Vedna books and stories free download online pdf in Gujarati

વેદના - એક માળાની વાર્તા

ઉનાળાની રજાઓ શરૂ થઇ ગઇ હતી. રજાઓ હોવાથી સવારના દોડભાગના દિનક્રમ માં થોડી રાહત મળી હતી. પણ અાંખો સામે ઉનાળાની રજાઓમાં કરવાના કામોની એક ભલીમોઠી યાદી તૈયાર જ હતી. ખીચુંના પાપડ, અડદના પાપડ, ચકલી, અને ઘરની સાફસફાઈતો વાટ જોઇ રહી હતી.
એક સવારે મારી દિકરી અક્ષરા એકદમ ઉત્સાહમાં મારી પાસે દોડતી જ અાવી અને અાપણા પોર્ચમાં મનીપ્લાન્ટ પર બે પક્ષીઓ માળા બનાવી રહયાનું કહેવા લાગી. અને એ બતાવવા રીતસર મારો હાથ પકડીને ખેંચતી જ લઇ ગઇ. પોર્ચમાં ઠીક દરવાજા સામે જ મનીપ્લાન્ટ પર પક્ષીઓનું માળા બનાવવાનું કામ પૂરજોશમાં ચાલુ હતું. નીચે દોરા, ઘાસના તણખલા, થોડું કપાસ, પાતળી લાકડીના ટુકડા અને થોડો ઘણો કચરો પડ્યો હતો. જે કદાચ માળો બનાવવા માટે પક્ષીઓએ ભેગું કર્યુ લાગતું હતું. દરવાજા પાસે પક્ષીનો માળો ના જોઈએ એટલે મેં તે માળો ઝાડુંથી વારીને સાફ કરી નાખ્યો. પણ બીજા દિવસે સવારે જોયું તો પક્ષીઓેએ ત્યાં જ ફરીથી માળો બનાવવાનું શરૂ કર્યુ હતું. મેં ફરીથી માળો વારીને સાફ કરી નાખ્યો. પણ પક્ષી ઘણું જિદદી. તેણે ફરીથી ત્યાં જ માળો બનાવ્યો. પક્ષી નાનકડા પણ પાંખો કાળી અને ચાંચ તીક્ષ્ણ હતી. અને અા પક્ષીઓ તો પાછાં વળતો હુમલો કરનારા હતા. પણ અક્ષરાની જિદ હતી કે માળો રહેવા દેવો. પક્ષીની જિદ અને અક્ષરાના અાગ્રહના લીધે મેં નમતું જોખ્યું.
અાઠ દસ દિવસ પછી મને પોર્ચમાં ઝાડું મારતી વખતે એકદમ તીણા અવાજમાં પક્ષીઓના બચ્ચાઓની ચીંવચીંવ સંભળાવવા લાગી. અને માળામાં નવા મહેમાનના અાવવાના સારા સમાચાર અમારા ઘરમાં વાયુવેગે ફેલાય ગયા.
અા સારા અાનંદના સમાચાર પછી ઘરના તમામની દિનચર્યા જ જાણે બદલાય ગઇ. ઘરમાં બેસીને કલાકો ના કલાકો પક્ષીઓના માળાનું નિરિક્ષણ શરૂ થયું. નર અને માદા પક્ષી હવે દિવસભર એમની ચાંચમાં ખાવાનું લઇ અાવતા અને એમના બચ્ચાઓને ધીરેધીરે ખવડાવતા.
અક્ષરા જિદ કરીને પાછળ પડી હતી એને બચ્ચાના મોબાઇલમાં ફોટો લેવા હતા. અમેં ફોટોસેશન માટે સજ્જ થયા. હું અને અક્ષરા ફોટો કાઢવાની તૈયારી માં લાગ્યા.
પક્ષી જેવા માળામાંથી ઊડી ગયા કે તરત જ હું ટેબલ લઇને ઊભી રહી. હું ફોટો કાઢવાની જ હતી કે તરત એક પક્ષી ખબર નહી કેવી રીતે પણ ખુબ વેગથી મારા પર જાણે અાક્રમણ કરવા દોડી અાવ્યું. હું અને ફોન જાણે પડતા પડતા રહ્યાં. જેમતેમ હું ઘરમાં દોડી અાવી. પક્ષીઓનો રુદ્ર અવતાર જોઈને હું ખુબજ ઘભરાઈ ગઇ હતી.
માળામાં ચાર બચ્ચાઓ હોવાનું મેં જોયું હતું. પણ અા ઘટના પછી તે પક્ષીઓ અને અમે જાણે શત્રુ બની ગયા હતા.પક્ષીઓએ અમારું દરવાજા માંથી અાવવા જવાનું બંધ કરી દિધું હતું. કોઇપણ ઘરમાંથી બહાર પોર્ચમાં ગયું કે પક્ષી તરત હુમલો કરવા દોડી અાવતું. મારો અને અક્ષરાનો હેતુ ખાલી દૂરથી પક્ષીઓના બચ્ચાઓને જોઈને તેમનો ફોટો લેવાનો હતો. પણ પક્ષીઓને તે ક્યાંથી ખબર હોય. પક્ષી અમને માળાનાં અાસપાસ પણ ફરકવા દેતું નહતું. હવે માત્ર અમારા માટે અા અડચણરુપ થઇ પડ્યુ હતું.
મારા રજાઓમાં કરવાના બધા કામો પોર્ચઉપરની ખુલ્લી જગ્યા પર અવલંબિત હતા જે હવે બધા કામ પાછલા દરવાજે થી જઇને કરવા પડતા હતા. પાપડ વગેરે સુકવતી વખતે પણ પક્ષીઓએ અમારા પર ત્રણ ચાર વખત હુમલા કર્યા હતા. ક્યારે એક વખત માળામાંના બચ્ચાઓ મોઠા થાય અને ઉડવા લાગે એવું લાગવા માડ્યું હતું.
પોર્ચની સાફસફાઈ પણ ફાવતી નહતી. ઘરમાં બેસીને જે કામ શક્ય હતા તે કામ ચાલુ હતા. અને એ કરતા કરતા પક્ષીઓના માળા પર પણ ધ્યાન રખાતું હતું. નર અને માદા પક્ષી બેઉં સવાર થતાંજ બહારથી ચાંચમાં ખાવાનું લઇ અાવતા અને તે અાવતાજ નાના નાના બચ્ચાઓ પોતાનું લાલચટટક મોઢું ઊઘાડીને બેસતા.
એક ગયા પછી બીજો પક્ષી તેમને ખાવાનું ખવડાવતો. પક્ષીઓની બચ્ચાઓને મોઠા કરવાની ધગશ કૌતુકાસ્પદ હતી. દિવસભર કેટલીક વખત ન થાકતા અાવજા કરતા બેંઉ પક્ષી.અને બહાર ભયાનક તડકો હતો અને તાપમાન ૪૯° હતું.
સાંજ થાય બહાર સહેજ અંધારું થતાંજ બચ્ચાઓ નિશ્ચેત પડતા ત્યાં બે પક્ષી માંથી એક પક્ષી રાત્રે માળામાં જ રોકાતુંં. સમાધિ લીધા જેવું તે ત્યાં બેસતુ. પછી સાંજે મને બહારના કામ કરવાની તક મળતી. ઝાડને પાણી પાવાનું કામ પણ હવે સાંજે જ થતું.પીવાનું પાણી પણ સાંજે ભરવાનું થતું. કોઈ પર્યાય જ નહોતો.
સવારે પોર્ચમાં ગયા કે પક્ષી હુમલો કરવા અાવતુ પણ પક્ષીઓની પોતાના બચ્ચાઓની કાળજીપૂર્વક સાચવવાની ધગશ જોઈને મારામાંનુ માતૃૃૃહૃદય તેમને સમજી લેવા ભાગ પાડતું હતું. તે પક્ષીઓ માટે અાપણા મુક્ત વિહારનો ત્યાગ કરવા માટે મન તૈયાર થયું. એક અઠવાડિયું થઇ ગયું હવે બચ્ચાઓને નાના નાના પખં દેખાવા લાગ્યા હતા. થોડા જ દિવસ પછી બચ્ચાઓ ઊડી જશે તે હવે ધ્યાનમાં અાવવા લાગ્યું હતું. અને ખબર નહી પણ કેમ મન થોડું ઉદાસ થયું. કદાચ મને તેમની માયા લાગી ગઇ હશે.
એક સવારે હું રોજની જેમ ઘબરાતા ઘબરાતા ઘરનો દરવાજો ઉઘાડ્યો પણ સામેનું દૃશ્ય જોઈને મારું મન ખિન્ન થઇ ગયું. પોર્ચમાં દરવાજા પાસે પક્ષીઓનો માળો ઊંધો પડ્યો હતો. મનીપ્લાન્ટની ડાળખી વળીને નીચે અાવીને ઝૂલી રહી હતી. દરવાજા પાસે સહેજ અાગળ પક્ષીઓના પંખ પડ્યા હતા. રાત્રે શું થયું હશે તે સમજતા મને વાર ના લાગી. બિલાડીએ રાત્રે બચ્ચાઓની મેજબાની કરીને અાખો ખેલ રાત્રે પૂરો કરી દિધો હતો. મનીપ્લાન્ટની ડાળખી પાસે જ ખિડકી નજીક જ હતી. કદાચ ખિડકી પરથી બિલાડીએ માળા પર કૂદકો લગાવ્યો હશે.
હું દરવાજામાં ઊભી રહીને એ જોઈ જ રહી હતી કે ફરીથી એ બે પક્ષીઓ માળા પાસે અાવ્યા અને રઘવાયા થઇને બધે જ નજર ફેરવાયા લાગ્યા. પોતાના બચ્ચાઓને શોધવાની એમની તડફડ જોઈને અાંખોમાં અાંસુજ અાવી ગયા. બિચારા પક્ષીઓેએ મહેનતથી વસાવેલા એમનો ઘરસંસારની રમત તેઓ હારી ગયા હતા. પક્ષીઓની ભાષા સમજાતી ના હોય તોય તેમની વેદના તેમના હાવભાવપરથી વ્યક્ત થતી હતી. પોતાના જીવથી પણ વહાલા બાળકો પ્રત્યેની મુંગા પંશુ-પક્ષીઓની વેદનામાં અને મનુષ્યોની વેદનામાં કોઈ ફેર નથી હોતો તે અાજે મને સમજાયું હતી. પણ હવે ઘણું મોઢું થઇ ગયું હતું...........

બીજા રસપ્રદ વિકલ્પો