ડાર્ક સક્સેસ - 3 Arjun દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાર્ક સક્સેસ - 3

બાથટબમાં સૂતો જોની જાણે સ્ટેચ્યુ બની પડ્યો હતો. પોતાના ઊંડા અતીત ને વાગોળી રહ્યો હતો. ખાલી ગ્લાસ માં પાછી વહીસ્કી રેડી, અને એક ઘૂંટ ભરી પાછો ભૂતકાળ માં સરી પડ્યો. એ ઊંડો અતીત અને ઉપરથી વહીસ્કી ના નશીલા ઘૂંટ તેના ગળા થી ઉતરીને મગજ પર ચડી એક અલગ પ્રકારનો અફસોસ અને દુઃખનો ભાવ પૈદા કરી રહ્યો હતો.

''મારા ભાઈ તને જે જલપરી કાલે ગમી એની બધી ડિટેલ કઢાવી લીધી છે..'' બીજા દિવસે કોલેજ માં વિરાટે વાત કાઢી.
''જલ્દી બોલ વિરાટીયા'' જયુંએ ઉત્સાહમાં આવી વિરાટને એક ધબ્બો ય મારી દીધો.
''અરે...અરે....થોડી શાંતિ રાખ કહું છું મને બોલવા તો દે.... તો જયુભાઈ ભાભીનું નામ છે....
અ....
''અંકિતા?....
''ના..
''અમી?.....
''ના.....
''તો શુ છે યાર....??
''હે ભગવાન અત્યારથી પાગલ થઈ ગયો છે પછી શુ થશે..!'' વિરાટે હસતા હસતા કહ્યું
''વિરાટ તારે બોલવું છે કે, પછી એક....''
''ઓકે...ઓકે.... એન્જલ.''
''એન્જલ..?'' નાઇસ નેમ...'' જયું નામ સાંભળી ખુશ થઈ ગયો.
''હા પણ એનું પાછળનું નામ સાંભળી તને જરૂર શોક લાગશે...મિસ એન્જલ ફર્નાન્ડિઝ, શહેરના છેડે રહેતા ક્રિશ્ચિયન ફેમિલી ડેવિડ ફર્નાન્ડિઝ ની એક ને એક છોકરી, અને એના પાપા ને ઈમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ છે, શહેરમાં એનું મોટું નામ છે, અને કરોડો ના આસામી છે, આખા શહેરમાં મોટામાં મોટો બંગલો એનો છે....''

વિરાટે આટલું પૂરું કર્યું ત્યાંતો જયું નીચે બેસી ગયો હતો..

''વિરાટીયા તે તો મને ભારે ડોઝ આપી દીધો... ડેવિડ ફર્નાન્ડિઝ ની એક ને એક છોકરી ! કરોડો ના આસામી...અને એની સામે લવની ચોપડી મુકવી....!!

''જયું તું એને સાચો પ્રેમ કરે છે ને, એ તારી લાગણી જરૂર સમજશે.. મને વિશ્વાસ છે...'' વિરાટે જયુના ખભે હાથ મૂકી કહ્યું..

''તું જ મારો ભાઈ છે..'' જયું વિરાટ ને ભેટી પડ્યો..

''બસ... બસ... હવે બોવ વેવલાવેડા ન કર વાસ આવે છે તારી પાસેથી નાહયો છો કે નય.. હા...હા...હા....''

''ઉભો રે વિરાટીયા હાથમાં આવ તારી વાત છે....'' અને બેય મિત્રો મસ્તી કરવા મંડ્યા

''એક શુભ સમાચાર છે, ભાભી આપડી બાજુમાં પેલી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જ છે....''

''સાચે..? સાંજે જઈએ...''

સાંજે બેય મિત્રો ગાડી પર ઉપડ્યા સેન્ટ ઝેવિયર્સ ના કેમ્પસ માં સેન્ટ ઝેવિયર્સ ના વિશાલ કેમ્પસ નો નજારો જ કૈક અલગ હતો. રંગબેરંગી કપડાં પેરી આટા મારતી છોકરીઓ જોવામાં વિરાટ તો જાણે ખોવાઈ જ ગયો. પણ જયું ની નજર તો એક જ ને જ શોધી રહી હતી.

''ઓયય... ભૂત ની જેમ આજુ બાજુ ડાંફોળિયા મારવાનું બંધ કર અને તારા ભાભી ને શોધ..'' જયું એ પેલાને ઢંઢોળ્યો...
'' હા વિચારું છું કે આમાંથી એક તારા ભાભી પણ બનાવી લવ...હા....હા.....હા......''

''એ બધું તો ઠીક વિરાટીયા, પણ એન્જલ કેમ દેખાતી નથી.!.. છે તો આજ કોલેજ માં જ ને?''

''હા હા અહીંયા જ છે હમણાં મળશે ચિંતા ન કરીશ...''

એટલું બોલતા જ જયું ની નજર સાઈડ ની સિડી પર ચડી રહેલી એક છોકરી પર પડી, બ્લુ ડ્રેસ બ્લેક જીન્સ અને ગોરો રંગ કાલા લાંબા વાળ કોઈ પણ જાતના હાવભાવ વગર સાદાઈથી ચાલતી, નજીક બેસેલા રોમિયો ટાઈપ છોકરાઓના છેડછાડ ને અવગણતી આ બાજુ આવી રહી હતી, જયું જાણે તેમાં ચોંટી ગયો. એન્જલ ની નજર પણ એક સેકન્ડ માટે જયું પર પડી અને જયું નું દિલ જાણે બાગ બાગ થઈ ગયું. અને પાછી પતંગિયા ની જેમ ઉડી ગઈ.....

જયું ને તો એ ક્ષણ માટે જાણે કોઈ ખબર જ ન રહી પોતે જાણે કહી ખોવાઈ જ ન ગયો હોય...

''ઓ ભાઈસાબ... કેટલી વાર જોયા કરશો..? ચાલી ગઈ હવે એ.....''

''ઓહહ... હા ચાલ..''

''શુ ચાલો,! મારે ઘરે આ સમાન પહોંચાડવાનો હતો જયુડા, પણ તારી અને તારી આ માશૂકા ના લીધે મોડું થઈ ગયું.''

''હા હા ચાલ તું ગાડી કાઢ....''

''યાર વિરાટ તને શુ લાગે છે..?..''
'' મને? અત્યારે તો બોવ ઠંડી લાગે છે.. હા....હા....હા..'' બેય મિત્રો બેસીને ગપ્પા મારતા હતા...

''એ ડોફા.. શુ થશે તારું..!''

''અચ્છા અચ્છા બોલ શુ કે છે..?

''જો મારા ભાઈ હું તેને એટલો લવ કરું છું તો એ મને કરશે..?''

''એ તો ડેપેન્ડ ઓન યુ....''

''શુ..શુ..?''

''જો તું એને 50% લવ કરે તો એની સંભાવના 10 માંથી 3, જો 70% કરે તો 10 માંથી 5....
''પણ જો હું 100% કરું તો..?....''

જયું ના આ સવાલ પર વિરાટ ખામોશ થઈ ગયો

''યાર તું એને એટલો બધો પ્રેમ કરે છે?... પણ યાર એક વાત નું ધ્યાન રાખજે.. કોઈ એક છોકરી માટે તારી જિંદગી બરબાદ ન કરતો.. દુનિયા માં પ્રેમ થી પણ આગળ કૈક છે, ફેમિલી.. ફ્રેન્ડ્સ પણ કૈક છે..''

''અરે વિરાટીયા તું એટલો સિરિયસ કેમ થઈ ગયો...! દુનિયાની કોઈ વસ્તુ આપણી ફ્રેન્ડશીપ નહિ તોડી શકે.....

''કોઈ પણ વસ્તુ આપણી ફ્રેન્ડશીપ નહીં તોડી શકે...........નહિ શકે.....

જોની ના આંખમાં આંસુ પડવા મંડ્યા...અને આખા શરીરમાં નફરત અને દુઃખનો ભાવ ફેલાઈ ગયો, દિલ એટલું ભારે થઈ ગયું અને ગાલ પર પડતા આંસુ બાથટબમાં પડતા હતા. જલ્દી માં વહીસ્કી નો એક ઘૂંટ પી ગુસ્સામાં રડતા રડતા ગ્લાસ નો સામે દીવાલ પર ઘા કર્યો અને ગ્લાસ ના કટકે કટકા થઈ ગયા......અને ચોધાર આંસુ એ રડવા મંડ્યો અને પાછી એક સિગાર જલાવી ઊંડો કસ ખેંચી પાછો અતીતમાં ડૂબી ગયો......

''વેલ વિરાટ, હવે તો આપણું રોજનું ઠેકાણું થઈ ગયું...''

''ક્યુ? સેન્ટ ઝેવિયર્સ? હા....હા.....હા......'' વિરાટ હસવા મંડ્યો.
બેય મિત્રો રોજ કોલેજમાં જતા જયું જાણે મૂર્તિ બની એન્જલ ને જોઈ રહેતો, પણ કાઈ કહી શકવાની હિંમત થતી ન હતી. રોજ બને મિત્રો જતા અને ખાલી હાથે પાછા આવતા....

''યાર જયું તું તેને એટલો બધો પ્રેમ કરે છે, તો તેને કહી કેંમ નથી દેતો?''

''કહેવાની તો ઘણી ઈચ્છા થાય છે, પણ શુ કહું તે જ ખબર પડતી નથી યાર....'' જયુએ પોતની દુખતી રગ બતાવી દીધી...

''અચ્છા એક વાત બોલ તું એને શુ કરે છે?'' વિરાટે પૂછ્યું

''પ્રેમ...''

''એમ નહિ અંગ્રેજીમાં બોલ...''

''લવ યાર...'' જયું એ કંટાળતા જવાબ આપ્યો

''તો બેટા, તું એને એમ બોલ કે, હું તને લવ કરું છુ.. સો સિમ્પલ....''

''અબે..સો સિમ્પલ વાળી એ તો મને પણ ખબર પડે છે...''

''તો પછી.. હા.....હા.....હા..,.'' વિરાટ હસવા મંડ્યો

''અચ્છા, સાંભળ GF મળી જાય તો મને ન ભૂલી જતો...'' વિરાટે કહ્યું

''ના યાર શુ વાત કરે છે, તને હું થોડો ભૂલું આપડે હમેશા સાથે જ રહીશું....''

''એ...એ... એમ નય...''

''તો..?''

''ભાભી ની ફ્રેન્ડમાં મારુ પણ કૈક.....''

''મારો બેટો.... સેટિંગ... સેટિંગ કરવું છે હે...''બેય મિત્રો હસવા મંડ્યા.

''જો જયુડા હું કાલે નહિ આવું...''

''કેમ?'' જયું એ પૂછ્યું

''મારે કાલે દાદી ને હોસ્પિટલ લાઇ જવાના છે...'' વિરાટે કહ્યું

''તો કાલે હું એકલો જઈશ....'' જયું એ કહ્યું

પણ કાલની કોને ખબર હતી કે આજે એકલા જવાની વાત કરતો જયું ઉર્ફે ''જયેશ અશોકભાઈ લુહાર'' માટે કલ નો દિવસ એ જોની બનવા માટે ટર્નિંગ પોઇન્ટ હશે...!!

બીજા દિવસે જયું તૈયાર થઈને નીકળ્યો, વ્હાઇટ શર્ટ નીચે ડેનિમ નું જીન્સ, હાથમાં સ્ટાઈલિશ વોચ, ક્લીન શેવ કરેલું ગોરું મોં, અને તેના પર બ્લેક સનગલાસિસ, નીચે રેડ શૂઝ, અને હોન્ડા બાઈક પર ચાલ્યો સેન્ટ ઝેવિયર્સ તરફ....

ગાડી પાર્ક કરી ગ્રાઉન્ડમાં ઉભો રહ્યો, એની નજર ચારે બાજુ ફરતી હતી પણ, કોઈ એક ને જ શોધી રહી હતી...

આખરે એની નજર એની સપનાની રાણી આગળ આવી ઉભી રહી...રેડ શર્ટ જીન્સ અને ઉપર ડેનિમ ના જેકેટમાં એ કોઈ અપ્સરા થઈ કમ નહોતી લાગતી. જયુની નજર બે ઘડી ત્યાં જ ચોંટી ગઈ...
અને કોણ જાણે શુ થયું કે તે તરફ ચાલવા મંડ્યો આખી કોલેજ ની નજર તેના પર હતી, જયુંએ નજીક જઈને, ઘૂંટણીયા પડીને એન્જલ ને પ્રોપોઝ કરી દીધું....

''જ્યારથી મેં તને પહેલી વાર તને જોઈ, ત્યારથી આખો દિવસ, રાત સપનામાં પણ તું જ દેખાય છે, હવે તું મારા માથાનો અસહ્ય દુખાવો બની ગઈ છે! પણ સાચું કહું તો એ દુખાવો પણ બહુ મીઠો લાગવા મંડ્યો છે...બસ તને એટલું કહેવા માંગુ છું એન્જલ... આઈ લવ યુ....''

જાણે આખી કોલેજ થંભી ગઈ, બધા કોલેજીયન્સની નજર જયું પર જ હતી અને વાતાવરણ રોમાન્ટિક વાયરો વરસાવી રહ્યું હતું...સમય પણ જાણે થોભી ગયો હતો, માશૂકા નો જવાબ સાંભળવા..... પણ નિયતિ કયારેક એવું ધારી બેઠી હોય છે, જેની આપણને કલ્પના માત્ર નથી હોતી, માણસ વસ્તુને મુઠીમાં બંધ કરવા પ્રયત્ન કરે છે, પણ જ્યાં ખોલી જોવે ત્યાં મુઠીમાં કાઈ નથી હોતું, કદાચ આવી જ કિસ્મત હતી જયુની....

જયું એ તેની પાસે જઈને ઘૂંટણિયે પડીને આઈ લવ યુ કહી દીધું માત્ર એકજ સેકન્ડ ના ગાળામાં જયું એ વિચાર્યા વગર કરી નાખ્યું. હવે આ તેની મુર્ખામી કહો કે, લાગણી નો ઓવરડોઝ... પણ હવે સામું એ જોવાનું બાકી હતું એન્જલનું રિએક્શન...

જયુએ કોઈ જોક ન કહી દીધો હોય એવી રીતે એન્જલ ખડખડાટ હસવા લાગી...

''પહેલા ઉભો થઈ જા, હા....હા....હા....આ 200 રૂપિયાનું ટી શર્ટ, 500 રૂપિયા, નું જીન્સ જે મારા દાદા પહેરે છે..., અને આ શૂઝ? 150 ના હશે..કે?....અને આ 50 રૂપિયા ની 19મી સદી ની ઘડિયાળ....
જયું જાણે સ્તબ્ધ જ થઈ ગયો હતો. આખી કોલેજ એના પર હસતી હતી, અને પોતે એકલો નીચું માથું રાખી સાંભળી રહ્યો હતો, એક પણ શબ્દ બોલવાની તેનામાં તાકાત નહોતી વધી.

''અને આ બધું પહેરી તું મને પ્રોપોઝ કરવા આવ્યો છે..! પહેલા તારું સ્ટેટ્સ જો અને મારુ જો....હિંમત. કેવી રીતે થઈ મને આઈ લવ યુ બોલવાની...''

''ઔકાત શુ છે તારી..?''

ઔકાત....બાથટબમાં બેસેલ જોની ના અંગેઅંગમાં ગુસ્સો વ્યાપી ગયો અને ગુસ્સામાં હાથ જોરથી ટબના છેડે માર્યો....હાથ આખો લાલ લાલ થઈ ગયો અને લોહી નીકળવા લાગ્યું છતાં એને અવગણીને પોતે વહીસ્કીની બોટલ હોઠે માંડી અને ત્રણ-ચાર ઘૂંટ પી પાછો અતીતમાં ચાલ્યો ગયો...

.........................

ઔકાત... આ શબ્દ જયું ને જાણે ખંજરની જેમ દિલમાં સોંસરવો ઉતરી ગયો..... જયુના મગજમાં એક આક્રોશ ઝેરની જેમ વ્યાપી ગયો... પોતાના આંસુ પણ માંડ માંડ રોકી રાખ્યા.....

'' હેય બોયઝ, જરા આ આઉટડેટેડ મેન ને થોડો મેથીપાક પણ આપો, જેથી નેક્સટ ટાઈમ મારી સામે જોતા પણ 10 વાર વિચાર કરે...''

આવો આદેશ આપી પોતે કમર હલાવતી નીકળી ગઈ.. જયું અંદરથી સાવ તૂટી ગયો હતો.. તેની ચારે બાજુ એન્જલ ના ચમચાઓ ભેગા થઈ. ગયા હતા. એન્જલ ના 4-5 ચમચાઓ એ ભેગા મળીને જયુને ઘેરી લીધો.. અને એકે પાછળ થી હતાશ ઉભેલા જયુને જોરથી પીઠ પર માર્યું ....

''આહહહહહહ....'' જયુ મોટા દર્દભર્યા ચિત્કાર સાથે નીચે પડી ગયો અને બધા ટોળે વળી પાટે પાટે મારવા મંડ્યા.... જયું મૉટે મોટેથી રાડો પાડતો હતો. પણ અહીં તેની પુકાર સાંભળવા કોઈ ન હતું, હતું માત્ર એક ખામોશ પબ્લિક, જે મૂંગામોઢે ગ્રાઉન્ડમાં માર ખાતા એક જણ ને જોઈ રહ્યું હતું.....

થોડી વાર ના દમદાર ધોલાઈ બાદ જયુને ગ્રાઉન્ડમાં ઘાયલ સૂતેલો છોડી, બધા જવા માંડ્યા અને ભીડ ધીરે ધીરે વિખરવા મંડી. અને જયુ પણ બેહોશ થઈ ગયો.......

..........................

જયુની આખો ખુલી તો પોતે હોસ્પિટલના બેડ પર હતો, એક હાથ પર બાટલો ચડતો હતો, અને જ્યાં જ્યાં વાગ્યું હતું ત્યાં પટ્ટી મારેલી હતી. અને સામે વિરાટ ઉભો હતો... જયુની આખો ખુલતા જ બેય મિત્રો ભેટી પડ્યા,

''ક..કોણ હતું એ..?!'' વિરાટની આંખમાં થી આંસુ પડી ગયા અને અત્યંત ગુસ્સા સાથે એ એટલું જ બોલી શક્યો....

જયું એ જવાબમાં નકારમાં માથું ધુણાવ્યું...

''કોણ હતી ઇ કૂતરાની ઔલાદ! બોલ જયું એનું નામ બોલ ખાલી...! અત્યારે જ એની......'' વિરાટનો ગુસ્સો જાણે એના મોં માંથી લાવા બની બહાર આવી રહ્યો હતો.

જયુએ ફરીથી નકારમાં માથું ધુણાવ્યું....

''યાર....મ..મેં તને કીધું હતું ને.. એ..એકલો ન જા....'' વિરાટ રોવા મંડ્યો...

''કાઈ વાંધો નય જયું જેટલાએ તને હાથ અડાડયો છે, એ બધાને શોધી શોધીને મારીશ....''

અચાનક જયુએ વિરાટનો હાથ પકડી લીધો અને નકારમાં માથું ધુણાવ્યું..

''શુ માથું ધુણાવે છે, કૈક બોલને.. કૈક બોલ જયુડા.....'' વિરાટ એટલું બોલી ધ્રુસકે ધ્રુસકે રડવા મંડ્યો..

''અ...અ....ઔકાત ન..નથી..'' જયું ધીરેથી ગણગણ્યો.. વિરાટ તેને અવગણી બોલ્યો

''જયું મેં ડોકટર ને પૂછ્યું છે, બોવ ગંભીર વાગ્યું નથી કાલે તને રજા આપી દેશે....એક વાત કહું તું જાણીને ઉછળી જઈશ, ફાઇનલી મારા પપ્પા એ ગોવા પ્લાન માટે ગ્રીન સિગ્નલ આપી દીધો છે.! બસ તું જલ્દી ઠીક થઈ જા આપણે બેય ગોવા જઈશું....'' વિરાટ ઉત્સાહમાં બોલી જ રહ્યો હતો, પણ જયુના મનમાં કૈક અલગ જ ચાલી રહ્યું હતું...

''જયું તારા મમ્મી પપ્પા બહાર જ ઉભા છે, બોવ ચિંતા કરે છે ચાલ તેને અંદર મોકલું છું..''

જયુના મમ્મી પાપા દોડતા દોડતા અંદર આવ્યા. જયુના મમ્મી તો જયુને વળગી રોવા જ મંડ્યા

''આ બધું કેમ થયું બેટા.? કૈક બોલ, બોલતો કેમ નથી મારો દીકરો.....!

વિરાટ તેના મમ્મી પાપા ને સંભાળીને બહાર લઇ ગયો..... અને પાછો જયું પાસે આવી બેસી ગયો.

''જયું હું તારા મમ્મી પાપા ને ઘરે મોકલી દવ છું, હું તારી સાથે જ રહીશ, બસ આજ રાત ની જ વાત છે , કાલે બપોરે તો તને રજા આપી દેશે અને પછી આપણે.....ચાલ તને નીંદર આવે છે તું સુઈ જા.. કાઈ જોઈતું હોય તો કહેજે હું તારી પાસે છું....''

સાંજે 9 વાગે જયુની આખો ખુલી...

''લે જાગી ગયો, ચાલ તારી માટે જમવાનું તૈયાર છે, લે ખાઈ લે....'' વિરાટે જયુને ઉભો કર્યો.

''તું જમી લે હું તારી દવાઓ લઈને આવું છું....'' વિરાટ જયુની દવા લેવા ગયો....
પણ પાછો આવીને જુએ તો બેડ ખાલી..!

બેડ પર કોઈ ન હતું સિવાય કે તેની અર્ધી જમેલી થાળી....વિરાટ ના મનમાં ધ્રાસકો પડ્યો તે જયુને આમતેમ શોધવા મળ્યો...

''સિસ્ટર...સિસ્ટર... હ...હ....હમણાં બેડ નંબર. 3 પર જે પેશન્ટ હતો એ ક્યાં ગયો..??'' વિરાટ પગલોની જેમ બધાને પૂછવા મંડ્યો...

''પેલો પેશન્ટ જેને પગ પર વાગ્યું હતું એ?''

''યસ...યસ.. સિસ્ટર એને તમે ક્યાંય જતા જોયો? હજુ અહીંયા જ હતો..''

''હા સર એ હમણાં જ લંગડાતો લંગડાતો બહાર જતો હતો મેં એને રોક્યો.... તો બોલ્યો કે પાણી ચાખવા જાવ છું....''

''પાણી..!?...પણ પાણી તો અહીં બાજુમાં જ છે...તો?..''
વિરાટ જલ્દી બહાર ની તરફ ભાગ્યો...અને રસ્તા તરફ દોડવા મંડ્યો...

''કાકા...કાકા...તમે કોઈ 18 વર્ષના છોકરાને અહીંથી જતા જોયો.? એ થોડો લંગડાતો ચાલતો હતો....''

''હા એક છોકરો જતો હતો કોઈ હોસ્પિટલ ના દર્દી જેવો ડ્રેસ પહેર્યો હતો.....'''

''હા...હા...કાકા બસ એ જ ...''

''પણ બેટા એ તો અંધારિયા કુવા તરફ જતો હતો....''

''વોટ..!???'' વિરાટ ના મનમાં અચાનક જાણે વીજળીનો કડાકો થયો...

''બેટા એ કૂવો તો આત્મહત્યારા ઓ માટે બદનામ છે.... જા બેટા જલ્દી એને બચાવી લે...''
કાકા ની વાત સાંભળી પુરા બળથી એ તરફ ભાગ્યો.....

આ બાજુ જયુ કુવાની પાળ પર ઉભો, પોતાના મોત ના આખરી પળ જોઈ રહ્યો હતો, આખરે ભગવાન નું નામ લઇ, આખો બંધ કરી હતાશા સાથે પોતાનો એક પગ આગળ વધાર્યો અને...........

શુ કોઈના પ્રેમની હતાશા માણસને આ હદ સુધી આગળ વધારી શકે છે..? શુ થશે જયુનું, શુ જયું મરી જશે? કે પછી ચડશે એવી ઉંચાઈઓ જોની ના નામ થી.! શુ થશે આગળ? જાણવા માટે જુઓ ડાર્ક સક્સેસ પાર્ટ- 4....

મારી બધી રચનાઓ વાંચો, માણો અને સારી લાગે તો શેર પણ કરો.. અને હા આપનો પ્રતિભાવ જરૂર જણાવશો જેથી હું મારી સ્ટોરીલાઈન ને બહેતર બનાવી ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો કરો અવનવા ફિલોસોફી ના કવોટ્સ, શાયરીઓ, ફોટો એડિટિંગ, લોગો મેકિંગ માટે

Aryan luhar

wts: 7048645475
insta: @arts_arjun