અભિનંદન:એક પ્રેમ કહાની-25
અભિનંદનને પોતે ક્યાં હતો? અને શું કરતો હતો ?એનો ખુલાસો આપવા માટે કહ્યું.
મિતાલી કરગરી રહી તેણે અભિનંદન સામે હાથ જોડ્યા તેના પગે પડી ગઈ અને કહ્યું અભિનંદન તું આવું ના કર. તેમ છતાં એ માન્યો નહીં.
શોર્ય કશું જ ન બોલ્યો અને માત્ર પોતાનું માથું નીચે કરી અને ઉભો રહી ગયો અભિનંદન ગુસ્સો એ સાંભળતો રહ્યો.
અભિનંદન ઓફિસમાં જતો રહ્યો ત્યારે બોલી હવે શું થશે?
ત્યાં જ આરોહી આવી ગઈ અને શૌર્યને કહ્યું શૌર્ય બધું જ ભાઈ ને કહી દઉં છું.
ત્યારે મિતાલી બોલી તું પાગલ થઈ ગઈ છે. આ વાતની અભિનંદનને ખબર પડી તો એ તને માફ નહીં કરે.અને શૌર્ય ને ક્યારેય માફ નહીં કરે.એ તમારા બંનેના પ્રેમને સ્વીકારવાનો ઇનકાર કરી દેશે. અભિનંદન ની દેશભક્તિ ની વચ્ચે જે કોઈ આવે છે તેનો સંપૂર્ણપણે વિનાશ થઈ જાય છે. તું તો જાણે છે અને તેમ છતાંય......?
શૌર્ય બોલ્યો ભાભી ની વાત સાચી છે. અગર ભાઈ ની વચ્ચે કોઈ આવે તો એને નહિ બક્ષે.પોતે લડશે.પૂરી કોશિશ કરશે લડવાની. તેની દેશભક્તિ બેહિસાબ છે. અને એટલે જ હું ભાઈની સામે કશું ન બોલી શક્યો. હું પણ ભાભીની જેમ બેહાથ જોડીને માફી માંગી શકતો હતો. એના પગે પડી શકતો હતો. બધું જ કરી શકતો હતો. પણ એવું ન કરી શકું એટલા માટે કે મારી સામે ઊભેલી વ્યક્તિ આરોહી એવી વ્યક્તિ છે કે ના એ પોતાની ડ્યુટી નો ટાઈમ જોઈએ છે.ના પોતાના શરીરનું જોવે છે. ભાઈ ક્યારેય પોતાનો વિચાર નથી કર્યો. આ હોસ્પિટલમાં આવ્યા છે ત્યારથી તો... પછી હું હું પોતે એની સામે કેમ ભીખ માંગુ?તમે ચિંતા ન કરો બધું થઈ જશે. તું ચિંતા ના કર અને પછી એ બોલ્યો ભાભી તમે અને આરોહી ઘેર જતા રહો.હું બધું પતાવી દઈશ.
મિતાલી એ કહ્યું પણ શૌર્ય ત્યારે શૌર્ય બોલ્યો ભાભી મારા પર વિશ્વાસ રાખો. અગર ભાઈ સજા આપી શકે છે તો ભાઈ માફી પણ આપી શકે છે. અને આ બાબતમાં તમારાથી વધારે ભાઈ ને કોણ જાણે છે?
ત્યારે મિતાલી એ કહ્યું આઈ હોપ કે તમારા બંને વચ્ચે બધું ઠીક થઈ જાય.
********
મિતાલી ના પપ્પા અને અભિનંદનના પપ્પાએ આર્મી ના કેમ્પસમાં હોસ્પિટલ ની સામે એક નાનું એવું ફંક્શન રાખ્યું.આ ફંક્શનમાં તમામ દર્દી અને આર્મી કેમ્પસમાં રહેતા તમામ સૈનિકો અને સરકારી કર્મચારીઓ તેના ફેમિલીને આમંત્રણ આપવામાં આવ્યું.આ માત્ર ફંકશન નહતું.પણ બંનેના પપ્પાએ બધાની વચ્ચે એ હકીકત જણાવવા માટે આ ફંક્શન ઊભું કર્યું..... લોકોના મોં એ જાત-જાતની અને ભાત-ભાતની વાતો થાય છે એ બંધ કરવા માટે.
ફંક્શન માટે પૂરી તૈયારી કરવામાં આવી. હોસ્પિટલ અને કેમ્પસને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું. સીરીઝ,દીવા,ફુલ રંગોળી,પાંદડા આ બધાનો ઉપયોગ કરી અને કેમ્પસ અને હોસ્પિટલ દશેરા કે દિવાળીનો તહેવાર હોય એવી રીતે સજાવવામાં આવ્યું.
આ બધી તૈયારી પંદર દિવસ પહેલાની છે. આ ફંક્શન ના આયોજન માટે મિતાલી અને અભિનંદન પૂરેપૂરી સંમતિ પોતાના પરિવારને આપી. અને પછી જ આ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું. આ ફંકશનનું આયોજન કરતા પહેલા લેખિતમાં મંજૂરી પણ લેવામાં આવી. ઉપરી અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા. લોકોના મન ના એના દિલના કુવિચારો ને બંધ કરવા માટે.આ ફંક્શન ખૂબ જ જરૂરી છે
**********
અભિનંદન પોતાના ભાઈ વિશ્વાસ ને કોલ કરી કરીને થાકી ગયો પણ વિશ્વાસ નો મોબાઇલ સ્વીચ ઓફ આવે છે અભિનંદન ના પપ્પા અનિલભાઈ થાકી ગયા પણ કોઈ જવાબ આગળ નહીં.વિશ્વાસ નો. એને ઘણું બધું કામ છે એટલે બધા કામમાં લાગી ગયેલા છે સમય મળે અભિનંદન ફેમિલી વિશ્વાસને કોલ કરી અને જાણવાની કોશિશ કરે છે કે એ ક્યારે પહોંચે છે?
પણ વિશ્વાસ તરફથી કોઈ રીપ્લાય નથી આવ્યો કેમકે તેનો ફોન મોબાઇલ સ્વીચ ઓફ આવે છે એક સમય માટે તો અનિતાબેન ની ચિંતા થવા લાગી કે વિશ્વાસ ને કશું થયું તો નહીં હોય ને ?
ત્યારે અભિનંદન બોલ્યો મમ્મી એ સાવજ છે ગુજરાતી સાવજ છે ગુજરાતના ગીરનાર નો સાવજ છે. અને મમ્મી તારા વિશ્વાસને કોઈ કશું ન કરી શકે ખુદ ઈશ્વર પણ નહીં.
અનીતાબેન અભિનંદન ની વાત માં હા મિલાવી પણ કેમેય કરીને એનું દિલ વિશ્વાસ માટે તડપે છે.
*****
ફંકશન શરૂ થઈ ગયું ગેસ્ટ ધીમે ધીમે આવવા લાગ્યા બધાની નજર બહાર તરફ ગેટ તરફ છે. વિશ્વાસ ક્યારે આવે અને આ ફંકશન શરૂ થઈ જાય. પણ વિશ્વાસ ક્યાંય દેખાતો નથી. આરોહી મિતાલી અનિતાબેન અનિલભાઈ અભિનંદન બધા કોલ કરી કરીને થાક્યા અંતે મિતાલી ના પાપા બોલ્યા હવે આપણે ફંક્શન સ્ટાર્ટ કરી દેવું જોઈએ શાયદ વિશ્વાસ ક્યાંક ફસાયો હશે અને એ આ ફંક્શન એટેન નહીં કરી શકે.
ત્યારે અનિતાબેન બોલ્યા ને મારા વિશ્વાસ વગર હું નહીં સ્ટાર્ટ થવા દઉં.શક્ય નથી વિશ્વાસ ન આવે એ શક્ય નથી આ સમજવા માટે વિશ્વાસની પૂરેપૂરી સંમતિ લેવામાં આવી છે. અને તમે કહો છો કે વિશ્વાસ નહિ આવે કેમ?
મિતાલી અને અભિનંદન ની હકીકત લોકો સમક્ષ લાવવા માટે વિશ્વાસ પૂરેપૂરી સંમતિ આપી છે. અને વિશ્વાસ નહીં આવે તો મારો વિશ્વાસ તૂટી જશે. મારુ દિલ તૂટી જશે. અને મને લાગશે મારા દીકરાએ મને પૂરેપૂરી સમજી નથી. તેને પોતાના દિલમાં જ મને મારા દિકરા પર પણ શક થવા લાગે છે. એ પોતાની મા ને ન સમજી શક્યો.પોતાની મા ના દિલને ન સમજી શક્યો. પોતાના મમ્મી-પપ્પાએ કોઈ મમ્મી-પપ્પા ન કરી શકે એવું કાર્ય કર્યું છે અને જેમાં
સુનિલ ભાઈ તમે અને પદમાબેન એ સારો સાથ આપ્યો છે વિહાન નો પણ મોટો ફાળો છે મિતાલી ને ને પોતાની નાની બહેનની માનવાનો. વિશ્વાસના પપ્પા મને એવું લાગે છે વિશ્વાસ નું દિલ તોડ્યું છે. આપણા બેથી. હવે આપણને માફ ક્યારેય નહી કરી શકે. આપણો દીકરો આપણા છીનવાઈ ગયો છે.
ફંકશન નો સમય થઈ જતા અભિનંદન અને મિતાલી ફંક્શન અટેન્ડ કરવાનું શરૂ કરી દીધું. તેણે બધા મહેમાનો અધિકારીઓનું પુષ્પગુચ્છ થી સ્વાગત કર્યું. આંગળ એટલું બોલ્યો કે હું મારા અને મિતાલીના મમ્મી પપ્પાને વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ સંભાળશે. એ લોકો પોતાના દિલની વાત રજુ કરવા માંગે છે તો તમારા બધા સમક્ષ પોતાના દિલની વાત એ ચાર રજૂ કરશે.
બધા લોકોની નજર આ ચાર સામે છે.લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે ઘણા સવાલો છે ન વિચારવાનું વિચારી ચૂક્યા છે અને વિચારવાનું પણ વિચારી ચૂક્યા છે. આ બધા લોકોના મોઢા બંધ કરવા માટે હવે આ ચાર જ છે.બધા સ્ટેજ તરફ આગળ વધી રહ્યા. અનિતાબેન પોતાના પુત્ર વિશ્વાસ આવવા માટે તાકી રહ્યા. એને થયું કે પોતે કેવા પુત્રની માતા છે કે જેને દિલમાં એક સહેજ પણ દયા નથી પ્રેમ નથી. જ્યારે પોતાનો બીજો દીકરો બીજાના માટે કેટલું લડી રહ્યો છે. કેટલું ધ્યાન રાખી રહ્યો છે.ખરેખર એ પોતાના ઉપર પોતે અભિનંદન ની માતા હોવાનો ગર્વ કરે કે વિશ્વાસ ની માતા હોવાનું દુઃખ વ્યક્ત કરે એને પોતાને સમજાતું નથી
પરિસ્થિતિને સ્વીકારી લીધી.અનિતાબેન એ પોતાની જગ્યા લીધી. આરતી ની થાળી હાથમાં લઇને જ્યારે ગણેશજીની પૂજા કરવા માટે તૈયાર થયા જોડે અભિનંદન અને મિતાલી પણ છે. વિહાન અને આરોહી પણ છે શૌર્ય પણ છે. અભિનંદન આરતીની ડીસમાં ના દિવા પ્રગટાવ્યા બધાએ પોતાનો એક હાથ ડિસને અનિતાબેન ની આંખો માંથી બે આંસુના ટીપા જમીન પર જાય એ પેલા અભિનંદન ને પોતાની મુઠ્ઠી માં લઇ લીધા. એની પાપણ નીચે નમી ગઇ.ધીમે ધીમે ખોલે છે ત્યાં જ બાજુમાં વિશ્વાસ છે. અને એ ખુશ થઈ જાય છે.અને ખુશી ખુશી ગણેશજીની આરતી ઉતારવા લાગે છે
આરતી પૂરી થતા અનિતાબેન એ વિશ્વાસ ને કહ્યું મને ડર હતો કે તને ખોટું લાગ્યું છે.અમારા કામથી. તારા પપ્પાના કામથી અને એટલે તો....
વિશ્વાસ બોલ્યો મમ્મી તને તારા ઉપર વિશ્વાસ નથી.તને તારા દીકરા પર વિશ્વાસ નથી. માતા-પિતા પોતાના દીકરાની સંમતિ લેવાની હોય તો પોતાને જે કામ કરવાનું હોય એ જાતે કરી દેવાનું હોય છે. તે મારી સંમતિ માંગી અને મેં તને સંમતિ આપી અને તું મને કે હું તારાથી નારાજ થાઉં?મારી મમ્મી મારો ગર્વ છે કે તું મારી મમ્મી છે.
અનિતાબેન બોલ્યા મને ગર્વ કે તું મારો દીકરો છે. તે તારો અડધો હિસ્સો કે તારો પ્રેમ અભિનંદનના નામે કરી દીધો. બાકી કયો દીકરો હશે પિતાની મિલકતનો વારસદાર અધવચ્ચે આવી જ આવી જાય અને તેની મિલકત માટે અડધો ભાગ પડાવી જાય એ સહન કરી શકે. અને એ ખુશી ખુશી એને આપી દેવા તૈયાર થઈ જાય.
ત્યારે વિશ્વાસ બોલ્યો ભાઈ ને મારી મિલકતની કે મારા પપ્પાને મિલકત ની જરૂર જ ક્યાં છે? પોતે એટલો કાબીલ ડોક્ટર છે કે એક દિવસમાં લાખો કમાઈ શકે છે. બસ ભાઈનો દેશપ્રેમ જ તેને રોકી રાખે છે. બાકી ભાઈ એકલો એક દિવસમાં લાખ રૂપિયા કરવા માટે સજ્જ છે.
અનિતાબેન બોલ્યા તારી વાત સાચી છે તારો ભાઈ એક દિવસના પુરા લાખ રૂપિયા કમાવા માટે સજ્જ છે અને તેમ છતાં એ પોતાની દેશ ભક્તિ માટે એની હોસ્પિટલમાં કામ કરે છે
અનિતાબેન વિશ્વાસ ના પપ્પાને ઈશારો કરી અને વાત શરૂ કરવા માટે કહ્યું અને જે વાત 15 દિવસ પહેલાં નક્કી થઈ ગઈ અને બધાની વચ્ચે ખુલાસો કરવાની એ વાત અનિલભાઈ સ્ટાર્ટ કરી અભિનંદન અને મિતાલી ને હકીકત બધાને કહેવા માટે