? આરતીસોની?
પ્રકરણ : 4
"આપણે આગળ પ્રકરણ 3 માં વાંચ્યું.. રુહાનને બચાવવા બીપીનભાઈ ગુનો કબૂલ કરી જેલ ગયાં હતાં.. અને બીપીનભાઈને બચાવવા અચાનક એક ચહેરો કૉર્ટમાં હાજર થયો.. પણ એ કોણ ફુટી નીકળ્યું હતું.?? આમ અચાનક.. શું એ ચહેરો બચાવી શકશે બીપીનભાઈને.? હવે આગળ..
❣️રુહાન પ્રકરણ : 4❣️
"જજ સાહેબ મારે કંઈ કહેવું છે."
અચાનક કૉર્ટ રૂમમાં અવાજ ગુંજ્યો.. હાથ ફેલાવતો એક પડછાયો દાખલ થયો.
એ રુહાન હતો. એણે હાથ ફેલાવી કહ્યું,
"જજ સાહેબ મારે કંઈ કહેવું છે."
"ગધેડા.. કર્મ કથાનો ભાર છાતીએ ઉંચકીને હું ફરતો હતો એ તને હજમ ના થયું? તે તું પરોપકારી જીવડો બની ત્રાટક્યો.. અચાનક તું ક્યાંથી ફૂટી નીકળ્યો અત્યારે આમ..?" મીનાબેન સામે જોઈને બીપીનભાઈએ ડોળા કાઢ્યાં અને બબડ્યા, 'ધ્યાન જ નથી રાખતી કશુંયે.. કહ્યું હતું એને ક્યાંક થોડોક સમય માટે રહેવા મોકલી દે. પણ સમજણનો છાંટો બળ્યો નથી..'
"તારે જે કહેવું હોય એ વિટનેસ બોક્ષમાં આવીને કહી શકે છે.." જજ સાહેબે એને બોલવાની પરમિશન આપી..
કૉર્ટ સ્તબ્ધ્ પીનડ્રોપ સાઇલેન્ટ થઈ ગઈ હતી.. કૉર્ટ રૂમમાં આંખે આંખોને પગ આવ્યાં હતાં જાણે.. હવે બધાની દ્રષ્ટિ બીપીનભાઈથી ફંટાઈ રુહાન તરફ મંડાણી..
રુહાન રડતાં રડતાં એ દિવસની બધી આપવીતી સંભળાવવા લાગ્યો..
"જજ સાહેબ.. જો મારા ગુનાની સજા પપ્પાને થશે તો! હું મારી જાતને આખી જિંદગી માફ નહીં કરી શકું.. આ ગુનો મારાથી થયો છે.. હું મારા બર્થડે પાર્ટીના સેલિબ્રેશન માટે મારા ફ્રેન્ડસને ઇન્વિટેશન આપવા, એક્ટિવા લઈને સાંજે આઠ વાગે નીકળ્યો હતો.. પાછા ફરતાં વખતે રસ્તામાં મારાથી જ આ એક્સિડેન્ટ થયો હતો.. લાગણીવશ થઈ પપ્પાએ મારો ગુનો એમના માથે લઈ લીધો છે.."
પાછી ફરીથી કેટલીયે વાર સુધી રુહાન તરફી વકીલોની દલીલો ચાલી.. કૉર્ટનો સમય નીકળે જતો હતો..
એટલામાં લંચ બ્રેક પડ્યો. રિસેસમાં લોકો વચ્ચે ગુસુરપુસુર ચાલી.. સહુ કોઈને બીપીનભાઈ પર ગર્વ મહેસૂસ થયો્.. તો બીજી બાજુ બીપીનભાઈને પોતાના દીકરા પ્રત્યે લોકો રોષે ભરાતા દેખાયા.. આમ લંચ બ્રેક પત્યો ને પાછી કૉર્ટની કાર્યવાહી શરૂ થઈ.
પાછી સામસામે વકીલોની જાતજાતની દલીલોના મારા ચાલુ રહ્યાં. લોકોનો રોષ વધતો જતો હતો. હવે જજ સાહેબની સામે એક વીસ વર્ષનો છોકરો હતો.. જેને હજુ મુછનો દોરોય ફૂટ્યો નહોતો એમ કહીએ તોય ચાલે અને એ ક્રિમીનલ બોક્ષમાં ઊભો હતો. જજ સાહેબની મુંજવણ વધી ગઈ હતી. 'શું ખરેખર આ છોકરો સાચું બોલતો હશે.? કે પછી એ એના પપ્પાને બચાવવા કૉર્ટમાં હાજર થયો છે? છોકરાને સજા આપવી કે પછી છોડી મૂકવો??'
હવે આ હીટ એન્ડ રન કેસ મિડિયામાં ચગ્યો હતો.. એકની એક ચર્ચા હતી.. ત્યારે આવા સંજોગોમાં કૉર્ટે ખૂબ સમજી વિચારીને ફેંસલો આપવાનો હતો..
કૉર્ટનો એ દિવસનો હવેનો થોડોક જ સમય બાકી રહ્યો હતો. જજ સાહેબને પણ આવેલાં નવા વળાંકે વિચારવાનો સમય જોઈએ સ્વાભાવિક હતું.. વગર ગુનાએ કોઈને સજા ન થઈ જાય એ પણ જજ સાહેબે ખાસ રાખવું પડતું હોવાથી એમણે ફેંસલો આવતી કાલે સંભળાવવાનું કહી કેસને કાલ પર ટાળ્યો..
આ કેસમાં રુહાનની કબૂલાતથી મિડીયા હવે વધારે ઉત્સાહિત થઈ ગઈ હતી, આ કેસમાં નવો વળાંક આવતાં જજ સાહેબ શું ઓર્ડર આપશે, એની ટી.વી. ન્યૂઝ ચેનલો પર આખો દિવસ ડીબેટ ચાલ્યાં અને બીજા દિવસે ન્યૂઝ પેપરોમાં હેડિંગ હતાં, "હિટ એન્ડ રન કેસમાં એક નવો વળાંક.. રુહાનની કબૂલાતથી એના ઉપર રોષે ભરાયેલી પબ્લિક અને હલબલી ગયો છે પરિવાર.."
"આપ દેખ રહે હૈં ઇન્ડિયા ન્યૂઝ ચેનલ.. અમદાવાદમાં થયેલા હિટ એન્ડ રન કેસમાં કૉર્ટ શું ફેંસલો આપે છે જોઈશું કૉર્ટ બહારથી લાઇવ.. કૉર્ટ શું રુહાનને દોષી કરાર કરશે? કે પછી બીપીનભાઈને દોષી માનશે? બારને ત્રીસે જજ ઓર્ડર કરશે.. કોણ સજાને પાત્ર થશે..! જોઈશું લાઇવ.. ઇન્ડિયા ન્યૂઝ પર.."
દસ વાગે કૉર્ટ રાબેતા મુજબ શરૂઆત થઈ ગઈ.. વકીલની ધારદાર દલીલોથી રુહાનને ઓછામાં ઓછી સજા મળે એવી લાગી રહ્યું હતું.. કૉર્ટ રૂમમાં લોકોના અવાજોના પડઘા પડવા લાગ્યાં. ક્યાંક રુહાન પ્રત્યે લાગણી વહી રહી હતી તો ક્યાંક લોકોનો રોષ ભડક્યો હતો..
જજ સાહેબે વકીલોની દલીલો ધ્યાને રાખતા ફેંસલો સંભળાવવાનું શરૂ કર્યું..
"રુહાન દરેક બાબતે દોષી સાબિત થઈ રહ્યો છે.. છતાં પણ યુવાન રુહાનની સામેથી થયેલી કબૂલાત અને ઉંમરને ધ્યાને રાખતા કૉર્ટ રુહાનને…"
બરાબર એજ સમયે એક નવો હાથ ઉંચો થયો..
"જજ સાહેબ.. ઊભા રહો.. આપ સજા સંભળાવો એ પહેલાં મારે કંઈ કહેવું છે.. ઊભા રહો.. જજ સાહેબ.."
-આરતીસોની ©
ક્રમશઃ વધુ આગળ પ્રકરણ 5 વાંચો..
હવે આ રુહાનને બચાવવા અચાનક આ એક બીજો ચહેરો કૉર્ટમાં હાજર થયો હતો.. પણ એ કોણ હશે.?? શું આ ચહેરો હવે બચાવી શકશે રુહાનને.? એ જાણવા આગળ પ્રકરણ 5 અને છેલ્લું વાંચો..