દાવત-એ-બિરયાની Paras Badhiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દાવત-એ-બિરયાની

પોતાના પતિ રહીમ ને દુબઇ માં જોબ મળી ગઈ. નોકરીની ખુશી માં કાલે પુરા એરિયામાં બિરયાની ની પાર્ટી આપવી છે, એમ ફરહીન પોતાના ઘર પાસે બેઠેલ નાના છોકરાવને કહેતી હતી. ત્યાંજ થોડીવારમાં આખા એરિયામાં વાત ફરી વળી. આખી રાત જાગીને મોટા વાસણો મંગાવીને બિરયાની બનાવવા ની તૈયારી કરી.

સવાર પડતાજ થોડી સ્ત્રીઓને ખુશીથી બિરયાની ની દાવત માટે આવતા જોઈ. એ સ્ત્રીઓ આવીને ફરહીન ને મદદ કરવા લાગી. પણ ફરહીને બિરયાની પોતાના હાથે બનાવશે એમ કહી બાજુમાં બેસાડી દીધી. ગરમ તેલમાં મસાલાનો વઘાર કરતા આખા એરિયામાં ખબર પડી ગઈ. એની સુગંધ ફેલાતા વાર ના લાગી. ધીમે-ધીમે લોકો આવવા લાગ્યા.

બપોરના બાર વાગ્યા. બિરયાની ની રમઝટ ચાલી રહી હતી. બધા વખાણ કરતા ખાઈ રહ્યા હતા. શેરીમાં આજે બિરયાની ની પાર્ટી ચાલી રહી હતી. બધા આ પાર્ટી નો આનંદ લઈને ફરહીન ને દુવા આપી રહ્યા હતા. ફરહીન પણ ખૂબ ખુશ હતી. બપોરના સમયે બધાને બિરયાની ખવડાવીને રવાના કર્યા. બધું કામ પતાવીને એ ઘરે ગઈ. પોતાના બેડ પર સુઈ ગઈ.

થોડા દિવસો પહેલાની જ વાત હતી.
પોતે એક અનાથ છોકરી હતી. માતા પિતા એને થોડા વર્ષો પહેલા જ એકલી છોડીને મૃત્યુ પામ્યા હતા. રહીમ, ફરહીન ને નિકાહ કરીને પોતાના ઘરે લઈને આવ્યો હતો. બે મહિના પહેલા રહીમ એના કાકા પાસે દુબઇ ગયો હતો.

ગઈ કાલે સવારે રહીમ નો ફોન આવ્યો હતો કે નોકરી મળી ગઈ છે.

અચાનક ફરહીન જાગી ગઈ. ઉભી થઈને બાથરૂમ તરફ ગઈ.

શેરી માંથી બુમો સંભળાતી હતી. બાથરૂમ માં જવાના બદલે ફરહીન દરવાજો ખોલીને બહાર ગઈ. બહાર ફારૂક ની માં રાડો પાડી રહી હતી. ફારૂક ગઈ કાલ નો ઘરે નથી આવ્યો.

શેરીના લોકો એ ફારૂક ની માં ને શાંત કરી ને સમજાવતા, પોલીસ કેસ કર્યો. પોલીસ પૂછતાછ માટે આવી. લગભગ બે કલાક જેવો સમય વીતી ગયો.

ફરહીન દરવાજો બંધ કરીને રૂમ માં ગઈ. બાથરૂમ માં પડેલા લોહીના દાગ ને સાફ કરવા લાગી. પુરા ઘર ને પાણી અને ફીનાઇલ થી સાફ કર્યું. આખું ઘર સાફ કરતા રાત થઈ ગઈ. ફરી એજ રાડો સંભળાની ફારૂક ક્યાંય નથી.

ફરહીન પોતાનું જમવાનું બનાવીને વિચાર માં ખોવાય ગઈ.

થોડા દિવસો પહેલા ઘરે આવેલ યુવાન. એના સાથ ની આદત ફરહીન ને પણ થઈ ગઈ હતી. જ્યારથી રહીમ દુબઇ ગયો હતો, ત્યારથી આજ સુધીની બધી રાત ફરહીને એની સાથે વિતાવી હતી. એક રાતે થોડા દારૂના નશામાં ઘરે આવેલ એ વ્યક્તિ. જેને જોઈને ફરહીન બધું ભૂલી ગઈ.
પણ હવે, આજ થી બધી રાત તો એકલા જ પસાર કરવાની હતી. વિચારમાંથી બહાર આવીને જમવા બેઠી. નીચે ઘણા લોકો ભેગા થયા હતા. બુમો બરડા પાડીને વાતું કરી રહ્યા હતા. ફરહીન જમીને પોતાના રૂમ માં સુઈ ગઈ.

સવારે વહેલા ફરહીન જાગી અને બહાર દૂધ લેવા માટે જતી હતી. એના હાથમાં એક ઘડિયાર પહેરેલી હતી. ફારૂકની માં એ આ ઘડિયાર જોઈ લીધી. ફારૂક ની માં ને ફરહીન પર શંકા થઈ. પોલીસે પુછપરછ કરતા ફરહીન નું નામ આગળ આવ્યું.

ઘણા લોકોએ ફારૂકને રાતના સમયે ફરહીન ના ઘરે જોયો છે. એમનો એક દારૂડિયો જે ફારૂક સાથે દારૂ ની મહેફિલ માં સાથ આપતો. એ પણ પોલીસ ને કહેતો હતો,"ફ...હીન ના ઘર માં છે .. "
પોલીસ પાસે પૂરતા પુરાવા નહોતા. જેથી ઇન્સપેક્ટર અજય થોડીવાત કરવા માટે ફરહીન ના ઘરે પહોંચી ગયા.

પ્રાથમિક તપાસ માં ફરહીને કહ્યું,"હા, એ ઘણી વખત મારા ઘરે આવતો, પણ એ નશા મા જ રહેતો."

ફરહીન જરાપણ અચકાયા વગર ઈન્સ્પેકટર અજય ની સામું જોઈને બોલી. .
"સાહેબ, ઈ રાતે આવીને જમવા માટે કેતો એને બિરયાની ખૂબ પસંદ હતી. રહીમ ને એ ભાઈ કેતો એટલે હું પણ એને કોઈ દિવસ ના નહોતી કેતી."

"ફારૂક ખોવાય ગયો છે એની તમને ક્યારે ખબર પડી ?" અજય ની સાથે આવેલ ગણેશ બોલ્યો.

"સાહેબ બપોરે જ્યારે એની માં રડતી હતી ત્યારે, અમે લોકોને ખબર પડી કે ફારૂક ઘરે નથી આવ્યો અને અમે લોકો એ તમને ફોન કર્યો."

ફરહીનની આ વાત થી એક હવલદાર ગણેશ, અજય ને કહે,"સાહેબ અહીંથી જઈશુ."

"વધારે કઈ માહિતી જોઈતી હશે તો તમને બોલાવશું."જતા જતા ઈન્સ્પેકટર અજય ફરહીન ને કહીને ગયા. પોલીસ ની ગાડી ચાલતી થઈ ત્યાંજ અજય સાહેબ ને એક ફોન આવ્યો. ગાડી એરિયાની બાજુમાં આવેલા નાળા તરફ દોડાવી. ગાડી આવીને ઉભી રહી.
"નાળામાં કોઈ અજાણ્યા વ્યક્તિની ચામડી મળી આવી છે". એક સફાઈ કામદાર એ ફોન કરીને કહ્યું હતું.

ગણેશ અને અજય એ ચામડીને જોઈ, કુતરાવે ઘણો ખરો ભાગ ખાઈ ચુક્યા હતા. સફાઈ કામદાર ને અજયે પાસે બોલાવ્યો.

"બોલો..."

"સાહેબ, હું બાજુના એરિયામાં સફાઈ કરીને આવ્યો હતો. હું દરોજ કચરો આ નાળામાજ ફેકુ છું, આજે પણ સમય મુજબ હું આવ્યો પણ કુતરાવ બાંધી રહ્યા હતા. મેં એને ભગાડ્યા, એ આ ચામડા માટે બાધતાતા. એ ગયા પછી જોયું તો, માણસનું ચામડું હતું. ને મેં તમને ફોન કરો."

ઇન્સપેક્ટર અજયે,ચામડીને ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલ્યા. ગણેશ અને અજય પોલીસસ્ટેશન પર પહોંચ્યા. ગણેશ ને ફરહીન ની માહિતી એકઠી કરવાનું કહ્યું.

ઓફિસ માં અજય સાહેબ ચેર પર બેસીને કઈ વિચાર માં ખોવાય ગયા. ત્યાંજ ગણેશ અંદર આવ્યો.
"સાહેબ, પેલી ફરહીન ની માહિતી આવી ગઈ છે."
હાથના ઇસરા થી માહિતી વાચવાનું કહીને અજય સાહેબ ટેબલ પર રાખેલ પેન ને હાથ વડે ફેરવતા ઉભા થયા.

"સાહેબ, ફરહીન નો ઘરવાળો બે મહિના થી દુબઇ ગયો છે. એ અત્યારે એકલી રહે છે. વળી એ અનાથ છે."

"ગણેશ કઈ નવું શુ છે ?એ કહો ."

"સાહેબ નવા માં તો કાલે સવારે આખા એરિયા માં ફરહીને બિરયાની ની દાવત આપી હતી."

"મને લાગતું હતું કે સાલું આ ધારદાર હથિયાર ફરહીન ના બાથરૂમ માં કેમ પડ્યા હતા, ને ઓલી એસિડ ની વાસ આખા ઘરમાં ફેલાયેલી હતી".

"સાહેબ પણ એની મેં પહેલાજ તાપસ કરી હતી, એ માસ એ બજાર માંથી લઈને આવી છે."

"શુ વાત કરે છે." ઈન્સ્પેકટર અજય ચોકી ઉઠ્યા હમણાંજ કેસ સોલ્વ થવાનો હતો ને આ નવો વળાંક.
ગણેશે એક માણસ ને અંદર બોલાવ્યો,"સાહેબ આ યાકુબ છે. જેની પાસે થી ફરહિને બિરયાની માટે માસ મંગાવ્યું હતું."

"હા, યાકુબ ભાઈ શુ કહેવું છે તમારે ફરહીન વિશે."

"સાહેબ, એ ગઈ કાલે મારી પાસે થી બિરયાની માટે માસ લઈને ગઈ હતી બીજી મને કંઈ ખબર નથી." યાકુબ રડવા લાગ્યો.

ગણેશે યાકુબ ને ઓફિસ ની બહાર લઈને ગયો. અજયના ફોન ની રિંગ વગડી. સામેથી કોઈ વ્યક્તિ બોલ્યું,"અજય સાહેબ બને લોહી એક જ વ્યક્તિના છે."

"તમારો આભાર, આગળ હું જોઈ લવ છુ."

ફોન કટ કરીને ઇન્સપેક્ટર અજય અને ગણેશ સીધા જ ફરહીન ના ઘરે પહોંચ્યા. ફરહીન ને થોડીવાર પૂછતાજ કરતા એને કબુલી લીધું

"હા, મેં જ ફારૂક નું ખૂન કર્યું છે".

એ ઘણા સમય થી મારી સાથે રાતો વિતાવતો હતો. થોડા દિવસ પહેલા રાતે આવીને એ આ ઘડિયાર ગિફ્ટ માં આપી ગયો હતો. એજ રાતે મોડેથી આવ્યો અને કહેવા લાગ્યો કે રહીમ ને બધું કહી દેશે. મેં ઘણો સમજાવ્યો, હાથ જોડ્યા પગ પકડ્યા પણ એ માન્યો નહીં. એને પૈસા ની પણ લાલચ આપી પણ એને મારી જોડે લગન કરવા હતા.

અંતમાં એને રહીમ ને ફોન લગાડ્યો. મેં એજ સમયે ચાકુ થી એના ગળા માં ફેરવી દિધુ. મને થોડીવાર ખૂબ રડી.. પછી એના બોડીને બાથરૂમમાં લઈને ગઈ. ત્યાં એનું બધું લોહી નાળામાં વહી ગયું..

ત્યાંજ ઇન્સપેક્ટર અજય બોલ્યો,"હવે એ પણ કહો કે એની લાશ નું શુ કર્યું."

એ ત્યારે મને કંઈ વિચાર ન'તો આવી રહ્યો. ઘરમાં પણ કોઈ હતું નહીં. સવારે વહેલા મારા ઘરેણાં વેચીને હું પૈસા લઈને ગામ માંથી તેજાના અને મસાલા લઈને આવી. સારી જાતના ચોખા. આખા દિવસ દરમિયાન મેં એના શરીર ને નાના-નાના ભાગમાં કાપી નાખ્યું. બીજા દિવસે સવારે બિરયાની બનાવીને બધાને ખવડાવી..

"અધૂરી નહીં પુરી વાત કરો, અને તમારો બીજો સાથીદાર ક્યાં છે."ઈન્સ્પેકટર અજય ફરહીન ને ધમકાવતા બોલ્યા.

ફરહીન રડવા લાગી.

"બીજું કોઈ નથી."

"એમ.. ગણેશ ગાડીમાંથી લઈ આવો તો સાહેબ ને...."ઇનસ્પેક્ટર અજયે ગણેશને મોકલ્યા.

ગણેશ નીચે થી ફારૂક ને લઈને આવ્યા. ત્યાંતો આખો એરિયા માં જાણ થઈ થઈ ગઈ કે ફારૂક જીવતો છે.

"ફરહીન અને ફારૂક બોલો હવે સાચું કહેશો કે અમે કહીએ ?"

પાછળ થી ગણેશ બોલ્યો,"સાહેબ પેલા ફારૂક ને મોકો આપીએ."

ફારૂક બધા ગુનાની કબૂલાત કરે છે.

એ રાત્રે અચાનક કોઈને જાણ કર્યા વગર રહીમ ઘરે પહોંચી ગયો. અમે બંને ને થોડી શંકાસ્પદ અવસ્થામાં જોઈને ખૂબ ગુસ્સે થઈ ગયો હતો. એ ચાકુ લઈને મને મારવા આવતો હતો મારા બચાવમાં એ માર્યો ગયો. એ રાજ છુપાવવા અમે સવારે બાળકોને બિરયાની ની પાર્ટી ની વાત કરી. કોઈને મર્ડર ની ખબર ના પડે એટલે યાકુબ ને ત્યાંથી માસ પણ લઈને આવવાનું કહ્યું. રાત્રે એના શરીર ના નાના નાના ભાગ કરીને બાકીની ચામડી નાળા માં ફેંકી દિધી એની સાથે થોડું બજાર વાળું માસ પણ ફેંકી દીધું જેથી કઈ શંકા ના થાય.

"ચાલો.. ગણેશ થાણે લઇ લ્યો આને. બાકીની વાત ત્યાં કરીશું." ઇન્સપેક્ટર અજય અને ગણેશ ફરહીન અને ફારૂક ને લઈને પોલિશસ્ટેશન લઈને જાય છે.

અજય આરામ થી ચેર પર બેસી ને ચા પિતા હતા. ગણેશ પણ બાજુની ચેર માં બેઠો બેઠો અજય ને કહે,"સાહેબ તમને કેમ ખબર કે ફારૂક જીવતો છે?"

"આપડે જ્યારે ફરહીન ના ઘરે ગયા હતા ત્યારે એના ઘર પાસે દુબઈની ટીકીટ પડી હતી એ પણ રહિમના નામની. વળી ફરહીન ના ઘરે ધારદાર હથિયાર હતા. એટલે શંકા પાકી થઈ ગઈ કે કોઈ તો ગયું છે. એ ટીકીટ ના ભાગમાં લોહી લાગેલું હતું એ રીપોર્ટ માં મોકલ્યું. એમાં પણ ઓલા નાળા વાળા ચામડીના લોહી નો રિપોર્ટ પણ મોકલ્યો હતો બનેં સેમ આવ્યો. જ્યારે આપડે પેલા નાળા પાસે ગયા હતા ત્યારે ફારૂક ત્યાંજ હતો. વળી એની માં એ ઉતાવળ માં સ્ટેશને ફોન કરીને કહી દીઘું કે ફારૂક મલી ગયો છે. બસ એને પકડ્યો અને બીજી વાત તો તમને ખબર જ છે.

સમાપ્ત..


લી. પારસ બઢીયા ?
મો.૯૭૨૩૮૮૪૭૬૩.