Sang rahe sajan no - 12 books and stories free download online pdf in Gujarati

સંગ રહે સાજન નો -12

વિરાટ અને વિશાખા ના લગ્ન ને દોઢેક વર્ષ થઈ ગયું છે.બંને એક સાથે એકપછી એક આલ્બમ કરી રહ્યા છે. એ પણ સારા એવા ફેમસ થઈ ગયાં છે.

એક દિવસ શુટિંગ ચાલુ હોય છે તે લાબા સમય સુધી આજે ચાલવાનું છે એવું નક્કી થયું હતુ એટલે આજે વિરાટ અને વિશાખા પણ ત્યાં જ જમી લે છે. ત્યાર બાદ શુટિંગ ચાલુ હોય છે ત્યાં જ અચાનક વિશાખા ત્યાં સેટ પર ચક્કર આવતા પડી જાય છે.

વિરાટ અચાનક ગભરાઈ જાય છે. ત્યાં તેને પાણીને પીવડાવીને પછી થોડી પ્રાઈમરી ટ્રીટમેન્ટ આપે છે. પણ હજુ તેને એટલું સારૂ નથી લાગતુ.એટલે વિરાટ શુટિંગ બંધ કરાવીને તેને લઈને હોસ્પિટલ જાય છે.

ત્યાં ડોક્ટર જનરલ ચેકઅપ કરીને તેને પછી એક બે ટેસ્ટ કરીને વિરાટ ને તેની કેબિનમાં બોલાવે છે.

એ ડોક્ટર તેમના ફેમિલી ડોક્ટર હોવાથી તેને સારી રીતે ઓળખતા હતા. તે કહે છે વિરાટ સારા સમાચાર છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તુ પિતા બનવાનો છે અને વિશાખાબેન માતા. તમારા ઘરે પારણું બંધાશે...આ સમાચાર આપ્યા પહેલાં તારે મને મોઢુ મીઠું કરાવવું પડશે.

વિરાટ : હા ચોક્કસ. હમણાં જ લઈ આવુ છું.

ડોક્ટર : પણ તુ એકલો જ આવ્યો છે પ્રેમલતાઆન્ટી કે કોઈ સાથે નથી.

વિરાટ : (થોડો અચકાઈને ) એચ્યુલીમા અંકલ અમે બંને બહાર હતા અને એને આવુ થયું એટલે હુ ડાયરેક્ટ એને લઈને અહીં આવ્યો. એટલો સમય પણ ન હતો કે મને ઘરે ફોન કરવાનુ યાદ પણ ના આવ્યું. પણ હવે ખુશીના સમાચાર આપી દઉ છું ઘરે.

ડોક્ટર : હા વિરાટ. પણ હમણાં ત્રણ મહિના થોડું સાચવવુ પડશે. અને ખાસ વાત કે હુ તો ફીઝીશિયન છું એટલે હવે આગળ બધુ તો તારે ગાયનેકને કન્સલ્ટ કરવા પડશે.માટે હુ તને એક ગાયનેકોલોજીસ્ટનો રેફરન્સ આપુ છું એમને તુ બતાવી જો અથવા તને કોઈ બીજા કોઈને બતાવવુ હોય તો પણ બતાવી જો.

વિરાટ : થેન્કયુ અંકલ. પણ મારી એક ખાસ ફ્રેન્ડ છે તે ગાયનેકોલોજિસ્ટ છે તેને એકવાર બતાવી જોઉ. પછી એવું કંઈ લાગશે તો હુ તમને કહીશ.

ડોક્ટર : હા ચોકકસ બેટા.

પછી થોડા સમયમાં વિરાટ વિશાખાને લઈને પહેલાં ઘરે જાય છે. હજુ તેણે વિશાખાને એમ જ કહ્યુ છે કે કદાચ કામના સ્ટ્રેસ ને લીધે આવુ થયું હશે કારણ કે તે વિશાખા ને બહુ અલગ રીતે સરપ્રાઈઝ આપવા ઈચ્છતો હતો.

તે એને ઘરે લઈ જાય છે ત્યાં તો ઘર ખોલતા જ આખા ઘરમાં બેબીઝના ફોટોસ ફ્લાવર્સ, અને બલુન્સ લગાવેલા હોય છે.

વિશાખા : આ બધુ શુ છે આપણા ઘરમાં ?? કેમ આ બધુ ડેકોરેશન કરેલું છે ??

વિરાટ : તુ મને આટલી મોટી ખુશી આપે છે તુ હુ તારા માટે આટલું ના કરી શકું ??

વિશાખા : પણ શેની ખુશી ??

વિરાટ : એજ કે તુ મમ્મી અને હુ પપ્પા બનવાનો છું એ.

વિશાખા : પણ ડોકટરે તો કહ્યું કે કામને લીધે આવુ થયું છે .

વિરાટ : હુ પોતે તને સરપ્રાઈઝ આપવા ઈચ્છતો હતો એટલે મે તેમને કહેવાની ના પાડી હતી. અને મારા ફ્રેન્ડ ને કહીને આ બધુ તાત્કાલિક કરાવી દીધું.

અને એ સાથે જ તે વિશાખા ને ઉચકી ને કહે છે આજે હુ બહુ જ ખુશ છું... હુ પિતા બનવાનો છું એટલે.....

વિશાખા : ખુશ થઈને, પણ વિરાટ અત્યારથી આટલી ખુશી સારી નહી. રિલેક્સ....

વિરાટ : હા એટલે જ કહુ છું હવે તારે કંઈ કામ કરવાનુ નથી. બહુ ધ્યાન રાખવાનું છે.

વિશાખા : વિરાટ હુ એકલી થોડી આ દુનિયામાં મા બનવાની છું??આટલી બધી ચિંતા ના કરો મારી.

વિરાટ :  પણ શેઠ કુટુંબનો પહેલુ વારસદાર તો તુ આપીશ ને. કદાચ મમ્મી આ વાતથી ખુશ થાય...

પછી વિરાટ તેના પપ્પાને ફોન કરે છે આ સમાચાર આપવા માટે. ત્રણ ત્રણ દીકરાઓ છતાં આટલા વર્ષ પછી તેમના ઘરમા કોઈ દાદા દાદી કહેનાર આવનારૂ છે. તેઓ બહુ ખુશ થઈ જાય છે....

              *         *          *         *          *

મનોજ  નિવેશશેઠને એક કોફીશોપમા મળે છે.

નિવેશ : શુ થયું તે મને આમ અહીં અલગથી મળવા માટે બોલાવ્યો ??

મનોજ : સર એચ્યુલીમા આ વાત મારે તમને આ કહેવુ જોઈએ કે મને નથી ખબર પણ હુ આટલા વર્ષથી મતલબ કંપની શરુ થઈ ત્યારથી અહીં કામ કરૂ છું. અને મને ક્યાં શું ઈન્વેસ્ટમેન્ટ થાય છે તે બધી ખબર છે.પણ હમણાં આપણા બધા પૈસા લંડનની આપણી સ્વેપ ઈન્ડસ્ટ્રીમાં ઈન્વેસ્ટ થાય છે. તેથી આપણા અહીંના પ્રોજેક્ટમાં મની ઈન્વેસ્ટમેન્ટમા તફલીક પડી રહી છે.

આ બાબતે મે નિર્વાણ સરને વાત કરી તો એમને મારી ઈન્સલ્ટ કરી દીધી અને કહ્યું મેનેજર છો તો મેનેજર બનીને રહો. પણ સર આમાં કંઈક તો મને ગડબડ લાગી રહી છે.

તેઓ સ્વેપ નો બધો વહીવટ પોતે જ સંભાળે છે કોઈને આ કામ આપતા નથી. આ તો આ ફાઈલ બીજી ફાઈલો સાથે ભુલમા મારી પાસે આવી ત્યારે મને ખબર પડી કે લંડનમા પણ આપણી કોઈ કંપની છે.

નિવેશને જાણે આ સાભળીને આઘાત લાગ્યો પણ તે કંઈ પણ બોલ્યા નહી ફક્ત એટલું જ કહ્યું, તારો આભાર. હુ જોઈ લઉ છું કે શું છે અને બંને છુટા પડે છે...

મનોજ તો ત્યાંથી નીકળી જાય છે પણ નિવેશશેઠ તો કંઈ જાણે સુધબુધમા નથી.શુ કરવી કંઈ સમજાતુ નથી......અને જાણે તેમને કંઈ આઘાત લાગ્યો હોય તેમ લથડાતા પગે ગાડી લઈને વિચારો કરતાં ઘરે જવા નીકળે છે..........

                   *        *        *        *        *

વિરાટ વિશાખાને લઈને તેના ફ્રેન્ડની હોસ્પિટલમાં લઈ જાય છે.  ત્યાં તેનુ ચેકઅપ કરાવી દે છે અને તે કહે છે બધુ જ સારૂ છે.હમણાં થોડું સાચવવાનુ છે....ને પછી બંને ઘરે જવા નીકળે છે....

રસ્તામાં વિશાખા કહે છે, વિરાટ આપણા આ આલ્બમ ના શુટિંગનુ હવે શુ કરશુ ??

વિરાટ : હા આલ્બમ તો પુરો કરીશું. પણ હવે આગળ માટે વિચારવુ પડશે....

શુ થયું નિવેશશેઠને મનોજની વાત સાભળીને ?? વિરાટના આગળના આલ્બમનુ શુ થશે ??

જાણવા માટે વાચતા રહો,  સંગ રહે સાજનનો - 13

next part...........publish soon..........................


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED