sundarta maate saral tips - 7 books and stories free download online pdf in Gujarati

સુંદરતા માટે સરળ ટિપ્સ - ૭

સુંદરતા માટે સરળ ટિપ્સ

ભાગ-૭

સંકલન- મિતલ ઠક્કર

સુંદરતા માટે કેટલીક નાની અને સરળ વાતો સૌંદર્ય જાળવવામાં ઉપયોગી સાબિત થાય છે. જેમ કે, શિયાળાની ઋતુમાં તમે અનુભવ્યું હશે કે જ્યારે વાળમાં કાંસકો ફેરવીએ ત્યારે તેમાં ઇલેક્ટ્રિસિટી આવી જતી હોય એવું લાગે છે. વાળ કાંસકામાં ચોંટી જતા હોય છે. આમ ના થાય એ માટે કાંસકો હંમેશાં એક જ ડિરેક્શનમાં ફેરવો. ધીમે ધીમે વાળ ઉપરથી નીચે તરફ ઓળવા જોઈએ. અને તૈલી વાળમાં વારંવાર કાંસકો કે બ્રશ ફેરવવું ન જોઈએ, કારણ કે કાંસકો ફેરવવાથી તૈલીગ્રંથિ વધુ સક્રિય થઈ જાય છે અને વાળ વધુ ઓઈલી થઈ જશે. આ પ્રકારના વાળ સપ્તાહમાં ૨ થી ૩ વાર ધોઇ લેવા જોઈએ. કન્ડિશનરનો ઉપયોગ બને ત્યાં સુધી નહીં જ કરવો. આવી જ સરળ અને ઉપયોગી ટિપ્સ આ ભાગમાં છે.

* તેલ માલિશ કરવાથી ત્વચા લાંબા સમય માટે મુલાયમ અને સ્વસ્થ રહે છે. સરસવનું તેલ દરેક પ્રકારની ત્વચા માટે ફાયદાકારક છે. સ્નાનના ૪૫ મિનિટ પૂર્વે તેલથી માલિશ કરવું. સુકાઇ જાય પછી સ્નાન કરવું. સ્નાનના પાણીમાં એસેનશિયલ ઓઇલ ભેળવવું.

* પેડિક્યોર બાદ નિયમિત રીતે પગમાં મોઇશ્ચરાઇઝર લગાવવાનું ના ભૂલો, તે તમારાં પગને સોફ્ટ અને હાઇડ્રેટેડ રાખશે. પેડિક્યોર બાદ પણ પગની જાળવણી કરવી જરૂરી છે. તડકાની સાથે પાણીથી ખાસ બચીને રહો. હદથી વધારે પાણીનો ઉપયોગ ટાળો. કારણ કે વારંવાર પાણીના કોન્ટેક્ટમાં આવવાથી પગના નખ ઝડપથી તૂટી જાય છે અને નેલ પોલિશ પણ નિકળી જાય છે.

* તડકાને કારણે ત્વચા પ્રભાવિત થાય છે. અને ધીરે ધીરે તે ટેન થતી જાય છે. ઘરગથ્થુ ઉપચાર તરીકે ચણાના લોટમાં મલાઇ કે દહીં તેમજ હળદર ભેળવી અઠવાડિયામાં ત્રણ-ચાર વખત ચહેરા પર લગાડો અને સુકાઇ જાય બાદ ધોઇ નાખો.

* હુંફાળા પાણીમાં થોડા ટીપાં ગ્લિસરીન તેમજ અડધી ચમચી ફટકડીનો ભૂકો ભેળવી હાથ અને પગ ડુબાડવા. લીંબુની છાલને કોણી પર રગડી ત્વચા સાફ કરી ધોઇ નાખવું. એ પછી ઊચ્ચગુણવક્તાયુક્ત બોડીક્રીમ લગાડવું. અઠવાડિયે એક વાર કરવાથી ત્વચા સાથસુફરી લાગશે તેમજ તાજગી અનુભવાશે.

* જિન્સ, મેકસી, સ્કર્ટ વગેરે ખૂબ જ આધુનિક ડ્રેસ પહેરતી વખતે કોઇપણ જાતનો ચાંલ્લો લગાડવો ન જોઇએ, કારણ કે એવા કપડાં પહેર્યા પછી કપાળ ઉપર લગાડેલો ચાલ્લો જરા અટપટો લાગશે. જેના કારણે તમારો દેખાવ ખૂબ જ કઢંગો લાગશે એ ફેશન અનુરૃપ ગણાતું નથી.

* સ્મૂધ મેકઅપ માટે કંસિલરનો સોફ્ટ ટચ જ ઘણો છે. ત્વચાના ટોનને મેળ ખાતો કંસિલરનો શેડ નહીં હોય તો મેકઅપ પેચી દેખાવાની શક્યતા છે. એવામાં બે વિવિધ શેડને મિક્સ કરી શકાય છે.

* જો તમે કંડિશનર તરીકે મહેંદી લગાડતો હો તો તમે વાળમાં તેલ નાખી મહેંદી લગાડશો તો વાંધો નથી. પરંતુ ધોળા વાળને રંગવા માટે લગાડતા હશો તો તેલ નાખવાથી વાળને રંગ ચડશે નહીં.

* બિંદી લગાવતી વખતે દિવસે સ્ટિકર બિંદી જ લગાવો. ઈચ્છા હોય તો લિક્વિડ બિંદીથી લાઈટ ડિઝાઈન કરી શકો છો. રાત્રે ગ્લિટરવાળી સ્ટિકર બિંદીનો ઉપયોગ કરો સાથે સાથે લિક્વિડ બિંદીથી પણ ડિઝાઈન કરો. લિક્વિડ બિંદીના રંગોની પસંદગી તમારા પોશાક અને મેકઅપ પ્રસાધન સાથે મેચ થતી હોય એવી જ કરો. બિંદીની ડિઝાઈન કપાળના આકારને ધ્યાનમાં રાખીને કરો.

* ત્વચા શુષ્ક હોય તો શુષ્ક ત્વચા પર સીધું ફાઉન્ડેશન ન લગાવો, પરંતુ થોડું મોઈશ્ચરાઈઝર અથવા ક્રીમ મિક્સ કરો. એનાથી ત્વચા શુષ્ક નહીં લાગે. તે પછી કોમ્પેક્ટ પાઉડર લગાવો અને લાઈટ પિંક ક્રીમી બ્લશર લગાવો. ક્રીમી લિપસ્ટિક લગાવો અને આઈશેડો પણ લાઈટ જ લગાવો જેમકે લાઈટ પર્પલ, પિંક અથવા બ્રાઉન.
* પાર્ટીમાં જતી વખતે વાળમાં જો કોઈ હેરસ્ટાઈલ સેટ ન થતી હોય અને વાળ ખુલ્લા રાખવાથી વિખરાઈ જતા હોય, વાળનો જથ્થો સારો હોય તો સેટિંગ પહેલાં હેરજેલ લગાવો તે પછી જ હેર સ્ટાઈલ કરો. જો વાળ મુલાયમ હોય તો એ સેટ કરવા માટે હેર મોઉઝ લગાવો.

* ચહેરા પર ઊગતા વાળ માટે બે ચમચા ચણાના લોટમાં ચાર ટીપાં મધ તેમજ થોડું કાચું દૂધ ભેળવવું. અને મુલાયમ પેસ્ટ બનાવવી. અને ચહેરા પર દસ મિનિટ લગાડી રાખવી. દસ મિનિટ બાદ ભીની આંગળીઓથી આ પેસ્ટ ધીરે ધીરે ચહેરા પરથી દૂર કરવી. નિયમિત આ ઉપચાર કરવાથી ફાયદો થશે.

* દરેક ફંકશન માટે વોટરપ્રુફ અને કેમેરા ફ્રેન્ડલી મેકઅપની જ પસંદગી કરવી. જેથી નમી તેમજ પરસેવાથી મેકઅપ ખરાબ ન થઇ જાય અને તસવીર નેચરલ આવે. મેકઅપ ચહેરાની ખામી છુપાવે તેવો હોવો જોઇએ. એટલું જ નહીં ચહેરાને સુંદર રીતે ઊભારતો હોવો પણ જરૂરી છે.

* બે ટેબલસ્પૂન ખીરાનો રસ, બે ટેબલ સ્પૂન ગુલાબજળ ભેળવી ત્વચા પર થપથપાવું તૈલીય ત્વચા માટેનું આ ઉત્તમ ટોનર છે.

* ચહેરા પર ખીલ હોય તો ચહેરાની નિયમિત સફાઇ કરો. ખીલને સ્પર્શ ન કરશો તેમજ તેને ફોડતા નહીં. ખીલ ફોડવાથી ડાઘા રહી જતા હોય છે. રોજિંદા આહારમાંથી તીખા, તળેલા, મસાલાનું પ્રમાણ નહીંવત કરી નાખશો.ફળ તેમજ લીલા શાકભાજીનું પ્રમાણ વધારી દેશો. રાતના સૂતી વખતે ત્રિફલા ચૂરણ ફાકવાનું રાખો.કોઇ પણ ક્રીમ વાપરશો નહીં. દિવસમાં ત્રણ-ચાર વાર એસ્ટ્રીજન્ટનો ઉપયોગ કરવો.

* સામાન્ય ત્વચા માટેનો ઘરગથ્થુ ફેસપેક : એક ટેબલસ્પુન મુલતાની માટીમાંદહીં ભેળવી મુલાયમ પેસ્ટ બનાવવી. તેમાં એક ટેબલસ્પુન એવોકોડો અથવા દ્રાક્ષ અથવા આદુનો ગર અને એક ટી.સ્પૂન ગુલાબજળ નાખી બરાબર હલાવી ચહેરા પર લગાડવું. પંદર મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો.

* નાક વધારે પડતું લાંબુ હોય, તો તેના ટેરવા પર ઘેરા શેડનું ફાઉન્ડેશન લગાવવાથી લંબાઈ ઓછી લાગશે.

* આપણે ત્યાં મોટાભાગની મહિલાઓની આંખોની કીકી એકદમ કાળી કે આછા બ્રાઉન રંગની હોય છે. તેમણે આછો નીલો, એશ કે સહેજ ઘેરો બ્રાઉન આઈશેડો લગાવવો. તમારી આંખો માંજરી હોય, તો લીલા આઈશેડોથી તેમનું આકર્ષણ ઓર વધી જશે. એ સિવાય, બ્રાઉન રંગના આઈશેડો પણ સુંદર લાગશે.

* નેઇલ પોલીશ લગાડયા બાદ થોડું સુકાઈ જાય પછી બરફના પાણીમાં આંગળીઓ બોળવી. નેઇલ પોલીશ પર પારદર્શક પોલીશનો એક કોટ લગાડવો. માર્કેટમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત નેઇલ પોલીશ મળે છે. જે નખ પર લાંબા સમ સુધી ટકી રહે છે.

* જવના લોટને નારિયેળના તાજા દૂધમાં ભેળવી ૩૦ મનિટ રેફ્રિજરેટરમાં મૂકી ચહેરા અને ગરદન પર પેક લગાડી સુકાઈ જાય બાદ ધોઈ નાખવું. ત્વચા ચમકીલી થાય છે.

* પગની સંભાળ માટે ખુલ્લી ડિઝાઇન કરતાં બંધ જોડાંની ડિઝાઇનના જોડાં પહેરો જેથી પગ ગંદા થવાની શક્યતા ઓછી થઇ જાય. ગંદા પગને સુંદર કરવા પેડિક્યોર જેવો ઉત્તમ ઇલાજ બીજો કોઇ નથી. રાતના સૂતા પહેલાં તમે તમારા પગ માટે ફક્ત ૨૦ મિનિટ ફાળવો. હુંફાળા પાણીમાં પાંચ-સાત મિનિટ પગને પલાળો. તેમાં શેમ્પૂનાં બે-ચાર ટીપાં પણ ઉમેરો અને બરાબર હલાવો. પગને પાણીમાંથી બહાર કાઢ્યા બાદ સ્ક્રબરથી તળિયા તથા પાની ઘસો જેથી મૃત ત્વચા નીકળી જશે. ત્યાર બાદ ઊચ્ચ ગુણવત્તાયુક્ત ક્રીમથી હળવે મસાજ કરવો અને મનપસંદ નેઇલપોલીશ લગાડવું. પગના નખ સમયસર કાપવાની ચીવટ રાખવી.

* નખની તેમજ ત્વચાની માવજત માટે નિયમિત મસાજ કરવો. નેઈલ પોલીશ લગાડતા પૂર્વે વોટર બેઝ ક્લીઅર બેઝ કોટ લગાવો. આને કારણે નખ પરનું મોઈશ્ચર ટકી રહે છે. નખ ફાઈલ કરતી વખતે એમરી બોર્ડ વાપરવું. ફાઈલ વડે ઘસવાથી નખ તૂટી જાય છે. નખને એક જ દિશામાં ફાઈલ કરવા. નખ તૂટી ન જાય એ માટે નખના ખૂણામાં ફાઈલ કરવું નહીં.

* રાતના સૂતા પહેલા એલોવેરા જેલ નિયમિત હાથ પર લગાડવાથી હાથ પરની કરચલી દૂર થાય છે. ટેનિંગ પણ દૂર થશે તેમજ ત્વચા મુલાયમ થશે. હાથની રૂક્ષ અને ચીરા પડેલી ત્વચા માટે પણ એલોવેરા જેલ ફાયદાકારક છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED