અંજલિ અને પ્રયાગ બન્ને દુઃખી છે..અંજુ જાણતી હતી કે પ્રયાગ જશે..પછી કદાચ કાયમ માટે તે યુ.એસ.માં રહી પણ જાય....તે કશુ હાલ કહી નાં શકાય...વિશાલ ની વાત થી પ્રયાગ દુઃખી થાય છે, પરંતુ મન મનાવીને રહેછે. પ્રયાગ માટે આજે તેની ભાવતી ખીર...અંજલિ એ બનાવી છે.
********* હવે આગળ- પેજ -૩૧ ***************
પપ્પા ચલો...જવાદઈએ આપણે તે વાત ને..પરંતુ મને એ જાણી ને આનંદ થયો કે તમને હું યાદ આવીશ બસ.
અંજલિ બધુ સાંભળી રહી હતી...અંજુ એ નીચે આવી ને તરતજ પહેલા સેવક ને જમવાનું રેડી કરી ને ડાઇનીંગ ટેબલ પર મુકવા સુચના આપી દીધી હતી. એટલે જમવાનું રેડી હતું.
થોડીકવાર માં જ ટેબલ પર ગરમાગરમ પુરી, ટીંડોડા બટાકા નું શાક,પાત્રા, ભરેલાં મરચા નાં ભજીયા,જાત જાત ની ચટની, દેશી ચણા નું શાક,સલાડ,પાપડ.અને અંજુ નાં હાથ ની ગરમાગરમ ખીર...બધુ જ ડાઇનીંગ ટેબલ પર રેડી હતુ...અને અંજુ,પ્રયાગ અને વિશાલ ની રાહ જોવાતી હતી.
અંજલિ એ પ્રયાગ અને વિશાલ બન્ને ને ઉઠાડ્યા અને જમવા લઇ ગઈ.
મમ્મી આ તારા હાથ ની ખીર હવે ક્યારે મળશે ?? કોને ખબર. કહી ને પ્રયાગ તેની ચેર પર બેઠો. વિશાલ તેની ચેર પર ગોઠવાયો..જ્યારે અંજલિ પ્રયાગ ની બાજુ વાળી ચેર પર બેઠી.
તે બેટા...જ્યારે ઈચ્છા થાય...ત્યારે આવી જજે તુ તારે...એકાદ વીક ની રજા લઈને.
ત્રણેય જણા સાથે એકજ ટેબલ પર બેસી ને હવે કદાચ બહુ નહોતાં જમી શકવાનાં તે ત્રણેય ને ખબર હતી.
બેટા...તું મન ભરીને ખીર ખાજે...સ્પેશિયલ તારા માટે જ બનાવી છે.
હમમ...થેન્ક યુ વેરી મચ મમ્મી...અને તમે ફ્રીજ માં પણ મુકીને ?
હા....બેટા, મને ખ્યાલ છે કે તને ઠંડી ખીર પણ ભાવે છે ..એટલે...અંજલિ બોલતી હતી પણ મન માં તેનો પ્રયાગ જવાનો છે..અને ફરી ઘર માં આમ આવી રીતે સાથે ક્યારે બેસી શકાસે કે નહીં..તે યાદ આવતાં જ પાછી થોડીક વિહવળ થઈ જતી હતી.
બેટા....સાંભળ, અનુરાગ સર નો આજે ફોન આવ્યો હતો...
અનુરાગ સર નું નામ સાંભળતા જ પ્રયાગ સહેજ ધ્યાન થી સાંભળવા લાગ્યો.
બેટા...તારૂં યુ.એસ. માં રહેવાનું તેમના ઘરે જ નક્કી કર્યું છે, અને ત્યાં તને એરપોર્ટ પર લેવા માટે અનુરાગ સર નો દિકરો "શ્લોક" આવવાનો છે. શ્લોક અને તેની વાઈફ સ્વરા ત્યાં એકલા જ રહેછે...એટલે તને વાંધો નહી આવે.
શું વાત કરે છે ? મમ્મી સાચે જ.. ? પ્રયાગ ને મન માં ખુશી થઈ ..અનુરાગ સર નું નામ સાંભળતા જ.
પણ મમ્મી ત્યાં રહીશ તો તેમને તકલીફ નહીં પડે ને ?
બેટા....અનુરાગ સર નો આગ્રહ છે,કે પ્રયાગ યુ.એસ.જતો હોય અને તેમાં પણ તે શિકાગો જ જાય છે તો...તે બીજે ક્યાંય રહે તે ચાલે પણ નહીં અને સારું પણ નહીં. શ્લોક અને સ્વરા સાથે તને ફાવશે પણ ખરું..
બેટા. .અનુરાગ સર ને હું નાં કહી શકુ તેમ નહોતી. અને આમ પણ તુ ક્યાંક બીજે ફ્રેન્ડસ સાથે સેરીંગ માં અથવા પી.જી માં રહે તો જમવાની તકલીફ રહે. જ્યારે અંહિ તો સ્વરા છે...ઘરે એટલે તને બધી શાંતિ.
બીજું,..શ્લોક ની સાથે રહીને તું પણ કશુ શીખી શકીશ અને સાથે સાથે શ્લોક ને તુ એનાં બીઝનેસ માં હેલ્પ પણ કરી શકે.
અનુરાગ સર સાથે આ બધી ચર્ચા કર્યા પછી મને એમ લાગ્યું કે તુ અનુરાગ સર નાં ઘરે રહે તેજ સારૂ રહેશે.
ઓ.કે. મમ્મીજી....મારા વતીથી તમે અનુરાગ સર ને થેન્કસ કહી દેજો.
બેટા..હું કહું, એનાં કરતા તો તુ જ એમને રૂબરૂમાં મળી ને કહેતો આવજે ને...અને સાથે સાથે તુ જવાનો છુ...તો તેમના આશીર્વાદ પણ લેતો આવજે, એ કેવુ રહેશે બેટા ??
ખુબજ સરસ રહે મમ્મી....પણ તેમની પાસે એટલો સમય હશે ?
બેટા...આજે જ મેં તેમને કહ્યું હતું કે પ્રયાગ ને તમારા આશીર્વાદ આપજો..
હમમ..તો શું કીધું તેમણે ?? મમ્મી..
એમણે તો કીધુ બેટા કે...જો પ્રયાગ ને તેનાં બીજા કોઈ અગત્ય નાં કામ નાં હોય તો મોકલજે...નહીં તો તે પોતે એરપોર્ટ આવી જશે...તુ જઈશ તે ટાઈમે.
મમ્મીજી...એમતો તે એરપોર્ટ આવે એતો મારા માટે બહુજ મોટી વાત થઈ ગઈ , પરંતુ તે જ્યારે મારા માટે આટલુ બધુ કરે છે...તો પછી મારે જ જવું જોઈએ ને તેમની પાસે.
બહુજ સાચી વાત કરી બેટા....કાલે જ જઈ આવજે.તારી પાસે તેમનો નંબર તો છે ને ??
હા...મમ્મી નંબર તો છેજ....
ઠીક છે બેટા ..તો હું તેમને કાલે સવારે મેસેજ કરી દઈશ...કે તારો ફોન આવશે તેમના પર. .અને તુ તેમને મળવા માટે જવાનો છું.
વિશાલ આમ તો હજુ ચૂપ જ હતો...પછી બોલ્યો..
હા...બેટા...વાત બરાબર છે...તારે અનુરાગ સર નાં ઘરે જ રહેવું જોઈએ. આમ પણ આપણો હક છે જ.
પપ્પા....હક કેવી રીતે થઈ ગયો ?? આતો સારા માણસ છે...અને મમ્મી તેમને ખુબ રીસ્પેકટ આપે છે...એટલે આપણો હક થઈ ગયો ???
અરે...એમાં ક્યાં કોઈ ઉપકાર કરે છે તે આપણા ઉપર ?? તારી માં એ ઘણાય ઢસરડા કર્યા છે, તેમની કંપની ને ઉપર લાવવા માટે.
વિશાલ નાં મુખે થી નીકળેલું આ છેલ્લું વાક્ય સાંભળી ને અંજલિ નાં મન માં અસહ્ય વેદના થવા લાગી....તેનાં મન માં અસંખ્ય ઉઝરડા પડ્યા. વિશાલ નાં શબ્દો રુપી બાંણ થી અંજલિ ને તેનાં મન પર અને તેનાં પર જાણે કોઈ ઝેરીલો સાપ ફરી ગયો હોય તેવી અને તેટલી ભયંકર વેદના થઈ રહી હતી.
અંજલિ શૂન્યતા અનુભવી રહી હતી....અનુરાગ સર ને મનોમન યાદ કરવા લાગી...અંજુ... એ પોતાના બન્ને હાથ ને પોતાનાં કાન પર મુકી દીધા અને આંખો થોડીકવાર બંધ કરી દીધી.
અનુરાગ સર ની શીખામણ ફરી યાદ આવી ગઈ અંજલિ ને....મન ને શાંત કર્યું....અને ફરીથી આંખો ખોલી ને પ્રયાગ ની સામે જોયું.
જ્યારે વિશાલ ઢસરડા શબ્દ બોલ્યો ત્યારે અંજલિ અને પ્રયાગ બન્નેવ જણા ના હાથ માં રહેલા કોળિયા મોં માં જતા અટકી ગયા હતા...તેમ છતાં પણ વિશાલે તેનું બોલવાનું ચાલુ જ રાખ્યું હતું.
પપ્પા....તમારા મોંઢે આવા શબ્દો સ્હેજપણ શોભતા નથી.એક એવા વ્યક્તિ માટે કે જે........જવા દો ચાલો...પ્રયાગ ચૂપ થઈ ગયો.
ભાઈ....મેં તો સાચુ જ કીધુ છે... બાકી તમને જે લાગ્યું હોય તે..તમે જાણો. વિશાલ હજુ પણ એજ મુડમાં બોલી રહ્યો હતો.
અંજલિ થી રહેવાતુ નહોતું..હવે...એટલે તેની જમવાની ડીસ ને પગે લાગી... અધુરી ડીસ ને સાઈડ માં મુકવા વિચારતી હતી...પણ ધ્યાન ગયું કે પ્રયાગ હવે જવાનો છે, અને એનાં મન માં આવા ભાવ લઈને જાય તો ત્યાં જઇને પણ તેને દુઃખ પહોંચે...એટલે મન ને મારી ને અંજલિ એ જેમતેમ કરીને જમવાનું પુરું કર્યું.
આ બધુ જોઈ અને સાંભળી ને પ્રયાગ સમજી ગયો હતો, તેની મમ્મી અંજલિ નાં મન ની હાલત ને. પરંતુ તેણે વાત બગડી નાં જાય એટલે ચૂપ ચાપ જમી લીધું. એની મમ્મી એ આજે કેટલી ખુશી થી તેનાં માટે જાતે ખીર અને પુરી બનાવ્યા હતા...તેના આનંદ ની, એક કડવાં વેણ નાં લીધે ,જાણે ગરમાગરમ દૂધ માં લીંબુ નીચોવી નાખ્યું હોય તેવી હાલત થઈ હતી.
પ્રયાગ અને અંજુ એ મન મારી ને જમી લીધું અને...જમીને તરત જ પ્રયાગ વિશાલ ને પગે લાગ્યો અને...અંજલિ ની સામે જોઈને બોલ્યો..
મમ્મી હું જઉછુ મારા રૂમમાં...તમે તમારૂં કામ પતાવી ને આવો મારા રૂમમાં...પછી આપણે બેગ નું કામ પતાવી દઈએ.
હમમમ...ઠીક છે બેટા...પણ જો તારે નીચે બેસવું હોય તો...
પ્રયાગે અંજલિ નું વાક્ય પુરુ જ નાં થવા દીધુ...
ના મમ્મી....મારે કામ છે...તમે આવો પછી...કહી ને તરતજ તેનાં રૂમ તરફ ગયો.
પ્રયાગ સડસડાટ બોલ્યા વિના તેનાં રૂમમાં ગયો, અને રૂમમાં જઇને તેનાં કામમાં બીઝી થવા લાગ્યો ...પણ તેનું મન હજુયે તેનાં પપ્પા એ બોલેલા શબ્દો માં જ અટવાતુ હતુ.
વિશાલ જમી ને શોફા પર બેઠો હતો, અંજલિ તેના રૂમ માં ગઈ અને પ્રયાગ માટે લાવેલી વસ્તુ ઓ ને ભેગી કરી અને બહાર આવી..
વિશાલ થી નાં રહેવાયું હજુ પણ..એટલે ફરીથી અંજુ ને કીધુ...મારી વાત સ્હેજ પણ ખોટી નથી...એટલે તમારે લોકો એ મારી સાથે આવુ વર્તન નાં કરવું જોઈએ.
અંજલિ થી બોલ્યા વિના રહેવાયું નહીં......મને તમારી વાત અને એ શબ્દો થી ખુબ દુઃખ અને તકલીફ પહોંચી છે....હું બસ એટલું જ કહીશ તમને. બાકી તમારા અને મારા વિચારો ક્યારેય મળ્યા જ નથી, એટલે હું તે બાબતે ચર્ચા કરવા જ નથી માંગતી. તમે તમારા ટાઈમે સુઈ જજો, હું પ્રયાગ ની સાથે તેનાં રૂમમાં છું. મારે તેની બેગ રેડી કરાવાની છે.
અંજલિ આટલું બોલી ને સીધા જ પ્રયાગ નાં રૂમમાં જતી રહી.
અંજલિ જયારે પ્રયાગ નાં રૂમમાં ગઈ ત્યારે પ્રયાગ સૂનમૂન થઇ ને બેઠો હતો. અંજલિ હસવા નાં ઢોંગ સાથે બોલી...ચલો બેટા ક્યાં છે તારી બેગ...લાવો ચલો અત્યારે મુહુર્ત પણ સારૂં છે.
અરે મમ્મી બેગ તો આ રહી....મને લાગે છે કે તમારું ધ્યાન પણ એક જગ્યાએ સ્થિર થઈ ગયું છે.
અંજલિ સમજી ગઈ.. કે પ્રયાગ ને ખ્યાલ આવી ગયો છે, એટલે સ્વસ્થ થઈ ગઈ, પ્રયાગ ને ભેટી ને બોલી...ચલો બેટા બહુ મન પર નહીં લેવાનું ..તુ ક્યાં નથી જાણતો તારા પપ્પા ને.
મમ્મી તમે મુહુર્ત હોય તો બેગ ભરવા ની શરુઆત કરો..પછી આપણે વાતો કરીશું.
અંજલિ..એક થાળી માં કંકુ અને ચોખા લઈને આવી હતી, અને સાથે હતો એક અંબાજી માતા નો ફોટો. અંજલિ બહુ ધાર્મિક હતી...એટલે સૌથી પહેલાં બેગ માં કંકુના તિલક અને સાથિયા કર્યા અને તેનાં પર અક્ષત પધરાવી ને માં અંબાજી નો ફોટો બેગ માં પધરાવ્યો...અને બે હાથ જોડીને પગે લાગી.. .બસ આટલું કરતા કરતા તો અંજુ ની આંખો ભરાઈ આવી...એક માં ને જ્યારે તેની દિકરી નાં લગ્ન વખતે તેની બેગ ભરવા બેસે...અને જે દુઃખ અને લાગણી નો અહેસાસ થાય તેવી જ લાગણી તેને થઈ રહી હતી...એકદમ જ અંજલિ રડી પડી.
પ્રયાગ પણ તેની મમ્મી ને રડતી જોઈ ને રડી પડ્યો...તરતજ ઊભો થઈને અંજુ ને વળગી ને રડવા લાગ્યો. બન્ને માં દિકરો એકબીજાને ભેટી ને રડતાં રડતાં હળવા થવા પ્રયત્ન કરી રહ્યા હતા.
થોડીકવાર માટે આખા રૂમ માં વાતાવરણ ભાવનાત્મક બની ગયું હતું, બન્ને જણાં રડી ને હળવા થયા ,પછી પાણી પીધું અને બેગ નું કામ હાથ પર લીધું.
પ્રયાગે બધી જ વસ્તુઓ ને બરાબર ગોઠવી ને તૈયાર કરી ને બેઠો હતો. એટલે અંજુ એ દરેક વસ્તુ ને પ્રોપર બેગ માં ગોઠવી અને પ્રયાગ ને બધું સમજાવી રહી હતી. .
જો બેટા આ બ્લેઝર...આ બેગ માં છે, યાદ રાખજે અને આ તારા નાઈટ ડ્રેસ...આ દવાઓ અને આ તેનું પ્રીસક્રીબસન અને સાથે લીસ્ટ કઈ દવા શેનાં માટે છે તે...
મમ્મી... એક વાત કહીશ ???
હમમમ..બોલ બેટા....શુ હતુ ??અંજુ સમજી ગઈ કે પ્રયાગ શું કહેવા માંગે છે.
મમ્મી તુ પપ્પા ને જવાબ નાં આપી શકે ?? શુ આવુ બધું પપ્પા બોલે છે તે સારૂ લાગે છે એમને ?? અને શુ આ બધુ સાચુ છે ?? તારા મન ની હાલત એ સમજી નથી શકતા ??
બેટા...તને શું લાગે છે ?? મને મન નહીં થયું હોય ...?? એમની વાત નો જવાબ આપુ એમ ....
પરંતુ શુ મારા જવાબ આપવા થી હું તેમની માનસિકતા બદલી શકવા ની હતી ??
મારે શુ કામ એમની ખોટી વાત માં ધ્યાન આપવું જોઈએ ? અને બીજી વાત કે, તુ શું માને છે કે પપ્પા ની વાત માં કોઈ તથ્ય હતું ??
બેટા...હું આજે પણ કહીશ કે....અનુરાગ સર ને મારા થી વધારે અને સારૂ કોઈ ક્યારેય નહીં સમજી શકે. એમના માટે મને એટલું માન છે કે...હું જેટલાં ભગવાનને પુજુ છું...એટલા જ અથવા એના થી પણ વધારે એમને પુજુ છું.
મેં એમની પાસે થી જ બધુ શીખ્યું છે ...કદાચ એટલે જ આજે આ પોઝીશન માં છું. ચાહે ઘર માં હોઇશ કે બહાર સમાજ માં કે પછી બીઝનેસ માં...
અને અનુરાગ સર માટે હું શુ કરવાની હતી ?? બેટા ...!
અનુરાગ સર પોતે જ સો માણસો કરતા વધારે માઈન્ડ પાવર ધરાવે છે, અને તેમનાં માઈન્ડ થી એટલા જ માણસોનું કામ એકલા કરી શકે છે.
તારા પપ્પા એમને શુ સમજવાના હતા..!! આજે મને થાય છે કે...કાશ અનુરાગ સર ને કોઈ સમજી શક્યું હોત...!! જવા દે બેટા..તારા પપ્પા કશુ સમજી નહીં શકે...અને એટલે જ હું તેમની વાત ને બહુ મન પર નથી લેતી.
અનુરાગ સરે મને જે આપ્યું છે તેની આ દુનિયામાં કોઈ કિંમત જ નાં આંકી શકુ હું. અને મને ગૌરવ છે તેમની આપેલી દરેક વસ્તુ ઓ પર અને...!! અંજલિ અટકી ગઈ બોલતા બોલતા...
પ્રયાગ અટકી ગયો અંજલિ ની વાત સાંભળી ને...સ્તબ્ધ થઈ ગયો...આટલુ બધુ રીસ્પેકટ આપે છે મમ્મી...અનુરાગ સર ને ??
પ્રયાગ ને આજે તેની મમ્મી એ જે કીધુ અને પોતે જે સમજ્યો હતો...અનુરાગ સર માટે તે આજ પહેલા ક્યારેય તેણે સાંભળ્યું નહોતું...
બેટા ચલ જવાદે બધુ.. ..બીજી વાત કરીએ આપણે...કેવું રહ્યું તારે ? બધાય ફ્રેન્ડસ ને મળ્યો ?? અને ખાસ પેલી...તારી ફ્રેન્ડ આસ્થા ?? મળ્યો કે નહીં એને ??
અરે..મમ્મી એ બધાય ફ્રેન્ડસ કાલે આવવાના જ છે, અને હા..તુ જેની વાત કરે છે તે આસ્થા પણ આવશે જ..આવતી કાલે. એ બધાય દુઃખી છે ..મારા જવાથી...
અને ખાસ પેલી આસ્થા...એકદમ જ મુરઝાયેલી રહે છે...આજકાલ...અને આજે તો ખબર નહીં પણ રડી પડી હતી...
એને તો એવુ છે કે હું...હવે યુ.એ.સ. જઈને સેટલ જ થઈ જવાનો છુ...અને પાછો આવીશ જ નહીં.
બેટા....એ તારી ફ્રેન્ડ તો છે જ...પણ ...અટકી ગઈ અંજુ આગળ નાં બોલી..
પણ....શું મમ્મી.....????
બેટા...મેં જોયું છે કે...તે તને પ્રેમ પણ કરે છે...ખાલી તારી ફ્રેન્ડ જ છે એવુ નથી. મેં એની આંખોમાં તારા માટેની લાગણી ને જોઈ છે. કદાચ તુ જાણતો નથી, અથવાતો તુ જાણતો અને સમજતો હોય છતાં પણ તે તારા કેરીયર ને ધ્યાનમાં રાખીને તે એ બાબત ને બહુ ધ્યાન પર નાં લીધી હોય એવું બને.
જી..મમ્મી એકદમ સાચુ કીધુ તે....મેં પોતે પણ ધણી વખત એવુ મહેસુસ કર્યું છે...પરંતુ મને પોતાને હજુ એનાં માટે એવા ભાવ નથી આવ્યા...અને કદાચ યુ.એસ. ગયા પછી મને આસ્થા માટે એવી કોઈ ફિલીંગ નો અનુભવ કે અહેસાસ થશે...તો તેની મને અત્યારે કશીજ ખબર નથી. અને એટલા માટે જ હું આસ્થા ને તે વાત નહોતો જાણવા દેતો...કે મને ખ્યાલ છે...કે તે મને પ્રેમ કરે છે.
હમમમ ..જો બેટા ત્યાં ગયા પછી પણ આવો જ મસ્તી વાળો રહેજે.જીવનમાં નાનાં મોટાં ચઢાવો આવશે અને જશે..એનાં થી ક્યારેય ડરીશ નહીં. કોઈપણ સ્થિતિ ક્યારેય કાયમ નથી રહેતી...સૂરજ પણ રોજે ઊગે છે અને આથમે છે..એમ પરિસ્થિતિ નું પણ એવુ જ છે.
ક્યારેક મુંઝવણ અનુભવે તો શ્લોક સાથે શેર કરજે...તને સાચી દિશા જ બતાવશે...તે. અને કદાચ તેની સાથે તું શેર ના કરી શકે તો...મને ફોન કરી દેજે...હું તો છુ જ. અને અત્યાર સુધી તને કોઈ આદત કે ખોટી લત નથી લાગી...તે એમજ કાયમ રાખજે.
જી મમ્મી ચોક્કસ...અને આમ પણ તમે મને શેફ હેન્ડસ માં જ મોકલી રહ્યા છો...એટલે નાહક નાં તમે પણ બહુ ચિંતા નાં કરતા...પ્રયાગ આજે અંજલિ ની શીખામણ લઈ રહ્યો હતો.
અરે...બેટા કાલે શ્લોક ને આપવા કોઈ ગીફ્ટ લઈ લેજે...તુ ત્યાં જઈશ અને રહીશ...પણ...
તો..શું આપશુ ???
મમ્મી મારાં કરતા તમને વધારે ખ્યાલ આવશે..પરંતુ આ એવી વ્યક્તિ છે..કે એની પાસે આપણે જે કંઈ પણ લઈને જઈએ...તેમાંનું કશુંજ તેમની પાસે ના હોય તે શક્ય જ નથી. તો તેમને શું આપવું તેની મને તો ખબર નહીં પડે.
હમમમ...તારી વાત તો સાચી જ છે...બેટા..ચાલ કાલે વાત...કાલે વિચારીશ.
બન્ને માં દિકરો મોડી રાત સુધી એમજ વાતો કરતા રહ્યા...કદાચ આ એવી રાત હતી...કે હવે પછી તેમના બંન્ને ના જીવન માં આ રીતે...એકલા તેનાં રૂમમાં બેસી ને વાત કરી શકશે કે નહી...તે સવાલ જ હતો.
બન્ને વાતો કરી અને સુવાની તૈયારી કરતા હતા...અંજલિ બોલી..
બેટા તૂ સુઈ જજે..અને હું પણ જઉ મારા રૂમમાં.
મમ્મી જો તને વાંધો નાં હોય તો આજે અહીં મારી સાથે જ સુઈ જઈશ ? કદાચ જીવન માં ફરી આવી રાત અને આવો સમય આવે કે નાં આવે...શું ખબર...!!
બેટા...એક માં ને તેનાં દિકરા સાથે સુવા માં વાંધો હોય જ નહી. આતો તું મોટો થયો હવે એટલે...બસ. પરંતુ તારી એવી જ ઈચ્છા છે તો, હું અહીં તારી સાથે જ સૂઈ જઈશ.
અંજલિ પ્રયાગ નાં બેડ પર જ બેઠી હતી...
બસ..તુ એમજ બેસ જે મમ્મી...અને તારા ખોળા ને હું ઓશિકું બનાવી ને સૂઈ જઈશ આજે.
અંજુ એ...પ્રયાગ નુ માથું પોતાના ખોળામાં રાખ્યું અને તેનાં વાળ માં અને તેની પીઠ પર હાથ ફેરવ્યો..
પ્રયાગ ફરીથી આજે તેની મમ્મી નાં ખોળામાં સૂતો હતો અને સ્વર્ગ ની અનુભૂતિ કરતો હતો. અંજલિ એ થોડીકવાર હાથ ફેરવ્યો અને પ્રયાગ એમજ સુઇ જાય છે.
અંજલિ...એમજ બેડ પર બેસી રહી હતી...પ્રયાગ સુઈ ગયો હતો..હવે જો અંજુ ઊભી થાય તો પ્રયાગ ની ઉંઘમાં ખલેલ પડે,એટલે અંજુ એમ જ બેસી રહી અને બેઠા બેઠા જ સુઈ ગઈ.
બીજે દિવસે સવાર થી જ અંજલિ મન માં ને મન મા રડતી હતી. એક દિકરી ને વળાવે ત્યારે તેની માં ના મન ની સ્થિતિ સુ થતી હશે...??
તે તો એક માં જ સમજી શકે, પરંતુ આજે અંજલિ ને તે વાત નો ભલી ભાતી અહેસાસ થઇ રહ્યો હતો.
અંજલિ તેનાં કામ પતાવીને ઓફીસ જવા માટે રેડી હતી. આજે અંજુ એ પ્રયાગ ને જગાડ્યો નહીં...બહુ લેટ સુધી જાગ્યો છે ને રાત્રે...અંજુ મન મા ને મન મા વાતો કરતી હતી.
સેવક ને બોલાવ્યો અને સમજાવી દીધું..કે પ્રયાગ નીચે આવે તો તેને કહેજે કે રાત્રે લેટ સુતા હતાં એટલે મેડમે તમને જગાડ્યા નહોતાં.
અને હાં...સાંભળ...પ્રયાગ ને ચ્હા અને બ્રેકફાસ્ટ આપી દેજે.અને તેને જે જમવુ હોય તે બનાવડાવી દેજો.
જી...મેડમ આપ બીલકુલ ચિંતા નાં કરતા, હું પોતે બધુ સાંભળી લઈશ.
અંજલિ થોડીકવાર રહીને ઓફીસ જવા માટે નીકળે છે, તેને લાગતું હતું કે આજનો દિવસ ભારે જવાનો છે...
અંજલિ એ ઓફીસ જઈને અનુરાગ ને મેસેજ કર્યો..
પ્રયાગ આપનાં આશીર્વાદ લેવા આવવાનો છે...તો તેને કેટલા વાગે મોકલું ??? શક્ય છે કે પ્રયાગ આપને ફોન પણ કરે.
અનુરાગ સર ની એક ખાસિયત હતી, પોતે ગમે તેટલા બીઝી હોય, મેસેજ નાં જવાબ તે તરતજ આપતા.
અંજુ...પ્રયાગ ને મને મળવા કે આશીર્વાદ લેવા માટે તેણે સમય જોવાનો નાં હોય...પ્રયાગ નો હક છે તે ઈચ્છે ત્યારે આવી જ શકે છે.
અંજલિ નાં ચહેરા પર અનુરાગ નાં જવાબ થી ખુશી ની રેખાઓ સ્પસ્ટ દેખાતી હતી. અંજુ ને અપેક્ષા મુજબ નો જ જવાબ મળ્યો હતો....અનુરાગ સર તરફ થી.
જી....થેંક્યુ સો મચ....એક ટુંકો જવાબ આપ્યો અંજુ એ.
**************** ( ક્રમશ:) *************