Missed call books and stories free download online pdf in Gujarati

મિસ્ડકોલ

હું મિલન લાડ ઘણા સમય પછી ફરીવાર આપની સમક્ષ મારી એક રચના એટલે કે એક વાર્તા લઈને આવી રહ્યો છે. આ કોઈ હકીકત તો નથી પણ ઘણા સમયથી મારા મનમાં ચાલી રહેલા કેટલાક વિચારોને એક ઓપ આપવાનો પ્રયત્ન કર્યો છે, આશા રાખું છું આપ સૌને પસંદ આવે ! માર્ગદર્શન આવકાર્ય છે.....!
________.......________......_____.......__________
                            "  મિસ્ડકોલ  "


         અવની આજ જોતાં ખુબજ થાકી થાકી જણાતી હતી, હા કદાચ મંથ એન્ડ છે તો વર્ક લોડ ના લીધે હશે ! એના વિખરાયેલા વાળ અને એનો ચહેરો જોઈ સ્પષ્ટ જણાતું હતું કે આજ એની બેટરી સાચેજ ડાઉન છે.

          દરવાજો ખોલી એ ઘરમાં જઈ પોતાની બેગ સોફા પર ફેંકી દીધી અને ધડામ દઈ બેડ પર ઝંપલાવ્યું. ઘડિયાળ માં ૯ ના ટકોરા જોર જોરમાં ટિંગ ટોંગ ના અવાજ સંભળાવી પુરવાર કરતા હતા કે એમના સિવાય ઘરમાં બીજું કોઈ જ નથી. અચાનક બેડ પર પડેલો મોબાઈલ રણકવા લાગ્યો પણ થાક એવો તો ચડ્યો હતો કે એને જોયું ના જોયું કરી સૂતી જ રહી.

__________........_____......______.......__________

           અવની મોડર્ન વિચારો ધરાવતી એવી છોકરી કે જેને પોતાના સિવાય બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે કોઈ જાતની ગતાગમ નહિ. ફેમિલી થી દુર મુંબઈ માં એકલી રેહતી અવની એક ખાનગી બીપીઓ કંપની માં કામ કરતી હતી. 

           અવની હતી છોકરી પણ બીજી છોકરીઓથી સાવ અલગ, સાજ શણગાર થી જેનો કોઈ સંબંધ જ ના હતો. હંમેશા અસ્ત વ્યસ્ત અને આંખો પર પાછા ગોળ મટોળ મોટા ચશ્મા. કહું તો છોકરી કરતા છોકરો વધારે લાગતી હતી.

_______........________......_______......_________

          અચાનક રાતના ત્રણ વાગ્યાની આસપાસ અવની જાગી ગઈ. થોડી સભાન થતાં જણાયું કે સુતી હતી ત્યારે મોબાઈલ પર કોકની રીંગ આવી હતી. સૂતાં સૂતાં જ મોબાઈલ લઈ એ ચેક કરવા લાગી કે કોનો ફોન હતો પણ અનનોન નમ્બર જણાતા એણે એટલું મહત્વ ના આપતા ફોન મૂકી દીધો. અને રાતના ત્રણ વાગ્યા હતા એટલે એ નંબર પર કોલ કરવું એને ઠીક પણ ના જણાયું.
 
        ઘર પરિવારનું કોઈ સદસ્ય સાથે હોય તો કોઈ પૂછે ને દીકરા જમી લે, ફ્રેશ થઈ જા, કે ચાહ માટે પૂછે... આમ એકલા માણસ માટે પોતે જ પોતાનું ફેમિલી અને પોતે જ કેર કરવી પડે. એટલે અવની કિચન માં જઈ ફ્રીજ ખોલી જોવા લાગી, બે પાંચ મિનીટ આમજ ઉભી રહી આખરે પાણી ની બોટલ લઈ પાણી પીતાં પીતાં ફરી બેડ પર આવી આડી પાડી. ત્યાંતો ફરી એની આંખ લાગી ગઈ.

________........__________........_______......______

     અવની પહેલા બોર્ડિંગ સ્કૂલ માં ભણતી હતી ત્યાં પણ પરિવાર થી દુર જ રહી. અને પોતાની જવાબદારી પોતે જ ઉપાડવાની છે એમ માનતા એણે પોતાને બંને એટલી સાદગી માં જ રાખવાનું પસંદ કર્યું.
     
       એની સ્કૂલ પૂરી થતાં આગળ ના અભ્યાસ માટે એ મુંબઈ આવી ગઈ હતી. અહી એણે એનું ગ્રેજ્યુએશન પતાવી નોકરી પણ શોધી લીધી હતી. અને નવાઈ ની વાત તો એ હતી કે એના આવા સ્વભાવ ના કારણે એનું મિત્ર વર્તુળ પણ ના હતું. પણ હા તકલીફો સામે લડી લેવાનું એને ભલી ભાતી આવડતું હતું. બાકી મુંબઈ જેવા શહેર માં એકલું રહેવું એટલું આસાન પણ ક્યાં ?

_______........________.......______.......__________

        બપોરના ૧.૩૦ વાગ્યાનો સમય હતો અને અવની એની ઓફિસ કેન્ટીન માં લંચ કરતી હતી અને એટલામાં એનો મોબાઈલ રણક્યો. નંબર એને જોયો જોયો લાગ્યો એટલામાં યાદ આવ્યું કે આતો રાત વાળો જ નંબર છે. પણ એટલું વિચારે ત્યાં તો ફરી મિસ્ડકોલ થઈ ગયો. અવનીએ એજ નંબર પર ફોન લગાવ્યો પણ સામેથી રીસિવ ના થયો. હવે અવની માટે આ વાત વિચારવા જેવી થઈ ગઈ હતી. કોણ હશે ? કેમ કર્યો હશે ફોન મને ? અને મેં કર્યો તો રીસિવ કેમ ના કર્યો ? કદાચ ટેલી માર્કેટિંગ વાળા નો હશે ? ? ?
     
       આમ, વિચાર કરતી કરતી લંચ પતાવી એ એના કામ માં પરોવાઈ ગઈ. અને ફરીવાર માટે આ વાત નાકામની હોય એમ ઈગનોર થઈ ગઈ. 

        " કેમ છો ! અવનીજી..! " ના ના બોલ્યું કોઈ નથી પણ સાંજના ૫.૩૦ વાગ્યે અવનીના મોબાઈલ પર એજ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો. હવે અવની આ નંબર લઈને થોડી ચિંતા માં આવી ગઈ હતી. કોણ હોઈ શકે જે મારું નામ પણ જાણે છે. અને ઓળખે પણ છે તો સામે કેમ નથી આવતા. અવનીએ એ અવારનવાર એકસાથે એજ નંબર પર ૩-૪ વાર કોલ કરી દિધો પણ આ વખતે પણ સામે છેડે થી કોઈ જવાબ ના મળ્યો. હવે વિચારોનું ધમાસણ એના મનને ઝંઝોળી જવા માંડ્યું. 

______.......________........_____........._________

          અવનીનું આમ જીવવું કદાચ એના પરિવારની જ દેન હતી. એના ફેમિલી માં એની નાની બેન અને એક નાનો ભાઈ પણ હતો. પણ અવનીના માતા પિતા ને એના જન્મથી જ કોઈ લાગણી કે કોઈ જાતની ભાવના વર્તાતી ના હતી અને અવની પણ આ વાત થી ભલિભાતી વાકેફ હતી. એટલે કદાચ ચાહવા છતા પણ એ એના પરેન્ટ્સ ને પોતાની એટલા નજીક આવવા જ ના દીધા. 

         અવની એટલે એકલતા, અવની એટલે મૌન, અવની એટલે વિચારોનો શૂન્યવકાશ, બસ આ બાબતો જ અવનીને લાગુ પડતી હતી. એનું આજનું આ જીવન માટે કદાચ એની પરવરિશ કે એનો ભૂતકાળ જ જવાબદાર હતો. બાકી જન્મ સાથે જ કોઈ અળખામણું કેમનું હોઈ શકે ?

_______......_____.......______........_____________

       રવિવાર ની એ સવાર ને અવની પોતાના નાઈટ શૂટ માં પોતાના ફ્લેટ ના વિંડો પર હાથ માં કોફી નો કપ લઈ ઉભી હતી. શું વિચારતી હતી એતો ખબર નઇ પણ હા એના ચહેરા પરથી જોઈને સ્પષ્ટ જણાતું હતું કે કંઇક તો વિચારોમાં ખોવાયેલી છે. 
      
        કોફી નો કપ પણ એજ પ્રતીક્ષા માં હતો કે ક્યારે એના વિચારો પૂરા થાય અને મને એના હોઠો નો સ્પર્શ મળે. અને ક્યાંક જો કોફી ઠંડી થઇ ગઈ તો આ મોકો મળશે પણ કે કેમ ?

         અચાનક મોબાઈલ પર રીંગ વાગી ને અવની વિચારોમાંથી બહાર આવી પણ આ વખતે પણ અડધી j રીંગ હતી એટલે કે મિસ્ડકોલ જ.... પણ સાથે સાથે એક મેસેજ પણ હતો...

" यूं कहूं तो दिल की लगी अच्छी हे, थोड़ी सी बेकरारी अच्छी हे, 
चाहता नहीं तुझे तड़पाना, पर अपनों से हो तो थोड़ी बेरुखी अच्छी हे. "

to be continued.......

________.......______......_____.......____________

થાય છે ને સવાલો, કોણ હશે એ વ્યક્તિ જે વારંવાર અવનીને મિસ્ડકોલ કરતો હશે ! આમ મેસેજ કરવાનું  કારણ શું હોઈ શકે ? શું એનો ચાહક હશે ? કે અવનીને ફક્ત હેરાન કરવા કોઈ આમ કરતું હશે ?

જેમ તમારા મનમાં આમ સવાલો હોય શકે તો વિચારો કે અવની શું વિચારતી હશે ? અને અવનીના મનમાં શું ચાલે છે અને આ મિસ્ડકોલ નું રહસ્ય શું છે એ હવે આવતા ભાગમાં જોઈશું....!

ક્યાંય જતાં નહિ બની રહેજો મારી સાથે... બીજો ભાગ લઈ હું હમણાં આવું છું.

________________________
thank you...

Milan lad.
milanvlad1@yahoo.com
૯૬૦૧૦૨૪૮૧૩



-

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED