Featured Books
શ્રેણી
શેયર કરો

જિંદગીનો વાસ્તવિક પરિચય - 2

જિંદગીનો વાસ્તવિક પરિચય
ભાગ-૨
ઇચ્છા

હેલ્લો મિત્રો હું આશા કરું છું કે તમને મારી પેહલી વાર્તા ગમી હશે.તો શરૂ કરીએ ભાગ ૨ નવી વાર્તા અને નવા બોધ સાથે.

કુંડલપુર નામનું એક રાજ્ય હતું આ રાજ્યના રાજા કુંડલ સ્વભાવે અત્યંત માયાળુ હતા તેમણે કોઈ પુત્ર ન હતો તો તમને એક ઋષિ મુની પાસે જવાનું નક્કી કર્યું અને તેમણે અને તેમની પત્નીએ આ ઋષિ-મુનિ ની દિલથી સેવા કરી અને આ જોઈ ઋષિ-મુનિ અત્યંત પ્રસન્ન થયા અને તેમણે આ રાજાને કહ્યું કે રાજા હું તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું તમે માંગો વરદાન એ આપીશ તો રાજાએ નમ્રતાપૂર્વક ઋષિ મુની ને કહ્યું કે હે દેવ જો વરદાન આપવું જ હોય તો અમને એક પુત્રનું વરદાન આપો આ સાંભળીને ઋષિ-મુનિ એ પોતાની માયાવી વિદ્યાથી એક ફળ નો કટોરો પોતાના હાથમાં લીધો અને કહ્યું કે રાજન આપ આ ફળ મહારાણીને ખાવા માટે આપજો અને આ ફળ ખાઈને તેઓ થોડાક જ સમયમાં એક સુંદર પુત્રને જન્મ આપશે આ સાંભળીને રાજા ખૂબ ખુશ થયો અને ઋષિમુની ને પગે લાગી ને કુંડલપુર તરફ ચાલવા માંડ્યો કુંડલપુર પહોંચીને ઋષિ મુનિના કહેવા પ્રમાણે તેણે આ ફળ તેની પત્નીને ખવડાવી દીધું અને થોડાક જ સમયમાં તેમના કહ્યા પ્રમાણે તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો આ પુત્ર ખૂબ જ સુંદર હતો જેનું નામ દેવરથ રાખવામાં આવ્યું હતું દેવરથ નાનપણથી જ ખૂબ હોશિયાર હતો અને સાહસી પણ હતો આ જોઈને રાજાની આંખોમાં વાત્સલ્યનો છલકાવ થવા માંડ્યો.પછી સમય જતા મહારાણી નું મૃત્યુ થયું અને રાજકુમાર ની તમામ જવાબદારી મહારાજના માથે આવી અને મહારાજે તેણે ખૂબ જ લાડ અને પ્રેમથી ઉછેર્યો હતો પરંતુ આ લાડ-પ્યાર માં આ રાજકુમાર ખૂબ જ જિદ્દી બની ગયો હતો તથા તેને જીવનનું કોઈ પણ જ્ઞાન ન હતું અને આને લીધે તે કંઈપણ કરી શકે તેમ ન હતો અને કારણ એ હતું કે રાજાએ તેને નાનપણથી જ લાડ કર્યા હતા અને આ લાડમાં રાજા એ રાજકુમારની બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરી હતી અને આ ઈચ્છાઓ પૂર્ણ કરવાથી તે ખૂબ જ મોહિત થઈ ગયો હતો એટલે કે ઈચ્છાને આધીન થઈ ગયો હતો કેમ કે નાનપણથી તે મોટો થયો ત્યાં સુધી રાજાએ તેને જે જોઈતું હતું તે આ બધું જ આપ્યું હતું અને આ રાજકુમારે કોઈ જ પ્રયત્ન નહોતો કર્યો કેમ કે તેને માગતા જ મળી જતું હતું અને આ આપવાથી આ રાજકુમાર એક આધારભૂત જીવન જીવતો હતો એટલે કે તે ક્યારે પ્રયત્ન કરતો નહોતો અને જીવનના વાસ્તવિક પ્રયત્નો રાજાએ પણ ન કરવા દીધા તેના પુત્રને પોતાના પુત્ર મોહના લીધે તેથી આ રાજકુમાર નાનપણથી જ કઇ શિખ્યો ન હતો અને ન શીખવા ને લીધે આર રાજકુમાર પાસે કોઈ જ રાજ શાસન નું જ્ઞાન ન હતું અને સમય જતા રાજા નું મૃત્યુ થયું અને આને લીધે રાજાના મૃત્યુ બાદ પ્રજાને ઘણી તકલીફ વેઠવી પડી કેમકે રાજકુમાર પાસે કોઈપણ રાજ્યશાસન ને લગતુ જ્ઞાન જ ન હતું અને છેવટે આ રાજ્યનું પતન થયું.

બોધ: ઈચ્છા એ જીવનનો એક મહત્વનો ભાગ છે પરંતુ ઇચ્છાને બીજાની દ્રષ્ટિથી જોવા કરતા પોતાના પ્રયત્ને જીતવી વધુ ફળદાયી બને છે. અને ઈચ્છા પર કાબુ રાખી શકે છે તે જ વ્યક્તિ કઈ મેળવવાના પાત્ર બને છે કેમકે ઈચ્છા પર કાબુ રાખવાથી કોઈપણ વ્યક્તિ વસ્તુ કે કંઈપણ હોય તેનું મૂલ્ય સમજાય છે અને અતિશય ઈચ્છાઓ એ જીવનના પતન નું કારણ બને છે. તો ઈચ્છાઓ કરવા પહેલા ઇચ્છાઓ ને પ્રાપ્ત કરતા શીખો પોતાની જાતે કેમકે સ્વાભિમાની જીવન શ્રેષ્ઠ માર્ગ છે જીવન જીવવાનો જ્યારે આધારભૂત જીવન પતન નો માર્ગ છે.