સંગ રહે સાજનનો -26 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંગ રહે સાજનનો -26

વિશાખા પર  તેની મમ્મીનો ફોન આવે છે અને તે કહે છે, બેટા હુ કાલે ત્યાં બોમ્બે આવુ છું તારી પાસે .તારી તબિયત સારી નથી તો.

વિશાખા : (ખુશ થઈને) પહેલાં તો તુ હમણાં આવવાની ના પાડતી હતી હવે કેમ અચાનક તૈયાર થઈ ??

મિતાબેન : બસ એમ જ.

તેઓ તેને એવું નથી જણાવતા કે તેના સાસુએ જ તેને અહીં આવવા કહ્યું છે.

વિશાખા : હા મમ્મી તો તો જલ્દી આવ.

મિતાબેન : પણ મારી સાથે બીજું પણ કોઈ આવે છે તારા ઘરે કોઈને વાધો નથી ને ??

વિશાખા : કોણ ?? પપ્પા કે ભાઈ ??

મિતાબેન : ના એ બેમાંથી કોઈ નહી. તુ આવે એટલે જોઈ લેજે...સરપ્રાઈઝ...

વિશાખા : ઓકે...મોસ્ટ વેલ્કમ.....

                *        *        *        *        *

પ્રેમલતા આયુષીના ફોન મુકતા તે સમયને ફોન કરે છે.

પ્રેમલતા : સમય આજે આપણે કંઈ કરવુ પડશે..તે આયુષી સાથે થયેલી વાત કરે છે બધી...તેનો આજે કંઈક મોટો પ્લાન લાગે છે...અને તે કદાચ ઘરેથી નીકળી ગઈ છે...એટલે જલ્દીથી તુ કંઈ વિચાર... અને વિરાટને તુ જરા પણ એકલો ના થવા દઈશ....

સમય : હા આન્ટી હુ હમણાં જ મેનેજ કરૂ છું. એમ કરીને ફોન મુકે છે.

ફોન મુકીને પ્રેમલતા આમતેમ આટા મારી રહી છે..એટલામાં ત્યાં નિર્વાણ ને તેના રૂમ પાસેથી આવતો જુએ છે. બહુ નિરાશ, રડમસ તેનો ચહેરો દેખાઈ રહ્યો છે...માડ માડ પોતાની જાતને સંભાળી રહ્યો છે એવુ લાગી રહ્યું છે.

આમ તો પ્રેમલતા તેના પર ગુસ્સે હોવાથી વાત નથી કરતી પણ આજે તેને આવી રીતે ઉદાસ જોઈને તે તેને પુછ્યા વિના રહી નથી શકતી.

પ્રેમલતા : શું થયું બેટા ?? તારી હાલત તો જો...કંઈ થયું છે મને કહે....

નિર્વાણ :( એક નાના બાળકની જેમ) મમ્મી હુ સારો નથી ?? હુ એક સારો પતિ નથી?? સારો દીકરો પણ નથી ?? તો મને આમ જીવવાનો કંઈ હક નથી...

પ્રેમલતા : તુ આ શું બોલે છે. અહીં આવ મારી પાસે.

નિર્વાણ તેની મમ્મી પાસે જઈને બેસે છે અને છલોછલ ભરાયેલો બંધ જાણે એક દરવાજો ખુલવાની રાહ જ જોતો હોય એમ તે પ્રેમલતાના ખોળામાં માથુ ઢાળી દે છે...અને એક નાના બાળકની માફક પોકે પોકે રડવા લાગે છે.

એટલામાં જ તે સામેથી નિવેશ ને આવતા જુએ છે એટલે પ્રેમલતા તેમને હાલ કંઈ પણ કહ્યા વિના અંદર જવાનું કહે છે જેથી નિર્વાણ તેના મનની વાત જણાવીને તેનો મનનો ભાર હળવો કરી શકે.

ભલે સંતાન ગમે તેટલું ખરાબ કરે પણ મા બાપ તેને તેની વિકટ પરિસ્થિતિમાં ક્યારેય એકલો મુકતા નથી એમ જ પ્રેમલતા પુછે છે શું થયું બેટા કેમ આટલો ઉદાસ છે ??

નિર્વાણ થોડી વાર તો કંઈ જ બોલતો નથી પણ પછી છેલ્લે કહે છે હુ એટલો ખરાબ છું, બુદ્ધિ વગરનો છું કે બધાએ મને દગો આપ્યો ??

પ્રેમલતા : એવું કોણે કહ્યુ ?? અને તને કોને દગો આપ્યો ??

નિર્વાણ : ધનરાજ નાયક...મે તેની પર વિશ્વાસ મુક્યો અને તેને ??

પ્રેમલતા : અમુક લોકોના લોહીમાં જ લુચ્ચાઈ હોય છે. તેઓ ધારે તો પણ સારું કરી શકતા નથી. અને તેની તો અમને જ્યારે ખબર પડી હતી ત્યારે જ અંદાજો આવી ગયો હતો. એટલે અમે જાગ્યા ત્યારથી સવાર વિચારી ત્યારે જ બધી વ્યવસ્થા કરી દીધી હતી.

નિર્વાણ : એટલે તમે શું કર્યું ??

પ્રેમલતા : અમે એ જ સમયથી બધા જ પૈસાની ટ્રાન્સફર અને અકાઉન્ટ ખાલી કરાવી દીધા. અને બધા ડોક્યુમેન્ટની પણ તારા પપ્પાએ વ્યવસ્થા કરી દીધી છે.પણ એ વખતે તુ નંદિનીની વાતોથી એટલો અંજાયેલો હતો કે તને અમારી કોઈ વાતની તારા પર અસર નહોતી થવાની એટલે જ અમે ચુપ રહ્યા.

નિર્વાણ : એ નંદિનીનુ તો નામ જ ના લે મમ્મી તુ. બીજા તો ઠીક પણ પોતાના જ જ્યારે આપણ ને છેતરે ત્યારે ??

પ્રેમલતા : કેમ શું થયું ??

નિર્વાણ : આ બધુ કરનાર , અને મને દગો આપનાર બીજું કોઈ નહી નંદિની છે.

પ્રેમલતાને એક ઝાટકો લાગે છે..હજુ સુધીની બધી વાતમા તો તેને ખાસ નવાઈ લાગતી નથી પણ આ વાત સાભળીને તેને એમ કે એવું તો શુ કર્યું નંદિનીએ ....

નિર્વાણ તેને નંદિની અને રવિરાજ ની બધી તેને કહેલી વાત કરે છે....એટલે જ તેને મારૂ બાળક નહોતું જોઈતું એટલે તેને અબોર્શન કરાવી દીધું હતુ.

આ સાભળી પ્રેમલતા અને અંદરથી બધુ સાભળી રહેલા નિવેશશેઠને તો મોટો ઝાટકો લાગે છે.

જ્યારે પોતાનો દીકરો તેની પત્ની માટે થઈને અલગ થાય ત્યારે મા બાપને થોડું દુઃખ જરૂર થાય પણ એટલું તો હોય કે એટલીસ્ટ તે તેના પરિવાર સાથે તો ખુશ છે ને. પણ આ તો પત્નીનો સાથ આપીને તે પરિવાર નો સાથ છોડે અને તે જ દગો આપે તો શી હાલત થાય ??

ત્યાં નિવેશ આવતા જ પ્રેમલતા કહે છે, હવે બહુ થયું આ ધનરાજ અને તેના પરિવારે મારા દીકરાઓની જિંદગી ખરાબ કરી દીધી છે...પણ હવે નહી....તે હુ આવુ છું કહીને બહાર જાય છે......

                *         *         *         *         *

આજે આયુષી સેટ પર પહોંચી જાય છે વહેલી. અને ફટાફટ શુટિંગ ચાલુ કરાવે છે.અને તે દરેક શોટમા વિરાટને ટચ કરવાનો, તેની બને તેટલી નજીક આવવાનો એક પણ મોકો નથી છોડતી.

તેને એમ કે તેના આવા મોહક રૂપથી વિરાટ અંજાઈ જશે પણ તેનામાં તો કોઈ એવો ખાસ ફરક ના પડ્યો એટલે તેણે પોતાના નખરા શરૂ કરી દીધા. પણ વિરાટને તેનુ આજે આમ વધારે પડતુ નજીક આવવુ તે તેના શરીરની નજીક આવવા પ્રયત્ન કરે છે. અમુક વાર બંનેના શ્વાસ પણ એકબીજા ને જાણે સ્પર્શી જાય એટલી નીકટ આવી જાય છે. એ વિરાટ ને નથી ગમતું પણ તે બધાની વચ્ચે તેની ઈન્સલ્ટ થાય એટલે કંઈ કહેતો નથી .

આજે તે બધુ ફટાફટ પતાવી દે છે.અને શુટિંગ પુરૂ થતા બધા ઘરે જવા નીકળી જાય છે...ત્યાં વિરાટ તેના રૂમમાં જઈને બેસે છે.

એટલામાં સમયને કોઈનો ફોન આવે છે તો એ થોડી વાર બહાર કામ માટે જાય છે અને તેને થાય છે કે આયુષી તો જતી રહી છે એટલે હવે વાધો નહી. પણ ગાડી પાસે જઈને જુએ છે ગાડીને પંક્ચર હતુ. એટલે વિરાટ થોડા કામ માટે રોકાયો હોવાથી તે વિરાટની ગાડી લઈને જાય છે.

હવે સમય ના આવે ત્યાં સુધી રાહ જોતા વિરાટ બેઠા બેઠા કામ કરી રહ્યો છે. ત્યાં એક કામ કરતા આકાશભાઈ તેના માટે નાસ્તો અને ચા ને લઈ આવે છે.અને કહે છે વિરાટભાઈ ચાલો નાસ્તો કરીએ. આજે મારે પણ કામ છે એટલે થોડો પેટને પેટ્રોલ આપીએ તો કામ સારું થાય.વિરાટ ના પાડે છે છતાં તે પરાણે કહેતા તે નાસ્તો કરવા હા પાડે છે.

તે વિરાટ ચા માટે ના પડે છે એટલે તે બહાર થી કોફી મંગાવે છે. નાસ્તો બંને સાથે કર્યા પછી તે કોફી પીવે છે ત્યાં જ તેને માથામાં કંઈ થવા લાગે છે અને તે બેભાન થઈને ઢળી પડે છે.....

એટલામાં જ આકાશ ત્યાંથી બહાર નીકળે છે. અને ત્યાં રૂમમાં   આયુષી પ્રવેશે છે...અને તે કંઈક વાત કરે છે એટલે તેના અંદર જતાં જ તે બહારથી દરવાજો બંધ કરી દે છે.

વિરાટ તો અત્યારે બેભાન હોય છે. એક સોફા જેવુ હોય છે ત્યાં ધીમેથી વિરાટ ને પકડીને લઈ જઈને સુવાડે છે. ત્યાં જ વિરાટ જાગી જાય છે પણ તે પુરો ભાનમાં નથી. આ દરમિયાન આયુષી વિરાટ ની ફરતે તેના બે હાથ વીટળાઈ દે છે...તેનુ હદય જોર જોરથી ધબકી રહ્યું છે અને તેના હોઠ પર પોતાના બે હોઠ રાખી દે છે........

શુ આયુષી નો પ્લાન સફળ થશે ?? સમય તો આ વાતથી સાવ અજાણ છે તો કોઈ વિરાટ ને આયુષીની જાળમાંથી બચાવી શકશે ?? વિશાખાની મમ્મી સાથે આવનાર કોણ હશે બીજું ??

જાણવા માટે વાચતા રહો, સંગ રહે સાજનનો - 27

next part...........publish soon.............................