કઠપૂતલી - 12 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

કઠપૂતલી - 12

લવલિનની જિંદગીમાં ખુશીઓનુ વાવાઝોડુ ઉમટી પડ્યુ હતુ.
મન હવે કોઈ આહલાદક સૂકુનથી તૃપ્ત રહેતુ હતુ.
લવલિન અત્યારે પોતાના રૂમમાં આદમકદ આઈના સામે ઉભી પોતાના રૂપને પહેલી વાર જોતી હોય એમ અભિભૂત બની તાકી રહી હતી.
સંકેત સાથે એક ડીલ થઈ હતી.
સંકેતે કમ્પ્યૂટર સ્ર્કીન પર એને જે દ્રશ્યો બતાવ્યાં હતાં.
એ જોયા પછી લવલિન સંકેતને વશ થઈ ગઈ હતી.
અને ત્યાર પછી આરંભાયુ હતુ એક મિશન..
જેમાં હર પલ એનો હમરાહ બનીને સંકેત ઉભો હતો.
આમ તો લવલિન એવી કઠપૂતળી બની ગઈ હતી જેની ડોર સંકેતના હાથમાં હતી જોકે લવલિનને એના કામને અંજામ આપી લેશ માત્ર પછતાવો નહોનો.
મનને અદભૂત શાતા હતી.
સંકેત વિશે આમ તો એને ફેસબૂકીયો પરિચય હતો.
પણ સંકેતે પોતાની હીસ્ટ્રી જાણી લીધી હતી.
લવલિનને લાગ્યુ સંકેત જાણે પોતાના જેવી જ કોઈ વ્યક્તિની ઘણા સમયથી ખોજમાં હતો.
એની તલાશ પોતાના પર આવીને ખત્મ થઈ ગઈ હતી.
પોતે સ્વેચ્છા એ અવળે રસ્તે વળી હતી. અને પહેલે જ તબક્કે સંકેત ભેટી ગયો હતો.
કદાચ કુદરતને લવલિનનુ શારિરિક પતન મંજૂર નહોતુ.
શરીરથી શરૂ થયેલો ખેલ હવે એના માટે જિંદગીનો એક હિસ્સો બની ગયો હતો.
કોઈ એવુ અદભૂત ખેચાણ હતુ જે એને સંકેત તરફ ઝૂકાવી રહ્યુ હતુ.
એની આંખો તો ત્યારે પહોળી થઈ ગઈ
જ્યારે 5 લાખની મોટી રકમ કેશમાં એને મળી હતી.
અને હજુ પણ મળવાની હતી.
જોકે આ રકમનો મોહ એને રહ્યો નહોતો.
પોતાના ફેમિલિની જવાબદારીઓ થી એ બંધાએલી ન હોત તો કદાચ એને આ રકમનો અસ્વિકાર જ કર્યો હોત..
જસ્ટ હમણાં જ સંકેતનો કોલ હતો.
લવલિનને સતર્ક કરતાં એને કહેલુ.
મેદાનમાં ઉતરી જ ગયા છીએ તો ચેલેન્જ સાથે ખેલશુ.
પણ સતર્કતા જરુરી છે ગાફેલ રહ્યા તો મિશન ફેઈલ..
અને મારે એવુ થવા દેવુ નથી લવલિન..!
એમ સમજ બધા તરાપ મારવા બેઠા છે..
અને એમની આંખોમાં ધૂળ નાખી આપણે
ખેલી નાખવાનુ છે.
એજ ખરેખરો ખેલાડી.
"મારે તમને મળવુ છે..!"
લવલિને પોતાના અધિર મનની ઈચ્છા જાહેર કરી.
હમણાં એ શક્ય નથી.
પણ ગભરાઈશ નહી. હુ હમેશા તારી સાથે છુ..! તને છોડી દેવાનુ હુ સપનેય ન વિચારી શકુ. મારા પર ભરોસો રાખ..!
"ઓ કે..!" લવલિનના ચહેરા પર જરા ઝાંખપ આવેલી. જોકે એ હવે આખી જિંદગી એની રાહ જોવા તૈયાર હતી.
જેણે એનુ જીવન બદલી નાખ્યુ હતુ.
*** ***** ***** *****
ખટપટિયાએ મીરાંને હોસ્પિટલમાં કરણદાસની ડેડ બોડી બતાવી..
પતિનુ મોં જોઈ એનાથી ડૂસ્કૂ મૂકાઈ ગયેલુ.
ડેડબોડીનુ પોસ્ટમોટમ બાકી હતુ. એટલે મીરાંને ખટપટિયા બહાર લઈ આવ્યો.
"મેમ..! તમને કોઈના પર ડાઉટ છે..?"
ખટપટિયા કદાચ મીરાને બોલાવવા માગતો હતો.
ધણી વખતે કોઈ આધાતનો સામનો કર્યા પછી વ્યક્તિ મૌન થઈ જાય તો એનુ મૌન એને જ તોડી નાખે છે.
"ના..!",
એમના ગળે ડૂમો બંધાઈ ગયેલો.
ખટપટિયા મનોમન વિચારતો હતો.
કેટલા રાજ દફન હશે આ સ્ત્રીના હ્રદયમાં..? જો એના બંગલાનો કેમેરાનો પાસવર્ડ પોતાના મોબાઈલમાં નાખી ઓનલાઈન ન જોયુ હોત તો.. પેલા નવા વાજિન્ત્રનો ખ્યાલ જ ના આવતો..!
"ઠીક છે મેમ.. તમે ધરે જાઓ..! હુ પોસ્ટમોટમનો રીપોર્ટ જોઈ તમને પછી વાત કરીશ.. હમણાં મારે તફ્તિશ કરવી છે.
હું પૂરેપૂરી કોશિશ કરીશ કે ખૂની પકડાઈ
જાય..!"
"યસ હુ પણ એ જ ઈચ્છુ છું ઈસ્પેક્ટર સર કે મારા પતિનો હત્યારો પકડાઈ જાય..!"
પૂરી તાકાત લગાવશુ.. ડોન્ટ વરી મેમ..! તમે ધરે જાઓ..!"
"હમ..!"
ખટપટિયા પર ભરોસો કરી મીરાં ત્યાંથી નીકળી ગઈ હતી.
પોતાના બુલેટની સવારી કરી બેઉ પોલિસ ચોકી તરફ નીકળ્યા ત્યારે જગદિશે કહ્યુ.
કોઈ એવી વાત જરૂર છે જે આ મીરાં આપણાથી છૂપાવી રહી છે..
બન્ને મર્ડર એકબીજાથી સંલગ્ન છે. ત્યારે ઠમઠોરની પર્સનલ ડાયરી આપણને કંઈક હેલ્પ કરી શકે..?
એમાં ઠમઠોરના ખાસ મિત્રોના કોન્ટેક નંમ્બર મે જોયા..
જેમાં ફસ્ટ કોઈ પુરૂષોત્તમ ભાઈનો નંમ્બર છે..!'
એટલુ બોલતાં બોલતાં જગદિશના ચહેરાનો રંગ ઉડી ગયો.
એણે ગભરાહટ અને વિસ્મય સાથે ખટપટિયાને કહ્યુ.
આ વિચાર મને પહેલાં કેમ ના આવ્યો કે હવે પુરૂષોત્તમનો વારો છે..?"
ત્યારે જરાય હેરાન થયા વિના ખટપટિયાએ કહ્યુ..
"હુ જાણુ જ છું જગદિશ..!"
ખટપટિયાની વાતથી જગદિશના ચહેરા પર કેટલાય ભાવો ઉદભવીને ઓજલ થઈ ગયા.
તમે સમજી ગયા સર.. કે આ કઠપૂતલી માત્ર બધાંને ગૂમરાહ કરવા ખૂની લખે છે..?
કઠપૂતલી.. એના માટે એક મિશન છે..!
"ગૂમરાહ કરવા નહી પણ એ કદાચ ચેલેંન્જ આપે છે પોતાના દુશ્મનોને કે હવે એક પછી એક બધાનો વારો છે જ.. જેમાં કોઈ બચવાનુ નથી.
"આપણે પહેલુ કામ પુરૂશોતમને મળવાનુ કરવાનુ છે..?"
કેમકે હવે પછી એના જ જીવને ખત્રો છે..!
એને ખૂની ના હાથે મરવા દેવો નથી આપણે..!"
( ક્રમશ:)