ઉસ્માને નક્કી કર્યું હતું કે હસીનાની શાદી કોઈપણ સંજોગો માં એહમદ સાથે નહીં થવા દે. મૌલવી નો હુકમ હતો શાદી ની તૈયારી કરવી પણ તે એક અલગ ઈરાદો ધરાવતો હતો. ઉસ્માને એઝાઝ ને સાથે રાખી ને એહમદ નું કાસળ કાઢી નાખવાનું કાવતરું કર્યું. એમણે નક્કી કર્યું કે ઉર્સ પર એહમદ ને બોલાવવો અને પછી રાત્રે એને પૂરો કરી નાખવો. આમ જો એહમદ નું ખુન થાય તો હસીના ને એઝાઝ ની થતા કોઈ રોકી શકે એમ ન હતું. ઉસ્માને બીજા જ દિવસે ઝુબેદા ને બોલાવી શાદી ની તૈયારીઓ કરવા માટે જણાવ્યું. અને કહ્યું મને માફ કર ઝુબેદા ખુદા તાલા ની મરજી છે કે હસીના એહમદ સાથે નિકાહ પઢે તો હું કોણ એમને અલગ કરવા વાળો!? ઝુબેદા ઘડીક તો સ્તબ્ધ થઈ ગઈ કે આ શેતાન શાહુકાર ક્યાંથી બન્યો!? તેને માન્યા માં આવતું ન હતું. તેને કંઈ સારૂ લાગ્યું નહીં. ઝુબેદાએ હસીના ને સાવધ કરી,
હસીના એવું જ સમજતી હતી કે બધું બરાબર ચાલી રહ્યું છે.ઉર્સ નો તહેવાર આવ્યો એહમદ હસીના ના ઘરે આવ્યો હતો, ઉસ્માન અને એઝાઝે ચેહરા પર કોઈ નારાજગી આવવા દીધી ન હતી. એહમદ પણ ખુશખુશાલ હતો. એ રાત્રે બધા મોડે સુધી જાગ્યા હતા ખૂબ વાતો કરી. ઝુબેદા સમજી ગઈ હતી કે માનો ન માનો કંઈક ખતરો છે, એટલે એહમદ માટે બાર ઓસરી માં પથરાવેલા ખાટલા માં પોતે સુઈ ગઈ અને એહમદ ને આગાસી પર સુવા મોકલી દીધો. રાત્રે ત્રણ વાગ્યા હશે અને બે પડછાયા ઓસરી માં આવ્યા અને તકિયો લઈ સુતેલી ઝુબેદા ના મો પર રાખી દીધો બીજો એના પગ પકડી રહ્યો. થોડી વાર માં જ ઝુબેદા એ દમ તોડી દીધો. આ બાજુ ઉસ્માન ને પોતાના માણસો પર પૂરો ભરોસો હતો, સવાર થતા જ એણે હસીના ની મોટી ચીસ સાંભળી, મનમાં હરખાતો ગંભીર મો કરી ને ઉસ્માન બહાર આવ્યો, એઝાઝ પણ એની પાછળ પાછળ આવ્યો. બંને એહમદ ને મરેલો જોવા આતુર હતા, પરંતુ ઝુબેદા એ એમની બાજી ઉંધી વાળી દીધી હતી.
બાળપણ માંજ પિતા સલીમ ને ગુમાવ્યા બાદ ઝુબેદા જ એક માત્ર હસીના નો સહારો હતી, એ પણ આજે અલ્લાહ ના દ્વારે પોહચી ગઈ હતી. કબ્રસ્તાન થી બધા પરત આવ્યા પછી એહમદ ના માતા પિતા હસીના ને એમની સાથે જ લઈ ગયા. અને ઉસ્માન કઈ કરી શક્યો નહીં. થોડો સમય વીતી ગયા બાદ એહમદ ના ઘરે જ એહમદ અને હસીના ની શાદી કરી દેવામાં આવી. એહમદ ના ઘરે હસીના ખુબજ ખુશ હતી. એહમદ ના માતા પિતા પણ એને દીકરી ની જેમ જ રાખતા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું. હસીના ના પિતા સલીમ ની બધી જમીન અને ઘર ઉસ્માને પડાવી લીધું હતું. પરંતુ એહમદ ના મમ્મી એ એને સમજાવી હતી અને કહ્યું હતું કે અલ્લાહ તાલા એ આપણી જરૂરિયાતો પૂરી થાય એટલું બધું આપણ ને આપ્યું છે, ઉસ્માન ભલે ભોગવતો, અલ્લાહ ઉસકો કભી માફ નહીં કરેગા. તુમ વહાકી ચિંતા છોડ દો.
એક દિવસ હસીના એના ગામ જવા માટે બસ માં નીકળી ગામને પાદરે બસ ઉભી રહી બસ માંથી ઉતરી ને આગળ ગઈ ત્યાં મોટું ટોળું હતું, એક બાઇક સવાર ને કોઈ ગાડી ટક્કર મારી નીકળી ગઈ હતી, એમ્બ્યુલન્સ આવી બાઇક સવાર ને લઈ ગઈ પછી ખબર પડી કે એ એઝાઝ હતો, બુરખા માં હોવાથી લોકો એને ઓળખી ના શક્યા પરંતુ એણે લોકોના મોઢે વાત સાંભળી જે અત્યંત ચોંકાવનારી હતી, ખુદા અપની કરની કા અંજામ યહી દેતા હૈ, બેચારી ઝુબેદા ખાલા કો માર દિયા, ઉસકે શૌહર સલીમ કી જાન લેલી યે તો હોના હી થા. બરસો પહેલે ઉસકે બાપ ને સલીમ ક એક્સિડન્ટ કરવાયા થા, આજ ઉસકે બેટે કા હુઆ. હસીના ના પગ તળિયે થી જમીન સરકવા લાગી. એ માની જ નોહતી શકતી કે એના ચાચા ઉસ્માન આટલી હદ સુધી જઈ શકે, પોતાને યતીમ કરનાર ચાચા અને એનો દીકરો જે હોસ્પિટલ હતો, કોઈપણ ભોગે આ ગુનેગારો ને નહીં છોડે, મનોમન નક્કી કરી ચુકી હતી.
(ક્રમશઃ)
લેખક:
મેહુલ જોષી
બોરવાઈ- મહીસાગર