રાજ આજે વહેલો સૂઈ ગયો હતો સવાર થી ફૂટબોલ રમી રમીને થાકી ગયો હોવાથી અચાનક તેણે અનુભવ્યું કે કોઈ એના બેડ પાસે આવી ને તેને હચમચાવી નાખ્યો તે સફાળો બેઠો થઈ ગયો શું થયું ? તેણે પૂછ્યું સામે તેના બેસ્ટ ફ્રેન્ડ મનું , અનું અને સ્વીટુ હતા તને કેટલી વખત કહ્યું કે ટાઈમે આવી જવુ પણ તું છે કે કોઈ દી તૈયાર જ ના હોય કહી રાજ ને ખેંચી ને કાર માં બેસાડી દીધો અને ગાડી પુરપાટ દોડાવી મૂકી અને જોત જોતા માં ગાડી શહેર ની બહાર પહોચી ગઈ અને રાજે જોયું કે કાર અચાનક હવા માં ઊંચી ઊઠી અને ઉડવા લાગી રાજે અચંબિત થઈ ને સ્વીટુ જે આગળ કાર ચલાવતી હતી તેની સામે જોયું તો આ શું સ્વીટુ નો ચહેરો અચાનક બદલી ગયો તેની આંખો એકદમ મોટી હતી અને કઈક વિચિત્ર કઈ સકાઈ એવી અને નાક સાવ ચપટું એની જગ્યા એ થી જરાક ઉપર હતું મો ફાળ પણ મોટી હતી અનુ , મનું પણ એવાજ ચહેરા મહોરાં માં હતા રાજ ગભરાયો આ વિચિત્ર કઈ સકાઇ તેવું પ્રાણી છે કે કોઈ ભૂત પલિત ?
રાજે ચૂપચાપ સહન કરી ને બેઠો રહ્યો તે કાર હવે એક ફ્લાઈંગ સૌસર્સ ઉડતી રકાબી બની ગઈ હતી અને ખુબજ સ્પીડ થી આગળ જઈ રહી હતી તેને બહાર જોવાં મળ્યું કે તેઓ મંગળ ગ્રહ ઉપર થી પસાર થઈ રહ્યા હતા તમે કોન છો અને મને ક્યાં લઈ જઈ રહ્યા છો ? અમે પરગરહવાસીઓ છીએ જેને તમે લોકો અલિયન કહો છો .... તેમાં થી જે યાંન ચલાવતો હતો તે અલીયન બોલ્યું ,
રાજ : મને ક્યાં લઈ જઈ રહ્યા છો અને શા માટે ?
એલિયન : અમારા ગ્રહ પર અમે પૃથ્વી વાસી ઓ પર અભ્યાસ કરવા માંગીએ છે અને ત્યાર બાદ તમારી પૃથ્વી પર એક ભયંકર હુમલો અને આ સરસ. મજા ની પૃથ્વી અમારી .... આમ કહી જોર જોરથી હસવા લાગ્યો
રાજ : પણ તમે તો મારી ભાષા બોલી સકો છો અને આ ચહેરો પણ .....
ઇલિયન : એ અમારી લટેસ્ટ ટેકનોલોજી છે ટેલીપોરસન છે જેમાં અમે ઈચ્છા મુજબ ચહેરો અને શરીર બદલી શકીએ અને અવાજ પણ અદલ તમારા જેવોજ કાઢી શકીએ ..... આ વાર્તાલાપ દરમ્યાન તેમનું યાન ગુરુ ના ગ્રહ પર થી પસાર થઈ રહ્યું હતું
રાજ : તમે કઈ રીતે મારી સાથે વ્યવહાર કરશો ?
એલિયન્સ : જો તું અમને સંપૂર્ણ સમર્પિત થઈ જાય તો તેજ તારી માટે સારું રહેશે
રાજ : તો તમે મને પાછો મારા ઘરે મને પહોંચાડશો ?
ત્રણેય એલીયન હસવા લાગ્યા .... એ તો તું ભૂલી જ જા ..... અરે આપણે સુર્ય પર આવી ગયા બીજા એલિયન બોલ્યા તેઓ એ આજુ બાજુ જોયું અને ઈંધણ ભરવા માટેની તૈયારી કરવા માંડી યાન માં અમુક ચાપ દબાવી બેય સાઇડ થી મોટા પાઇપ નીકળ્યા ને થોડી જ વાર માં ઇંધણ ભરાય ગયું અને તેઓ આગળ વધ્યા
રાજ ને આશ્ચર્ય થયું કે સૂર્ય ની આટલી નજીક હોવા છતા પણ ગરમી લાગતી ન હતી રાજે આશ્ચર્ય સૂચક નજરે જોયું
એલિયન : અમારી લેટેસ્ટ ટેકનોલોજી કહી હસ્યુ અને હવે ધ્યાન રાખજે હવે આમાં ઇંધણ ભરાઈ ગયું હોવા થી સ્પીડ વધારવામાં આવશે અને જોત જોતાંમાં સ્પીડ ખુબજ વધારી દીધી સૂર્ય થી ક્યાય દુર નીકળી ગયા અચાનક એક જબદસ્ત અવાજ આવ્યો અને આંચકો લાગ્યો યાન સાથે કઈક અથડાયું હતું હવે ??
તાત્કાલીક યાન ને નજીક માં જ કોઈ અજાણ્યા ગ્રહ પર ઉતારવા માં આવ્યું આ ગ્રહ ખરેખર ખુબજ વિચિત્ર હતો અહી બધાજ ઉલ્ટા લટકતા હતા હા પર્વત ,ઝાડ પાણી ના ઝરણાં ઉલ્ટા વહેતા હતા રાજ અને પેલા ત્રણેય એલિયં ન બધાજ નીચે ઉતર્યા બધા ને એક ખાસ પ્રકારના સુટ પહેરવા પડેલા રાજ તો આ નવીન સૃષ્ટિ નો નજારો જોવામાં મશગુલ થઈ ગયો ક્યાય દુર ના જઈશ એલિયન્સ તરફ થી સૂચના મળી રાજ આ વિચિત્ર જગ્યા માં આગળ વઘ્યો તેને તરસ લાગી હતી તે ઝરણાં પાસે જઈ ને તેમાં હાથ બોળે ત્યાજ કોઈકે તેને જટકો મારી ને ધક્કો માર્યો હોય ખૂબ દુર જઈને પડ્યો અહી ગુરુત્વાકર્ષણ બળન હોવા થી સાવ હળવાશ હતી તે તરત પાછો વળ્યો આમાં પાણી નથી આ એસિડ છે એક જ સેકન્ડ માં મોત આવશે જો આમાં હાથ પણ બોડયો તો કહી ને રાજ ને alian એ પકડી લીધો ઓહ માફ કરશો પણ હવે અહી કેટલો સમય રોકવું છે ? રાજે કહ્યું .બે કલાક તો લાગશે આ યાન ને રિપેર કરવા માટે એક alian ને જવાબ આપ્યો પણ તું હવે ક્યાય જઈશ નહિ અંદર યાન માં બેસી જા રાજ : પણ થયું છે શું ? એ તો
અલિયાન : કોઈ ઊલ્કા ( એસ્ટરોઇડ ) ટકરાય ગય
રાજ સીધો જઈ ને યાન માં ગોઠવાય ગયો તે લોકો યાન ઠીક કરી ને પાછા આવ્યા અને યાન સ્ટાર્ટ કરી આગળ વધ્યા જોત જોતાંમાં તેઓ આપણી આકાશગંગા પાર કરી ગયા રાજ હજુ સૂર્ય ને જોઈ રહ્યો હતો તે એક બિલકુલ ટપકા સ્વરૂપે મોજુદ હતો અને એવા અસંખ્ય ટપકા ઓ આ આકાશ માં મોજુદ હતા આપણે ક્યાં જવાનું છે તેણે પૂછ્યું .... આઈ મીન તમારું ઘર ક્યાં છે ?
અમારું ઘર અન્ડ્રોમેડા નામની આકાશગંગા પર છે તેમાંનો એક ગ્રહ જેનું નામ અંત્રોમેટીવ છે ત્યાં તેને લઇ જવામાં આવશે જવાબ મળ્યો બહાર એક દમ કાળુ ડીબાંગ ધાબા જેવું કંઈ દેખાતું હતું તે બ્લેકહોલ ની બિલકુલ નજીક થી પસાર થઈ રહ્યા હતા જરાક પણ અંદર ની બાજુ જાય તો સીધા તેના ગુરુત્વાકર્ષણ માં ખેંચાઈ ને તેનો કોળિયો થઈ જાય પણ કોઈ વાંધો ના આવ્યો અને શાંતિ થી તે વિસ્તાર માંથી પસાર થઈ ગયા
થોડી વાર માં તેઓ પહોંચી ગયા તેમના સ્વાગત માટે ત્યાં પહેલે થી જ બીજા ઘણા અલિયાનો હાજર હતા તેઓ બિલકુલ નિર્વસ્ત્ર હતા તેઓ ના ગળા માં કોઈ પટી લગાવેલી હતી અને વિચિત્ર ભાષા માં વાત કરતા હતા રાજ આ અજબ ગજબ દુનિયા નું નિરીક્ષણ કરવા લાગ્યો આ દુનિયા સાવ અલગ જ હતી અહી કોઈ વૃક્ષો હતા જે ખુબજ મોટા લગભગ સો સવાસો ફૂટ ના હતા વિચિત્ર પ્રાણી ઓ પણ જોવા મળ્યા જે વાત કરી શકતા હતા પણ અહી ના પ્રાણી ઓ ગુલામ હોય તેવું તેમનું વર્તન હતું રાજ હવે ખુબજ ડરવા લાગ્યો હતો તે ચૂપ ચાપ તેઓ ની સાથે ચાલવા લાગ્યો ચાર નાના પ્રાણી ઓ લગભગ શિયાળ જેવા દેખાતા હતા તે તેની આસપાસ ચાલતા હતા વચ્ચે ક્યારેક કઈક વાત પણ કરતા હતા થોડી વાર માં રાજ ને એક મોટા રૂમ માં લઇ આવ્યા જે ખુબજ વિશાળ અને ભવ્ય હતો ત્યાં ચારે બાજુ ચિત્ર વિચિત્ર પ્રાણી ઓ હતા બધા જ સિસ્તબદ્ધ રીતે ત્યા પહેરો ભરતા હતા થોડી વાર થઇ તો એક એલિયાન ત્યાં આવ્યું અને કઈક મોટા અવાજે કહ્યું અને ચાર પાંચ પ્રાણી જેવા દેખાતા અલિયનો એ રાજ ને પકડી ને એક ખુરશી જેવી જગ્યા પર બેસાડી દીધો અને રાજ ના બધાજ કપડાં કાઢી નાખવા માં આવ્યા પછી રાજ ની નાભી માં કોઈ વાયર ફીટ કરવામાં આવ્યો અને એક છેડો તેના માથામાં રાખી દઈ ત્યાં એક મોટું સકોરા જેવું કોઈ યંત્ર ગોઠવ્યું અને ચાપ દબાવી રાજ ને એક મોટો ઝટકો લાગ્યો તે બેહોશ થઇ ગયો
થોડી વાર પછી હોશ માં આવ્યો તો તેણે જોયું કે ત્યાં આજુબાજુ બધાજ તેનો પહેરો ભરતા હતા કોઈ કોઈ વાતો કરતા હતા રાજ તેની ભાષા સમજી શકતો હતો અચાનક આ શું થયું તે વિચારવા લાગ્યો તેણે ત્યાં બેઠેલા એક સસલા જેવા alian ને પાસે બોલાવ્યો અને તેનીજ ભાષા માં પૂછ્યું આ બધું શું થઈ રહ્યું છે તો તે સસલાં જેવા દેખાતા અેલિયન એ કહ્યું કે તમારી બધીજ વિગતો જે તમારા દિમાગ માં હતી તે અમો એ અહી સ્કેન કરી લીધી છે અને તમને અમારી ભાષા તમારા દિમાગ માં અપલોડ કરવામાં આવી છે જેથી તમે પણ અમારી ભાષા સમજી શકો પણ મારે ઘરે અમારી દુનિયા માં જવુ છે રાજે કહ્યું બધા હસવા લાગ્યા એ તમે હવે ભૂલી જ જાવ હવે તમે ક્યારેય ત્યાં નહિ જઈ શકો એક ચિતા જેવા દેખાતા એલીયન એ કહ્યું રાજ ખુબજ થાકી ગયો હતો તેણે સુઇ જવાની ઈચ્છા દર્શાવી તેને બાજુ માં આવેલ એક ગુફા જેવી જગ્યા માં લઇ જવામાં આવ્યો ત્યા એક ઓટલા જેવી જગ્યા બતાવવાં માં આવી રાજ ત્યાં જઈ ને સુઈ ગયો તે ખુબજ થાકી ગયો હતો તો કેટલી વાર થઇ તે ખબર ના પડી પણ તે બીજા દિવસ ની સાંજ થવા આવી હતી અહી દિવસ ૩૪ કલાક નો હતો તેણે આજુબાજુ નજર દોડાવી કોઈ દેખાયું નહિ તે હળવેક થી બહાર આવ્યો કોઈ દેખાયું નહિ તો તે આગળ વધ્યો મોટા રૂમ ની બહાર કોઈ વાતો કરતું હોય તેવો અવાજ આવ્યો તે પાછો વળ્યો અને સીધો ઉપર ની તરફ જઈ ચડ્યો ત્યાં ઉપર જતા જ આસમાન માં જોયું તો આકાશ આખું વિચીત્ર કલર થી શોભતું હતું સામે ની બિલ્ડિંગ માં એક સ્પેસ શટલ દેખાયું જો કોઈ રીતે ત્યાં પહોંચી શકાય તો કામ થઈ જાય તેણે બાજુ માં જ ઝાડ ની એક ડાળ પડતી હતી ત્યાં ચડી ને પેલી તરફ જઈ શકાય તેમ હતું તેણે તરતજ છલાંગ લગાવીને ડાળ પર ચડી ગયો અને હિંચકોલા ખાતો ધીમે ધીમે આગળ વધ્યો ત્યાજ અચાનક કોણ જાણે ક્યાંથી એક સાંપ તેની સામે આવી ગયો તે બરાબર મધ્યમાં પહોંચ્યો હતો અને આ સાંપ ! તે જડપ થી આગળ ની ડાળ પકડી ને પેલી બાજુ તરફ જવા ગયો અને ..... અચાનક ડાળ તૂટી
અને રાજ ધડામ કરતોક ને નીચે પડ્યો તે પસીના થી તરબતર થઈ ગયો હતો તે તેના જ રૂમ માં પલંગ પર થી પડી ગયો હતો તો શું આ સપનું હતું કે ? હા આ ગાઢ નિંદ્રા માં આવેલ સપનું જ હતું