સંગ રહે સાજન નો -14 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

સંગ રહે સાજન નો -14

તે છોકરી ફટાફટ વિરાટ જ્યાં બેઠો હતો એ કેબિન પાસે પહોંચી જાય છે. ત્યાં બીજી ચાર છોકરીઓ ઉભી હતી પણ તે વચ્ચે ઘુસી જાય છે અને કહે છે પ્લીઝ બે મિનિટ મારી વાત સાભળી લો..

વિરાટ : પણ અહી બધા લાઈનમાં ઉભા છે તમારે મળવુ હોય તો થોડી વાર પછી આવો.

ત્યાં તો એ છોકરી રડવા લાગે છે. પ્લીઝ સાહેબ એકવાર તો મારી વાત સાભળો...પછી તમે કહશો તો હુ જતી રહીશ.

વિરાટ ને તેના ઉપર થોડી દયા આવી જાય છે. તે બીજા બધાને થોડી વાર બહાર બેસવાનું કહીને તેને સામે ચેર પર બેસાડે છે.

વિરાટ : બોલો તમારે શુ વાત કરવી છે ??

વિરાટને તો એ પણ ખબર નથી કે બહાર ઓડીશનમા કોણ આવેલુ છે એટલે એને એ વાતની પણ જાણ નહોતી કે આ છોકરી ઓડીશન માટે આવી છે અને બહાર તેના ડાયરેક્ટર ફ્રેન્ડ સંયમે તેને બરાબર ના લાગતા ના પાડી દીધી હતી.

સંયમ વિચારે છે કંઈ નહી આવી નાટક અને એટિટ્યુડવાળી છોકરીને જોઈને વિરાટ પણ ના પાડી દેશે એટલે  વિરાટને કંઈ વાત કર્યા વિના તે તેના બીજા કામમાં વ્યસ્ત થઈ જાય છે.

અહી તો તે એકદમ ડાહી, ગરીબડી છોકરી થઈને બેસી ગઈ છે.એકદમ એટિટ્યુડ બાજુએ મુકીને નરમાશથી વાત કરે છે અને કહે છે, મારે તમારા આલ્બમમા કામ કરવુ છે...તમારે મને આ માટે જે પણ પુછવુ હોય તે પુછી શકો છો...

વિરાટ : પણ તમારે એ માટે અમુક ટેસ્ટ પાસ કરવા પડશે. તમારૂ નામ શુ ??

છોકરી : આયુષી દિવાન..... હુ એ બધી જ ટેસ્ટ માટે તૈયાર છું. મને ખરેખર પૈસાની બહુ જરૂર છે અત્યારે. મારી મમ્મી બિમાર છે પિતા નથી.તેના ઈલાજ માટે મારે પૈસાની જરૂર છે.

વિરાટ : તો એ માટે હુ તમને પૈસાની મદદ કરૂ.

આયુષી : ના હુ એમ મફતના પૈસા કોઈની પાસેથી ના લઈ શકુ..હુ તમને પાછા ના ચુકવી શકુ તો એ રુણ મારા માથે રહી જાય.

વિરાટ ને લાગે છે બહુ સ્વમાની છોકરી છે.એને ખરેખર પૈસાની જરૂર છે એટલે  વિરાટ સંયમને ફોન કરીને ત્યાં બોલાવે છે .અને તેને કહે છે તમને આ લાઈનનો અનુભવ છે ??

આયુષી : બહુ અનુભવ નથી પણ કોઈ પણ વ્યક્તિ ક્યારે ને ક્યારેક પહેલી વાર શીખતુ જ હોય છે ને જેમ તમે શીખ્યા હશો..

એટલામાં સંયમ ત્યાં આવીને એ રિજેક્ટ કરેલી છોકરી ને જુએ છે એટલે ખબર નહી એને જોતાં જ તેને ગુસ્સો આવી જાય છે પણ તે કંઈ બોલતો નથી...તે વિરાટ ને ઈશારામા એને ના પાડવાનુ કહે છે...

પણ આ પહેલાં તો આયુષી એ વિરાટ ને તેની દર્દભરી દાસ્તાન સંભળાવી દીધી હતી એટલે તે સંયમની વાત પર બહુ ધ્યાન નથી આપતો. અને કહે છે આ ટેસ્ટ પાસ થઈ જાય તો આગળ જોઈએ.

આયુષી બહુ ચતુરાઈથી બધા જ ટેસ્ટ પાર કરી દે છે એટલે ના છુટકે સંયમ તેને ત્યાં વિરાટ પાસે લઈ આવે છે..બાકીની ફાઈનલ છાપ તો એ વિરાટ સામે પાડી ચુકી હતી...અને હતી પણ એવી સુંદર , રૂપાળી, સ્ટાઇલીસ્ટ, ચાલાક, કે કોઈ એવુ કારણ પણ નહોતું કે તે ના પડી શકે...પણ વિશાખા સામે તો કોઈ ના આવી શકે કદાચ....

છતાં વિરાટ તેને કાલે ફાઈનલ જવાબ આપશે એવું કહે છે એટલે સંયમને હાશ થાય છે. આયુષી ત્યાંથી જતાં વિરાટ બીજા ચાર હતા તેમના ઓડિશન લે છે. એમાં ત્રણમા તો એને બહુ સેટ નથી થતું એટલે અત્યારે ના પાડે છે.એક છોકરીનુ બધુ ઓડીશન લઈને તેને કાલે જવાબ આપવાનુ કહે છે....

વિશાખા ને લઈને આજે હોસ્પિટલમાં બતાવવા જવાનું છે એટલે વિરાટ ત્યાંથી આ બધુ પતાવીને જલ્દી નીકળી જાય છે.

              *        *         *         *          *

વિરાટ અને વિશાખા હોસ્પિટલ પહોંચે છે  પણ ડોક્ટર સર્જરીમા છે એવુ રિશેપ્શન પરથી કહ્યું. આમ તો તેનો ફ્રેન્ડ છે એટલે તે વાત કરીને જ આવ્યા હતા પણ ઈમરજન્સી હોવાથી તે સર્જરીમા જતા રહ્યા.

હોસ્પિટલ ઘરથી થોડી દુર પણ હતી એટલે વિશાખા ત્યાં રાહ જોવાનું કહે છે.બંને બેટા વાતો કરતાં હોય છે ત્યાં વિરાટને કોઈનો ફોન આવતા તે બહાર વાત કરતો હોય છે ત્યાં વિશાખા ત્યાં પડેલા મેગેઝીન લઈને વાચતી હતી. એટલામાં ઓપરેશન થિએટરમાથી એક બે જણા બહાર આવતા વિશાખા ત્યાં રિશેપ્શન પર જઈને કેટલી વાર લાગશે એવુ પુછવા જાય છે. ત્યાં જ તેની નજર ત્યાં રહેલી પાચ છ ફાઈલોના થપ્પા પર પડે છે.

તે જાડી ફાઈલો છે.અને સાઈડ પર પેશન્ટના નામ છે એ બંચ પર મોસ્ટ ક્રિટિકલ કેસીસ એવુ લખેલું છે. અચાનક તેની નજર ત્યાં એક ફાઇલ પર મોટા અક્ષરે લખેલા  નામ પર જાય છે. નામ છે,  શ્રુતિ શેઠ, 28yrs /F .

વિશાખા પુછે છે તમે મને આ ફાઈલ બતાવી શકશો ??

રિશેપ્શનીસ્ટ : સોરી મેમ. પણ અમે કોઈની પર્સનલ ફાઈલ બીજા કોઈને તેમની પરમીશન વિના ના બતાવી શકીએ. અને આમ પણ આ ફાઈલો લોટસ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાંથી આવેલી છે.

વિશાખા વિચારે છે આ તો એ જ હોસ્પિટલ છે જ્યાં શેઠ કુટુંબ ના બધા જ ત્યાં જાય છે બતાવવા. અમે પણ પહેલાં ત્યાં જ ગયા હતા ને.

વિશાખા : સારૂ કંઈ વાધો નહી પણ એમનુ એડ્સ કે કોન્ટેક્ટ નંબર જણાવી શકશો ??

રિશેપ્શનીસ્ટ : નંબર તો નહી પણ એડ્રેસ કહી શકુ. અને તે એડ્રેસ કહે છે તો વિશાખા ને ખબર પડે છે કે આ બીજું કોઈ નહી પણ શ્રુતિભાભીની જ ફાઈલ છે.

વિશાખા : થેન્કયુ. કહીને પાછી તેની જગ્યાએ બેસવા જાય છે ત્યારે વિરાટ પાછો આવતો દેખાય છે.

તે વિરાટને આ બાબતે વાત કરે છે કે તેને કંઈ ખબર છે ?? શ્રુતિભાભીને કંઈ પ્રોબ્લેમ છે ??

વિરાટ : ના મને તો કંઈ નથી ખબર. આપણે ભાઈ ભાભીને જ પુછી લઈશુ.

એટલામાં ડોક્ટર ઓપરેશનમાથી પાછા આવતા તેઓ ચેકઅપ માટે જાય છે.

                 *        *        *         *        *

નિવેશશેઠ બીજા દિવસે અચાનક ઓફિસ જાય છે. કારણ કે તેઓ હમણાંથી તો બહુ ઓછું ઓફિસ જતા હતા. તેઓ તેમની કેબીનમાં જાય છે અને નિર્વાણ નુ પુછે છે તો ખબર પડે છે કે તે કોઈ મીટીંગ માટે બહાર ગયેલો છે કલાક પછી આવશે.

એટલે નિવેશ આ સરસ મોકો છે એમ વિચારીને તેની કેબિનમાં જાય છે. હવે નિવેશને તો નિર્વાણની કેબિન મા જતા કોણ રોકે?? એટલે તે ફટાફટ જઈને ત્યાં બધી ફાઈલો ને ચેક કરે છે.બહાર તો કંઈ એવુ મળતુ નથી. પણ છેલ્લે એક કબાટ ચેક કરતા તેમને સ્વેપ ઈન્ડસ્ટ્રીઝ વાળી થોડી ફાઈલો મળે છે. તેમાં તેની સાઈન હતી બધા જ પેપર્સમા પણ છેલ્લે એક ફાઈલ મળે છે તેમાં પાર્ટનરમા એક બીજું નામ તે જોઈને નિવેશને એક વધારે જાટકો લાગે છે...

અને તે ફાઈલના મોબાઈલમાં ફોટોસ પાડી પછી બધુ મુકીને કેબિનની બહાર નીકળી જાય છે....

શુ વિરાટ આયુષીને તેની હીરોઈન તરીકે પસંદ કરશે ?? અને જો કરશે તો આયુષી કોઈ સીધી સાદી છોકરી હશે કે કોઈ મકસદ સાથે આવી હશે ?? નિર્વાણ નો સ્વેપનો ભાગીદાર કોણ હશે કે નિવેશશેઠને બીજો ઝાટકો લાગ્યો ??

જાણવા માટે વાચતા રહો, સંગ રહે સાજનનો - 15

next part............publish soon...........................