નિર્વાણ કહે છે, મારે કંઈ સાભળવુ નથી તને પોલિસ જ ઠીક કરશે. આવી ગદારી કરનાર ને એજ બરાબર કરશે.
મિ.જોશીની પત્ની કહે છે, પ્લીઝ મહેરબાની કરીને એમને માફ કરી દો.તેમના વતી હુ માફી માગુ છું . એમનાથી ભુલ ગઈ ગઈ છે એ હુ સ્વીકારૂ છુ. પણ સમાજમાં અમારી આબરૂ ના ધજાગરા થશે.
આ સાભળીને નિર્વાણ ને અચાનક યાદ આવે છે કે તેને પણ તેના મમ્મી પપ્પા સાથે ખોટું કર્યુ છે. મિ.જોશીએ તો તેના સંતાનોના ભવિષ્ય માટે થઈ ને આ બધું કર્યું છે.પણ મારી પાસે તો એવો કોઈ પ્રોબ્લેમ નહોતો છતાં મારા પપ્પા જેટલા સક્ષમ દેખાવા મે આ બધુ કર્યુ.
એમાં પણ અમારા બધાની સાથે કોઈ રમત રમી રહ્યું છે એ તો ખબર પણ નથી જો એ ખબર પડશે તો હુ બધાની સામે કેવી રીતે મો બતાવીશ ?? આ બધુ વિચારીને તેનો ગુસ્સો શાત પડી જાય છે અને તે કહે છે, સારૂ મિ.જોશી હુ આ વાત કોઈને પણ નહી કઉ. આપણા ત્રણ વચ્ચે જ રહેશે. પણ હવે તમે મને સાચી હકીકત કહો.
મિ.જોશી : આ બધુ કરનાર બીજું કોઈ નહી પણ તમારા બિઝનેસ પાર્ટનર મિ.ધનરાજ છે.
નિર્વાણ : ધનરાજ ?? પણ એ શું કામ કરે આવુ ?? તે તો મારો બિઝનેસ પાર્ટનર છે. કોઈએ મને હેલ્પ ન કરી ત્યારે એને મારો હાથ પકડ્યો હતો.
મિ.જોશી : કદાચ એને પહેલેથી જ તમારા બિઝનેસ અને પરિવાર સાથે કોઈ બાબતે દુશ્મની છે. એનો બદલો લેવા માટે જ તેને તમારી સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો હતો. તમારે નિવેશશેઠ ની જેમ તમારૂ નામ બનાવવુ હતુ. તમારી સ્વતંત્ર ઓળખ જોઈતી હતી આ માટે તમે કંઈ પણ કરવા તૈયાર છો એ વાતની તેને ખબર પડી ગઈ હતી.
બસ આ વાતની તેને ખબર પડતાં તેને સામેથી તમને મદદ માટે હાથ લંબાવ્યો. અને તમારા કોઈની મદદ માટેના બધા પ્રયત્ન નિષ્ફળ થયેલા જોઈને' મોકે પે ચોક્કા ' કરી દીધું અને તમે ફસાઈ ગયા.
નિર્વાણ : પણ એ તો મારો બિઝનેસ પાર્ટનર છે તો એને પણ નુકસાન તો જશે જ ને ??
મિ.જોશી : એને આવી રીતે શેઠ ઈન્ડસ્ટ્રીઝ ના પૈસા મારી પાસે એટલે તો આવી રીતે કરાવ્યા જેથી હજુ સુધીમાં તમારી પાર્ટનરશીપમા તેને ઈન્વેસ્ટ કરેલા બધા પૈસા ઉપાડી લીધા.
નિર્વાણ : પણ એમાં મારૂ નામ ફર્સ્ટ હતુ અને અમુકમા તો એવું પણ હતુ કે મારી સહી વગર આગળ કંઈ ન થાય.
મિ.જોશી : એટલે જ તો તેને તમારા જેવી જ સહી બીજા પાસે કરાવી અને આ બધુ કરાવ્યું જેથી આગળ ખબર પડે અને તમે કંઈ આગળ પગલું ભરો તો સહી તમારી જ હોય...મને અહી પૈસા આપી તેના પ્લાનમાં સામેલ કરી દીધો.
નિર્વાણ : હમમમ... તમારો આભાર માહિતી આપવા માટે.
મિ.જોશી : પણ સર હવે તમે આગળ શું કરશો ?? આટલા રૂપિયા નો ગોટાળો તમે બધુ કેવી રીતે મેનેજ કરશો ?? હુ તમને કંઈ મદદ કરી શકુ તો કહો પ્લીઝ...
મને ખબર છે આટલું બધુ થયા પછી તમે મારા પર હવે વિશ્વાસ પણ કેમ કરી શકો પણ હવે સાચે મને પસ્તાવો થાય છે કે આખી જિંદગી મે જ્યાં કામ કર્યુ તેમની સાથે જ આવુ કર્યુ. પણ હવે ફરી ક્યારેય નહી કરૂ જીવનમાં.
નિર્વાણ : જો તમે મને મદદ કરવા જ ઈચ્છતા હોવ તો એક કામ કરો. અને તે તેનો પ્લાન કહે છે...તમે ધનરાજ માટે જ કામ કરશો બરાબર ને ??
મિ.જોશી : હા..એકદમ પરફેક્ટ...
નિર્વાણ ત્યાંથી નીકળીને ઓફિસ જવા નીકળી જાય છે.......
* * * * *
એક ગાર્ડન પાસે એક મોટી રેસ્ટોરન્ટ છે જ્યાં ફક્ત મોટા મોટા લોકો મોટે ભાગે બિઝનેસ મિટીંગ માટે મળતા હોય. ત્યાં જ એક ટેબલ પર સંયમ બેઠો છે. બ્લેક શુટ અને ગોગલ્સ, કાનમા હેડફોન છે...મોબાઈલમાં કંઈક જોઈ રહ્યો છે ત્યાં જ પ્રેમલતા ત્યાં આવીને સંયમ ના ટેબલ પાસે આવીને ઉભી રહે છે.
તેને જોતા જ સંયમ ઉભો થઈને તેને પગે લાગે છે. અને બેસવાનું કહે છે.
પ્રેમલતા : વાહ બેટા તુ તો બહુ મોટો માણસ થઈ ગયો છે ને ડાયરેકટર... પણ તારા સંસ્કાર તો હજુ પણ સચવાયેલા છે.
સંયમ : એતો આપણને માતાપિતા તરફથી વારસામાં મળે છે. ગમે તેટલા આગળ વધીએ પણ સંસ્કાર અને કેળવણી ને ભૂલી જઈએ તો ગમે તેટલા આગળ વધીને પણ પછડાતા વાર નથી લાગતી.
પછી તે વેઈટર ને કોફી અને સેન્ડવીચ માટે ઓર્ડર કરીને કહે છે..આન્ટી કંઈ પ્રોબ્લેમ થયો છે..તમે મને આમ બહાર મળવા બોલાવ્યો.
પ્રેમલતા : આજે મે તને એક બહુ મહત્વની વાતની જાણકારી મેળવવા માટે બોલાવ્યો છે.
સંયમ : હા બોલો. મારી પાસે જાણકારી હશે તો ચોક્કસ કહીશ તમને.
પ્રેમલતા : હુ ઘણા દિવસથી મોટે ભાગે વિરાટ ના ઘરે હોઉ છું આખો દિવસ... વિરાટ સવારથી વહેલા શુટિંગ માટે જાય છે છતાં સાજે મોડો આવે છે.
ત્યાં એટલું કામ હોય છે કે બીજું કંઈ ??
સમય : કેમ આન્ટી તમને આવો સવાલ થયો તમારા દીકરા માટે ?? કંઈ થયું છે ??
પ્રેમલતા : સાચુ કહુ તો એક મા તરીકે મને કંઈક એવું લાગી રહ્યું છે કે હાલ તો કંઈ થયું નથી પણ જો આના માટે કંઈ નહી થાય તો આગળ ચોક્કસ કંઈક ન થવાનું થશે...આખરે એક પુરુષ ભમરા જેવી વૃત્તિ ધરાવે છે...જો તેને ક્યાય વધુ પ્રેમ, સમર્પણ, સહવાસ મળે તો એ ગમે ત્યાં ઢળી જાય ભલે તે કદાચ ઉપરછલ્લો જ હોય...કે કુત્રિમ...
સમયને અંદાજો તો આવી ગયો પણ તે વાતની ચોખવટ કરવા કહે છે, આન્ટી મને ચોખ્ખી વાત કરો તો હુ તમને ચોક્કસ મદદ કરીશ.
પ્રેમલતા : આમ તો વિરાટના રૂમમાં હુ જલ્દી જતી નથી. વિશાખા બધુ કરી લે છે. પણ કાલે તેની તબિયત સારી નહોતી તો હુ તેના કપડાં ને મુકીને ત્યાં સરખુ કરતી હતી. ત્યાં મે એક કાનની ઈયરિગ જોઈ એના શર્ટના ખિસ્સામાં.
મને ખબર છે વિશાખા સિમ્પલ છે તે આ પ્રકારની ઈયરિગ પહેરતી નથી. તો એ કોની છે...કદાચ શુટિંગ દરમિયાન નીકળી જતા શર્ટ કે ટીશર્ટમા ફસાઈ શકે પણ ખિસ્સામાં ??
તુ કદાચ ઓળખે તો હુ એ મારી સાથે લાવી છું. અને તે પર્સમાથી બહાર કાઢીને બતાવે છે.
સમય તરત ઓળખી જાય છે અને સમજી જાય છે... કે આ કોની છે....
સમય : આ તો ....આયુષીની છે....પણ આવી રીતે ?? નક્કી કંઈ ગડબડ છે.
પ્રેમલતા : તુ તને ખબર હોય તો કહી શકીશ ??
સમય : પહેલા આ વાત ભાભીને ખબર નથી ને ??
પ્રેમલતા : ના...કેમ ??
સમય : એમને આ સમયે કંઈ ના કહેતા.... એમને અત્યારે કોઈ પણ પ્રકારનુ ટેન્શન આપવુ યોગ્ય નથી.જો તમે મને મદદ કરવા તૈયાર હોય તો હુ તમને કંઈ કહી શકું.
પ્રેમલતા : હા હુ મારા વિરાટ અને વિશાખા મારી કંઈ પણ કરવા તૈયાર છું
સંયમ પ્રેમલતાને આયુષીના અહીં આવવાથી માડીને તેની અસલિયત સુધીની બધી જ વાત કરે છે....
પ્રેમલતા : હમમમ... મને હવે બધુ જ સમજાઈ રહ્યું છે...કે તેને કાકરે બે પક્ષી માર્યા છે....
સમય : મતલબ ?? આન્ટી મને કંઈ સમજાયું નહી ..
પ્રેમલતા : તેને એકસાથે મારા બંને દીકરાઓ ને ફસાવ્યા છે...નિર્વાણ અને વિરાટ....
હવે તુ મને મદદ કરીશ ને આ માટે ??
સંયમ હા ..ચોકકસ....કહીને પ્રેમલતા ને કહે છે ...આન્ટી આપણુ મિશન આજથી જ શરૂ...અત્યારથી જ.....
હવે સંયમ અને પ્રેમલતા સાથે મળીને વિરાટ ને આયુષીની જાળમાંથી બચાવી શકશે ?? અને આયુષી નુ શુ હશે આગળનુ કદમ ?? નિર્વાણ દગો આપવામાં ધનરાજ સિવાય કોઈ હશે ?? નંદિની તેને આ માટે મદદ કરશે કે કંઈ નવુ જ થશે ??
વાચો આગળનો ભાગ, સંગ રહે સાજનનો - 24
next part................ publish soon......................