સંગ રહે સાજન નો -7 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મજબૂત મનોબળ

    આપણે મજબૂત મનોબળ કંઈ રીતે કેળવી શકીએ??         મનનું "બળ" મન...

  • રાય કરણ ઘેલો - ભાગ 7

    ૭ થોડો પૂર્વ ઈતિહાસ   આ વ્યાપક અવિશ્વાસનું કારણ સમજવા મ...

  • ફરે તે ફરફરે - 58

    ફરે તે ફરફરે - ૫૮   પ્રવાસના જે પડાવ ઉપર હું પહોંચ્યો છ...

  • ભાગવત રહસ્ય - 158

    ભાગવત રહસ્ય-૧૫૮   એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થય...

  • નિતુ - પ્રકરણ 68

    નિતુ : ૬૮ (નવીન)નિતુની અણનમ આંખો એને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી...

શ્રેણી
શેયર કરો

સંગ રહે સાજન નો -7

રોજ તો વહેલી ઉઠી જતી વિશાખા આજે સાત વાગ્યા છતાં સુતી હતી. વિરાટ ઉઠીને કોફી બનાવી ને લઈ આવે છે.અને આવીને તેના ગાલ પર પ્રેમથી ચુંબન કરીને કહે છે, ઉઠો વિશાખા રાણી તમારી કોફી તૈયાર છે...

વિશાખા ઉઠીને જુએ છે અને કહે છે વિરાટ સાત વાગી ગયા. મને આટલું મોડું થઈ ગયું.

વિરાટ : રિલેક્સ ડિયર, હવે આપણા આ ઘરમાં આપણે બે જ છીએ. કંઈ વાધો નહી. શાતિથી કરીએ છીએ કામ.

વિરાટ અને વિશાખા બે દિવસ હોટેલમાં રહીને પછી એક રૂમ રાખે છે રહેવા માટે. જે એક બેડરૂમ હોલ કિચનનું ઘર હતું પણ એ પ્રેમનિવેશ બંગલાની સરખામણીમાં તો એક નાનકડી ખોલી જ કહેવાય.

છતાંય પણ કહેવાય છે ને પ્રેમ હોય તો ખોલી પણ ઘર કહેવાય અને જ્યાં અઢળક સંપત્તિ માણસો વચ્ચે શાંતિ ના હોય અને  એકલતા કોરી ખાતી હોય તો તે મકાન જ કહેવાય !!!

ગઈકાલે જ તેઓ આ ઘરમાં રહેવા આવ્યા હતા એટલે આ ઘરમાં તેમની પહેલી સવાર છે.

વિશાખા : બકા હુ નાસ્તો બનાવી દઉ. અને તમને કોફી બનાવતા આવડે છે ??

વિરાટ : હા મેડમ, ઘરે ક્યારેય નથી બનાવી આજે તુ પી ને કહે કેવી છે.

વિશાખા પહેલાં ફ્રેશ થઈને આવે છે એટલે બંને સાથે કોફીની મજા લે છે .

વિશાખા : તમે કોફી તો બહુ મસ્ત બનાવી છે હો...અને કહે છે, વિરાટ નો હાથ પોતાના હાથમાં લઈ કહે છે , થેન્કયુ સો મચ મારા માટે આટલું બધુ કરવા માટે. તમે મને સાથ ના આપ્યો હોત તો કદાચ....

વિરાટ : તુ એવું જરા પણ ના વિચાર. એ હું તને પરણીને લાવ્યો છે તને સાથ આપવો મારી ફરજ છે.અને તુ સાચી છે.
મારે તો પપ્પાનો આભાર માનવાનો છે કે એ દિવસે......

મમ્મી ત્યાં હોટેલ પરથી મે ઘરે જવાની ના કહેતા મમ્મી તો ગુસ્સામાં બહાર નીકળી ગઈ પણ પપ્પા કંઈક બહાનુ બનાવી ફરી અંદર આવ્યા અને કહ્યું, બેટા તુ ઘર છોડીને આવ્યો એ વાતનુ મને બહુ દુઃખ છે પણ તે તારી પત્નીનો સાચી વાતમાં સાથ આપ્યો એટલે હું બહુ ખુશ છું. આ પૈસા લે અને કોઈ ઘર શોધી ત્યાં રહેવા જતાં રહેજો અહીં હોટેલમાં સારું ના લાગે વધારે દિવસ. અત્યારે તને પૈસાની જરૂર પડશે નવું ઘર વસાવવા માટે.

વિરાટ : મે ના પાડી છતાં પરાણે આપીને ગયા કારણ કે હું ગુસ્સામાં ક્રેડિટ કાર્ડને બધુ ત્યાં મુકીને આવ્યો હતો. અને છેલ્લે કહીને ગયા હતા, કંઈ પણ કામ હોય તો ગમે ત્યારે કહેજે અને વિશાખા ને હંમેશા ખુશ રાખજે. હું એ જ તો કરી રહ્યો છું.

વિશાખા :  પણ મમ્મીજી?? આપણે ઉતાવળો નિર્ણય તો નથી કર્યો ને જુદા રહેવાનો ??

વિરાટ : વિશુ, લોઢું ગરમ હોય ત્યારે જ ઘાટ અપાય એમ કોઈ વસ્તુ એવી બને ત્યારે જ ડિસીઝન લેવુ જોઈએ તો આપણને શું તફલીક થઈ એ કોઈને ખબર પડે.  નહીંતર થોડા સમય પછી તને હક અપાવવા હુ અલગ થવાનો નિર્ણય કરત તો એમ જ કહેત કે તે મને આ બધુ કરવા ચડાવ્યો છે અને આ નિર્ણય મારો છે તને તારો હક અપાવવાનો તુ જરાય ચિંતા ના કર .

હાલ તો આપણે નવી જિંદગી ના એક એક પળોને આપણી ડાયરીમાં ખુશીઓ સાથે કંડારી દઈએ કહીને તે વિશાખા ને ભેટીને પ્રેમથી હગ કરીને અસંખ્ય ચુંબનોથી ચુમે લે છે.

વિશાખા આ પ્રેમાળ હાથોમાંથી સરકીને શરમાઈને કામ કરવા જતી રહે છે....

             *          *           *           *           *

બધા ડાયનિગ ટેબલ પર જમવા ગોઠવાયેલા છે. આજે રવિવાર છે બાકી તો લન્ચના સમયે કોઈ સાથે ઘરે ના હોય. પણ બધા સાથે હોવા છતાં સૌના મો પર એક ચુપકીદી છે.

એટલે સમય પારખી જતાં ઈશાન કહે છે, આજે કરે કેટલા દિવસો પછી ડ્યુટી પરથી ઘરે આવ્યો એટલે શાંતિથી જમીએ છીએ બધા સાથે.

પણ આજે કોઈ મજાક કરનાર નથી. મને કોઈ ભાઈ ભાઈ કરીને હેરાન કરનાર નથી તો આ શાહી ભોજનમાં પણ જાણે એક લુખાપણુ લાગી રહ્યુ છે.

બધા સમજી જાય છે. પ્રેમાની આખો ભરાઈ આવે છે પણ તે કોઈની સમક્ષ એક પણ આસુ બહાર આવવા નથી દેતી.

શ્રુતિ : સાવ સાચી વાત છે ઈશાન. વિરાટભાઈ વિના આ ઘર સુનુ સુનુ લાગે છે. અને થોડા સમયમાં જ વિશાખા એ પણ સૌના દિલમાં એક અનોખું સ્થાન બનાવી દીધું છે.

નંદિની : બસ હવે આખો દિવસ હજુ તો વિરાટ અને વિશાખા. એટલે બધુ હોય તો તમે પણ ત્યાં જતાં રહોને એમની સાથે. કોને કહ્યું હતું એને આ ઘર છોડીને જવા માટે. એતો એક નંબરનો વહુઘેલો છે, ખબર નહી એ વિશાખામા શું જોઈ ગયો છે એની આગળ પાછળ ફર્યા કરે છે અને આ નિર્વાણ જુઓ, આખો દિવસ બિઝનેસ માટે મહેનત કર્યા કરે પણ શું એ ઘરમાં મોટો દિકરો છે છતાં કંઈ ગણતરી છે ખરી ??

નંદિની એક પછી એક તેના શબ્દોના પાસાં ફેરવી રહી છે એ સાભળીને પ્રેમા તો કંઈ જ બોલતી નથી પણ આજે હંમેશાં ચુપ રહેતો નિવેશ કહે છે, નંદિની વહુ જરા જીભને કાબુમાં રાખો. અમારા માટે ત્રણેય દીકરા સરખા છે. કોઈ માટે કોઈ ભેદભાવ નથી.અને ક્યાં કોને કેટલુ મહત્વ આપવુ એ અમને સારી રીતે ખબર છે.

નિર્વાણ : પપ્પા આજે તો નંદિની પણ ખોટું નથી કહેતી .એતો તેને સામે કહેવાની આદત છે એટલે બધાને ખરાબ લાગે છે.

કોઈ દિવસ મમ્મી પપ્પા સામે એક શબ્દ ઉચેથી ના બોલનાર નિર્વાણ ને નંદિની ની તરફદારી કરતો જોઈ એ ડઘાઈ જાય છે અને તેની સામે જ જોઈ રહે છે ....

શું થયું ?? નિર્વાણે નંદિની નો પ્લાન સ્વીકારી લીધો કે શું ?? આગળ શું શું થશે??

જાણવા માટે વાચતા રહો, સંગ રહે સાજન નો - 8

next part............. come soon...............................