પ્રેમ ની પરીક્ષા Heena Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની પરીક્ષા


થાઈ છે પ્રેમ ની પરીક્ષા ?

જ્યારે ચૂપ તું હોઈ ને સમજી એ જાય
ત્યારે થાઈ છે પ્રેમ ની પરીક્ષા ,

જ્યારે હ્દય તારું દુઃખી ને પ્રશ્નો એને થયા
ત્યારે થાય છે પ્રેમ ની પરીક્ષા ,

જ્યારે હાર એની ને જીત તારી
છતાં સ્મિત એના મુખની ,
ત્યારે થાય છે પ્રેમ ની પરીક્ષા ,

એક પ્રેમી પોતાના જીવનમાં બધું હારી જાય છે એક દીલ ને જીતવા. છતાં પણ કાઈ પામી ના શકે એ જીવનમાં
ત્યાર પછી પણ જો એ જીવી શકે તો એ પ્રેમી કહેવાય.
હાર ને સ્વીકારી પોતાના જીવનમાં સફળતા માટે આપણે પ્રયત્ન કરો.
જીવન જીવી જાણો મૃત્યુ તો કાયરતા ની નિશાની છે. ખરેખર જો પ્રેમ માં બધું મેરવી લેવાઈ તો એ પ્રેમ કદાચ ક્ષણ વાર માટે હોઈ શકે. પરંતુ એ ને ગુમાવી દે તે જીવન ભર યાદ રહે છે જેમ રાધા કૃષ્ણ.

મિત્રો પ્રેમ ની પરીક્ષા આપો.

પણ જીવી ને મૃત્યુ તરફ આગળ વધી ને નહીં પણ એનો સામનો કરીને.

આ લેખન મારા એ મિત્રો માટે જે પ્રેમ માં નિરાશ થઈ જાય અને ખોટા નિણયો લે છે. મારા જીવનમાં મે ઘણા લોકો જોયા જે પ્રેમ માં નિરાશ થઇ પોતાનો જીવ જોખમમાં મૂકે છે.
જો પ્રેમ ને તમે સમજો તો ફકત એને પામીલેવું એ જ પ્રેમ નથી હાર જીત હમેશાં ચાલતી રહી છે.

કદાચ એના પામ્યા પછી પણ જો એ ખોવાઈ જાય તો.
મિત્રો પ્રેમ ની પરીક્ષા આપો પણ પોતાના જીવ ને જોખમમાં નાખી ને નહીં પણ જીવી ને આપો.
એક પલ ભરના પ્રેમ માટે એ માતા ને સુકામ સજા આપો છો જે નવ નહીના સુધી પોતાની જાત ને જોખમમાં મૂકે છે. એ માતા જે કેટલી તકલીફો સહીને તમને આ દુનિયા બતાવે છે.

મિત્રો પ્રેમ થવો એ સહજ વાટ છે થઇ જાય અને હું તો કહુ છુ કે થવો જ જોઈએ પણ હાર અને જીત ચાલ્યા કરેે એનો મતલબ એ નથી કે જીવન ને મૃત્યુના બારણામાં દાખલ કરી દેવું જીવન જીવીએ એમા મજા છે મિત્રો.

કોઈ ને પ્રેમ કરો ના નથી પણ એને પામવા કે નિષ્ફળતા મરતા તમે એના પાછળ તમારો જીવ નાં ગુમાવો.

"ભગવાને અને માતા એ આપેલ અમુલ્ય રત્ન જીવન દાન"

જીવને જોખમમાં ન નાખો હું મારી લાઈફ માં ધણા બનાવો જોઈ ચુકી છુ આથી આજે લખવાનું મન થયું કે આ વાચી કોઈ નું જીવન બચાવી શકાય.

સૌવ પ્રેમી પંખીડા આ વાતની જરૂર યાદ રાખે તમે કોઈ પણ મુશ્કેલી માંથી પસાર થઈ શકો છો. એના અનેક રસ્તાઓ છે આ માર્ગ પર જવાનો વિચાર ન કરો. માતા પિતાને સમજવો નહિ માને તો મનાવો કેમ નહિ માને વિચારો એમના નાં કેહવા પાછળ શું કારણ છે અને હા આ એજ માતા પિતા છે જેને ખબર હતી કે ચોકલેટ ખાવાં થી નૂકશાન થાયછે છટા તમારી જીદ સામે હારી જતાં અને તમારી જીદ પુરી કરતા હું એ પણ નથી કહતી કે તમે ખોટા છો બસ સમજવો તો સમજી શકે માતા પિતા જીદ કરશો તો કદાચ તમારુ કામ થઈ જાય કા ન પણ થાઈ પણ જીવ ખોવાથી કાઈ નહી મળે એ યાદ રાખો.

શું તમારો એ પ્રેમ તમારી બાળપણ થઈ લઇ ને અત્યાર સુધી તમારી તમામ જવાબદારી નિભાવનાર માતા અને પિતા કરતા પણ વધારે છે.
પ્રેમ ભલે આંધરો હોઈ પણ એનાથી બહાર નિકરી બીજા પ્રેમ નું નિરીક્ષણ કરશો ને તો કયાંક ને કયાંક તમારો એ પ્રેમ જાંખો પડશે.
એક પ્રેમીનો પ્રેમ તમને કદાચ અંધકારમાં ધકેલી આપશે. પણ એ માતા નો પ્રેમ તો તમારા માટે પ્રકાશિત હશે.


હિના પટેલ...