સુંદરતા માટે સરળ ટિપ્સ
ભાગ-૫
સંકલન- મિતલ ઠક્કર
* જો તમારી નેલ પોલીશ સુકાઈ ગઈ હોય તો તેને ફેંકી દેવાની જરૃર નથી. તેમાં થોડા ટીપાં એસીટોન નાખીને સારી રીતે હલાવી દો. ત્યારબાદ થોડો સમય રહેવા દઈને તેને ફરીથી હલાવો. હવે આ નેલ પેઈન્ટથી આસાનીથી નખ રંગી શકાશે.
* આંખની નીચે થયેલા કાળા કુંડાળા દૂર કરવા માંગતા હોય તો નાળિયેર તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને સતત પંદર દિવસ સુધી આંખની નીચે લગાવો. આનાથી પંદર જ દિવસમાં ફેર પડી જશે. તે સિવાય લીંબુના રસમાં બદામનું તેલ મિક્સ કરીને હળવે હાથે આંખ બંધ કરી આંખ ઉપર તેમજ આંખની નીચે લગાવશો તો ક્યારેય આંખની નીચે કાળા કુંડાળા નહીં થાય. પપૈયાની ચીરીને ક્રશ કરી તેમાં એલોવેરા પલ્પ અને એક લીંબુનો રસ નાખો. જે જે જગ્યાએ સૂર્યપ્રકાશથી ત્વચા કાળી પડી ગઇ હોય ત્યાં ત્યાં આ પેક લગાવીને વીસ મિનિટ રાખી ધોઇ લો. આમ સતત વીસ દિવસ સુધી કરવાથી ત્વચાની કાળાશ દૂર થશે.
* ખોડાને દૂર રાખવા દહીં પણ એક ઘણો સારો ઉપાય છે. દહીં ખાટુ હોય તો ઘણું વધારે ફાયદાકારક છે. દહીંને પણ વાળમાં લગાવો અને થોડા સૂકાઇ જાય ત્યાં સુધી રાખો. ત્યારબાદ પાણીથી ધોઇ નાંખો જેના કારણે વાળ મુલાયમ થઇ જશે. ૧ એક ચમચી બેકિંગ સોડામાં થોડુ પાણી મેળવી પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળમાં લગાવો. તેને ઓછામાં ઓછી ત્રણ મિનિટ સુધી રાખો. બેકિંગ સોડાની પેસ્ટ વાળમાં લગાવાથી તમને ખોડામાંથી રાહત મળી શકે છે.
* એક સફરજન લો અને એને છીણી નાખો અથવા વાટી નાખો અને પછી એને તમારાં ચહેરા પર લગાડી દો.૧૦-૧૫ મિનિટ સુધી એમ જ રહેવા દો અને પછી ચહેરો ધોઈ નાખો. આમાં, બીજો વિકલ્પ એ છે કે તમે એમાં મધ પણ ઉમેરી શકો છો અને આ જ રીતનું પુનરાવર્તન કરો. ત્વચા વધારે સુંવાળી, વધારે મુલાયમ અને વધારે સાફ થઈ જશે.
* ગરમીની ઋતુમાં પરસેવો બહુ વળતો હોય છે. તેથી આ સીઝનમાં શિમર લગાડવું નહીં.
* મીઠાંવાળું પાણી પણ આપને પરસેવાની પરેશાનીથી રાહત અપાવવામાં મદદ કરી શકે છે. તમારી સ્કિનને ડ્રાઇ બનાવે છે અને પરસેવો આવવાથી રોકે છે. એક ટબમાં ગરમ પાણીમાં મીઠું ભેળવીને ભરી લો. દરરોજ આમાં પોતાનાં પગોને ૨૦ થી ૩૦ મિનિટ માટે ડૂબાડીને મૂકી રાખો. પગોને નિકાળીને તેને પોતાથી લૂછી લો.
* એક લીંબુને દબાવીને એનો રસ કાઢો અને તમારી ચીકણી ત્વચા પર માસ્કની જેમ લગાડો. બે ભાગ પાણી લેવાનું અને એક ભાગ લીંબુનો રસ લેવાનો. બંનેને મિક્સ કરવાના અને એને તમારાં ચહેરા પર લગાવી દો. પ-૧૦ મિનિટ સુધી રહેવા દો અને પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખો. તમે લીંબુનાં રસ, મધ અને દૂધ મિક્સ કરીને ફેસમાસ્ક પણ બનાવી શકો છો. આ ત્રણેયને મિક્સ કરો, તમારાં ચહેરા પર લગાવો અને ૧૦-૧૫ મિનિટ પછી ધોઈ નાખો, ત્વચા ચમકદાર બની જશે.
* સમય પહેલાં થયેલા સફેદવાળમાટે આમળા એક સારો ઉપાય છે. નાળિયેર તેલ અને સૂકા આમળાના કેટલાક ટુકડાને ઉકાળો પછી જ્યારે તેલ ઠંડુ થાય છે, ત્યારે તેને માથામાં નાંખવાના તેલ સાથે મસાજ કરો. વાળને ધોવાના એક કલાક પહેલા અથવા આખી રાતે રહેવા દો.અઠવાડિયામાં ઓછામાં ઓછા એક કે બે વાર આ પ્રક્રિયા કરો.
* સુગંધિત તેલ વડે બોડીમસાજ કર્યાં પછી ત્વચા પર કોપરેલ અને એલો ક્રીમ લગાડવામાં આવે તો તમારી ત્વચાને ઉનાળાની ગરમી સહન કરવાની તાકાત આવી જશે અને તમારામાં પણ ઉત્સાહનો સંચાર થશે.
* વોટરપ્રૂફ મસ્કરા લગાડવાથી ગરમીમાં તે આંખ પર લાંબા સમય સુધી ટકી રહે છે.
* ત્વચા પર પડતા મોટા છિદ્રો અને ચીકણી ત્વચાની સમસ્યા દૂર કરવાનો આસાન ઉપાય છે ઈંડાના સફેદ ભાગનો માસ્ક. કારણ કે છિદ્રોને સંકોચવામાં અને ત્વચાને મજબૂત બનાવવામાં એ મદદરૂપ થાય છે. એક ઈંડું લો (એ મોટું હોય તો સારું) અને જરદીથી સફેદ ભાગને અલગ કરો. ઈંડાના સફેદ ભાગમાં લીંબુનાં રસનાં ૩-૪ ટીપાં ઉમેરો અને એવી રીતે હલાવો કે બંને તત્ત્વ સંપૂર્ણપણે એકબીજાં સાથે મિક્સ થઈ જાય. એ પછી આ માસ્કને તમારાં ચહેરા પર લગાડો અને એને સૂકાવા દો. એ સૂકું થઈ જાય અને થોડુંક કડક થઈ જાય ત્યારે ચહેરો ધોઈ નાખવો. તમે ૧૦-૧૫ મિનિટ બાદ હુંફાળા પાણીથી ધોઈ શકો છો.
* તમે કોઇ પાર્ટીમાં જઇ રહ્યાં છો અને આપનાં ડ્રેસની મેચિંગ લિપસ્ટિક નથી મળી રહી તો આપે પરેશાન થવાની કંઇ જ જરૂરિયાત નથી. ડ્રેસનાં મેચિંગ આઇશેડો કલરમાં લિપબામ ભેળવીને આપનાં હોઠો પર તેને લિપસ્ટિકની જેમ લગાઓ.
* પાકેલું પપૈયું છૂંદીને ચહેરા પર લગાવો. વીસેક મિનિટ પછી ચહેરો ધોઈ લો. આ પ્રયોગથી ત્વચાની ભીનાશ જળવાશે અને ચામડી સુંવાળી બનશે.
* ફેશિયલ હંમેશા સ્કિન ટાઇપને ધ્યાનમાં રાખીને તેમજ તે અનુસાર સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ થવો જોઇએ. ત્વચા વધારે પડતી રૂક્ષ અથવા સંવેદનશીલ હોય તો તે રીતે ફેશિયલ કરાવવું જોઇએ.વધારે પડતી ડ્રાય સ્કિન પર સ્ક્રબ તથા સ્ટીમનું પ્રમાણ નહીંવત હોય છે.
* જો તમે સવારે વાળ ધોવો છો અને બપોર સુધીમાં તે તૈલીય લાગવા માંડે તો તેનો અર્થ એ થયો કે તમારા વાળ તૈલીય છે. તૈલીય વાળ માટે ઓઇલી હેર માટેનુંશેમ્પૂ પસંદ કરવું જોઈએ. કારણ કે તેમાં રહેલું એમોનિયમ લોરેલ સલ્ફેટ માથાની ત્વચા પર રહેલું વધારાનું તેલ શોષી લેશે.
* ચહેરા માટે આપણે સામાન્ય સાબુને સ્થાને ફેસ વૉશ વાપરીએ છીએ. તો મધથી પણ ઉમદા પ્રકારનુ ફેશ વૉશ બની શકે છે. એક મોટી ચમચી મધ લઇને તેમાં એક નાની ચમચી (ટી સ્પૂન) જેટલુ ગુલાબજળ એડ કરવુ. ગુલાબજળને સ્થાને તમે કાચુ દૂધ પણ વાપરી શકો. ત્યાર બાદ તેમાં એક ટી સ્પૂન જેટલો ચંદન પાવડર અને ચપટી હલ્દી ઉમેરીવી. આ બધી વસ્તુ ભેગી કરીને બનેલા મિશ્રણને ફેશ વૉશની જેમ વાપરવું. જેટલુ ફ્રેશ વાપરશો એટલી અસર વધુ થશે. અઠવાડિયામાં બે વાર આ પ્રયોગ કરવો. પછી જુઓ કેવી ચમક આવે છે તમારા ચહેરા પર. આ મિશ્રણથી તમારા ચહેરાનો ટોન પણ ઇવન થશે અને સાથે રંગમાં નિખાર પણ દેખાશે.
* હેર કલરને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે કલર રિફ્રેશર શેમ્પૂનો વપરાશ કરવો જોઈએ. જે રંગનો હેર કરલર કર્યો હશે તે જ શેડમાં આ શેમ્પૂ ઉપલબ્ધ છે. એટલે તમારા હેર કલરની શાઇન પણ વધશે. આ શેમ્પૂ ખરીદતી વખતે જોઈ લેવું કે, તે વેજિટેબલ ડાઇમાંથી બનેલા છે કે નહીં?
* ઉજળો વાન ધરાવનારે મેકઅપ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે મેકઅપ વધુ પડતો ન લાગે. કારણકે ગોરા રંગ પર મેકઅપ થોડો પણ વધારે હોય તો ભદ્દો દેખાય છે.
* બોડીના કોઇ પણ ભાગ પરથી સન ટેનિંગ દૂર કરવા માટે તમે સરખા ભાગે કોફી- ખાંડ લઇ તેમાં ઓઇલના ૨-૩ ટીપાં ઉમેરીને સ્ક્રબ કરી શકો છો.
* આઇલાઇનર બનાવા માટે એક વાટકીમાં 3 ટેબલસ્પૂન નારિયેલ તેલ અને શિઆ બટર લો. બ્લેક શેડ માટે એમાં ૧/૨ ટીસ્પૂન ચારકોલ પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો. જો તમને બાઉન શેડ બનાવા માટે ચારકોલ પાવડરની જગ્યા પર કોકો પાવડરનો ઉપયોગ કરી શકો.
* મેકઅપ કરતાં પહેલાં ત્વચાને સાફ કરવી ખૂબ જરૂરી છે. ત્વચાને પુષ્કળ ઠંડા પાણીથી ધોઇ નાંખો. સાફ કર્યા પછી, તેને ટોન અને ઠંડી કરવા એકલા ઠંડા ગુલાબજળનો ઉપયોગ કરો. આ માત્ર તમને તાજગી જ નથી આપતું પણ છીદ્રોને બંધ કરવામાં મદદરૂપ થાય છે. કોટનવુલ પેડ (રૂની ગાદી) તેમાં બોળો અને પછી ત્વચાને લૂછી નાંખો. ત્વચાની ચમક લાવવા તેને ગોળાકાર ગતિથી ચપળતાથી થપથપાવો. જો ત્વચા તૈલી હોય તો એસ્ટ્રીજન્ટને કોટન વુલ પેડથી લગાડો.
* સતત ચશ્મા પહેરવાના કારણે નાક પરના એ નિશાનના કારણે ચહેરો ખરાબ જોવા મળે છે. નારંગીની છાલ તડકામાં સૂકવીને પીસી લો અને ૧/૨ ચમચી દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવો, ત્યારબાદ ૩-૪ દિવસ સુધી સતત આ પેસ્ટને નાક પર લગાવો. એનાથી તમારું નિશાન ગુમ થઇ જશે.
* એલોવેરાના પાન લઇને તેમાંથી રસ કાઢીને પણ ચહેરા પર લગાવી શકો છો. અને એલોવેરાના રસની સાથે લીંબુનો રસ મિક્સ કરીને પણ ચહેરા પર હળવા હાથે મસાજ કરીને તેને ધોઇ લેવાથી પણ ચહેરા પરની રુક્ષ ત્વચામાં સુધાર આવશે.
* વાળને રંગવા માટેનો રંગ જો ઊચ્ચગુણવત્તાયુક્ત ન હોય તો આડઅસર થઇ શકે છે. તેમજ હળવા રંગથી વાળ રંગવામા આવ્યા હોય તો વાળના પિગમેંટ્શ નાશ પામી શકે છે. વાળ કમજોર થઈ જાય છે. તેથી વાળ ઘેરા રંગથી રંગવા.
* પાઉડર લગાડો ત્યારે સહેજ ભીના સ્પંજથી પાઉડર આખા ચહેરા પર અને ગરદન પર દબાવો આ તેને સેટ કરવામાં અને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદરૂપ બનશે.
* પેચીસથી બચવા ગરદનને ક્રિમયુક્ત કિંલજરથી ગરદન સાફ કરવી જોઇએ. સાબુ અને પાણીથી ગરદનની સફાઇ કરવી જોઇએ. ન્યુરિશિંગ ક્રિમથી ત્વચાને કોમળ બનાવો અને વરાળનો પાંચ મિનિટ શેક દિવસમાં બે વખત આપવો.
* ઉનાળામાં પસીનો થવાને લીધે વાળમાં ધૂળ અને માટી બેસે છે જેને લીધે વાળ અને સ્કૅલ્પ ચીકણું થઈ જાય છે. એને ટાળવા માટે એવાં શેમ્પૂ વાપરી શકાય જે ખાસ ઑઈલી હેર માટે બન્યાં હોય. વાળને વારંવાર ઓળવાનું પણ બંધ કરો. કારણ કે એમ કરવાથી વાળમાં ચીકાશ પ્રસરશે.
* થોડા સફેદ વાળ છે જેને કાળા કરવા છે. તો તમે કોફી વાપરી શકો. કોફીના શેડની જેમ જ ડાર્ક બ્રાઉન અને બ્લેકની વચ્ચેનો શેડ મળે છે કોફીથી. સ્ટ્રોંગ કોફીને પાણીમાં ઉકાળીને તેને ઠંડી થવા દો. તેમાં થોડું કંડિશનર નાખીને હલાવો. તેમાં બે ચમચી કોફી બીન્સ પણ એડ કરી શકો. એ વધુ ડાર્ક શેડ માટે કામ કરશે. ત્યાર બાદ આ મિશ્રણને વાળમાં લગાવીને અડધા કલાકથી કલાક સુધી રહેવા દો. અહીં કંડિશનર નહીં લગાવો તો પણ ચાલે. અને કંડિશનર તરીકે દહીં, મધ જેવી નેચરલ વસ્તુ પણ એડ કરી શકો. વાળમાં આ કંડિશનર અડધા કલાકથી કલાક સુધી રાખવાનુ હોવાથી કંડિશનર એવું પસંદ કરવુ જેનાથી આડઅસર ન થાય. એટલા માટે ઘરેલુ વસ્તુને પ્રાધાન્ય આપવું યોગ્ય રહેશે. આ પ્રયોગથી મહિનામાં તમારા વાળમાં ફરક ચોક્કસ દેખાશે. વાળના કલરની સાથે સ્ટ્રક્ચરમાં પણ સુધાર અનુભવાશે.
* વિટામિન ઈ ધરાવતા તેલનું માલિશ કે વિટામિન ઈ યુક્ત ક્રીમથી મસાજ કરવાથી સ્ટ્રેચમાર્ક ઓછા થઈ શકે છે. શીયાબટર, કોકોબટર, રોઝહીપ ઓઈલ, ટી-ટ્રી ઓઈલ, રેટીનોઈક એસિડ ક્રીમ, બદામનું તેલ, કોકોસીડ ઓઈલ, કોકોનટ ઓઈલ, ઓલિવ ઓઈલ કે એલોવેરા જેલથી દિવસમાં બે વાર મસાજ કરવાથી સ્ટ્રેચમાર્ક મહદંશે ઓછા થઈ જતા હોય છે.
* નખની કાળજી માટે હાથ ધોયાબાદ હંમેશા ક્રીમ અથવા મોઇશ્ચરાઇઝર લગાડવું અનેસૂતા પહેલાં નખ પર ક્યુટિકલ ક્રીમ તેમજ ક્યુટિકલ ઓઇલ લગાડવું.બેબી ઓઇલ પણ લગાડી શકાય. નખ વધારે પડતા ખરાબ હોય તો ખૂશબૂદાર લોશન ન સ્પર્શે તેનું ધ્યાન રાખવું. આ પ્રકારના લોશનમાં સમાયેલ આલ્કોહોલ નખને હાનિ પહોંચાડે છે. નખ વધુ પડતા સખત હોય તો એસિટોન રહિત નેઇલ પોલીશનો ઉપયોગ કરવો, કારણકે એસિટોન નખને વધુ સખત બનાવે છે. નેઇલ પોલીશ દૂર કર્યા બાદ ક્યુટિકલ ક્રીમ અથવા ઓલિવ ઓઇલથી માલિશ કરવું. કપડાં ધોતી વખતે તથા વાસણ ઘસતી વખતે રબરના મોજા પહેરવાની આદત પાડશો.જેથી તમારા નખને હાનિ પહોંચે નહીં.ઉચ્ચગુણવત્તાનાં ક્રિમથી નખ તથા આસપાસની ત્વચા પર મસાજ કરવો. આ મસાજ હાથ ઘોયા બાદ તથા સ્નાન બાદ કર્યા પછી કરવું.
* તલનો ભૂક્કો, ઘઉંનો લોટ, ચપટી હળદર અને દહીં ભેળવી શરીરના ખુલ્લા અંગ પર આ પેસ્ટ લગાડવી. સુકાઇ ગયા બાદ હળવેથી રગડી દૂર કરવી. ત્વચા સ્વચ્છ થાય છે તેમજ વાન નિખરે છે.
* સ્નાન બાદ હેન્ડ એન્ડ બોડીલોશન કોણી પર જરૂર લગાવો. લીંબુના બે કટકા કરી તેમાં કોણી મૂકી ૧૦ મિનિટ મસાજ કરો. દર અઠવાડિયે એક વખત આમ કરવું. શિયાળાની સિઝનમાં કોણી પર નાઈટક્રીમ લગાવવું. તાત્કાલિક પરિણામ માટે દર મહિને એકવાર કોણીના ભાગે બ્લીચ કરવું . આ સિવાય મસાજ કરવાનું રાખો. ૧ ચમચી બેસન, ૧/૨ ચમચી મધ, થોડાં ટીપાં લીંબુનો રસ અને થોડા ટીપાં સોડા મિક્સ કરીને પેસ્ટ બનાવવી પંદર મિનિટ આ પેસ્ટ કોણી પર રાખી પછી મસાજ કરવો. પછી. પ્યુમીસસ્ટોન યા લુફાથી લાઈટ સ્ક્રબ કરવું. ત્યાર બાદ મોઇશ્ચરાઈઝર લગાવવું.