યુવાઉડાન - 2 (જતીનદાસ બાપુનું રહસ્ય)

જતીનના ફેસ પર હલકું સ્મિત હતું અને મારી ગાળો કે મારા વાતોના બળાપાનો કોઈ જ ફરક એને પડ્યો હોય એવું લાગતું ન હતું. અંતે મૌન તોડ્યું અને બોલ્યો કે , 'રાજ , પત્યું તારું કે હજુ મનમાં કાંઈ રઇ ગયું છે?'

રાજ બોલ્યો  : ' મારુ તો પતી જ ગયું છે બધું હવે તું કઈંક બોલ તો સારી વાત છે'

જતીન થોડો ઊંડો નિરાંતનો શ્વાસ લીધો ને બોલ્યો: 
' રાજ, પાસ ,ફેલ , તક મળવી - ન મળવી શું ફરક પડે છે? સમય , સંજોગ, પરિણામ અને સ્થાન આ કાંઈ આપણાં હાથની વાત નથી! 

જે આપણા હાથમાં છે એ વાસ્તવિકતા !'

રાજ બોલ્યો, ' લો ત્યારે જતીનદાસ બાપુ બોલ્યાં, કાંઈ સમજાય એવી ભાષામાં વાત કરો, આ ભગવા ગેંગને ગમતી ભાષા મારા કામની નથી!'

જતીન હળવેથી હસ્યો અને બોલ્યો: 'ચાલ, આ બધુ રહેવા દે,મને જવાબ આપ કે તે તારાથી થઈ શકે એટલું બધું જ આ પરીક્ષામાં કરી નાખ્યું હતું કે મન નીચવોય નહીં પણ માત્ર થોડું ભીનું રહે એટલો જ પ્રયત્ન કર્યો?'

રાજ : ' ના એમ તો મનમાં થોડોક અફસોસ જેવું ખરું! હજુ હું ઘણું કરી શકું તેમ હતો, થોડું લખવાનું ઇમપ્રોવ કરી શકતે અને હા, મારું રીડિંગ બોવ વિસ્તૃત નથી , જે પણ એક રંજ મનમાં છે'

જતીન : 'તો તારું વાસ્તવિક પરિણામ સ્વીકાર કર.. સ્વીકાર કરીશ એટલે સુધારની પ્રક્રિયા શરૂ થશે. તને જ્યારે ખબર જ છે કે તું ખુદ હજુ લાયકાતમાં અધૂરો છે તો પરિણામનો ગુસ્સો નિયતિ પર શું કામ ?હા, તારી નબળાઈ પર હોવો જોઈએ કે જેથી તું આવનારી તકમાં  જીત મેળવી શકે!'

રાજ : 'વાત તો તારી સાચી છે પણ પેલા જેનિલને તો એટલું રીડિંગ ય નથી અને એનું લખાણ પણ એવું કંઈ ખાસ નથી પણ એને તો ઇન્ટરવ્યૂ આવ્યું છે.આ તો નિયતિ બધા માટે સરખી હોવી જોઈએ ને! આપણે મેહનત તો કરેલી જ ને એના જેટલી!'

જતીન : ' નિયતિ બધાની અલગ જ હોઈ, રાજ!એક ઝાડના બે પાંદડા સરખા નથી આ ધરતી પર તો આવી રીતે  આપણી સરખામણી બીજા સાથે કરીને આપણું પોતાનું અપમાન શા માટે કરવું? એની નિયતિમાં આ ઇન્ટરવ્યૂ લખેલું હશે તો આવ્યું અને નિયતિએ આપણને આપણી ભૂલ બતાવી અને આગળ તક આપી એ પણ કેટલી સારી વાત છે!'

એમય તને યાદ છે ને youtubeમાં પેલો ટાલિયો સંજય રાવલનો એક વિડિયો જોયેલો જેમાં એ કહે છે કે,  

'મેરા હે સો જાવે નહીં!,
જૉ જાવે સો મેરા નહીં'

યાદ છે ને તને આપણે સાથે જ આ વિડીઓ જોયેલો! તો અફસોસ પરિણામનો કરવા કરતાં મનમાં રહી ગયેલો રંજ, મેહનત થઈ શકતી હતી પણ ઓછી કરી હોય એનો અફસોસ ,આ તકમાં મેહનત સ્વરૂપે ભરી દે!નિયતિ તો આપવા જ બેઠી છે બસ આપણે લાયકાતને પાત્ર બનવાનું છે!'

રાજ : "વાહ, જતીનદાસ બાપુ! તમારું ગિરનારી જ્ઞાન વાહ! હવે હું શાંત છું, મારી ભૂલો , મારી નબળાઈઓને હું દૂર કરી વળી પાછો એક પ્રયત્ન કરીશ,કુદરત કે નિયતિને કોસવા કરતા મેહનતમાં લાગી જવું છે..થેંક્યું યારા!

મન હલકું થઈ ગયું!પણ એ વાત મને કે, તને કેમ આ પરિણામની બોવ અસર ના થઇ! તું આટલો શાંત રહી કઇ રીતે પરિણામ સ્વીકારી શક્યો? મારી જેમ તને ય બે ઘડી દુઃખ તો થયું જ હશે ને! તું તારી જાતને સ્થિર કઈ રીતે રાખી શક્યો?

જણાવો ! જતીનદાસ બાપુ , તમારું રહસ્ય જણવો!"

***

રેટ કરો અને રિવ્યુ આપો

Balkrishna patel 3 અઠવાડિયા પહેલા

Hitesh Prajapati 4 અઠવાડિયા પહેલા

Jaykumar DHOLA 4 અઠવાડિયા પહેલા

Manjula 1 માસ પહેલા

JD The Reading Lover 1 માસ પહેલા

શેર કરો