Sambhadho ni aarpar - 26 books and stories free download online pdf in Gujarati

સંબંધો ની આરપાર....પેજ - ૨૬

અંજલિ અને પ્રયાગ બન્ને...પ્રયાગ નુ રીઝલ્ટ આવ્યું તેની વાતો કરતા હતાં અને એડમીશન માટે અનુરાગ સર ની સલાહ મુજબ નક્કી કરવાનું વિચારે છે. અંજલિ ના ચહેરા પર અનુરાગ સર નું નામ સાંભળતા ચમક આવી જાય છે.

******* હવેે આગળ .... ...પેજ -૨૬ *************

હા....બેટા..અનુરાગ સર આપણાં પોતાના કહેવાય...એટલે તે આપણ ને બેસ્ટ જ સજેસ્ટ કરશે.જે તને તારા ભવિષ્ય માં પણ કામ આવે તેવુ હશે.

મમ્મીજી...તો પછી એક કામ કરો ને...તમેજ અનુરાગ સર ને પુછી લેજો ને...તે જે સજેસ્ટ કરશે તે મુજબ હું કરીશ.

અંજલિ મનમાં પ્રયાગ નાં નિર્ણયથી ખુબ ખુશ હતી...પરંતુ મન ના કોઈ ખુણામાં તેનો એક નો એક દિકરો પ્રયાગ તેનાં થી દુર જશે તેનું દુઃખ પણ હતુ.

બેટા.. એતો તુ એમને સીધુ જાતે પુછીશ તો પણ કહેશે... તેમના મન માં અંજલિ અને પ્રયાગ બે વચ્ચે કોઈ અંતર નાં હોય.

હા..મમ્મીજી એતો જ્યારે આપણે બેંગ્લોર તેમને મળ્યા અને તેમની સાથે જે સમય વિતાવ્યો હતો..ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો.
એક પિતા તુલ્ય વ્હાલ કર્યું હતું મને....અને ક્યારેક એક સાચા મિત્રની જેમ મારી સાથે વર્તન કરતા હતા.
પ્રયાગ આ વાત કરતા કરતા જ બોલતી વખતે સહેજ ભારે હ્રદય થી બોલ્યો હતો.

અંજલિ ને ખ્યાલ આવી ગયો કે મનોમન પ્રયાગે અનુરાગ સર નાં પ્રેમ અને લાગણી ને અને વિશાલ ના હંમેશા અમારા થી દુર રહેવા ની અને તેમનાં વ્યવહાર ની સરખામણી કરી રહ્યો છે. અંજલિ મહેસુસ કરી રહી હતી કે પ્રયાગ ને બોલવા માં તકલીફ પડે છે..એટલે તેણે જ સામે થી પ્રયાગ ને કીધુ....
બેટા...બસ આગળ કશુંજ નાં કહીશ....અને કશુ વિચારીશ પણ નહીં. તારા પપ્પા ને હું પહેલા પણ નહોતી સમજી શકી અને આજે પણ નથી સમજી શકતી.

જ્યારે અનુરાગ સર મારા માટે પહેલા જે હતા...હું તેમને જે રીસ્પેકટ આપતી હતી તેનાં થી વધારે માન હું આજે પણ તેમને આપુ છુ. અને સામે અનુરાગ સર પણ મને જેટલુ પહેલા માનતાં હતા ..કદાચ આજે તેના કરતા પણ વધારે જ માને છે.

પ્રયાગ ની આંખો માં થી ...આજે ખુશી ભર્યા દિવસે પણ આંસુ ની ધારા વહી રહી હતી.

અંજલિ એ તરતજ તેનાં હાથ રૂમાલ થી પ્રયાગ ની આંખો માં થી વહી રહેલા આંસુઓ ને લુછ્યા. જો બેટા આમ રડાય નહીં...અને તુ તો હવે મોટો થઈ ગયો છે...થોડા દિવસોમાં તો તું પોતે બીઝનેસ સંભાળી લઇશ...આમ કહીને અંજુ એ કાર માં રહેલા ફ્લાસ્ક માં થી પ્રયાગ ને પાણી પીવડાવ્યું.

પ્રયાગે સહેજ સ્વસ્થ થઈ ને અંજલિ ને પુછ્યુ..મમ્મી તને કેવી રીતે ખબર પડી કે હું પપ્પા વિષે જ વિચાર તો હતો.

જો..બેટા...હવે ક્યારેય એવુ નાં સમજતો કે તુ શુ વિચારે છે તે મને ખબર નહીં પડે...જરા તારા ડાબા નાક ને હાથ લગાવ..જો જરા આજે તું ડાબા નાક થી જ શ્વાસ લેતો હોઇશ.

પ્રયાગે ખરે ખર તેનાં ડાબા નાકે હાથ લગાવ્યો તો..સાચે જ તેનાં ડાબા નાક થીજ શ્વાસ લેવાઇ રહ્યો હતો. ( ડાબી બાજુ ની નાડી )

મમ્મી....બોલી ને પ્રયાગ રોકાઈ ગયો.

બેટા ..ખાલી જન્મ આપ્યો છે તને...એટલું જ નથી...તને મેં સેવ્યો છે...પ્રેગનન્સી ની ખબર પડી તે દિવસ થી તારા જન્મ સુધી ની પ્રત્યેક ક્ષણ મેં તને મહેસુસ કર્યો છે....જીવી છુ...હું તે દરેક પળ ને..એ સંવેદના એ તડપ....એક એક પલ તારા ખીલી રહેલા સ્વરુપ ને મેં ખુબ ચાહ્યુ છે.
કદાચ..હું તને તારા કરતા પણ વધારે ઓળખું છું.!

મમ્મી...તુ....બસ...!! રડેલી આંખો માજ પ્રયાગ તેની મમ્મી અંજલિ એ જે વાત કરી તેમાં તેની સામે નિર્દોષ ભાવે જોઈને તેની મમ્મી અંજલિ ને માથે હાથ ફેરવ્યો.

મમ્મી...તુ મને જેટલું સમજે છે... અને સમજી શકે છે , તેટલુ અને તેવીજ રીતે તને કોઈ સમજી શક્યું છે ???

દિકરા....કહેતા કહેતા અંજલિ ની આંખો પણ ભરાઈ આવી.
કદાચ ...હું આજે પણ તને તારા સવાલ નો જવાબ આપી શકુ તેમ છુ. પણ આજે નથી આપવો મારે...આ સવાલ નો જવાબ તને યોગ્ય સમય આવે ત્યારે મળી જ જશે.
કદાચ હું મારા મ્હો થી તને ના કહી શકું તો પણ તેવા સમયે તને આપોઆપ સમજાઈ જશે. અને ત્યારે કદાચ તું આજ કરતા વધારે સારી રીતે સમજી શકીશ. કહી ને અંજલિ એ આખી વાત અને પ્રયાગ નાં સવાલ ને ભવિષ્ય નાં ગર્ભમાં ધકેલી દીધો.

પ્રયાગ ને પણ ક્યારેય જીદ કરી ને વાત ને બગાડવાની ટેવ નહોતી. એટલે તે પણ અંજલિ નાં જવાબ પછીથી શાંત થઈ ગયો.
ઠીક છે મમ્મી સમય આવે બધુ સમજાઇ જશે.
પ્રયાગ ની કાર ધીરે ધીરે બંગલો માં પહોંચી ગઈ. કાર ને પાર્ક કરી અને અંજલિ અને પ્રયાગ બન્ને પોત પોતાના રૂમમાં ગયા. અંજુ એ તેના રૂટીન મુજબ શેફ ને મેનું આપ્યું અને રાત્રે એજ રૂટીન મુજબ પુરો પરિવાર જમી ને સુઇ જાય છે.

*****

પ્રયાગ અને તેનાં મિત્રો નુ પરિણામ આવી ગયું હતુ, તેથી એક બીજા ને મળીને ભવિષ્ય માં કોણ શુ કરશે અને ક્યાં ભણશે અને સાથે કોણ કઈ લાઈન માં આગળ વધશે તેનાં માટે આજે સી.સી.ડી.પર મળવાનું નક્કી કર્યું હતું.
સવારે વિશાલ તેનાં સમયે ઓફીસ જવા માટે નીકળે છે. ત્યારે પ્રયાગ બ્રેકફાસ્ટ પતાવીને ડ્રોઈંગરૂમમાં સોફા પર બેસીને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચી રહ્યો હતો. ત્યાં જ અંજુ આવે છે. પ્રયાગ નાં માથે હાથ ફેરવતાં ફેરવતાં ત્યાં જ ઊભી રહી...!!

પ્રયાગ નુ ધ્યાન તો ન્યુઝ પેપર વાંચવા માં જ હતું..પણ અંજલિ નો હાથ માથે ફરતાં જ બોલ્યો..હા મમ્મી...બોલ ને..!!!
આટલું બોલી ને પ્રયાગે નજર ઊંચી કરી.

બસ...બેટા આતો તુ હવે..એબ્રોડ જવાનો ...ભણવા..એટલે બસ.

મમ્મી હજુ તો હું તારી પાસે જ છું ને. અને તારા થી દૂર હું જઈ શકુ ??
એ શક્ય લાગે છે તને ??
મને નથી લાગતું...મમ્મી કે આપણે બન્ને એકબીજા થી દુર કે અલગ અલગ રહી શકીએ.
હું ફિઝિકલ ભલે તારા થી દૂર જઉ તો પણ મન થી તો આપણે એકબીજા ની સાથેજ રહેવાનાં ને. અરે તુ તો મને મહેસુસ પણ કરી શકે છે..અને કદાચ હું પણ તને.

અંજલિ નો હાથ આવી નિર્દોષ વાતો કરતા પ્રયાગ નાં માથે ફરતો ફરતો હવે તેનાં ગાલ પર ફરી રહ્યો હતો.

હા...બેટા એટલે જ આમ ચિંતા નથી, પરંતુ તુ ઘરમાં થી જવાનો એટલે ઘર ખાલી ખાલી લાગશે મને, મારી કંપની પણ જતી રહેશે..ઘર માં તારા સિવાય હું વાતચીત પણ કોની સાથે કરીશ ??

અંજલિ અને પ્રયાગ બન્ને એકબીજાની સામે જોયું...બન્ને ની આંખો માં કોઈ સવાલ હતો...અને જવાબ પણ હતો...તેમ છતા બન્ને મૌન રહ્યા.
અંજલિ બોલી.. ચાલો બેટા હું ઓફીસ જઉં છુ.
"જય અંબે "

જી..."જય અંબે" મમ્મી પણ...જરા અનુરાગ સર ને યાદ કરી ને વાત કરી લેજો.

હા..બેટા...ચિંતા ના કરતો...સાંજે મળીશું ત્યારે વાત કરીશું. અને કામ ના હોય તો ઓફીસ આવી જજે.

ના...મમ્મી..આજે બધા ફ્રેન્ડસ મળવાનાં છે.

ઓ.કે.બેટા..ઠીક છે કહી ને અંજલિ ઓફીસ જવા માટે નીકળે છે.

ઓફીસ પહોંચી ને અંજલિ એ સૌ પહેલા જ અનુરાગ ને મેસેજ કરીને જાણ કરી દીધી કે પ્રયાગ ની પણ એજ ઈચ્છા છે કે તમે જ તેના ભવિષ્ય નું નક્કી કરો. એટલે લંચ બ્રેક માં આપની અનુકૂળતાએ ફોન કરજો.


અંજલિ તથા અનુરાગ બન્ને ના લંચ ટાઈમ એક સરખા જ હતા. અંજલિ એ પોતાનું લંચ પુરુ કર્યું અને હેન્ડ વોસ કરી ને આવી ત્યાં જ તેનાં મોબાઈલમાં અનુરાગ સર લખાઈ અને રીંગ વાગી.

ગુડ આફ્ટર નુન...સર..!! અંજલિ એ ફોન ઉપાડી ને કીધુ.

હમમ..ગુડ નુન અંજુ..
આઈ હોપ બધુ પરફેક્ટ હશે. બોલો શુ ઈચ્છા છે પ્રયાગ ની ??

જી...પ્રયાગ ની ઈચ્છા એવી છે કે જે તમે નક્કી કરો ત્યાં જ તે જશે.આમ પણ જીવન નાં દરેક મહત્વ નાં નિર્ણયો મા મે તમારી સલાહ મુજબ જ નિર્ણયો લીધા છે. અને આજ સુધી મને તેમાં સફળતા જ મળી છે. દરેક વખતે તમે મને યોગ્ય સલાહ જ આપી છે. અને હવે જ્યારે વાત પ્રયાગ નાં ભવિષ્ય ની છે તો તમારા સિવાય હું કોની સલાહ લઈ શકુ ? અને બહુ સાચુ કહુ તો તમારા થી વધારે સારો નિર્ણય પ્રયાગ માટે કોણ લઈ શકે ??
અંજુ નોન સ્ટોપ બોલી ગઈ.

સામે છેડે અનુરાગ શાંતિ થી અંજલિ ને સાંભળી રહ્યો હતો.
અંજુ...તે વિશાલ ને વાત કરી છે ?? કદાચ એવું ના બને કે હું કઈ કહુ અને તે વિશાલ ને ના ગમે.
અનુરાગ હંમેશા અંજલિ ને કોઈ સલાહ આપવા ની હોય ત્યારે તેના ઘર માં કોઈ પણ પારિવારિક સમસ્યા નાં ઉદ્દભવે તેની વિશેષ કાળજી રાખતો હતો.

જી..નહી સર...વિશાલ ક્યારેય મારા અને પ્રયાગ નાં નિર્ણયો માં ઈન્ટરેસ્ટ નથી લેતો, અને તેમાં માથુ પણ નથી મારતો. અને જ્યારે ખુદ પ્રયાગ ની પણ એજ ઈચ્છા છે, ત્યારે મને વિશાલ ને વાત કરવાનું પણ ઉચિત નથી લાગતું.
અંજલિ ના જવાબ માં ઉદાસી હતી...જ્યારે અનુરાગ પોતે જાણતો જ હતો કે અંજુ નો જવાબ શુ હશે....પરંતુ તેમ છતાં પણ તેણે અંજલિ ને પુછ્યુ હતુ.

અંજુ....તુ પ્રયાગ ની મમ્મી છે...એ સાચુ...અને વિશાલ...પણ પ્રયાગ નાં પપ્પા છે જ ને. ..!!

હમમમમમ....વિશાલ પ્રયાગ નાં પપ્પા છે પણ....!!! અંજુ બોલતા બોલતા અટકી ગઈ.

અનુરાગ વાત ને ક્યારેય બહુ ખેંચતો નહોતો, અને વાત ને ક્યારેય બગાડવા પણ દેતો નહી. અને કદાચ આ જ એક અનુરાગ નાં સ્વભાવ નો માઈનસ પોઈન્ટ હતો. કેટલાય લોકો એ અનુરાગ નાં સ્વભાવ નો ગેરલાભ લીધો હતો.
અનુરાગ પોતે પણ જાણતો જ હતો તેના સ્વભાવ ના લીધે તેનો લોકો
ગેરલાભ જ લેછે...અને તેમ છતાં પણ તે પોતાના સ્વભાવ ને બદલતો નહોતો.

ઠીક છે...અંજુ...તો પછી આપણે પ્રયાગ ને યુ.એસ. મોકલીશુ...ત્યાં આપણુ હાઉસ છે, ઓફીસ પણ છે, બીઝનેસ છે ..અને સ્ટાફ પણ છે.
પ્રયાગ ને ત્યાં કોઈપણ જાતની તકલીફ નહીં પડે.
તુ મને પ્રયાગ ની બધી ડીટેલ મેઈલ કરી દેજે...હું આપણા ત્યાંના મેનેજર ને કહી દઉ છુ...તે પ્રયાગ નુ એડમીશન નું કામ જોઈ લેશે.

અનુરાગ નો નિર્ણય આવી ચુક્યો હતો. અનેે અનુરાગ તેેના નિર્ણય નેક્યારેય જલદી બદલવા માં માનતો નહોતો. અનુરાગ એક સરળ વ્યક્તિ હતો...પણ કદાચ આ એક માઈનસ પોઈન્ટ હતો તેનો, તે પોતે કે કોઈ બીજું તેનાં લીધેલા નિર્ણય ને બદલે તે તેને પસંદ નહોતું.

કદાચ અનુરાગ ને તેનાં લીધેલા નિર્ણય પર વિશ્વાસ હતો એટલે કે કોઈ બીજું કારણ હતું...તે આજ સુધી અનુરાગ પોતે પણ સમજી શક્યો નહોતો.
કદાચ તેના આવા સ્વભાવ ને લીધે જ જીવન માં ધણા એવા લોકો પણ હતા...કે જેમને અનુરાગ નહોતો પસંદ આવતો. અને આ વાત અનુરાગ પોતે પણ ખુબ જ સારી રીતે જાણતો અને સમજતો હતો...પોતાની જાત સાથે અનુરાગ ઘણીવાર એકલો જ સવાલો કરતો હતો અને તેનાં જવાબો શોધવા નો પ્રયત્ન કરતો હતો..પરંતુ તેને તે સવાલોના જવાબો નહોતા મળતા.
અંજલિ પોતે પણ આ વાત ને ખુબજ સારી રીતે જાણતી અને સમજતી હતી, પણ તેને ક્યારેય અનુરાગ નાં નિર્ણયો સામે વાંધો હતોજ નહીં..કારણકે અંજુ જ્યારે અનુરાગ ની સાથે રહીને કામ કરતી હતી...ત્યારે એવા ઘણાં બધાં પ્રસંગો બનેલા હતા કે જ્યારે બીજા બધા લોકો જે તે સમયે કોઈ નિર્ણય નાં લઈ શક્યા હોય...તેવા સમયે ખુબજ ઘીર ગંભીર પુર્વક અનુરાગ નાં લેવાયેલા નિર્ણયથી કામ સરળ અને સફળ બન્યા હતા.અંજલિ પોતે સાક્ષી રહી હતી તેવા અનેક નિર્ણયો ની...અને એટલે જ અંજલિ ને અનુરાગ નાં નિર્ણયો અને નિયમો માટે ક્યારેય કોઈ શક કે શંકા નહોતી.

અંજલિ એ સાથે સાથે અનુરાગ સાથે બીજી પણ એક વાત કરી લીધી...
સર...આપણા સીનીયર એકાઉન્ટન્ટ આચાર્ય સાહેબ ની દિકરી "અદિતી" ને પણ એબ્રોડ માસ્ટર્સ કરવા જવાનું છે....તો જો શક્ય હોય તો તેનું પણ.....!!!
અંજલિ અડધુ બોલી અને અટકી ગઈ.

અંજુ....એની ડીટેલ પણ મને મેઈલ કરાવી દેજે...તે પણ થઈ જશે.

અંજુ....જીવન માં જ્યારે પણ આપણા થી નાની વ્યક્તિ...અને તેમાં પણ કોઈ વ્યક્તિ વફાદારી અને નિષ્ઠાથી આપણું કામ કરતા હોય...તેવી વ્યક્તિ જ્યારે આપણી પાસે કોઈ પણ જાતની મદદ નાં આસય થી આવે તો ક્યારેય તેને નારાજ નાં કરીશ...
અનુરાગ સર દ્વારા કહેવાયેલા આ શબ્દો આજે પણ અંજલિ ને જેતે પ્રસંગ સાથે યાદ હતા.
અને એટલે જ કદાચ અંજલિ એ આચાર્ય સાહેબ ને અદિતી ના એડમીશન માટે નાં નહોતી કીધી.

અંજુ.. તે કીધુ હોય....અને તારૂં કીધેલુ કામ નાં થાય તે તો શક્ય જ નથી ને...!!
અનુરાગ ના શબ્દો માં અંજુ...કહીને બોલાવે ત્યારે અલગ જ ભાવ રહેતો...!! ખૂબ માન હતુ તેમને ...તેમની "અંજુ" માટે. અનુરાગ સાથે....તેની ઓફીસ માં કામ કરવા જોડાયેલી એક સામાન્ય છોકરી અંજલિ માંથી....અનુરાગ ના મન માં અંજલિ થી અંજુ બની ગયેલી..તે સફર નાં તે બન્ને વ્યક્તિ ઓ સાક્ષી હતા.

હમમમમ...સર...હંમેશા ની જેમ જ કહું તો...મને મારા કરતા પણ તમારા પર વધારે વિશ્વાસ છે.
અંજલિ આ વાત હંમેશા...જ્યાર થી તે અનુરાગ સાથે કામ કરતી હતી..ત્યાર થી કહેતી હતી. અને તે પણ ખાલી કહેવા પૂરતી ન્હોતી કહેતી...તેને તેણે સાર્થક પણ કરેલું હતું. અનુરાગ ની સમજાવેલી વાતો અને તેમનાં નિર્ણયો ને અંજલિ જીવી ગઈ હતી...અને જીવી રહી હતી.

અંજુ.....બાકી બધુ તો સારૂં છે ને ?? હવે તુ પ્રયાગ ની અને ....અદિતી ની ( અનુરાગ ને એકજ વાર કહેલુ નામ પણ યાદ રહી જતું હંમેશા) ચિંતા નાં કરતી...તે હવે મારી જવાબદારી છે. એટલે તુ તારા બાકી નાં કામો ને જોઈ લેજે.

અને હવે...પ્રયાગ ઠોડા સમય માટે જ તારી સાથે છે....પછી ભણવા માટે આપણાં થી ખુબજ દુર જવાનો છે. એટલે શક્ય હોય તેટલો સમય તેને આપજે. જે વસ્તુ મારા માટે પહેલા પણ શક્ય નહોતી અને આજે પણ શક્ય નથી તેને તું નાં ગુમાવતી.

(કદાચ આ અનુરાગ ની લાગણી હતી એટલેજ તેનાં થી બોલાઈ ગયું હતું..બાકી આવી વાત અંજુ ને કહેવી જ નાં પડે તે અનુરાગ તથા અંજલિ બન્ને જાણતાં જ હતાં.
અનુરાગ ને અંદર થી એક વાત નું દુઃખ અને તકલીફ હંમેશા રહ્યા હતા જેનાં લીધે મન ની લાગણી ને આજે વાચા ફુટી હતી.
જીવન માં ઘણી વખત આપણે કહેવું હોય છે પણ શબ્દો નથી મળતાં, અને ઘણીવાર શબ્દો કહેવાઈ જાય..પણ સામેની વ્યક્તિ ની લાગણી ને ઘાયલ કરી નાંખતા હોય છે.
ઘણીવાર...મન ની લાગણી ને આપણે શબ્દો નાં આપી શક્તા હોઈએ ત્યારે અને ઘણીવાર કોઈ ને દુઃખ નાં પહોંચે તેનાં કારણે માણસ પોતાના મન ને મારતો રહેછે અને પોતે દુઃખી થતો હોય છે.)

હમમમ..ચોક્કસ સર ...કહી અંજુ એ અનુરાગ ની વાત ને વધાવી લીધી.

ઓ.કે. અંજુ....થોડીકવાર માં જ બોર્ડ મીટીંગ છે...તો બીજુ કંઇ કામ હોય તો મેસેજ કરજે.

ઓ.કે. સર...જય અંબે...

જય અંબે....અંજુ...એન્ડ ટેક કેર.
બન્ને છેડે થી ફોન મુકાઇ ગયા.

અંજલિ હવે નિશ્ચિંત હતી...પ્રયાગ અને અદિતી બન્ને ના કામ અનુરાગ ને સોંપી દીધા હતા, એટલે કામ પુરુ જ થવાનું હતુ.

અંજલિ જ્યારે અનુરાગ સાથે મોબાઈલ પર વાત કરી રહી હતી ત્યારે જ તેનાં ઈન્ટરકોમ પર આચાર્ય સાહેબ નો મીસ કોલ થયો હતો. એટલે અંજલિ એ તરતજ આચાર્ય સાહેબ ને ફોન કર્યો.

આચાર્ય સાહેબે મેડમ નો ફોન જોઈ ને તરતજ ઉપાડી લીધો.
યસ..મેડમ. .આઈ એમ સોરી..મને ખ્યાલ નહોતો કે આપ બીઝી હશો.

ઈટ્સ ઓ.કે. આચાર્ય સાહેબ...કહો શુ હતુ ??

જી..મેડમ આપ ને અનુકુળ હોય તો હુ..આપની કેબીનમાં આવી જઉ...મારે અદિતી માટે જ આપને મળવું હતુ.
આચાર્ય સાહેબ નાં અવાજ માં એક બાપ ની જવાબદારી અને તે અંગે ની ચિંતા ભારોભાર છલકતી હતી.

અરે...ચોકક્સ આચાર્ય સાહેબ પધારો.

જી..મેડમ કહી ને..બે ફોન મુકાઇ ગયા.

તરતજ આચાર્ય સાહેબ અંજલિ ની કેબીનમાં અંજલિ ની સામે ઉપસ્થિત હતા.

જી...કહો આચાર્ય સાહેબ....અંજુ ની વાત માં નિશ્ચિતતા હતી.

જી...મેડમજી...ગઈ કાલે અદિતી સાથે ચર્ચા થઈ હતી...અને જો યુ.એસ. માં એડમીશન થઈ શકે તેમ હોય તો...અને બાકી આપ જેમ કહો તેમ તે કરવા તૈયાર છે. તેને પણ આપની જેમ ભણી ને બીઝનેસ કરવાની ઈચ્છા છે. ખરેખર તમે જ તેનાં રોલ મોડેલ અને તમેજ તેનાં આઈડોલ છો.

આજે અંજલિ ને આ વાત સાંભળી અને પોતે કરેલી મહેનત સિધ્ધ થતી હોય એમ લાગી.
જીવનમાં જ્યારે તમે ખુબ મહેનત કરી અને સફળતા મેડવો ત્યારે એક અલગ જ આનંદ થતો હોય છે, પરંતુ જ્યારે કોઈ તમારી સફળતા થી અને તમારા વ્યક્તિત્વ થી પ્રેરાઈને તમને પોતાના જીવન નાં આદર્શ માને ત્યારે... જીવન માં કરેલા બધાજ ત્યાગ અને મેળવેલી સફળતા નું કોઈ વ્યક્તિ એ સાચું મુલ્યાંકન કર્યું હોય તેવો અહેસાસ થાય.
અને જ્યારે તમને ખ્યાલ આવે કે કોઈ બીજું તમને તેમના પોતાના આઈડોલ માને છે...ત્યારે ફરીથી પોતાની જાત ને...વધુ તૈયાર કરવી પડે છે.
ત્યારે કોઈ વ્યક્તિ એ તમારા માટે કરેલા નિર્ણય ને સાચો ઠરાવા ની જવાબદારી ઉભી થાય છે.

અંજલિ નાં ચહેરા નાં ભાવ માં પોતાને કોઈ તેનાં જેવા બનવાનુ વિચારે છે તે જાણ્યા પછી પણ રતીભાર પણ ફરક નહોતો પડ્યો.
હસતા મોઢે જવાબ આપ્યો અંજલિ એ...
આચાર્ય સાહેબ તમે અદિતી ને કહીદો કે તેનું એડમીશન થઈ જશે. અને ખરેખર તો મેં પોતે પણ તેજ વિચાર્યું હતુ.
અને રહી વાત કે તે મને પોતાનો આદર્શ માને છે...તો તે મારા માટે ગૌરવ ની વાત છે.
એક કામ કરો....મારી સાથે અદિતી ને વાત કરાવો..બે મિનિટ માટે.

જી..ચોક્કસ મેડમજી...કહીને આચાર્ય સાહેબે તરતજ તેમની દીકરી અદિતી ને ફોન લગાવ્યો.
હલ્લો....બેટા...જરા અજલિ મેડમજી તારી સાથે વાત કરવા માંગે છે.

જી પપ્પા....!! અદિતી ને તો જાણે તેનાં ભગવાન મળી ગયા.એનાં મન માં હરખ પણ સમાતો નહોતો. આપો ને તેમને ફોન પ્લીઝ...મારા માટે તો બહુ મોટી વાત કહેવાય આતો, કે મેડમ પોતે મારી સાથે વાત કરે.

જી ..બેટા..લે હવે મેડમજી વાત કરશે...કહી ને આચાર્ય સાહેબે તેમનો મોબાઈલ હાથ રૂમાલ વડે લુછી ને અંજલિ મેડમ ના ટેબલ પર મુક્યો.

અંજલિ એ હવે ફોન લીધો....હલ્લો કોંગ્રેચ્યુલેશન્સ અદિતી બેટા...

અદિતી ને તો શુ જવાબ આપવો તે પણ નહોતું સુઝતું.
થેંક્યુ વેરી મચ મેડમજી...!! આટલું બોલી ને અદિતી બોલતી બંધ થઈ ગઈ. તેને તો જે વ્યક્તિ ને પોતાનાં આદર્શ માનતી આવી હતી અને જેમનાં જેવા બનવા નાં સ્વપ્નો લઈને જીવન માં આગળ વધી રહી હતી, તેમની સાથે આમ અચાનક શુ વાત કરવી તે પણ નહોતું સમજાતું.

જો બેટા તારા સારા ભવિષ્ય માટે આચાર્ય સાહેબ બહુ ચિંતા કરે છે...પરંતુ હું તમને બન્ને ને જણાવી દઉ કે બધુ સરસ ગોઠવાઈ જશે...અને જે તારી ઈચ્છા છે તે મુજબ જ આપણે યુ.એસ.ની સારા માં સારી યુનિવર્સિટી માં જ તારૂં એડમીશન કરાવીશું. મારી પણ તને આજ સલાહ છે. અને મને આશા છે કે...તારૂં ભવિષ્ય ત્યાં શ્રેષ્ઠ રહેશે.

જી..મેડમજી...થેન્કયુ વેરી મચ...મેડમજી....અદિતી હજુ પણ સ્વસ્થ નહોતી.

****** ( ક્રમશ: ) *********



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED