અનોખી વીર પસલી Mehul jain દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખી વીર પસલી

મીનાને ત્રણ વખત મીસ ડિલિવરી થયા બાદ જ્યારે ચોથી વખત દિવસો રહ્યા ત્યારે થોડો સમય તો તેને માનવામાં જ આવતું ના હતું પણ ધીરે ધીરે એ ફરી સંતાનનું સ્વપ્ન કે જે એણે લગભગ જોવાનું બંધ જ કરી દીધું હતું તે ફરી જોવા લાગી હતી.એમાં એના પતિ રમેશનો પણ મહત્વનો ફાળો હતો.મીનાના દરેક કાર્ય અને નિર્ણયમાં એને પતિ રમેશનો સપોર્ટ રહેતો.તેથી જ ત્રણ ત્રણ મિસ ડિલિવરી પછી પણ તે ભાંગી નહોતી પડી.તેના સાસુ સસરા વતનના ગામમાં રહેતા હતા. આ વખતે તો મીના,તેનો પતિ રમેશ,તેના સાસુ સસરા બધા સારા દિવસોના સમાચાર સાંભળી ખુશખુશાલ હતા.હવે થયું એવું કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મીનાનું સ્વાથ્ય બગડવા માંડ્યું,રમેશ અને તેના માતા પિતા એ મીનાનું સ્વાથ્ય સુધારવાના તમામ પ્રયત્નો કર્યા પણ મીનાની હાલત ઉત્તરોતર ખરાબ થતી ગઈ,પુરે મહિને પ્રસુતિની પીડા ઉપડતાં શહેરની જાણીતી હોસ્પિટલમાં મીનાને દાખલ કરવામાં આવી,મીનાના રૂમની બાજુના રૂમમાં એક મીના જેવડી જ સ્ત્રી ડિલિવરી માટે દાખલ હતી.તેની તબિયત પણ સારી જણાતી હતી.ડોકટર સાહેબે તેને શીશી સુંઘાડી ડિલિવરી પ્રક્રિયાનો આરંભ કર્યો.આ બાજુ મીનાને પણ શીશી સુંઘાડી ડિલિવરીની પ્રક્રિયાનો આરંભ ડોકટરે કરી દીધો હતો.
હવે થયું એવું કે મીના કે જેની તબિયત ખરાબ હતી તેને તો ડોકટરોની ટીમે જેમ તેમ કરીને મહા મુસીબતે બચાવી લીધી પણ તેઓ તેના સંતાન કે જે કન્યા હતી તેને ના બચાવી શક્યા,બાજુમાં જે સ્ત્રી કે જે એક દમ સ્વસ્થ હતી તેની ડિલિવરી માં અનેક મુશ્કેલીઓ અણધારી રીતે આવી ગઈ અને ડોકટરોની ટીમ તેના સંતાન કે જે બાબો હતો તેને તો બચાવી લે છે પણ તે સ્ત્રીને બચાવી શક્યા નહિ.ડોકટર સાહેબે જ્યારે તેના પતિને આ વાત કરી તો તેના માથે તો જાણે આભ ફાટ્યું હોય તેવી પીડા થઈ.આ બાજુ મીનાની બેબી પણ જન્મીને તરત જ મરણ ને શરણ થઈ હોવાથી રમેશ,તેના માતા પિતા ખૂબ જ દુઃખી હતા.મીના હજુ હોશમાં આવી ના હતી.ત્રણ ત્રણ મિસ ડિલિવરી બાદ મીનાને ચોથી વાર પણ મૃત સંતાનનો જન્મ થયો તેથી મીનાના પરિવારજનો મીનાને હોશ આવે ત્યારે શું કહેવું તેની ચિંતામાં હતા.ધીરે ધીરે મીના હોશમાં આવી તેનું માતૃ હૃદય તેના બાળકને ચૂમવા માટે તડપી રહ્યું પણ આજુબાજુમાં ક્યાંય તેનું બાળક નજરે ન પડતા તેણીએ નર્સને બોલાવી બાળક વિશે પૂછપરછ કરી. નર્સે કહ્યું કે તમારું બાળક તો નબળું હોવાથી બીજા રૂમમાં દાખલ છે.થોડી વારમાં રમેશ અને તેના માતા પિતા મીનાને જે રૂમમાં દાખલ કરી હતી ત્યાં ભારે હ્રદયે પહોંચ્યા.મીનાને બાળક બાબતે શું જવાબ દેવો તેનો વિચાર કરતા હતા ત્યાં જ મીનાએ પૂછ્યું કે મારા બાળકને તો પેટીમાં રાખ્યું છે ને!!! વાતાવરણ માં એક સન્નાટો છવાઈ ગયો,ધીરે રહીને રમેશ બોલ્યો કે આપણે આપણું બાળક ખોઈ બેઠા છીએ.થોડી વાર તો મીના કંઇ પણ બોલી શકી નહિ પણ અચાનક જ જોર થી રડવા લાગી,તેના રડવાનો અવાજ પૂરી હોસ્પિટલમાં સંભળાવા લાગ્યો,વાતાવરણ ખૂબ જ ગમગીન બની ગયું.મીનાના જોરથી રડવાનો અવાજ પેલી સ્ત્રી કે જે મૃત્યુ પામી પણ જેનો બાબો જીવતો રહી ગયો તેના રૂમમાં પણ સંભળાવા લાગ્યો,તે રૂમમાં પેલી મૃતક સ્ત્રીનો પતિ પોતાના બાળકને ગળે લગાવી સૂનમૂન બેઠો હતો. તેણે આ અવાજ સાંભળ્યો ,થોડી વાર તો કંઈ પ્રતિક્રિયા ના આપી પણ પછી તે અચાનક જ ઉઠ્યો અને મીનાના રૂમમાં દાખલ થયો,મીના જોર દાર કલ્પાંત કરી રહી હતી,પોતાના નિઃસંતાન પણા માટે પોતાની જાતને કોષી રહી હતી ત્યારે જ પેલી મૃતક સ્ત્રીના પતિએ જાણે પોતાની જાત સાથે વાત કરી લીધી અને એક નિર્ણય લઈ લીધો. તેણે પોતાનું બાળક મીનાની ગોદમાં મૂકીને કહ્યું કે તમને મારા તરફથી રકષાબંધનની ભેટ.અચાનક જ વાતાવરણ પલટાઈ ગયું.મીનાએ બાળકને ચૂમીઓથી નવડાવી નાખ્યું.રમેશ અને તેના માતા પિતા પણ પેલા પુરુષ સામે અહોભાવથી જોઈ રહ્યા અને મનોમન વંદી રહ્યા.ત્યાં જ ડોકટર આવ્યા અને કહ્યું કે રક્ષાબંધન પર્વ તો આવતી કાલે છે પણ આપણા બધાનું તો આજે અને અત્યારે જ ઉજવાઈ ગયું.ત્યારે વાતાવરણમાં અનોખી ચમક ફેલાઈ ગઈ હોઈ તેવું બધાએ અનુભવ્યું.