કોલેજ પછી - ૨ Avadhi Bopaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

કોલેજ પછી - ૨

પાછલા ભાગ માં –
(વૃંદા અને રુદ્ર એક-બીજા સાથે કોલેજ ની ઘણી વાતો કરે છે અને સારા ફ્રેન્ડસ બની જાય છે.)

હવે આગળ :

વૃંદા અને રુદ્ર વચ્ચે હવે રોજ વાતો થાય છે. સવાર માં good morning થી લઈ ને રાત ના good night સુધી. ઓફીસ માં કે બહાર ક્યાય કઈક નાનું એવું ભી બને એમના જોડે તો ભી એક-બીજા ને કહી દેતા. બંને ના વિચારો સરખા હતા અને કદાચ એટલે જ બંને ને એક-બીજા સાથે વાત કરવી ગમતી હતી. ઘણા દિવસો ફક્ત આમ ફેસબુક માં વાત કરવામાં જ નીકળી ગયા. પણ એ દરમિયાન રુદ્ર એ ક્યારેય વૃંદા પાસે એના ફોન નંબર ન માંગ્યા. આજ-કાલ તો છોકરાઓ થોડીક વાત થાય ત્યાં જ નંબર માંગી લેતા હોય છે પણ રુદ્ર એવો છોકરો ન હતો. ઘણી વાર મળવાનું પ્લાન પણ કર્યું પણ ક્યારેક વૃંદા ને કામ આવી જતું તો ક્યારેક રુદ્ર ફ્રી ન હોય. એટલે ઘણો સમય થઈ ગયો આમ ફેસબુક માં વાતો કરતા કરતા પણ મળી ના શક્યા. જો કે બે માંથી કોઈ ને એ વાત નો અફસોસ પણ હતો કેમ કે બંને એક-બીજા ને ફક્ત સારા એવા મિત્ર જ માનતા હતા. પણ આખરે બંને એ મળવાનો વિચાર કર્યો અને દિવસ અને જગ્યા ફાઈનલ કર્યા. અને આખરે નંબર ની પણ આપ-લે થઈ ગઈ. બંને એ ઓફીસ પછી ૭:૩૦ વાગ્યે એક કેફે માં મળવાનું વિચાર્યું.

નક્કી કરેલા સમયે અને જગ્યા એ રુદ્ર પહોચી ગયો અને વૃંદા ને ફોને કર્યો.

વૃંદા : hello....
(આટલા સમય માં પેહલી વાર રુદ્ર એ વૃંદા નો અવાજ સાંભળ્યો હતો. એક દમ મીઠો અવાજ, મન થાય કે બસ સાંભળતા જ રહીએ. અવાજ સાંભળતા જ રુદ્ર થોડીક વાર એમાં ખોવાઈ ગયો અને કઈ જ ના બોલી શક્યો.)
વૃંદા : hello રુદ્ર.
(વૃંદા ના અવાજ થી પાછો ભાન માં આવ્યો..)
રુદ્ર : હા વૃંદા....
વૃંદા : કેમ કઈ બોલતો નહતો...??
રુદ્ર : એ...એતો થોડો નેટવર્ક પ્રોબ્લેમ હતો...
વૃંદા : અચ્છા... તું પહોચી ગયો...??
રુદ્ર : હા, એટલે જ તને ફોન કર્યો. ક્યાં છે તું..??
વૃંદા : હું ઓફીસ ના પાર્કિંગ માં છું. નીકળતી જ હતી ત્યાં તારો ફોન આવ્યો એટલે વાત કરવા ઉભી રહી ગઈ.
રુદ્ર : ok ચાલ તું આવ. હું તારી રાહ જોવ છું.
વૃંદા : હા, હમણાં આવી.
(એમ કહી વૃંદા એ ફોન મૂકી દીધો. અને રુદ્ર પાછો એના અવાજ માં ખોવાઈ ગયો. લગભગ ૧૦ મિનીટ પછી વૃંદા નો ફોન આવ્યો.)
વૃંદા : હું પહોચી ગઈ. તું ક્યાં છે..??
રુદ્ર : હું કેફે ની બહાર જ ઉભો છું.
વૃંદા : ok જોઈ લીધો મેં તને.. આવું હમણાં.

બંને એ ફોન મૂકી દીધો અને રુદ્ર ફરતી બાજુ જોવા લાગ્યો. ત્યાં જ એને સામે થી એક છોકરી આવતી દેખાઈ. રુદ્ર એ ફેસબુક માં વૃંદા ના ફોટો જોયા હતા એટલે તરત જ ઓળખી ગયો કે એ વૃંદા જ છે. બ્લેક જીન્સ અને રેડ ટોપ, સાથે બ્લેક સેન્ડલ, કમર સુધી ના ભૂરા રંગ ના ખુલ્લા વાળ એની સુંદરતા માં વધારો કરતા હતા. રુદ્ર એને જ જોતો રહ્યો અને ક્યારે વૃંદા એની સામે આવી ને ઉભી રહી ગઈ એને ખબર જ ના પડી.

વૃંદા : hi
રુદ્ર : (વૃંદા નો અવાજ સાંભળી ને ભાન માં આવ્યો.) hi
બંને ને હાથ મિલાવ્યા અને અંદર ગયા. રસ્તા માં રુદ્ર નું ધ્યાન તો વૃંદા પર જ હતું. વૃંદા બહુ રૂપાળી તો ન હતી પણ એના ચેહરા ની ચમક જોઈ ને કોઈ પણ ને ગમી જાય એવી હતી. એમાં પણ એની કામણગારી આંખો, જાણે એમાં કોઈ નશો હોય એમ એક વાર જોવો એટલે ખોવાઈ જ જાવ. એના હોઠ ની નીચે જમણી બાજુ રહેલું તલ એના રૂપ માં વધારો કરતું હતું. ચેહરા પર રેહતું સ્મિત કોઈ ને પણ ઘાયલ કરી દે. બંને એક ટેબલ પર બેઠા.

રુદ્ર : શું લઈશ તું..??
વૃંદા : કોલ્ડ કોફી.
રુદ્ર : અરે વાહ, એક જ વાર માં આન્સર મળી ગયો. મેં તો સાંભળ્યું હતું કે છોકરીયો ઘણી વાર લગાડે ઓર્ડર આપવામાં.
વૃંદા : એતો જગ્યા અને મૂડ પર ડિપેન્ડ કરે. મને અહિયાં ની કોલ્ડ કોફી ભાવે છે એટલે હું એ જ ઓર્ડર કરું અહિયાં આવી ને.
રુદ્ર : અચ્છા.

રુદ્ર એ બે કોલ્ડ કોફી અને એક ક્લબ સેન્ડવીચ ઓર્ડર કરી. થોડી વાર બંને ચુપ બેસી રહ્યા. વૃંદા ટેબલ પર પડેલી બૂક જોતી હતી.

રુદ્ર : તને નવલકથા વાંચવી ગમે..??
વૃંદા : ખુબ જ... i love reading...
રુદ્ર : અચ્છા....
વૃંદા : તને શું ગમે...??
રુદ્ર : મને ટ્રાવેલિંગ કરવું ખુબ ગમે... નવી નવી જગ્યા જોવી... હું મહિના માં એક વાર તો બે દિવસ ની છુટ્ટી લઈને ફરવા નીકળી જાવ.. આસપાસ ની જગ્યા જોવા..
વૃંદા : વાહ...
રુદ્ર : તને ગમે ફરવું..??
વૃંદા : હા ગમે ને...
રુદ્ર : ઓકે તો આ રવિવારે આપડે સાથે જશું... તું આવીશ ને મારી સાથે..??
વૃંદા : હા શ્યોર આવીશ...

થોડી વાર માં કોલ્ડ કોફી અને સેન્ડવીચ આવી જાઈ છે અને બંને કોફી પીતા-પીતા વાતો કરવા લાગે છે.

રુદ્ર : વૃંદા એક વાત કહું...??
વૃંદા : હા બોલ ને.. અને હવે આપડે ફ્રેન્ડસ છીએ તો ફ્રેન્ડસ માં આમ પરમીશન ના લેવાની હોય. બોલ જે બોલવું હોય તે.
રુદ્ર : તારી આંખો ખરેખર બહું જ મસ્ત છે. એક અલગ જ નશો છે એમાં. એમાં ખોવાઈ જવાનું મન થઈ જાઈ કોઈ નું પણ.
વૃંદા : અરે અરે બસ બસ. આટલા બધા વખાણ નહી કર મારા. ફુલાઈ જઈશ હું.
રુદ્ર : સારું ને, આમ ભી પાતળી છો. થોડી ફુલાઈ જઈશ તો કઈ પ્રોબ્લેમ નહી થઈ જાઈ.
બંને હસવા લાગે છે. ઘણી વાતો કરે છે અને કોફી તથા સેન્ડવીચ ખતમ કરી ને બહાર નીકળે છે.

વૃંદા : ચાલો હવે ઘરે જઈએ...??
રુદ્ર : તારે અગર મોડું ના થતું હોય તો અહિયાં બાજુ ને ગાર્ડન માં બેસી થોડી વાર..??
વૃંદા : હા ચાલ બેસી. મારે કઈ મોડું નથી થતું. હું મારું પ્લેઝર લઈ લવ.
રુદ્ર : પ્લેઝર ભલે અહિયાં જ પડ્યું. આપડે ચાલીને જઈ ત્યાં.
વૃંદા : સારો આઈડિયા છે.

બંને ગાર્ડન તરફ ચાલવા લાગે છે...