સાસરી ની જોગણ pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

સાસરી ની જોગણ

નામ અટપટું છે ને? પણ વાત જ એવી છે કે આજ નામ એને સૂટ થાય છે. નામ એનું કાજલ. એકદમ શાંત, સરળ અને પ્રેમાળ સ્વભાવ ની છોકરી. માતાપિતાનું પહેલું સંતાન. એના સિવાય એક ભાઈ પણ ખરો એને.

નાનપણ માં જ પપ્પા ની છાયા એના પર થી ઉઠી ગયેલી. એની મમ્મી એક શિક્ષિકા હતી. એમને બન્ને બાળકો ને સરસ ભણાવી ગણાવી મોટા કર્યા. સરસ ઠેકાણું જોઈ ને કાજલ ના લગ્ન એના જ સમાજમાં થઈ ગયા. સાસરીમાં સાસુ, સસરા, જેઠ જેઠાણી, નણંદ અને એક દિયર હતો. માનો ને ભર્યુંભાદર્યું ઘર હતું.

કાજલ નો પતિ બીજા શહેરમાં નોકરી કરતો હતો. સ્વભાવે શાંત અને ઓછા બોલો હતો. સારી નોકરી હતી. પગાર પણ સારો હતો. કાજલ લગ્ન પછી સાસુ સસરા સાથે રહેતી અને એનો પતિ શનિ રવી ની રજામાં ઘરે આવતો.

કાજલ ધીરે ધીરે એના સંસાર માં સેટ થવા લાગી. કામકાજ માં ખૂબ હોંશિયાર અને ખાવાપીવાનું બનાવવામાં પણ હોંશિયાર. ઘરમાં બધા સાથે પ્રેમ અને સહકાર થી રહે. બધા નો પડ્યો બોલ એ ઝીલતી. ને એટલે એ ઘરમાં બધાની વ્હાલી હતી. એની નણંદ ની એ દોસ્ત બની ગઈ હતી. ને એના દિયર માટે તો બીજી મા. એના સાસુ સસરા પણ એના થી ખુશ હતા.

પણ કાજલ ના આવવાથી એની જેઠાણી ને જલ્સા થઈ ગયા. એને એક નાનો દીકરો હતો. કોઈ ને કોઈ બાનું કાઢી એ છોકરા ને લઈ બેસી રહે. ને કામનો બોજ કાજલ પર નાંખી દેતી. એનો પતિ આવે એટલે એની આગળ પાછળ ફર્યા કરે. કાજલ સમજતી પણ કઈ બોલતી નહિ કેમકે એને માટે કામ કરવું એ કઈ મોટીવાત નહિ હતી. એ પુરી ઈમાનદારી થી પોતાનું કામ કર્યા કરતી. ને એટલે જ બધા એને પસંદ કરતા હતા.

પણ ધીરે ધીરે એની જેઠાણી ને લાગવા લાગ્યું કે ઘરમાં એને કોઈ કઈ પૂછતું નથી. બધું કાજલ ને જ પૂછવામાં આવે છે. બધાના મોઢે એનું જ નામ છે. એની જેઠાણી ને કાજલ ની ઈર્ષા થવા લાગી. એ હવે કાજલ ને નીચી પાડવા માટે પ્રયત્નો કરવા લાગી. જાણી જોઈને છોકરા ને રડતો મૂકી રસોડામાં કામ કરવા જાય. ને એની સાસુ કઈ પૂછે તો કહી દે,

શુ કરું મમ્મી ઘરનું કામ તો કરવું પડશે ને? ક્યાં સુધી છોકરા ને લઈને બેસી રહું?

કોઈવાર રસોડામાં પોતે ખાવા બનાવવા લાગે ને કાજલ ને આમ કર તેમ કર એવા ઓર્ડર આપે. ને પછી જાણી જોઈ ને રસોઈમાં કોઈ ભૂલ કરે ને બધા ની વચ્ચે કાજલ ને નીચી દેખાડે. કાજલ કઈ બોલે નહિ. એને એમ કે હશે. પણ ધીરે ધીરે આ બધું વધવા લાગ્યું. એટલે કાજલ પોતાનો પક્ષ રાખવાનો પ્રયત્ન કરવા લાગી. જેને લીધે એના સાસુ નો અહમ ઘવાવા લાગ્યો. ને ઘરમાં ઝગડા થવા લાગ્યા.

બધા ભેગા થઈ કાજલ ને સંભળાવી દેતા. ને કાજલ નો પતિ આવે એટલે એની સાસુ એના કાન ભરવા લાગે. કાજલ નો પતિ પછી કાજલ ની પૂછપરછ કરે. ને ફરી ધ્યાન રાખવું એવું જણાવી દે. કાજલ ક્યારેય પોતાના તરફ થી કોઈ ફરિયાદ કરતી નહિ. એને થતું પતિ બે દિવસ માટે આવે એને ક્યાં સાસુ વહુ ના ઝઘડામાં હેરાન કરવો.

પણ કહે છે ને કે સચ્ચાઈ કોઈ વાર તો બહાર આવી જ જાય. એકવાર ઘરમાં કપડાં ધોવાની બાબત પર એની જેઠાણી એ ઝગડો ચાલુ કર્યો. કાજલ એની વાત કહેવાનો પ્રયત્ન કરતી હતી પણ એની સાસુ અને નણંદ એને મોકો જ નહોતા આપતા ને ગમે તેમ બોલતા હતા. ને એજ સમયે કાજલ નો પતિ ત્યાં આવી ગયો. એણે બહાર ઉભા રહી બધું જ સાંભળી લીધું. ને પછી અંદર ગયો. એના સાસુ અને નણંદ તો એને જોઈ ને જ ડરી ગયા. પણ એની સાસુ એ કાજલ પર દોષ નો ટોપલો નાંખી એને ચડાવવા લાગ્યા. એ સમયે એનો પતિ કઈ બોલ્યો નહીં. પણ પછી રાત્રે એણે કાજલ ને હકીકત પૂછી અને અત્યાર સુધીની દરેક વાત ની માહિતી મેળવી લીધી. કોઈ કઈ બોલ્યું નહિ. ને સોમવાર થતા કાજલ નો પતિ નોકરી પર જતો રહ્યો.

બીજા શનિવારે ઘરે આવતા પહેલા કાજલના પતિ એ એના સસરા ને ફોન કરી ને કહી દીધું કે એને ઘર ની વ્યવસ્થા કરી દીધી છે તો એ આ વખતે કાજલ ને પોતાની સાથે લઈ જશે. આ વાત થી ઘરમાં રમખાણ ફાટી નીકળું. કાજલ ની સાસુ એ તો મહેણાં ટોણાઓ નો વરસાદ કાજલ પર ચાલુ કરી દીધો. બિચારી કાજલ કઈ પણ બોલ્યા વગર પોતાનું કામ કર્યા કરતી. એના પતિના આવ્યા પછી ઘરમાં મોટો ઝગડો થઈ ગયો. કાજલે એના પતિ ને ખૂબ સમજાવ્યું કે એ અહીં રહેશે પણ એનો પતિ માન્યો નહિ ને કાજલ ને લઈ ને જુદો રહેવા નોકરીના સ્થળે જતો રહ્યો.

કાજલે નવી જગ્યા એ પોતાની ગ્રહસ્થી ચાલુ કરી દીધી. એના સાસરિવાળા એ એમનો સબંધ કાપી નાંખ્યો. ને કઈ મદદ પણ કરી નહિ. કાજલ ની મમ્મી એ એને મદદ કરી. કાજલ ને એકવાત નો ડંશ રહી ગયો કે એના લીધે એના સાસરિવાળા એના પતિ ને બોલાવતા નથી. એ જ્યારે જ્યારે મોકો મળે ત્યારે પોતાના પતિ ને સમજાવતી કે કુટુંબ છે આવું બધું ચાલ્યા કરે. પણ એ ટશેમસ ના થયો. એમજ છ મહિના વીતી ગયા. કાજલ ના સાસરિવાળા એ પણ કોઈ ભાળ લીધી નહિ.

એવા માં કાજલ ને ખબર પડી કે એ મા બનવાની છે. એ અને એનો પતિ ખૂબ ખુશ હતા. કાજલે મોકો જોઈ ને ચોક્કો મારી દીધો ને પોતાના પતિ ને એના કુટુંબ સાથે સુમેળ કરવા મનાવી લીધો. કાજલના પતિએ ફોન કરી આ ખુશખબર એના પપ્પા ને આપી. ને કાજલના સસરાએ એમને ઘરે બોલાવ્યા. કાજલ ખૂબ ખુશ હતી. એને થયું કે એનો પ્રયત્ન સફળ થયો. જ્યારે એ લોકો ઘરે ગયા તો બધા ખુશ થઈ ગયા. ને ત્યારે કાજલ ને ખબર પડી ને એના ગયા પછી ઘરમાં કામ ને લઈ ઝગડા વધી ગયા ને એની જેઠાણી ઉપરના માળ પર અલગ રહેવા જતી રહી હતી. બન્ને ઘર વચ્ચે બોલચાલ બંધ હતી. કાજલ ની સાસુ એ એને એની જેઠાણી જોડે બોલવાની ના પાડી દીધી.

પણ સમય રહેતા બધું થાળે પડી ગયું. કાજલે એક દીકરી ને જન્મ આપ્યો. ઘરમાં બધા ખુશ થઈ ગયા. હવે કાજલ અને એનો પતિ વારતહેવારે, રજાઓ માં સાસરીમાં જવા લાગ્યા. કાજલ આજે પણ પુરી ઈમાનદારી થી બધાની સેવા કરતી. જેટલા દિવસ રહેતી એટલા દિવસ સાસુ ને આરામ આપતી અને ઘરનું બધું કામ જાતે કરી લેતી. એની જેઠાણી જોડે પણ હવે બધું બરાબર થઈ ગયું હતું. કાજલ કોઈપણ વેરભાવ રાખ્યા વગર એની જેઠાણી જોડે વર્તતી.

જેટલા દિવસ રહેતી એટલા દિવસ બધા ને ખુશ રાખવાનો પ્રયત્ન કરતી. આ બધું કરતા એ થાકી જતી પણ કોઈ દિવસ ચહેરા પર એ થાક દેખાવા ના દેતી. એની સાસુ હવે જ્યારે કાજલ આવે ત્યારે આરામ થી ફરે ને કોઈ પૂછે, " કેમ ફ્રી થઈ ગયા? કામ પૂરું?" તો કહેતા, " કાજલ આવી છે ને. મારે હવે એ રહે ત્યાં સુધી રજા." ને કાજલ આટલું સાંભળી ખુશ થઈ જતી.

આજે કાજલ ના લગ્ન ને વીસ વર્ષ થઈ ગયા છે. આજે પણ કાજલ એના સાસરી માં પ્રિય છે. બધાની વ્હાલી. એકવાર હું એની મમ્મી ના ઘરે ગઈ હતી. મેં કાજલ વિશે એમને પૂછ્યું તો એમણે કહ્યું, "હશે એની સાસરીમાં. જે દિવસ થી લગ્ન કરી ગઈ છે તે દિવસ ની એકવાર પણ પગવાળી ને પિયરમાં બેઠી નથી."

ને મેં જ્યારે કાજલ ને આ કહ્યું તો એણે કહ્યું, મમ્મી તો એમ જ બોલતી હશે. લગ્ન કરી ને મેં જે નોકરી મેળવી છે એ ઈમાનદારી થી તો કરવી પડશે ને? નહિ તો આજ ના આ ફાસ્ટ ફોરવડ ના જમાનામાં કોણ ક્યાં થી આવી ને મારી આ નોકરી પર દાગ લગાવી જશે તો હું ક્યાં જઈશ એ દાગ ધોવા? ને ત્યારે કોઈ મારી મદદે નહિ આવે, કેમકે દીકરી ગમે એટલી વ્હાલી કેમ ના હોય પણ જો લગ્ન પછી કોઈ કારણસર પિયરમાં આવી જાય ને તો આંખ ના કણા ની જેમ ખૂંચે છે. ભાઈ ભાભી માટે બોજ બની જાય છે. એટલે ગમે તે થાય લગ્ન પછી સાસરી ને જ ઘર સમજી જીવવાનું. જો થોડું લેટ ગો કરવા થી જીવન સારી રીતે જીવી શકાતું હોય તો વાંધો શુ છે? આપણે વહુ, પત્ની, ભાભી, દેરાણી, જેઠાણી બની ને આપણો રોલ પ્રમાણિકતા થી નિભાવવાનો. બીજા ને પોતાની રીતે જીવવા દેવાના. ને જીવનમાં જો લેટ ગો નહિ કરીએ તો ક્યાંય જીવી નહિ શકાય. પછી એ સાસરી હોય કે પિયર. સમય માણસ પાસે તેને અનુકૂળ થઈ ને રહેવાનું શીખવે છે ને જો તમે અનુકૂળ ના થાવ તો પછી તમે ક્યાંય ના ના થાવ.

કેટલી સરસ વાત. હું તો કાજલ નો એટીટ્યુડ જોઈ ને ખુશ થઈ ગઈ. મને થયું જો દરેક દીકરી આમ વિચારે તો એક નવી શરૂઆત ચોક્કસ થઈ શકે.