અધુરા પ્રેમ ની વાતો... - 1 Heena Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધુરા પ્રેમ ની વાતો... - 1

કોલેજ નું છેલ્લું વર્ષ પતી ગયું હતું હવે પછી બધાં જુદા થવાં જઈ રહ્યા હતાં. કોણ કિયા જસે તે ખબર ન હતી આ પછી લગભગ બધાં જ પોત પોતની લાઈફ માં ખોવાઈ જ્શે તેથી બધાં મિત્રો ભેગા થઈ પ્રવાસ નું આયોજન કરે છે. અને બધાં મનાલી ફરવા જવાનું ગોઠવે છે. બધાં પોતાના ઘરે થી પરવાનગી લઈ લે છે. અને ટ્રાવેલર્સમાં બુકિંગ કરાવી સૌવ મિત્રો ફરવા માટે તૈયાર થાય છે. પોત પોતાનો સામાન લઈ ને નક્કી કરેલ જગ્યા એ સૌવ મિત્રો પોહચી જાય છે. સુરભી માટે આજે ખુબ ખુશી નો દિવસ છે કારણ કે તે પહેલી વખત મિત્રો જોરે ફરવા જઈ રહી હતી. બાકી બધા ઘણી વાર ફરવા જતાં પણ સુરભી આ વખતે જ આવી હતી.

સુરભી અને માયા બન્ને વચ્ચે મિત્રતા ખુબ સારી હતી તેથી માયા ની જીદ ને લીધે આ વખતે સુરભી પણ આવી હતી. તે બન્ને બસ માં પણ સાથે જ બેસે છે. જૂહી અને વિવેકને એક સાથે બેસારવા માટે જાણી જોઇ ને નયન અને દેવ જોરે બેસી જાય છે. અને બન્ને ને પાછળની સીટ પર બેસવા કહે છે. બે પ્રેમી પખીદાં જૂહી અને વિવેક જોરે બેસે છે. આમ બધાં બ્બેની સીટ પકડી લે છે. જૂહી અને વિવેક બન્ને એક બીજા ને પ્રેમ કરે છે પણ સારા મિત્રો હોવાં નો જ દેખાવ કરે છે. મનાલી ની સફર પર જવા નીકળ્યા મિત્રો માં ખુબ ઉમગ હતો. મીની બસ હોવાથી થોરી રાહત હતી બીજા ત્રણ કપલ હતાં જે નવાં નવાં લગ્નો થયા હોઇ એવું લાગી રહ્યું હતું. જૂહી અને વિવેક ની નજર વારે ઘડીએ તે કપ્લો ને નિહારિ રહી હતી. આમ કુલ બાર વ્યકિતઓ અને બીજા બે માં એક ગાઈડ હતો અને બીજો રસ્તામાં નાસ્તા પાણી માટે લીધેલ રસોઈયો હતો અને ડ્રાયવર હતો.

સમય સર બસ નો પ્રવાસ શરૂ થયો ગાઈડ આવી ને થોરી વાત ચિત કરે છે પોતાનું નામ અને હવે પછી ક્યાંથી ક્યાં પહોંચવાનુ છે તેની માહિતિ આપે છે. સૌવ ના ચેહરા પર એક નવી ખુશીની લેહર હતી. કોઇ ગીતોની મજા લઈ રહિયા હતા તો કોઈક વાતો કરી રહ્યા હતા નયન અને દેવ પણ સંગીત મય વાતાવરણ માં ખોવાઇ ગયા હતા. ગીતો નો મધૂર રણકાર સૌવને ધીમે ધીમે જાણે પોતાની તરફ ખેચી રહ્યો હતો.

જૂહી અને વિવેક પણ એકબીજા ને નિહારી રહ્યા હતા. અને એમની બાજુની સીટ પર બેઠલું કપલ મસ્તી એ ચઢી રહયુ હતું. આ જોઇ જૂહી મંદ મંદ હસી રહી હતી એના ચેહરા પર છવાયેલું હાસ્ય વિવેક ને જૂહી તરફ ખેચી રહ્યુ હતુ. વિવેક ધીમે ધીમે પોતની ડોક નમાવી જૂહી તરફ નમી રહયો હતો પણ મિત્રોના હાસી ઉડવાના દરથી જાણે પોતાને રોકી રહ્યો હતો. બન્ને એક બીજા તરફ આકર્ષાય રહ્યા હતા પ્રેમનાં ગીતો સંભળાય રહિયા હોઇ મન પસંદ વ્યકિત સાથે હોઇ તો અશક્ય છે આમ પોતાને રોકી રાખવું તેથી વિવેક જૂહી નો હાથ પોતાના હાથમાં લીધો અને જૂહી તરફ નજર કરી જૂહી પણ એજ રાહ જોઇ રહી હતી કશું કીધા વિના જૂહી એ પોતાની પાસે રાખેલી નાનકડી બેગ ને હાથ ઉપર રાખી અને વિવેક ના હાથ માં પોતાનો હાથ મૂકી દીધો બસ હવે તો નાનકડી બેગ નિચે બન્ને ના હાથોની રમત ચાલી રહી હતી. પ્રેમનો પ્રસ્થાવ પહેલા રમાઈ રહેલી હાથોની રમત બન્ને માટે અનેરી હતી.

જૂહી તો પહલેથી જ વિવેકમાં ખોવાઈ હતી પરંતુ હજી બન્ને એ એકબીજાને કીધું ન હતુ. છ મિત્રો માં પણ બન્ને એજ રીતે વર્તન કરતા કે બન્ને સારામિત્રો છે પણ આ વાત બધાં ને ખબર હતી કે બન્ને મિત્રો કરતા પણ વધારે છે. તેથી જ તો ધણી વાર વિવેકને દેવ અને નયન મસ્તી મસ્તીમાં કહેતા કે તારો પ્રેમ કબુલી લે પણ જૂહી અને વિવેક હજી મિત્ર છે એજ રીતે રેહતા હતા. આજે મિત્રતાથી વધારે આગળ વધી રહયા હતા.

વિવેકની આંગળીઓ માં જૂહી પોતની આંગળીઓ ને ઉમેરી રહી હતી મનો મન જાણે કહી રહી હતી કે આપણે એક જ છે. વિવેક ખુશ હતો હોઠો નાં કોઇ પણ બોલ વગર રમાઈ રહેલી આ મુંગી રમત બન્ને ને ગમી ગઈ હતી. અચાનક લાગેલી બસની બ્રેક જાણે આ રમત માં વિધ્નો બની ગઈ. નયન અને દેવનું ધ્યાન જાણે ભંગ થયું અને સૌવ જાણે ઉધ માથી ઝબકી ઉઠી ગયા હોઇ તેમ એક બીજા તરફ જોવા લાગ્યા. એક નાનકડી ગાય નાં બચ્ચાનું અચાનક દોરી ને આવી જતા ડ્રાયવર જોરથી બ્રેક મારી હતી અને બચ્ચુ બચી ગયું. બધાં પાછા સરખા થઈ ગયા અને નયન અને દેવ પાછળ ફરી જોઈ રહ્યા હતા. હસતા હસતા નયન ઈસારો કરી અંગુઠો બતાવી રહ્યો હતો વિવેકને જાણે પુછી રહ્યો હોઇ કે બધું બરાબર છે. વિવેક ને ખબર હતી કે એ બન્ને મિત્રો એની ફિરકી લઈ રહ્યા હતા આથી વિવેક ફરી સરખો થઇ ને બેશી જાય છે. જૂહી આ જોઇ થોરી શરમાઇ જાય છે અને બારીમાથી બહારની તરફ જુએ છે. વિવેક હજી હાથ છોરતો નથી અને વધારે જોરથી પકડી ને જૂહી ને જોઈ છે.

હવેનું આગળ ના ભાગ માં....... આપની હિના પટેલ.....