તો પાંચમા ભાગમાં આપે જોયું કે અવની રીટાને લઈને હોટેલ પર જાય છે જ્યાં એ પહેલી વાર આલોકને મળી હતી. ત્યાં એ રીટાને એના અને આલોકની મુલાકાત અને આલોક માટેની એની લાગણીની વાત કરે છે. આ સાંભળી રીટા તરત જ આલોકના ઇન્ડિયામાં હોવાની જાણ કરે છે. આલોકના ઇન્ડિયામાં હોવાની ખબર પડતાં અવની એમને મળવા આલોકની ઓફિસ પર પહોંચી જાય છે....
હવે જોઈએ આગળ....
___________________________________________
"सफरमे आखिर कौन कहां तक भागेगा ।
अकेला आखिर दौड़ भी कितना पाएगा।।"
આલોકે એના જૂના એજ શાયરીના અંદાજમાં કહ્યું ! અને એક પળ માટે મૌન થઈ ગયો...!
અવનીનો ગુસ્સો પણ અચાનક શમી ગયો અને એને આલોકના ચહેરાના હાવભાવ પરથી કૈક અજુગતું થયું હોવાનું લાગ્યું.
આગળ કઈ વિચારી કે સમજી શકે એ પહેલાં જ આલોકે અવનીને સભાન કરતા આગળ વાત વધારી. હાં.. હું તારો દોષી છું પણ મે તારા જોડે કંઇ જ ખોટું નથી કર્યું કે ના તને એકલી મૂકીને ભાગી ગયો હતો. બસ થયું કૈક એવું ને મારે આમ કરવું પડ્યું અને કદાચ તને આપેલી તકલીફને લીધે આજ હું એકલો પડી ગયો છું. આલોકે અટકતા અટકતા ધીમા અવાજે અવનીને કહ્યું...!
આલોક શું કહેવા માંગે છે સરખું કલિયર સાફ સાફ બોલને. કશું સમજાતું નથી, શું થયું છે ? આમ નહીં આલોક મને પહેલથી આખી વાત કર.. શું થયું છે તારી લાઇફમાં ? અવનીએ ગભરાયેલા અવાજે આલોકને પૂછ્યું..!
અવની, શું કહું ને શું નઈ બસ જ્યાં હતો ત્યાં આવીને જીંદગીએ ઊભો રાખી દીધો છે. જ્યારે હું ઇન્ડિયાથી પરત ફર્યો હતો ત્યારે....!!!!!!!!
( ભૂતકાળમાં )
___________________________________________
વેલકમ આલોક.... ! માય બોય ! યુ ડીડ ઇટ ! આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ ! કમ કમ..... આલોકનું વેલકમ કરતા આલોકના બોસે કહ્યું . !
સર તમે ! અને સ્પેશિયલ મને રીસિવ કરવા આવ્યા છો ? આલોકે આશ્ચર્ય સાથે પૂછ્યું !
હા, કેમ ના અવાય મારાથી ? એટલામાં ડ્રાઇવર કાર લઈને આવે છે અને બંને જણા ગાડી માં બેસે છે. ત્યાં એની નજર એમના બોસની છોકરી પર પડે છે. અરે ! રાધિકા તમે પણ આવ્યા છો ! આલોકે બેસતાંની સાથે જ પૂછ્યું....
રાધિકાએ બસ સ્માઈલ કરી.... પણ કઈ કહ્યું નહિ..
આલોક હજી પણ કઈ સમજી શક્યો ન હતો... પણ કંઇક નવું થવાનો અંદેશો એના મનમાં જરૂર હતો. અને એટલામાં બોસ ડ્રાઈવરને ગાડી રોકવા કહે છે. પોતે ગાડીમાંથી ઉતરી જાય છે અને એન્જોય બડીસ.... કહી જતા રહે છે !
ડ્રાઈવર ગાડી પ્લાન મુજબ હોટેલ પર જઈ ઉભી રાખે છે. રાધિકા આપણે અહીં કેમ આવ્યા છે. આલોકને કઈ સમજાતું ન હતું. રાધિકા હજી પણ બસ ચહેરા પર સ્મિત સાથે કશું પણ બોલ્યા વિના કારમાંથી આલોકને ઉતરી જવા કહે છે. બંને જણા હોટેલમાં જાય છે. ત્યાં તો આખો હોલ રિઝર્વ હોય એમ લાગે છે અને હતું પણ એવુજ ! એકદમ સુંદર રીતે સજાવેલા હોલમાં ફક્ત બે જણ જ હતા, આલોક અને રાધિકા...
બંને જણા ટેબલ પર બેસે છે, હવે આલોકના ધબકાર થોડા વધવા લાગ્યા હતા. રાધિકા આ બધું શું છે ? અને હું કેમ અહી છું ? કહીશ મને ? આલોકે થોડા ખચકાતા રાધિકાને પૂછ્યું....
આલોક આગળ કઈ બોલે એ પહેલા...., આલોક તને મારે કંઇક કહેવું છે. આજે હું ખુબજ ખુશ છું અને કે હું જે કહેવા માંગુ છું એના માટે આજનો દિવસ એકદમ પરફેક્ટ છે. આલોક હું તમને પસંદ કરું છું. અને તમારી જોડે સાત ફેરા ફરી તારી બની રહેવા માંગુ છું ! આઈ લવ યૂ આલોક ! રાધિકાએ પ્રપોઝ કરતા એક લાલ ગુલાબનું ફૂલ આલોક તરફ આગળ ધરતા કહ્યું...
આલોક અવાક બની... અને બેબાકળો થઈ આશ્ચર્ય સાથે ફૂલ લઇ રાધિકા તરફ જોતો રહ્યો. બધું એટલું અચાનક અને ઝડપથી બની રહ્યું હતું કે એને સમજ જ નહતી પડી રહી કે આ બધું શું ચાલી રહ્યું છે. પોતાના દિલમાં શું છે ? શું નઈ ? એ રાધિકાને કહી શકે એ પહેલા તો આજુબાજુ અચાનક માનવમહેરામણ ક્યાંકથી ઉમટી પડ્યું અને લોકોએ તાળીઓથી વધાવી લીધું. હવે આલોકનું મૌન રહેવું જ યથાર્થ હતું. હાં કહેવી કે ના કહેવી એ હવે સવાલ આ ભીડમાં જ ક્યાંક દબાઈ ગયો હતો. આટલા બધા વચ્ચે ના કહીને આલોક રાધિકાના દિલને ઠેસ પણ પહોંચાડી શકે એમ ન હતો.
અભિનંદન પાઠવતા એટલામાં રાધિકાના ડેડ ત્યાં આવી પહોંચે છે અને સાથે સાથે પોતાના બિઝનેસની કમાન સંભાળવા માટે પણ આલોકને કહી દે છે. આ આવી પડેલા અચાનક પહાડ જેવા ભાર નીચે આલોક સંપૂર્ણ પણે દબાઈ ગયો હતો. મજબૂરી સમજો કે કંઇ બીજું હવે આલોક પાસે આ સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો પણ તો ના હતો..!
એક દિવસમાં આવતાની સાથે જ આટલું બધું થઈ ગયા બાદ આલોકની હિંમત અવનીને આ વાત કહેવાની ચાલતી ના હતી. અને કહે પણ શું ? એક બાજુ અવનીનો પ્રેમ અને બીજી બાજુ મજબૂરી. કરે તો કરે શું આલોક ?
અને જોત જોતામાં આલોક અને રાધિકાની સગાઈની તારીખ નજીક આવી પહોંચે છે. ( સગાઈની વાત થી આપ સૌ વાકેફ છો એટલે સગાઈ પછીની હવે વાત કરીએ )
આ સગાઈથી દિલથી ખુશ તો ના જ હતો પણ પરાણે ખુશ હોવાનો ઢોંગ કર્યે જતો હતો. એના મનમાં હજી પણ અવનીજ હતી. એ અવનીને ભુલાવી શકતો ન હતો. પણ આ વાત એ રાધિકાને પણ કહી શકતો ના હતો. કેમ કે જે જગ્યા એ આવી ઉભો હતો ત્યાંથી હવે બધું એને દૂર દૂર લાગતું હતું. એનું એક પગલું એનું બે જિંદગીને વેરવિખેર કરીને બરબાદ કરી શકે એમ હતું. એનું મન વારે વારે રાધિકાને બધું કહી દેવા માટે કહેતું હતું. અને આલોકે આ વાત માટે એક બે વાર કોશિશ પણ કરી હતી પણ રાધિકાની સામે આવતા જ એ કશું જ કહી શકવાને અસમર્થ બની જતો હતો.
સગાઈના ૨ મહિના પછી આલોક અને રાધિકા ફરવા માટે સિંગાપોર જાય છે. આ પણ રાધિકા અને એના ડેડ ના આગ્રહને વશ થઈ આલોક જવા માટે તૈયાર થાય છે. એક વિક ના આ પ્રવાસમાં આલોક રાધિકાને તમામ વાતો કરી દેવાનું વિચારે છે.
એક દિવસ રાત્રે ડિનર પતાવ્યા બાદ આલોક અને રાધિકા પોતાની રૂમમાં હતા. અચાનક રાધિકા થોડા રોમેન્ટિક અંદાજમાં આલોકની પાસે આવવાની કોશિશ કરે છે ત્યાં તો આલોકને અવની જોડે કશું ખોટું કર્યાની ભૂલ સમજાય છે અને એ રાધિકાને પોતાનાથી અલગ કરી બેડ પરથી ઊઠી જાય છે. આલોકના આમ કરવાથી રાધિકા થોડી અચરજ પામે છે અને આલોકને આમ કરવાનું કારણ પૂછે છે. આલોક બસ મૌન બની રહે છે અને ચાહવા છતાં કશું કહી શકતો નથી.
રાધિકાના મનમાં વિચારોની આંધી તેજ થવા માંડી હતી. એને આલોકને જે પણ હોય એ કહી દેવા માટે ફોર્સ કરે છે. અને આલોક પણ પોતાના મનને મજબૂત કરી પોતાને આ વાત કરવા માટે તૈયાર કરી લે છે કેમ કે જો આજ નઈ કહેશે તો કદાચ ક્યારે પણ એ આ વાત રાધિકાને ના કહી શકશે. અને આખરે આલોક, અવની અને પોતાને લઈને જોડાયેલી દરેક વાતો રાધિકાને કરે છે અને રાધિકા બસ સ્તબ્ધ બની પોતાના આંખોમાંથી પડતા આંસુ સાથે આ વાતો સાંભળતી રહે છે. એક બાજુ રાધિકાને કહીને આલોકે પોતાના દિલનો ભાર હળવો કરી તો લીધો હતો પરંતુ હવે આ ભાર રાધિકા માટે અસહ્ય બની ગયો હતો. એણે સ્વપ્નમાં પણ નઈ વિચાર્યું કે આવું કૈક થઈ જશે. આલોક તે આ બધું મને પહેલા કેમ ના કહ્યું ? રાધિકા એ રડતાં રડતા કહ્યું..
રાધિકા આગળ પણ મે ઘણી વાર કોશિશ કરી હતી તને કહેવા માટે પણ સમયની સામે બસ લાચાર થઇ જવાતું હતું. જ્યારે તે મને પ્રપોઝ કર્યું ત્યારે પણ આસપાસનો માહોલ એવો હતો કે તારા હોંઠો પર હસતી ખિલખિલાતી મુસ્કુરાહટને કેવી રીતે હું તારાથી દૂર કરી શકયો હોત. બસ મજબૂરી હતી કે હું કઈ જ કહી ના શક્યો અને કદાચ એક મજબૂરીના લીધે હું તને આજ આમ તકલીફ આપી બેઠો છું.
રાધિકા આખી રાત વિચારો કરતી કરતી રડતી રહી. જાણે પળમાં બધું જ લુટાઈ ગયું હોય એમ એને લાગતું હતું.
રાધિકા અને આલોક પરત ફરે છે. એરપોર્ટ થી કાર એમને રિસિવ કરી ઘરે આવવા માટે નીકળે છે અને અચાનક રસ્તામાં એમની કારનું એક્સિડન્ટ થઈ જાય છે. કારનું કચ્ચરઘાણ જોઇને અંદર બેઠેલાનું બચી જવું લાગતું ન હતું આવા ગોઝારા અકસ્માતમાં રાધિકાને ઘંભીર ઈજાઓ પહોંચે છે. ડ્રાઈવર નું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ જાય છે. આલોક અને રાધિકાને હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. લાંબા ચાલેલા ઓપરેશન બાદ અંતે ડોક્ટર પણ રાધિકાને બચાવવામાં અસમર્થ રહે છે.
અને આમજ રાધિકા આલોકથી દૂર જવાનું કારણ જાણે શોધી લીધું હોય એમ આલોકથી હંમેશ ના માટે દૂર ચાલી જાય છે.
આ ઘટના બાદ હવે આલોકનું અવની તરફ પાછું વળવું પણ યોગ્ય ના લાગતું હતું. અને એવું કરે તો એ રાધિકાનો અપરાધી બની કેમ જીવી શકે એવા વિચારોમાં અટવાઈ પડ્યો હતો.
આ ઘટનાના અમુક સમય બાદ ફરી એ એના કંપનીના કામમાં બિઝી થઈ જાય છે અને મનમાંથી અવની તરફ ફરવાના પ્રયાસને મનમાં જ દફન કરી દે છે.
__________________________________________
( વર્તમાનમાં )
આલોક આઇ એમ સોરી..! તમારા જોડે આટલું બધું થઈ ગયું અને આ વાતની મને ખબર જ ના હતી અને હું તમને દોષી માનતી રહી. હું ખરેખર તમારા માટે સોરી ફીલ કરું છું. પ્લીઝ મને માફ કરશો ? આમ બોલતા બોલતા અવનીની આંખોમાંથી આંસુ વહી જાય છે... અને બંને એકબીજા સામે મૌન બની બસ જોતા રહી જાય છે.
ઘરે આવ્યા બાદ રીટા અવનીને શું થયું આલોકને મળીને એ વિશે પૂછે છે પણ અવની બસ આંખોમાં આંસુ લઇ મૌન બની રહે છે. કશું કહેતી નથી અને આખરે રીટાના વારંવાર કહેવાથી અવની રીટાને બધી વાત કરે છે. વાત સાંભળ્યા પછી અવનીને હગ કરી રીટા મોટી બહેન હોય એમ એને સાંત્વના આપે છે કે છે ડોન્ટ વરી ! બધું બરાબર થઈ જશે. હું છું ને ! તારી જોડે.
આ વાત ને ૨ અઠવાડિયા થઈ જાય છે.
એક દિવસ અચાનક અવનીના બોસ અવનીને અને રીટાને મીટીંગ માટે અમેરિકા જવાનું છે કહી તો તમે બંને નેક્સટ વીક રેડી રહેજો આ છે આપણું જવા માટેનું શિડ્યુલ.
અચાનક આમ મીટીંગ અને શેના માટે હશે ? અવનીને આ વાત માટે વિચાર આવે છે. નથી કોઈ બીઝનેસ પ્રપોઝલ નથી કઈ નવું પ્રોજેક્ટ નું કામ તો અચાનક આમ મીટીંગ શેના માટે ?
જોતજોતામાં એ દિવસ આવી જાય છે અને ત્રણે જણ અમેરિકા જઈ પહોંચે છે. હોટેલ પહોંચતા જ અવની એના બોસને સવાલ કરવા માંડે છે, સર આપને મીટીંગ માટે જ આવ્યા છીએ ને ? પણ અહીંનો માહોલ જોઈને લાગતું નથી કે અહી આ તૈયારી કોઈ મીટીંગ માટે ચાલતી હશે ?
અને એટલામાં ત્યાં રાધિકાના ડેડ અને આલોક પણ આવી પહોંચે છે. એમને ત્યાં જોઈ રાધિકા શોક થઈ જાય છે. રાધિકાના ડેડ અવની તરફ જોઈ હસતાં ચહેરા સાથે એના માથા પર હાથ મૂકી એને આવકારે છે. અને એટલામાં અચાનક આજુબાજુ થી ગેસ્ટ ની ભીડ થઈ જાય છે અને રાધિકાના ડેડ આલોક અને અવનીના સગાઈની અનાઉન્સ કરે છે. આ બધું રાધિકા માટે એક સપના જેવું લાગે છે અને આ બધું કેવી રીતે અને શું થઈ રહ્યું છે એ એને સમજાતું નથી.
આ કાર્યક્રમ પત્યા બાદ અવની રાધિકાના ડેડ ને પૂછે છે તમે આ બધું કેમ કર્યું અને એ પણ મારા માટે ? ત્યારે અવનીના બોસ વચ્ચે ઉમેરતા કહે છે અવની, રીટાએ તારી અને આલોકની બધી વાત મને કરી હતી. અને હું પણ તને વરસોથી ઓળખું છું તો આ વાત મેં રાધિકાના ડેડને કરી અને એમને પણ આ વાત યોગ્ય લાગી અને એમને તો તારામાં ફરી રાધિકા મળી ગઈ. અને અમે બધા એ ભેગા થઈ તારા અને આલોકના સગાઈ માટેનું પ્લાનિંગ કરી તમને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું. આજથી તું આલોકની મંગેતર જ નહિ પણ એક પિતાની રાધિકા પણ છે.
આ સાંભળીને અવનીના જીવનમાં જાણે બધી ખુશીઓ એકસાથે આવી પડી હોય એમ એ રાધિકાના ડેડ ને વળગીને રડી પડી. જેને ફેમિલીની તરફથી જે કોઈ ખુશી ના મળી હતી આજે એ બધું એને મળી ગયું હતું.
અને બે મહિના પછી આલોક અને અવનીના મેરેજ થઈ ગયા અને બંને અમેરિકામાં જ સદા ને માટે રહી ગયા. અને લગ્નના ૨ વર્ષ બાદ એમના ઘરે સુંદર રાજકુમારી જેવી દીકરી આવી જેનું નામ એમણે ' રાધિકા ' રાખ્યું.
The End....
આશા રાખું છું આ સ્ટોરીના આ છેલ્લો ભાગ સાથે હું આપની ઉમિદો પર ખરો ઉતરું. અને મારા વિચારોને આપ આગળના પાંચ ભાગોની જેમ જ બિરદાવો. આખી સ્ટોરી માટે આપના પ્રતિભાવ મને જરૂર થી કોમેન્ટ માં જણાવજો. આપ કહેશો તો જ મને આગળ લખવાની પ્રેરણા અને નવા વિચારો મળશે. " આપ છો તો મારા આ વિચારો છે, આપ નહિ સંગ તો મારા આ વિચારો પણ કઈ જ નથી. "
Thank you,
Milan Lad
milanvlad1@yahoo.com
9601024813