કોલેજ પછી - ૩ Avadhi Bopaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજ પછી - ૩

પાછલા ભાગ માં :
રુદ્ર અને વૃંદા મળવાનું નક્કી કરે છે. વૃંદા ને પેહલી વાર જોઈ ને રુદ્ર એની આખો માં ખોવાઈ જાઈ છે. બંને નાસ્તા ની સાથે ઘણી વાતો કરે છે અને પછી બાજુ ના ગાર્ડન તરફ જાઈ છે.

હવે આગળ :

રુદ્ર અને વૃંદા ગાર્ડન માં આવે છે અને એક બેંચ પર બેસે છે. એમની સામે ઘણા નાના છોકરાઓ રમે છે. એમનો બોલ રુદ્ર અને વૃંદા પાસે આવે છે. એક છોકરો એ લેવા આવે છે. બંને એની સાથે વાત કરે છે. વૃંદા એના પર્સ માંથી ચોકલેટ એ છોકરાઓ ને આપે છે. એ બધા વૃંદા ને પરાણે એમની સાથે રમવા લઈ જાઈ છે. વૃંદા એમની સાથે રમતા રમતા પોતે પણ બાળક બની જાઈ છે. રુદ્ર એના ફોટો પાડી લ્યે છે પણ વૃંદા નું ધ્યાન નથી હોતું. થોડી વાર પછી એ રુદ્ર પાસે આવીને બેસી જાઈ છે.

રુદ્ર : એકદમ નાના બાળક જેવી લાગતી હતી તું.
વૃંદા : તું કેમ નાં આવ્યો..??
રુદ્ર : હું તને રમતા જોતો હતો.

બંને થોડી વાર એક બીજા સામે જોવે છે. પછી થોડી વાતો કરી ને ત્યાં થી નીકળે છે. રુદ્ર આખા રસ્તે બસ વૃંદા ના જ વિચાર કરે છે. એની આંખો, એની સ્માઈલ, એનું બાળક ની જેમ રમવું. આ બધું રુદ્ર ને ગમવા લાગે છે. રૂમ પર આવી ને સુવા ની કોશિશ કરે છે પણ ઊંઘ આવતી જ નથી અને સતત વૃંદા ના જ વિચાર આવ્યા કરે છે. થોડી વાર વૃંદા સાથે ફોન માં વાત કરવાનું વિચારી એને ફોન કરે છે પણ એ ફોન રીસીવ નથી કરતી એટલે રુદ્ર પાછો એના વિચારો માં ખોવાઈ જાઈ છે. વિચાર કરતા કરતા ક્યારે એની આંખ લાગી જાઈ છે એને ખબર નથી પડતી.

સવારે ફોન ની રીંગ થી એની આંખ ખુલે છે. જોવે છે તો વૃંદા નો ફોન છે.

રુદ્ર : hello
વૃંદા : good morning
રુદ્ર : good morning. આજે તો morning ખરેખર good જ છે.
વૃંદા : કેમ..??
રુદ્ર : સવાર સવાર માં તારા મીઠા અવાજ માં good morning સાંભળવા મળ્યું એટલે.
વૃંદા : તું ભી ને યાર શું સવાર સવાર માં આશિક બની ગયો. મેં તો કાલે રાત્રે તારો ફોન હતો એટલે અત્યારે ફોન કર્યો.
રુદ્ર : એતો મેં બસ એમ જ ફોન કર્યો હતો ઊંઘ નતી આવતી એટલે. પણ કદાચ તું સુઈ ગઈ હતી.
વૃંદા : હા હું રૂમ પર જઈ ને તરત જ સુઈ ગઈ હતી અને ફોન પણ સાઈલેંટ માં હતો એટલે ખબર ન પાડી.
રુદ્ર : મને લાગ્યું જ...
વૃંદા : તારે ઓફીસ નથી જવાનું..??
રુદ્ર : જવાનું છે ને..
વૃંદા : તો ઉઠ ૮:૧૫ વાગ્યા..
રુદ્ર : (ઉભો થઈ ને આશ્ચર્ય થી...) ૮:૧૫ થઈ ગયા. વૃંદા બાય હો હું પછી વાત કરું બહુ મોડું થઈ જશે.
વૃંદા : (હસતા હસતા) બાય.

બંને ઓફીસ માટે રેડી થવા લાગે છે અને ઓફીસ પર પહોચી પોત-પોતાનું કામ કરવા લાગે છે. હા વચ્ચે વચ્ચે જયારે પણ ટાઇમ મળે એટલે એક-બીજા ને મેસેજ કરવાનું ભૂલતા નથી.

હવે તો આ રોજ નું થઈ ગયું. વૃંદા રોજ રુદ્ર ને સવારે ઉઠાડે. બંને આખો દિવસ મેસેજ માં વાતો કરે. બ્રેંક માં ફોન કરીને જમ્યું કે નહી એવું પૂછે એક-બીજા ને. ધીમે ધીમે બંને ને એક-બીજા ની આદત પડતી ગઈ. વૃંદા ફોન ન કરે ત્યાં સુધી રુદ્ર ની ઊંઘ જ નાં ઉડે. બપોરે રુદ્ર જમી લે પછી જ વૃંદા ને શાંતિ થાય. હવે તો બંને ઓફીસ પછી રોજ મળતા અને ગાર્ડન માં બેસતા. ક્યારેક ચાલવા નીકળતા તો ક્યારેક લોંગ ડ્રાઈવ પર જતા. બંને ને એક-બીજા નો સાથ ગમવા લાગ્યો હતો.

આમ ને આમ ૨-૩ મહિના જેટલો સમય નીકળી ગયો. શિવરાત્રી નજીક હતી અને આ વર્ષે શિવરાત્રી શનિવારે હતી અને બંને ને ઓફીસ માં રજા હતી. રવિવાર ની રજા તો હોય જ. એટલે રુદ્ર એના ઘર સુરત જવાનો હતો. એણે વૃંદા ને પણ સાથે આવવાનું કહ્યું અને વૃંદા પણ માની ગઈ. બંને શુક્રવારે રાત ના જ નીકળવાના હતા. બંને ના પરિવાર પણ ખુલ્લા વિચારો ના હતા એટલે બંને એ ઘરે પણ કહી દીધું હતું.

શુક્રવારે બસ સ્ટોપ પર થી બંને બસ માં બેઠા. થોડી વાર વાતો કરી. રુદ્ર એ એના પેરેન્ટ્સ વિષે થોડું કહ્યું વૃંદા ને. બસ સ્લીપર હતી એટલે થોડી વાર પછી વૃંદા સુઈ ગઈ. થોડી વાર પછી રુદ્ર પણ સુતો. જેવો એ સુતો તરત વૃંદા બોલી.

વૃંદા : રુદ્ર..
રુદ્ર : લે મને એમ કે તું સુઈ ગઈ છો..? બોલ ને કાઈ જોઈ છે..?
વૃંદા : અક્ચ્યુલી રુદ્ર મને સુતી વખતે મારા ટેડી ને હગ કરીને સુવાની ટેવ છે. પણ અત્યારે ટેડી છે નહી એટલે મને ઊંઘ નથી આવતી. તને પ્રોબ્લેમ નાં હોય તો હું તને હગ કરીને સુઈ શકું..??
રુદ્ર : અરે બસ આટલી નાની વાત. તું મને હગ કરીને સુઈ જા બસ.

વૃંદા ખુશ થઈ ને રુદ્ર ને હગ કરીને સુઈ ગઈ. રુદ્ર પણ એને હગ કરી ને સુઈ ગયો.

બંને વહેલી સવારે સુરત પહોચી ગયા. રુદ્ર ના પાપા ભરતભાઈ એમને લેવા આવ્યા હતા. રુદ્ર એ વૃંદા ની ઓણખાણ કરાવી પછી ત્રણેય ઘર તરફ નીકળી ગયા. ઘરે પહોચી ને રુદ્ર એના મમ્મી કુસુમબેન ને ભેટી પડ્યો. પછી વૃંદા ને મળ્યા. ભરતભાઈ અને કુસુમબેન બંને સ્વભાવ ના એકદમ સરળ. બંને ને વૃંદા નો સ્વભાવ પણ ખુબ ગમ્યો.

કુસુમબેન : તમે બંને થાકી ગયા હશો, ફ્રેશ થઈ જાવ ત્યાં હું નાસ્તો બનાવી આપું. (રુદ્ર ને જોઈ ને..) રુદ્ર તું વૃંદા ને એનો રૂમ બતાવી દે.
રુદ્ર : ભલે મમ્મી.

રુદ્ર અને વૃંદા બંને રૂમ માં જાઈ છે. થોડી વાર પછી વૃંદા ફ્રેશ થઈ ને બહાર આવે છે અને રસોડા માં જાઈ છે.

વૃંદા : આંટી કઈ મદદ કરું તમારી..??
કુસુમબેન : અરે ના બેટા. તું થાકી ગઈ હઈશ, તું આરામ થી બેસ હું બધું કરી લઈશ.
વૃંદા : આંટી હું જરા પણ નથી થાકી. લાવો હું તમારા માટે ચા અને રુદ્ર અને મારા માટે કોફી બનાવી આપું.

કુસુમબેન ના ઘણી વાર નાં કહેવા છતાં વૃંદા એ જીદ કરીને ચા અને કોફી બનાવ્યા. ત્યાં સુધી માં રુદ્ર પણ ફ્રેશ થઈ ને બહાર આવી ગયો હતો અને એના પપ્પા સાથે વાતો કરતો હતો. પછી બધા નાસ્તો કરવા બેઠા. નાસ્તો કરીને રુદ્ર એ વૃંદા ને રેડી થઈ જવા કહ્યું. બંને બહાર જવાના હતા.

થોડી વાર પછી વૃંદા રેડી થઈ ને એના રૂમ માંથી બહાર આવી. બ્લુ જીન્સ અને બ્લેક ટોપ માં એ ખુબ જ સુંદર લાગતી હતી. ખુલ્લા વાળ અને આંખો માં કાજલ અને આઈલાઈનર કર્યું હતું. સિમ્પલ પણ બહુ સુંદર લાગતી હતી. રુદ્ર એ પણ બ્લેક શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું. એમાં એ ખુબ જ હેન્ડસમ લાગતો હતો. અજાણતા થઈ ગયેલા આ મેચિંગ થી બંને હસવા લાગે છે. બંને રુદ્ર ના મમ્મી પપ્પા ને મળીને નીકળે છે અને જતા જતા રુદ્ર એના મમ્મી ને બપોર નું એમનું જમવાનું બહાર છે એ પણ કહી દે છે.

રુદ્ર અને વૃંદા સુરત માં ફરવા નીકળે છે. રુદ્ર એને ઘણી બધી જગ્યા એ લઈ જાઈ છે. બંને બપોર નું ભોજન પણ સાથે કરે છે. ગાર્ડન માં બેસે છે. શોપિંગ કરે છે. પછી સાંજ પડે છે એટલે બંને ઘરે આવે છે. કુસુમબેન રાત ના જમવાની તૈયારી કરતા હોય છે.

કુસુમબેન : અરે આવી ગયા તમે લોકો..?? ઘણું ફર્યા હો. જાઓ બંને ફ્રેશ થઈ જાઓ.

રુદ્ર અને વૃંદા બંને પોત-પોતાના રૂમ માં જઈ ને ફ્રેશ થઈ જાઈ છે. ફ્રેશ થઈ ને બંને બહાર આવે છે. રુદ્ર સોફા પર બેસી ને ટીવી જોવા લાગે છે અને વૃંદા કુસુમબેન ને પોતે કરેલી શોપિંગ બતાવે છે. પછી બંને રસોઈ કરવામાં લાગી જાઈ છે. થોડી વાર માં ભરતભાઈ પણ ઘરે આવે છે અને એ પણ ફ્રેશ થઈ રુદ્ર સાથે ટીવી જોવા બેસી જાઈ છે.

કુસુમબેન : (જમવાનું ટેબલ પર મુકતા...) ચાલો બધા જમવાનું તૈયાર છે..

રુદ્ર અને ભરતભાઈ બંને ટેબલ આવીને બેસે છે.

રુદ્ર : મમ્મી આજે જમવામાં શું છે..??
કુસુમબેન : ઈડલી અને સંભાર
રુદ્ર : વાહ આજે તો ઘણા દિવસ પછી તમારા હાથ નું ભોજન મળશે. મજા આવી જશે આજે.

બધા જમવાનું ચાલુ કરે છે.

રુદ્ર : મમ્મી આજે સંભાર નો સ્વાદ અલગ છે.
કુસુમબેન : કેમકે આજે સંભાર વૃંદા એ બનાવ્યો છે.
ભરતભાઈ : અરે વાહ બેટા, ખુબ સરસ બનાવ્યો છે.
વૃંદા : થેંક યુ અંકલ

બધા જમી ને થોડી વાર સાથે બેસી વાતો કરે છે. રુદ્ર એમાં મમ્મી-પપ્પા ને આજે દિવસ એ લોકોએ શું શું કર્યું એ બધું કહે છે અને પછી બધા પોત-પોતાના રૂમ માં સુવા જતા રહે છે. લગભગ એકાદ કલાક પછી રુદ્ર વૃંદા ના રૂમ માં આવે છે. વૃંદા જાગતી જ હોય છે પણ વિચારો માં ખોવાયેલી છે એટલે એને રુદ્ર આવ્યો એ ખબર નથી. રુદ્ર એની પાસે આવી ને બેસે છે અને વૃંદા નો હાથ પકડે છે. અચાનક થયેલા આ સ્પર્શ થી એ ભાન માં આવે છે અને ચીસ પાડવા જ જતી હોય છે ત્યાં રુદ્ર એના મોઢા પર હાથ મૂકી દે છે. રુદ્ર ને જોઈ ને એ બેડ પર બેસી જાઈ છે.

વૃંદા : રુદ્ર તું આટલું લેટ અહિયાં શું કરે છે..??
રુદ્ર : મને ખબર જ હતી કે તું જાગતી જ હશે એટલે આવ્યો.
વૃંદા : તને કેમ ખબર કે હું જાગતી જ હઈશ..??
રુદ્ર : કેમકે તે જ તો કાલે કહ્યું હતું કે તને તારા ટેડી ને હગ કર્યા વગર ઊંઘ નથી આવતી.
વૃંદા : હા પણ તું અહિયાં અત્યારે..?? કોઈ જોઈ જશે તો પ્રોબ્લેમ થશે.
રુદ્ર : કોઈ નહી આવે. મમ્મી-પપ્પા નીચે એમના રૂમ માં સુતા છે અને એ લોકો ક્યારેય ઉપર નથી આવતા. અને હું તો તને ફક્ત આ ટેડી આપવા આવ્યો હતો.

રુદ્ર પોતાની પાછળ છુપાવીને રાખેલું ટેડી વૃંદા ને આપે છે. વૃંદા એ જોઈ ને ખુશ થઈ જાય છે.

વૃંદા : આ ટેડી તે ક્યારે લીધું..??
રુદ્ર : મેં નથી લીધું. આજે તો હું આખો દિવસ તારી સાથે હતો એટલે નાં લઈ શક્યો પણ મેં મમ્મી ને કહ્યું હતું એટલે એ લઈ ને આવ્યા અને મારા રૂમ માં રાખી દીધું.
વૃંદા : તો આંટી ને ખબર છે તું અત્યારે મને ટેડી આપવા મારા રૂમ માં આવ્યો છે એ..??
રુદ્ર : હા મેં એમને પેહલા જ કહી દીધું હતું કે હું તને આ ટેડી રાત્રે જ આપીશ. સારું હવે તું સુઈ જા. કાલે આપડે વહેલું નીકળવું છે.
વૃંદા : કાલે ક્યાં જશું આપડે..??
રુદ્ર : એ તારા માટે સરપ્રાઈઝ છે.
વૃંદા : ઓકે. good night એન્ડ થેન્ક્સ ફોર ધીસ લવલી ટેડી.
રુદ્ર : good night

રુદ્ર એના રૂમ માં જતો રયે છે. વૃંદા ટેડી ને હગ કરીને સુઈ જાય છે. સવારે ઉઠીને રેડી થઈ ને નીચે જાઈ છે અને કુસુમબેન ને નાસ્તો બનાવામાં મદદ કરે છે. થોડી વાર માં રુદ્ર પણ રેડી થઈ ને આવી જાઈ છે. બધા સાથે બેસી ને નાસ્તો કરે છે. પછી રુદ્ર અને વૃંદા નીકળે છે.

વૃંદા : રુદ્ર તું મને ક્યાં લઈ જાઈ છે..??
રુદ્ર : કાલે તો કહ્યું હતું કે સરપ્રાઈઝ છે. ત્યાં જઈ ને જ તને ખબર પડશે. પણ અત્યારે આપડે બીજી જગ્યા પર જવાનું છે.
વૃંદા : ક્યાં..??
રુદ્ર : મારા ફ્રેન્ડ નિખીલ ના ઘરે.
વૃંદા : ઓકે

બંને નિખીલ ના ઘરે આવે છે. બધા સાથે બેસી ને વાતો કરે છે. નિખીલ બાળપણ ની ઘણી વાતો વૃંદા ને જણાવે છે. વાતો વાતો માં બપોર થઈ જાઈ છે. ત્રણેય એક સારી હોટેલ માં જમે છે. પછી આઇસક્રીમ ખાઈ ને છુટા પડે છે. ત્યાં સુધી માં ૩:૧૫ વાગી જાઈ છે.

રુદ્ર : ચાલ હવે તને લઈ જાવ સરપ્રાઈઝ વાળી જગ્યા પર.
વૃંદા : ચાલ.

બંને ત્યાં થી નીકળી જાઈ છે. લગભગ ડોઢ કલાક જેવું ડ્રાઈવ કરીને રુદ્ર એક બીચ પાસે બાઈક ઉભી રાખે છે. બંને બીચ પર આવે છે. વૃંદા ખુબ ખુશ થાય છે.

રુદ્ર : વેલકમ ટુ ડુમાસ બીચ.
વૃંદા : wow મસ્ત પ્લેસ છે યાર.
રુદ્ર : એટલે જ તો તને અહિયાં લાવ્યો. સનસેટ જોવા.
વૃંદા : પણ સનસેટ જોવા રોકાશું તો લેટ નહી થઈ. આજે નીકળવાનું છે ને આપડે..
રુદ્ર : હા, પણ આપડી બસ ૧૧:૩૦ વાગ્યા ની છે. એટલે આપડે આરામ થી પહોચી જશું ઘરે.
વૃંદા : ઓકે.

બંને થોડી વાર બીચ પર ચાલે છે. પાણી માં મસ્તી કરે છે. ફોટો પાડે છે. વૃંદા ને નાના બાળક ની જેમ પાણી માં મસ્તી કરતા જોઈ રુદ્ર ખુશ થઈ જાઈ છે અને એના ઘણા ફોટોસ ક્લિક કરે છે એને ખબર ના પડે એ રીતે. પછી સનસેટ નો ટાઇમ થતા બંને એક જગ્યા એ બેસી કુદરત ના સૌન્દર્ય નો આનંદ માણે છે. ઉગતા સૂર્ય ની જેમ આથમતા સૂર્ય નું પણ એક અલગ જ સૌન્દર્ય હોય છે. એમાં પણ જો તમે કોઈ નદી કે સમુદ્ર કિનારે એ દ્રશ્ય જોવો તો સુંદરતા માં વધારો થઈ જાઈ. પછી બંને ઘરે જવા માટે નીકળે છે. ઘરે પહોચી જમીને બંને પાછા અમદાવાદ જવા નીકળી જાઈ છે. વૃંદા રુદ્ર એ ગીફ્ટ માં આપેલું ટેડી પણ લઈ લ્યે છે સાથે અને બસ માં એને હગ કરીને જ સુવે છે.