ભગવાન પરનો ભરોસો Priti Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભગવાન પરનો ભરોસો

K2 કે જે ભારત નો બીજા નંબર નો સૌથી ઊંચો અને દુનિયા નું પર્વતારોહણ માટે નું સૌથી ખતરનાક શિખર ગણાય છે. હવે આવા શિખરને સર કરવા એક પર્વતારોહક નીકળ્યો. એના મનમાં K2 ને સર કરવાની રીતસરની ધૂન ચડી ગઇ હતી.

તેની વર્ષો પછીની મહેનત બાદ તે સંપૂર્ણ રીતે સજ્જ થઈને K2 સર કરવા એકલા હાથે નીકળી પડ્યો. થોડાં દિવસોમાં જ તે શિખરની તથા નવો ઈતિહાસ રચવાની ખૂબ નજીક આવી પહોંચ્યો. છેલ્લા દિવસે જ્યારે તે શિખરની નજીક પહોંચ્યો ત્યારે સાંજ પડવા આવી હતી. પર્વતારોહણના કેટલાક નિયમો મુજબ એણે સાંજે કૅમ્પ લગાવવાને બદલે તેને પર્વતારોહણ ચાલુ જ રાખ્યું.

હવે તે ઘણી ઊંચાઇ પર આવી ગયો હતો. શિખર એનાથી લગભગ સોએક મીટર જ દૂર હશે ત્યાં એકદમ જ અંધારું થઈ ગયું હતું. એનું હ્રદય એને કૅમ્પ લગાવીને આરામ કરવાનું કહી રહ્યું હતું , પરંતુ K2 નું શિખર સૌથી ઝડપી સર કરવાનો ખિતાબ એને પોતાની નજર સામે જ દેખાતો હતો. એણે બીજી બધી જ બાબતોને નજરઅંદાજ કરી અને ચડવાનું શરુ જ રાખ્યું.
આવા સંજોગોમાં પછી જે થાય એ જ થયું ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. થાકેલું શરીર,વિષમ વાતાવરણ, ઝીરો વિઝિબિલિટી એ બધું ભેગું થયું.એક કરાડ પરથી એનો પગ લપસ્યો , શરીરનો સંપૂર્ણ ભાર હાથ પર આપવાથી હાથ છૂટી ગયાં,‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ અ‌‌‍‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ને પૃથ્વી પર આવતાં ઉલ્કાની જેમ નીચે પડવા માંડ્યો. એને થયું કે મારો કાળ આવી પહોંચ્યો, પરંતુ તેના શરીરના બે ભાગ કરી દે તેવો ઝાટકો તેને લાગ્યો, અને તે અટકી ગયો. તેને ખબર પડી કે તેને કમરે બાંધેલ બચાવ માટેના દોરડાંના સહારે તે લટકી ગયો હતો. પરંતુ ચારે તરફ ઘોર અંધકાર હોવાથી કાંઈ એની
નજરે ન પડ્યું.

તે નિઃસહાય એમ જ લટકતો રહ્યો અને એની જીંદગીના સારા-ખરાબ અનુભવો વાગોળ્યા.ઘરના સભ્યો તથા મિત્રો યાદ આવી ગયાં, અને છેલ્લે યાદ આવ્યાં ભગવાન,જેમ ડૂબતી કીડી તરતા પાંદડા ને ઝાલે, એમ એણે પણ ભગવાનને પ્રાર્થના કરવાનું વિચાર્યું.થોડો વિચાર કરીને પછી એણે જોરદાર બૂમ પાડી કે,"હે પ્રભુ ! મને મદદ કરો!"
એના સુખદ આશ્ચર્ય વચ્ચે આકાશમાંથી એક ધીર-ગંભીર અવાજ આવ્યો,"હું ભગવાન બોલું છું દીકરા! બોલ તારે શું જોઈએ છે?" "મને બચાવી લો પ્રભુ !" એણે આશાભર્યા અવાજે કહ્યું.ભગવાન બોલ્યા," તને મારી પર સંપૂર્ણ વિશ્વાસ છે કે હું તને બચાવી લઈશ?" "હા ભગવાન! મને સંપૂર્ણ ખાતરી છે કે તમે મને બચાવી લેશો!" પેલા માણસે કહ્યું. " તો તારી કમર પર જે છરી બાંધેલી છે એનાથી તું જેના સહારે લટકી રહ્યો છે તે દોરડું કાંપી નાખ!!" આકાશમાંથી અવાજ આવ્યો.

પેલો માણસ તો સ્તબ્ધ થઈ ગયો. એણે દોરડાને વધુ કસીને પકડી લીધું. ત્યારબાદ થોડીવાર પછી અંધારામાં કંઈ પણ ન દેખાતું હોવાં છતાં તેને પોતાની ડાયરીમાં લટકતાં-લટકતા જ આશરે ગડબડીયા અક્ષરે નોંધ કરી અને અદશ્ય અવાજની વાત કેવી ફાલતુ છે એ પણ આશરે લખ્યું. ત્યારબાદ ફરી એકવાર ચારેબાજુ પહેલાં હતી એવી જ બિહામણી શાંતિ ફેલાઈ ગઈ.બરફનો વરસાદ થોડોક વધારે તેજ થઈ ગયો, પવનના સૂસવાટા ભયંકર રાત્રિને વધુ ભયંકર બનાવી રહ્યા હતા.

ત્યારબાદ સવારે બચાવ ટુકડીએ જોયું તો એ માણસ દોરડાને બરાબર વળગીને લટકતી હાલતમાં જ થીજી ગયો હતો, એ પણ જમીનથી માત્ર ત્રણ ફૂટની ઊંચાઈ પર!!


***
? કેટલીક વખત આપણે પણ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે કોઇની સાથે (ટીમ) જવાને બદલે એકલા અટુલા નીકળી પડીએ છીએ.
? હવે એકલા નીકળી ગયા હોવાથી નિયમને આધારે નથી ચાલતા, વળી હ્રદય વાત તો સાંભળવી દૂર રહી.
? અંતે ભગવાન પર ભરોસો રાખવાને બદલે આપણે નાજુક આશાઓના તાંતણે લટકાઈ રહેવાનું કેમ પસંદ કરીએ છીએ? અને પછી અચાનક જ ખ્યાલ આવે કે,' ઓહો! થોડોક વધારે વિશ્વાસ રાખ્યો હોત તો......'
???