કોલેજ પછી - ૧ Avadhi Bopaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

કોલેજ પછી - ૧

hii ...

વૃંદા રોજ ની જેમ ઓફીસ માં પોતાનું વર્ક કરતી હતી ત્યાં અચાનક જ એના મોબાઈલ પર કોઈક નો મેસેજ આવ્યો. એણે ફોન હાથ માં લઈ ને જોયું તો ફેસબુક માં રુદ્ર નો મેસેજ હતો.


રુદ્ર અને વૃંદા બંને એ એક જ કોલેજ માંથી એન્જિનિરીંગ કર્યું હતું પણ બંને ના ડીપાર્ટમેન્ટ અલગ અલગ હતા, રુદ્ર મીકેનીકલ માં હતો અને વૃંદા કમ્પ્યુટર માં. એટલે મળવાનું ના થતું. કોલેજ ની ઇવેન્ટ વખતે ૨-૩ વાર મળ્યા હશે એ પણ ઔપચારિક મુલાકાત જ.


કોલેજ પૂરી થઈ એને આજે લગભગ ૧ વર્ષ થવા આવ્યું અને આજે આટલા સમય પછી રુદ્ર નો મેસેજ જોઈ વૃંદા ને નવાઈ લાગી. પેહલા તો થયું કે કાઈ જ રીપ્લાય નથી કરવો પણ પછી વિચાર્યું કે એક જ કોલેજ માં હતા અને આટલા સમય પછી મેસેજ કર્યો છે તો કદાચ કાઈ કામ હશે. એમ વિચારી ને એણે પણ hii એવો રીપ્લાય કર્યો. થોડી વાર થઈ ત્યાં પાછો રુદ્ર નો મેસેજ આવ્યો.


રુદ્ર : how r u...??


વૃંદા : i m fine. and wt about u...??


રુદ્ર : i m also fine. thanx.


થોડી વાર આવી ઔપચારિક વાતો કરી. ક્યાં જોબ કરે છે, કેવી ચાલે છે જોબ, એવું જ બધું. પછી વૃંદા થી ના રેહવાયું એટલે એણે પૂછી જ લીધું.


વૃંદા : તને ખોટું ના લાગે તો એક વાત પૂછું...?


રુદ્ર : હા પૂછને...


વૃંદા : આજે અચાનક કેમ મેસેજ કર્યો...??


રુદ્ર : આજે હું મારું ફ્રેન્ડ લીસ્ટ જોતો હતો. એમાં તારું નામ દેખાયું એટલે તારી પ્રોફાઈલ જોઈ. તે ઘણા સારા મોટીવેશનલ અને સોશિયલ પ્રોબ્લમ ના વીડિઓ શેર કર્યા છે. મને ગમ્યા અને તારી જોડે વાત કરવાનું મન થયું એટલે મેસેજ કર્યો. તને ના ગમતું હોય તો મેસેજ નહી કરું.


વૃંદા : ના ના એવું નથી. આતો કોલેજ પૂરી થઈ એને આટલો ટાઇમ થઈ ગયો અને આપડે ફ્રેન્ડસ પણ ના હતા એટલે પૂછ્યું. કોલેજ માં તો ક્યારેય વાત થઈ હોય એવું યાદ ભી નથી મને. 


રુદ્ર : વાત જ નથી થઈ ક્યારેય આપણી.


વૃંદા : હા એ જ. 


પછી થોડી વાર બંને એ બીજી ઘણી વાતો કરી અને પછી એક બીજા ને બાય કહી ને પોત-પોતાના ઓફીસ નું કામ કરવા લાગ્યા. 


વૃંદા રાત્રે જમીને પોતાના રૂમ માં બેઠી બેઠી સોન્ગ્સ સંભાળતી હતી ત્યાં રુદ્ર નો ફરી મેસેજ આવ્યો. 


રુદ્ર : hii ... શું કરે છે...??


વૃંદા : hii... કાઈ નહી બસ સોંગ સાંભળું છું. તું શું કરે છે..??


રુદ્ર : હું જસ્ટ જમીને આવ્યો રૂમ પર... તે જમી લીધું..??


વૃંદા : હા મેં જમી લીધું.


રુદ્ર : તું અહિયાં ફેમીલી સાથે રહે છે કે એકલી..?? 


(બંને એક જ શહેર માં જોબ કરતા હતા...)


વૃંદા : એકલી.. મારું ફેમીલી રાજકોટ માં છે. તારું ફેમીલી..??


રુદ્ર : મારું ફેમીલી સુરત રહે છે.. હું પણ અહિયાં એકલો જ રહું છું....


વૃંદા : અચ્છા... 


બીજી ઘણી વાતો થઈ એમની વચ્ચે. કોલેજ ના દિવસો યાદ કર્યા. કોલેજ માં થતી ઇવેન્ટ યાદ કરી. આજે ઘણા સમય પછી બંને જાણે ફરી થી કોલેજ લાઈફ જીવી રહ્યા હોય એવું લાગ્યું. બાકી કોલેજ પછી તો બધું બદલાય જતુ હોય છે. બધા અલગ અલગ થઈ જતા હોય છે. માત્ર ફોન પર વાત થાય ફ્રેન્ડસ જોડે, એ ભી કોઈ નો બર્થડે હોય કે કાઈ બીજું કામ હોય તો જ.  કોલેજ પછી બધા પોત-પોતાના અંગત જીવન માં બીઝી થઈ જાય. ઘણા ના લગ્ન થઈ જાય, પછી એ લગ્ન જીવન ની જવાબદારીઓ માં ફસાય જાય. પણ આજે રુદ્ર અને વૃંદા ને એક-બીજા જોડે વાત કરી ને એવું લાગતું હતું કે બંને જાણે બીજી વાર કોલેજ ના કેમ્પસ માં આવી ગયા હોય. ભલે બંને ની એક-બીજા સાથે કોઈ યાદ ન હતી કોલેજ ની પણ બંને પોતાની યાદો એક-બીજા સાથે શેર કરી રહ્યા હતા.


વૃંદા : તને યાદ છે જયારે મીકેનીકલ અને કમ્પ્યુટર નો મેનેજમેન્ટ નો લેકચર હોય સાથે ત્યારે તમે લોકો કેવા રેડી થઈ ને આવતા ક્લાસ માં..?


રુદ્ર : અરે એ કેમ ભૂલાય. આખું વિક અમે લોકો વેઇટ કરતા હોય કે ક્યારે ગુરુવાર આવે અને કમ્પ્યુટર ડીપાર્ટમેન્ટ માં આવવા મળે શિવાની મેડમ ના લેકચર માટે.


વૃંદા : હા, મેડમ બોલતા ભી ખરા કે સોમવાર ના જયારે મેકનીકલ નો ઓટોમોબાઈલ વાળા સાથે લેકચર હોય ત્યારે તો ગણી ને ૧૦-૧૨ સ્ટુડેંટસ માંડ આવે પણ જયારે ગુરુવાર ના કમ્પ્યુટર વાળા સાથે લેકચર હોય ત્યારે બધા હાજર હોય. જે આખું વિક કોલેજ ના આવ્યા હોય એ પણ ગુરુવાર ના તો લેકચર માં આવે જ.


રુદ્ર : હા તો. અમારે મીકેનીકલ માં તો કોઈ છોકરીયો હોય નહી એટલે કમ્પ્યુટર ડીપાર્ટમેન્ટ માં જ આવવું પડે છોકરીયો જોવા.


વૃંદા : હા, અને મોસ્ટલી જોઈએ તો મીકેનીકલ અને કમ્પ્યુટર વાળા જ ગર્લ ફ્રેન્ડ- બોય ફ્રેન્ડ હોય. 


રુદ્ર : મીકેનીકલ ના બોયસ ને કમ્પ્યુટર વાળી જ ગર્લ્સ ગમે અને કમ્પ્યુટર ની ગર્લ્સ ને મીકેનીકલ વાળા બોયસ. તમારા કમ્પ્યુટર વાળા બોયસ તો બિચારા ગર્લ ફ્રેન્ડ વગર જ આટા મારતા હોય આમ થી તેમ. 


વૃંદા : એક દમ સાચી વાત કરી તે. તારે હતી કોઈ ગર્લ ફ્રેન્ડ..??


રુદ્ર : ના મારે કોઈ ગર્લ ફ્રેન્ડ ન હતી. તારે હતો કોઈ બોય ફ્રેન્ડ..??


વૃંદા : હતો ને. પણ એ આપડી કોલેજ નો ન હતો. 


રુદ્ર : તો અત્યારે તમે રીલેશન માં છો..??


વૃંદા : ના, અત્યારે અમે રીલેશન માં નથી. 


રુદ્ર : કેમ બ્રેંકઅપ થઈ ગયું..?? 


વૃંદા : એને કોઈ બીજી ગર્લ જોડે ભી અફેર હતું. મને ખબર પડી એટલે મેં બ્રેંકઅપ કરી નાખ્યું. 


રુદ્ર : તારા માટે ઘણું અઘરું રહ્યું હશે ને એ બધું..??


વૃંદા : હા, થોડો ટાઇમ તો હું ડીપ્રેસન માં આવી ગઈ હતી. મેં એ વ્યક્તિ ને ઘણો પ્રેમ કર્યો હતો. એ જેમ કહેતો એમ હું કરતી પણ ખબર નહી કોઈ બીજી ગર્લ ક્યારે એની લાઈફ માં આવી ગઈ. આમ ભી અમે બંને અલગ અલગ શહેર માં હતા અને લોંગ ડિસ્ટન્સ રીલેશનશીપ માં આવું જ થાય.


રુદ્ર : વૃંદા i am really very sorry. મારા લીધે તને ફરી પાછું એ બધું યાદ આવ્યું. મારો તને દુઃખી કરવાનો કોઈ ઈરાદો ન હતો. 


વૃંદા : અરે it’s ok. એમાં sorry ના હોય. જે થવાનું હતું એ થઈ ગયું હવે એને ન તો તું બદલી શકે ન તો હું. અને હું મારી જીન્દગી માં આગળ વધી ચુકી છું એ બધું ભુલાવીને.

 
રુદ્ર : good girl. 


બંને એ બીજી પણ ઘણી વાતો કરી. કોલેજ સમય માં બીજા પલો ને યાદ કર્યા અને ખુબ ખુશ થયા. વાતો વાતો માં ક્યારે રાત ના ૧૨:૩૦ વાગી ગયા ખબર જ ન પડી. 


વૃંદા : અરે વાતો વાતો માં સમય ક્યાં પસાર થઈ ગયો ખબર જ ના રહી. ૧૨:૩૦ વાગી ગયા. હવે આપડે સુઈ જવું જોઈએ. સવારે ઉઠી ને બંને એ ઓફીસ જવાનું છે. 


રુદ્ર : સાવ સાચું. પાછુ સવારે ઉઠાશે નહી.


વૃંદા : ચાલ bye. good night.


રુદ્ર : bye, good night.



હવે આગળ આ ફ્રેન્ડશીપ શું રૂપ લેશે..??
શું રુદ્ર અને વૃંદા ક્યારેય મળશે કે પછી આમ જ ફેસબુક માં જ વાત કરતા રહેશે..??
વધુ જાણવા માટે જુઓ આગળ ના ભાગ માં...