Race no Ghodo - 1 books and stories free download online pdf in Gujarati

રેસ નો ઘોડો - 1

વિનુકાકા વાતવાતમાં કહેતા કે નિશાન ઊંચું રાખવું જોઈએ અંકિત પ્લાસ્ટિક ની લાંબી ગન, ઉપર ઝૂમ્મર તરફ તાકી ને અંકલ આટલું ઊંચું?
- ચાલ બદમાશ.

વિનુ કાકા ગન લઈ લેતા, પછી નાનકડા અંકિત ને બાજુમાં બેસાડી સમજાવતા. બેટા સામાનય તો બધા ભણે, જીવે પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરિફાઈ મા ચંદ્રક લાવે, ટીવી અખબાર માં ઇન્ટરવ્યૂ અને ફોટા આવે બસ તબ ક્યા બાત હએ!

અંકિત થોડુ સમજે ન સમજે, ન સમજે. પણ મને અને સંજય ને સંતોષ થતો. અંકિત ને સલાહ સૂચન આપાવની આમારે જરૂર ન પડે. ઘણી વખત માં - બાપ ની વાતો બાળકો ને કચકચ લાગે. જ્યારે વિનુ કાકા અંકિત અને તેમના પુત્ર સૌરભ ને જુદી જુદી રમાતો રમાડે, ચોકલેટ આપે પછી આવી બધી વાતો કરે. બંને ની ઉમર માં ઝાઝો ફરક ન હતો. સાંજે માથે બેસી હોમ વર્ક કરાવે પછી ટીવી પર નેશનલ જીઓગ્રાફય કે ડિસ્કવરી ચેનલ મૂકે. મંજુ કાકી ઘણી વાર કાંટાળી જતાં.
અને કહેતા - તમે તો છોકરા ને જાણે જેલ માં પૂર્યા છે. રમાવા જવા દો ને! એની ઉમર ના છોકરા સાથે રમાવા દો. બાળક છે.
સામાનય છોકરા સાથે રમીને એને શું મળશે?
નિર્દોષ આનંદ.

જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે.
કપાળ તમારુ એ આઇસ ક્રીમ નો આનંદ છે. ચોવીસ કલાક ચોકી કારસો તો છોકરા ભણેશ્રી થઈ જ જસે.
મંજુ મૂર્તિ ને કંદારવી પડે. દુનિયા તેજ ગતિ એ દોડી રહી છે. તીવ્ર હરિફાઈ છે. બધા ક્ષેત્ર મા.
તો ?
અરે તો? લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવાંવો પડશે. હારી ગ્યેલા નું કોઈ ભાવ નથી પુછતું.

હે ભગવાન! તમારા ભેજા મા આ ભૂસુ ક્યાં થી ભરાઈ ગયું છે. ગ્યાં મહિને S. S. C. નું પરિણામ આવ્યું તેમાં જુપડ પટ્ટી નો છોકરો પહેલો આવ્યો કે નહીં.
તારી સાથે માથાકૂટ કરવી નકામી છે. આવતા
મહિને સૌરભ ના કમ્પ્યુટર ક્લાસ શરૂ થશે.

મંજુકાંકી વિફર્યા.

પાંચમા ધોરણ થી ક્લાસ? સૌરભ ના પાડી દે બેટા પપ્પા ને, જોઉં છું તને કેમ પરાણે લઈ જાય છે.

સૌરભ એ કીધું ના મમ્મી મારે મારે કમ્પ્યુટર શીખવુ છે. પછી ક્લાસ માં મારો વટ પડસે.

મંજુકાંકી એ બે હાથ જોડ્યા. હે માતાજી બાપ દિકરા બંને ને સદ બુધ્ધિ આપજે.

એ સાંજે વિનુ કાકા ઘરે અવ્યા. આમ તો એક જ મકાન મા ઉપર નીચે અમે રહીએ છીએ. સૌરભ સાથે અંકિતને પણ એ ભણાવતા હતા. એટલે એમના ઘરે આવવા ની જરા ય પણ નવાઈ ન હતી. પણ આજે તો એ ખાસ અવ્યા હતા. એમનો અગ્રહ હતો કે સૌરભ ની સાથે અમારે અંકિત ને પણ કમ્પ્યુટર ક્લાસ માં દાખલ કરવો.

હું અને સંજય ખુશ થયા. વિચાર તો સારો હતો,પણ ફી ઘણી વધારે લાગી. પણ સંતાન ના ભવિષ્યને માટે થોડી વધુ મહેનત કરીશું તેમ કહીને અંકિત ને કમ્પ્યુટર ક્લાસ માં દાખલ કર્યો. અઠવાડિયામાં ત્રણ દિવસ સાંજે બે કલાક અને રવિવારે ચાર કલાક. જોકે અંકિત નારાજ હતો પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાં સમજે? ઘર ની નજીક ની વસ્તી માં હું ગરીબ બાળકો ને ભણાવવા જતી હતી. એ કામ માટે પગાર નો સવાલ જ ન હતો. એ બાળકો મારી સાથે હળી મળી ગયા હતા. તોય મેં તે કામ છોડી અંકિત ની ફી માટે ટ્યૂશન કરવા લાગી. _
હવે ની માહિતી ભાગ બે માં મેંલાવીએ આભાર વાચા આ માટે

બીજા રસપ્રદ વિકલ્પો