The Author Yash અનુસરો Current Read જિંદગીનો વાસ્તવિક પરિચય - 1 By Yash ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books શ્રીમદ્ ભગવદ્ ગીતા - સંપૂર્ણ ૐ ઊંધ્ટ્ટ થ્ૠધ્ધ્અૠધ્ઌશ્વ ઌૠધ્ઃ ગરુડ પુરાણ અનુક્રમણિકા ૧. પ્રથમ અધ્યાય મારી કલ્પનાઓનું પ્રતિબિંબ એક સાંજ હતી, જ્યાં બે મિત્રો વચ્ચેની વાતચીત થોડી ખાસ બની. યુ... સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 3 (૧) તમારા જીવનસાથી ને તમારું Quality compounding Account સમજ... હોલિવુડની માસ્ટરપીસ ફિલ્મો જ્યારે ઉત્તમ ફિલ્મની ખાસ કરીને હોલિવુડની ફિલ્મની ચર્ચા થાય ત... નિતુ - પ્રકરણ 70 નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ... દાદા ભિષ્મ પૌરાણિક દ્રષ્ટાંત કથા – પિતામહ ભીષ્મની... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Yash દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ કુલ એપિસોડ્સ : 3 શેયર કરો જિંદગીનો વાસ્તવિક પરિચય - 1 (24) 1.8k 4.7k 4 હેલો મિત્રો હું આ જિંદગીના કડવા સત્ય આ તથા કડવા અનુભવ નો અને જિંદગીના મૂલ્યનો પરિચય આપવાનો પ્રયત્ન કરું છું કેટલીક બોધરૂપી વાર્તાઓ દ્વારા.જિંદગીનો વાસ્તવિક પરિચયભાગ ૧ભગવાનની શોધ સોમપુર નામનું એક ગામ હતું આ ગામમાં બધા જ લોકો એકબીજા સાથે હળમળીને રેહતા હતા અને સમય આવે તો એકબીજાની મદદ પણ કરતાં. આ ગામમાં બધા દરરોજ સવારે પોતાના કામ ધંધા પર જતાં પેહલા રોજ ભગવાન શિવના મંદિરે નિયમિતરૂપે પુજા કરવા જતા હતા અને નિયમિતરૂપે ભગવાન શિવના શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરતા હતા અને ભગવાનની ભક્તિ કરીને પોતાના કામ પર ચાલ્યા જતા હતા પરંતુ મંદિરની આગળ બેઠેલા ભિખારીઓ તરફ ધ્યાન દોરતા ન હતા. બિચારા ભૂખ્યા-તરસ્યા મંદિર આગળ બેઠા હતા અને વિચારતા હતા કે જે કોઈપણ ભક્ત મંદિરથી દર્શન કરીને પરત ફરશે તે બચેલો પ્રસાદ કે કઈ ધન દાન કરશે અને અમારું ગુજરાન થશે. પરંતુ કંઇક ઊલટું થતું હતું અમુક જ લોકો દાન કરતા હતા અને અન્ન આપતા હતા. કેમકે તેઓ માનતા હતા કે આ ભીખારીઓ તો ઢોંગ કરે છે ને નાહકના માગ માગ કરે છે તેથી ગામના લોકો આ ભિખારીઓને નકારતા હતા. પરંતુ આ ગામના સરપંચ એક સજ્જન વ્યક્તિ હતા . તેઓ દરરોજ મંદિર તો જતા હતા તથા તેઓ દરરોજ ઘરેથી દૂધ અને પ્રસાદ લઈને આવતા હતા પરંતુ આ દૂધ તેઓ શિવલિંગ પર ચઢાવતા નહોતા અને તેના બદલે આ દૂધ અને પ્રસાદ આ ગરીબ ભિખારીઓને વહેચી દેતા હતા આ જોઈને લોકો તેમને કહેતા કે આ શું કરો છો તમે આના કરતા તો તમે માત્ર ભગવાનને પગે લાગો તો પણ ઘણું છે. લોકોની આ વાત સાંભળીને સરપંચ હસી કાઢતા હતા અને કહેતા કે ભગવાનને શું જરૂર છે આ બધાની. આ વાત સાંભળીને ગામના લોકોએ એક બેઠક કરી અને નક્કી કર્યું કે ગમે તે થાય આ સરપંચશ્રીની મંદિર આગળ બેઠેલા ભિખારીઓને દાન આપવાની ટેવ છોડાવી પડશે. હવે બીજે દિવસે આ ગામના લોકો સરપંચ શ્રી પાસે ગયા અને કહ્યું કે તમે મંદિર આગળ બેઠેલા ભિખારીઓને દાન આપવાનું બંધ કરી દો કેમકે તે તમને શોભા દેતું નથી આ સાંભળી સરપંચશ્રી બોલ્યા ઠીક છે અને ગામલોકો આજ સાંભળતા ખુશ થઈ ગયા પરંતુ સરપંચશ્રી એ એક શરત મૂકી કે હું મારી મંદિર આગળ બેઠેલા ભિખારીઓની દાન આપવાની ટેવ છોડી દઈશ પરંતુ તેના બદલે તમારે મારું કામ કરવું પડશે આ સાંભળી ગામના લોકો બોલ્યા કે સરપંચશ્રી તમારી શરત અને તમારું કામ શું છે સરપંચશ્રી એ જવાબ આપ્યો કે તમારે હું જે ક્રિયા રોજ કરું છું ગરીબ ભિખારીને દાન આપવાની તે ક્રિયા દરેક ગામ લોકોએ ૩૦ દિવસ સુધી કરવી પડશે અને જો વચમાં આ ક્રિયા છોડી દીધી તો હું દાન આપવાનું બંધ નહીં કરું આ સાંભળતા જ ગામલોકો બોલ્યા ઠીક છે સરપંચશ્રી અમને મંજૂર છે તમારી શરત તો બીજે દિવસથી સરપંચશ્રી એ 30 દિવસ માટે દાન કરવાનું બંધ કરી દીધું અને આ ફરજ ગામ લોકોને બજાવવા માટે આપી દીધી અને બીજા દિવસથી ગામના લોકો ઘરેથી લાવેલો ભોગ અને દૂધ મંદિર આગળ બેઠેલા ગરીબ ભિખારીઓને આપી દેતા અને આ ગરીબ ભિખારીઓ જે પણ વ્યક્તિ દાન આપતું હતું તેને એક જ વાક્ય કહેતા હતા કે ભગવાન તમારું ભલું કરે આ સાંભળી ગામના લોકો વિચારમાં પડી ગયા અને તેઓ અઠવાડિયા સુધી તો આ કાર્યક્રમ અનુસરતા રહ્યા પરંતુ અઠવાડિયા પછી તેઓ ભોગ અને દૂધ સિવાય કપડા જીવન જરૂરિયાતની અમુક ચીજો અને આશરા રૂપે થોડાક પૈસા આપતા હતા આમ ધીમે ધીમે એ ગામના ભિખારીઓ પોતાના પગ પર ઊભા થયા અને એ મંદિરે તેઓએ ફૂલ નો વ્યાપાર શરૂ કરી દીધો અને ધીમે ધીમે આ ગરીબ ભિખારીઓની પરિસ્થિતિ સુધરવા માંડી અને આ પરથી લોકોને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે સરપંચશ્રી ની માફી માંગી અને આ જોઇને સરપંચશ્રી તથા ગામના લોકો પણ ખુશ થયા કે તેમણે જીવનમાં કંઈ તો સારું કામ કર્યું છે. બોધ: મનુષ્યે હંમેશા દાનની ભાવના રાખવી જોઈએ અને ગરીબ ની મદદ કરવી જોઈએ તથા ભગવાન તો એમ જ કહે છે કે મારે તો તમારા અંતરના પ્રેમની જરૂર છે ના કે ફૂલ તથા નિવેધની. અને આપણે સૌ જો આ દૂધ પ્રસાદ કપડા તેમજ જીવન-જરૂરિયાતની અમુક આર્થિક ચીજોનો ઉપયોગ કરી એક મનુષ્ય તરીકે મનુષ્યની મદદ કરવી જોઈએ કેમ કે ભગવાન તો દરેક મનુષ્યના હૃદયમાં વસે છે ના કે પથ્થરની મૂર્તિઓમાં અને આ નેવેધ જો આપણે એક ગરીબને દાન કરશું તો તેની ભૂખ સંતોષ પામશે અને પુણ્ય મળશે અને ભગવાનનો આશીર્વાદ પણ મળશે. › આગળનું પ્રકરણ જિંદગીનો વાસ્તવિક પરિચય - 2 Download Our App