Janmashtami books and stories free download online pdf in Gujarati

જન્માષ્ટમી

જય શ્રી કૃષ્ણ

અદભૂત પર્વ જન્માષ્ટમી

યશોમતી મૈયા સે બોલે નંદલાલા..

રાધા કયું ગોરી મેં કયું કાલા...

આ ગીતના શબ્દો સંભાળતાની સાથે જ એ નટખટ કાનુડાની યાદ તાજી થઇ જાય છે. એમની ભર જુવાનીની તસવીર જોતા જ તેમની બે અવસ્થાઓનો ચિતાર દેખાઈ જાય છે.બાળપણમાં કેટલી નાજુક તોફાની હરકતો આજના બાળકોમાં આપણે જોઈ શકીએ છીએ એમનો બાલ્યવસ્થા ખુબજ આનંદમય વીત્યો છે.જુવાની આવતાજ યુવાવસ્થાની યાદ આપને આજના યુવાનોમાં પણ જોવા મળે છે સોળસો ગોપીઓની સાથે રાસલીલા સામીને ગોકુળને પ્રફુલ્લિત રાખનાર આજના યુવાનોને બચવા માટે ઉદાહરણ પુરુ પાડે છે પણ મસ્ત હતી આ કાનજીની જીંદગી....

જોઈએ આ કાનુડાની જિંદગીનો આછો ચિતાર.....

કેટકેટલાય ઉપનામો થી આ કૃષ્ણને નવાજવામાં આવ્યા છે.કાનજી કાનુડો,કૃષ્ણ,રણછોડ રાય, નંદ,વાસુદેવ,શામળીયો,આવા તો ગણા જ નામ છે.એક ભજન છે કે "હરી તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોત્રી" અનેક રૂપો અનેક નામો આ શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા છે.

દેવકીના ખોળે જન્મલેનાર જન્મથી જ હજારો હથોમાં રમીને મોટા થનાર આ કૃષ્ણને આજના જન્મ દિવસે સત સત વંદન કરીશું.

એમના જીવનના ચિતાર ઉપરથી જ આપણને ઘણું બધું શીખવા મળે છે.જો કોઈ એમ કહેતું હોય કે સોતેલી માં સારી નહી તો જુઓ કૃષ્ણની પાલક માતા યાશોધરાને જો, કોઈ કહેતું હોય કે કુટુંબીઓ સારા નહી તો જુઓ ગોકુળના વ્રજવાસીઓને, જો કોઈ કહેતું હોય કે છોકરીઓ સારી નથી તો જુઓ રાધાના ચરિત્રને, જો કોઈ કહેતું હોય કે પત્ની સારી નહી તો જુઓ રુકમણીને, અને જો કોઈ કહેતું હોય કે મિત્ર સારો નથી તો જુઓ સુદામાને, અને જો કોઈ કહેતું હોય કે ચાહક સારા નથી તો જુઓ મીરાને અને જો કોઈ કહેતું હોય કે દેવ બની શકાય નહી તો જુઓ કૃષ્ણ ના ચરિત્રને...

ભગવાન શ્રીકૃષ્ણ માટે ઈતિહાસમાં અનેક કથાઓ છે.આ કથાઓ એ આપણને બીજા કૃષ્ણ બનવા માટે એ પ્રેરણા પૂરી પડે છે.

આજનો બાળક જ્યાં લગી બાળકના સ્વરૂપમાં હોય છે તમે જોઈ શકો છો કે ગામ આખુય તેને બોલાવશે રમાડશે વાતું કરાવશે,ખાવાનું આપશે પૈસા આપશે,ફરવા લઇ જશે આ આધુનિક ખાલી વ્યવહાર બદલાયો છે પણ સ્વસ્થા તો કાનુડાની જ આજની બાળક ભોગની રહ્યો છે યુવાવસ્થામાં પણ એજ પ્રકારે એ જે પ્રકારના વર્તન વ્યવહારો હોય છે. આગળ પાડીને ઘરના કામ કરવાજીવનને સાર્થક બનાવવાના કર્યો કરવા વડીલોનો આદરભાવ જાળવવો સારા વિચારો, સારી ભાવના, સારી વર્તણુક, સારા સંસ્કારો આ અવસ્થામાં હોય છે. આ બધાજ સંસ્કારો આ અવસ્થામાં યુવકોની પાસે હોય છે.ત્યાં લગી તે કાનુડાના સ્વરૂપમાં જ બધાને દેખાય છે. પણ જ્યારથી આ ગુણો એક-એક કરીને નાશ પામવાની શરૂઆત થાય છે.ત્યારથી જ કૃષ્ણનો અવતાર પૂર્ણ થાય છે. અને દુર્યોધનનો આવતાર સરું થાય છે આ સનાતન સત્ય છે આપણે જરા પાછુ વળીને જોશુતો બધુજ અહી છે.કૃષ્ણ ક્યાય ગયા જ નથી. આહીજ છે ગોકુળિયું ધામ આજે પણ છે પણ એવા ભાવ નથી આ ભાવ જ્યારથી આવા લાગશેને તો આપ મેળે બધામાં કૃષ્ણ આપણી નજરે આવશે

સાચી વાત સમજાય તોજ કૃષ્ણને પાછા લાવી શકીશું હાજરો વર્ષ થયા એમના જન્મને વિક્રમ સંવત – 3285 શ્રાવણ વદ આઠમ-રાત્રીના બાર વાગે રવિવારનો અંત અને સોમવારની શરૂઆત ના સમયે થયો હતો.

આ જન્મ દિવસને જશ્નમાં કેમ પરિવર્તિત કરવામાં આવ્યો, કૃષ્ણના કામ જ એવા હતા કે આજેય એ દિવસને ભૂલી શકતો નથી અને પૃથ્વી પરના દરેક માં-બાપની અધુરી ખ્વાઇશ કે કૃષ્ણ અમારે ઘરે જન્મે તો સારું.

આ કૃષ્ણ જન્મવાની અપેક્ષાએ આપણે એમના જન્મ દીવસની ભવ્ય ઉજવણી કરીએ છીએ.

હૂ તો કહુંજ છું કૃષ્ણએ તો ઘર ઘરમાં અવતાર લીધો છે પણ ક્યાંક એમને ગામ નડ્યું છે તો ક્યાંક એમને કુટુંબ,ક્યાંક એમને બાપ નડ્યા તો ક્યાંક એમને માં નડ્યા છે જો આ બધાના ગુણ એક બની જશે તો કૃષ્ણ ઘરે ઘરે અવતરશે. એ કૃષ્ણ કહી ગયા છે હું કણ-કણમાં છું નસ-નસમાં છું.બસ મારા રસ્તે ચાલો હું તમારામાં જ છું.

શ્રી કૃષ્ણ એટલા ગમતા હતા લોકોને કે શંકર ભગવાનને પણ કૃષ્ણની બાળલીલા જોવા માટે સાધુનો વેશ ધારણ કરવો પડ્યો હતો અને આ વાતની કૃષ્ણને ખબર પડી તો તેઓ શિવના પરમ ભક્ત બન્યા હતા.

શ્રીકૃષ્ણ ભગવાન જ મારા પતિ છે એ નામ રડતી રડતી રાધા તસ્વીરમાં આજે સ્થાન જમાવીને બેસી છે.

આ તારો ભરથાર મા એ બે શબ્દોમાં મીરાને જન્મો જનમનો સાથી ગણાવ્યો અનેમીરા કૃષ્ણભક્ત તરીકે ઓળખાઈ .

જગતનો નાથ મારો મિત્ર છે પારખું લેવું હોય તો લો એવું કહેનાર સુદામા કૃષ્ણના પરમ મિત્ર તરીકે ઓળખાય છે.

મારો કોઈ વધ ન કરી શકે એવા તો કેટલાય રાક્ષસોના વધ કર્યા છે.અને મામા કંસને મોતને ઘાટ ઉતર્યા છે.

સાવકી માંએ પોતાનો જાણીને ઉછેર્યો આજે એ જ માતા યશોધરા જગમાં વિખ્યાત છે.

કહેવાનો તાત્પર્ય એ છે કે જેણે જે હેતુથી શુદ્ધ મને જે કર્યે કર્યું છે એ 1 લાખ ટકા કૃષ્ણ એ પૂર્ણ કર્યું છે. નામ જગતમાં અમર કર્યું છે.

તો આજે એમના અનેક ગુણોને વાગોળતા એમને યાદ કરીને આમણે આજે એક સંકલ્પ કરીશું કે કોઈનું સારું ન કરી શકાય તો કઈ નહી પણ ખોટું તો ક્યારેય નહી કરીએ.આ સાથે કૃષ્ણનું એક મસ્ત ધૂન જોરશોરથી ગાઈને હું મારી વાણી ને વિરામ આપીશ

"જય શ્રી કૃષ્ણ"

મારા વિચાર અને લેખન નો પહેલો પ્રયાસ હતો તો આ લેખન માં કોઈ ભૂલ હોય તો માફ કરશો અને બધાને મારા તરફ થી જન્માષ્ટમી ની હાર્દિક શુભ કામના

"જય શ્રી કૃષ્ણ"

AND PLEASE LIKE MY MATRU BHARTI PAGE RISH CHOPDA GUJARATI CHOKARO

બીજા રસપ્રદ વિકલ્પો