સંગ રહે સાજન નો -11 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંગ રહે સાજન નો -11

શ્રુતિ ઈશાનને રૂમમાં લઈ જઈને કહે છે , ઈશાન તુ મને છોડીને ક્યાંય જઈશ તો નહી ને ?? અને તે એકદમ ઉદાસ થઈ ને તેને પકડીને ઉભી રહી જાય છે.

ઈશાન : તુ અચાનક આવુ બધુ કેમ કહે છે. શું થયુ છે તને જે હોય તે મને જણાવ.

શ્રુતિ : હુ મા નહી બની શકુ ક્યારેય તો તુ મને સ્વીકારીશ. તને પપ્પા કહેનાર કોઈ નહી આવે તો તુ મને છોડી દઈશ ??

ઈશાન : તુ આ બધુ શુ કહી રહી છે મને કંઈ સમજાતુ નથી. તુ જે હોય તે મને સ્પષ્ટ કહે બકા.

શ્રુતિ : મને ડોક્ટરે કહ્યું છે કે મારા ગર્ભાશયમા બહુ બધી કંઈક ગાઠો છે તેથી તેના માટે ઓપરેશન કરાવવું પડે પણ એ બહુ જોખમી છે જો સફળ થાય તો બરાબર નહી તો હુ ક્યારેય મા નહી બની શકું.

ઈશાન : તુ શુ આવી વાત કરે છે શહેરમાં ઘણા ડોક્ટરો છે નિષ્ણાત આપણે તેમને બતાવીને તેમની સલાહ લઈશું.....હુ તને એક જગ્યાએ લઈ જઈશ....

                 *        *        *       *       *

વિરાટ અને વિશાખા બંને આલ્બમની તૈયારી કરી રહ્યા છે. હવે તો શું હીરો અને હીરોઇન બંને પોતે જ હોવાથી સરસ પ્રેક્ટિસ થાય છે. અને એ સાથે જ થોડા સમયમાં એક આલ્બમ રિલીઝ થવાની તારીખ નક્કી થઈ જાય છે.

આ તેમનો બંનેનો પોતાના અભિનય વાળો પ્રથમ આલ્બમ છે એટલે બંને બહુ ખુશ છે.અને આખરે થોડા દિવસમા એ આલ્બમ રિલીઝ થાય છે.

પણ બધાના અચંબા વચ્ચે એ આલ્બમ એકદમ હીટ થઈ જાય છે સાથે જ એ બંનેની જોડી અને અભિનય ના પણ બધા ભરપેટ વખાણ કરી રહ્યા છે.બંને મોટી પાર્ટી રાખીને સેલિબ્રેશન કરે છે....જેમાં મોટી હસ્તીઓ પણ શામેલ થાય છે.

જોતજોતામાં થોડા સમયમાં એમના એકપછી એક આલ્બમ હીટ થતાં જાય છે... અને બંને એકબીજા સાથે સમય પસાર કરતાં રહે છે.આ બધું જોઈને નંદિની બળી જાય છે.

તે નિર્વાણ ને હવે તેનો આગળનો પ્લાન કહે છે એ મુજબ તે કરે છે.અને થોડા જ દિવસમાં તે પુરૂ કરી દે છે કામ.અને તે નિર્વાણ ને અલગ રહેવા જવાનું કહે છે પણ તે ના પાડી દે છે...

                *        *        *        *        *

એકદિવસ નિવેશ અને પ્રેમા આરામથી તેમના વિશાળ ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય છે. વાતો કરતાં હતા ત્યાં જ કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે છે...અને નિવેશ ફોન ઉપાડે છે તે કહે છે સર હુ મનોજ બોલુ છુ તમારો મેનેજર મારે તમારી સાથે બહુ જરૂરી વાત કરવી છે.

નિવેશ: હુ હમણાં ઓફિસ આવવાનો જ છું ત્યારે શાતિથી વાત કરીએ..

મનોજ : ના સર બહાર મળવુ જરૂરી છે બને એટલું જલ્દી. એ કામ ઓફિસમાં થાય એવું નથી.

નિવેશ : સારું હમણાં કલાકમા મળીએ. પછી જમીને તે બહાર મનોજને મળવા નીકળે છે.

              *         *          *          *         *

આજ વિરાટ અને વિશાખની પહેલી એનિવર્સરી છે. વિરાટે વિશાખા માટે એક મસ્ત સરપ્રાઈઝ તૈયાર કરી છે એ મુજબ વિરાટ આજે આખો દિવસની શુટિંગ માટે રજા લઈ લે છે. તેઓ સવારે મંદિર જઈને પછી વિરાટ વિશાખાને લઈને ગાડીમાં એક જગ્યાએ જાય છે

મસ્ત હીલ સ્ટેશન, ત્યાં સરસ હરિયાળી, ઉચા પર્વતો, અને ઉપર જવાનો એ ઢોળાવ વાળો રસ્તો... સાથે જ આવતો ઠંડો શીતળ પવન...મન પ્રફુલ્લીત કરી દે એવું સરસ વાતાવરણ છે.

વિશાખા : વિરાટ આપણે ક્યાં જઈએ છીએ ?? અહીં કેમ આવ્યા છીએ ??

વિરાટ : તને હીલ સ્ટેશન અને શાંત વાતાવરણ બહુ ગમે છે ને એટલે હુ આજે તને અહી લઈ આવ્યો છું.

એમ કહીને તે એક મસ્ત જગ્યાએ લઈ જાય છે પહોચતા જ ત્યાં એક સરસ ફાર્મહાઉસ જેવું દેખાય છે. અંદર વિરાટ તેને આખો પર પટી લગાવીને લઈ જાય છે. પહોચતા જ ત્યાં તેમના પર ફુલોની વર્ષા થાય છે.  ત્યાં રૂમમાં જઈને પટી ખોલતા સાથે જ આગળ વધતા ત્યાં એક અલગથી રેડી કરાવેલો એક સરસ રૂમ દેખાય છે. ત્યાં બંને પ્રવેશતા જ તેમના પર રંગબેરંગી જરી અને ફુલોની વર્ષા થાય છે.

અંદર તો આખો રૂમ શણગારાયેલો છે. આખા રૂમમાં બંનેના ફોટોસ અને બલુન્સ હતા લગાવેલા. સાથે જ એક મસ્ત રોમાંન્ટિક મ્યુઝિક જેનો વિશાખાને બહુ શોખ હતો.

એટલામાં જ વેઈટર એક સ્પેશિયલ બંનેના ફોટોસવાળી સ્પેશિયલ ડેકોરેટ કરાયેલી કેક લાવે છે...અને તે રૂમ બંધ કરીને જતો રહે છે તે કહે છે સર કંઈ કામ હોય તો બેલ મારજો.

વિરાટ વિશાખાને ખાસ આગ્રહ કરીને એક સરસ પીન્ક કલરનુ વનપીસ પહેરવાનુ કહે છે જે એ પોતે લઈ આવ્યો છે.પછી બંને કેક કટ કરે છે...એ સાથે જ તેમના આલ્બમના ગીતો રૂમમાં ચાલુ થાય છે. અને પછી વિરાટ પોતે એક સોન્ગ વિશાખા માટે ગાય છે જે તેણે પોતે બનાવેલુ હતુ.

વિશાખા આ બધુ જોઈને સરપ્રાઈઝ થઈ જાય છે કે વિરાટે આટલી બધી કામની વ્યસ્તતા વચ્ચે પણ મારા માટે આટલું બધુ કર્યું.

વિશાખા : થેન્કયુ તમે મારા માટે આટલું બધુ કર્યું ?? સાચુ કહુ તો મે તો કંઈ આ માટે કર્યું જ નથી પણ હા એક ગિફ્ટ છે તે વિરાટના હાથમાં આપે છે ...

વિરાટ એ જુએ છે તેમાં ડાયરી હતી જે વિશાખા એ તેને ફર્સ્ટ નાઈટે ગિફ્ટ કરી હતી પણ આ શું વિશાખાએ એ ડાયરીમાં ફોટોસ સાથે આખા એક વર્ષની યાદો પોતાની લાગણીઓ સાથે કંડારી છે....

વિરાટ : આ બધા ફોટોસ તે ક્યારે લીધા ?? અને આટલી સુંદર લાગણીઓ અને સંવેદનાઓ એની સામે મારી સરપ્રાઈઝ કંઈ જ નથી.પૈસાથી બધુ થાય એવુ જરૂરી નથી. તે આજે મને બતાવી દીધું.

અને એ સાથે જ પીન્ક કલરના એ સેક્સી વનપીસમા આવેલી વિશાખા ને તે ઉચકી લે છે અને કહે છે...વિશુ...હુ ખરેખર નસીબદાર છું કે તુ મારા જીવનમા આવી. તે બધી જ જગ્યાએ મારો સાથ આપ્યો છે....બસ આપણો પ્રેમ અને એકબીજા પરનો વિશ્વાસ અને લાગણી હંમેશાં આમ જ અકબંધ રહે.

અને તેને એક આલિગન આપીને તેની બાહોમાં સમાવી લે છે.અને એ સાથે જ બંને એકમેકમા ખોવાઈ જાય છે !!

વિશાખા : બસ આપણે હંમેશાં આમ એકબીજા સાથે  જીવનભર રહીએ એવું હુ ઈચ્છુ છું.

શુ કામ મનોજે નિવેશશેઠને આમ બહાર મળવા બોલાવ્યા હશે ?? અને નિર્વાણ આખરે શુ કરવા ઈચ્છે છે ?? શુ વિરાટ અને વિશાખાનો પ્રેમ આમ જળવાઈ રહેશે ??

જાણવા માટે વાચતા રહો, સંગ રહે સાજનનો -12

next part........... publish soon..........................