ :- કોઇપણ વ્યક્તિના જીવનમાં આત્મવિશ્વાસનું ખુબ મહત્વ રહેલું છે. જીવનના કોઇપણ ક્ષેત્રમાં આત્મવિશ્વાસનાં ગુણનાં લીધે જ સફળ થઈ શકીએ છીએ. કાંઇક મેળવવા માટે આપણને પોતાનામાં વિશ્વાસ હશે તો ગમે એવું કઠીન કામ પણ એકદમ સરળતાથી પુરુ થઈ જશે. માણસને જો પોતાનામાં જ વિશ્વાસ નહીં હોય તો એ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જશે નાપાસ જ થશે,નાસીપાસ જ થશે. માટે આત્મવિશ્વાસ હોવો ખૂબ જરુરી છે.

4.આયોજન :- જીવનના કોઇપણ ક્ષેત્રમાં સફળ થવા માટે માણસ પાસે સાતત્યપૂર્ણ આયોજન હોવું ખુબ જરુરી છે.આયોજન વગર આપણે સફળતાની કેડીએ ડગલાં નથી માંડી શકતા.જે સપનાને આપણે સાકાર કરવાં માંગીએ છીએ ઍને કેવી રીતે હાંસલ કરવું એનું હોમવર્ક આપણે કરેલું હોવું જોઈએ. આયોજન વગર આપણે તૈયારી નહીં કરી શકીએ. માટે ઍક સારુ આયોજનએ સફળતાનો પાયો છે.

5. જોશ/ઝનૂન :- જયાં સુધી આપણામાં કૈક કરી બતાવવાનો જોશ નથી પ્રગટતો ત્યાં સુધી આપણે કઈ નથી કરી શકતા.કંઇક મેળવવા માટે જયાં સુધી આપણાં મનમાં એની આગ નથી લાગતી ત્યાં સુધી આપણુ પરિણામ પાકતુ નથી. આપણે જે મેળવવું છે એ આપણી પહેલી અને છેલ્લી જરૂરિયાત નથી બની જતી ત્યાં સુધી આપણને એ મળતું નથી.આપણું દિલ ધબકે તો બસ આપણાં સપના માટે,આપણું દિમાગ ચાલે તો બસ આપણાં સપના માટે,જેને પામ્યા વીના આપણી રાતોની ઉંઘ હરામ થઈ જાય એવી બર્નિંગ ડિઝાયર જ્યારે આપણાં મનમાં જાગે છે ત્યારે સફળતા આપણાં કદમ ચૂમે છે,ત્યારે મંજિલ આપણને તાજપોશિ કરે છે.

6. નિષ્ફળતાને પચાવવી :- નિષ્ફળતાએ સફળતાનો આધાર સ્તંભ છે. જ્યારે આપણે નિષ્ફળતામાંથી કઈક શીખતાં થઈશું એટલે આપણે સફળતા તરફ આગળ વધતા જઈશું. આપણો ઍક પ્રયત્ન કદાચ નિષ્ફળ જાય તો એનાથી નાસીપાસ થવા કરતાં એ નિષ્ફળતાનાં કારણો શોધીને ઍને દુર કરીશું ઍટલે સફળતાનો માર્ગ મોકળો થશે.દુઃખની વાત એ છે કે આપણી પાસે સફળ થયા પછી શું કરીશું એનું આયોજન છે પણ નિષ્ફળ થયાં પછી શુ કરીશું એનું આયોજન નથી.!! માટે જ આપણે નિષ્ફળ જઇએ ઍટલે આપણને ડિપ્રેશન ઘેરી લે છે. કારણકે આપણને નિષ્ફળતાં પચાવતા નથી આવડતું.એકવાર આપણે એ શીખી ગયા ઍટલે પછી સફળ થતા આપણને દુનિયાની કોઈ તાકાત નથી રોકી શકતી. કારણકે પડવું,આખડવું એવું તો સફરમા ચાલ્યા જ કરવાનું છે તો શું પડવાની બીકે આપણે ચાલતા નહીં રહેવાનું..!?! ના આપણે ચાલતું રહેવું પડશે,આપણે પડીને ઉભા થતા શીખવું પડશે તો જ આપણે આપણાં લક્ષ્ય સુધી પહોંચી શકીશું.

તો આવુ બધુ છે આ ફિલ્મમાંથી શીખવા જેવું. જો તમે હજી આ ફિલ્મ નથી જોઇ તો જલ્દીથી જોઇ નાખો...

Yug Agravat