Featured Books
શ્રેણી
શેયર કરો

મિસ્ડકોલ - ૫ ( અપોઇન્ટમેન્ટ )

ચોથા ભાગમાં આપે જોયું કે અવની અને એના બોસ એમની કંપનીની સક્સેસ પાર્ટી ઇવેન્ટ માં જાય છે. જ્યાં અવનીને આલોકને મળવાની ઈચ્છા તીવ્ર થતી જાય છે. અચાનક ત્યાં આલોક અને રાધિકાના ઇંગેજમેન્ટ ની અનાઉન્સ અવનીના પગ નીચેથી જમીન સેરવી જાય છે.
કોઈને સમજવા કે સમજાવવાનો અવસર મળે એ પહેલા સમય પોતાની રમત રમી જાય છે.

હવે જોઈએ આગળ....

___________________________________________

અપોઇન્ટમેન્ટ

ઇવેન્ટ માંથી પરત ફર્યા બાદ અવનીના મનમાં વિચારોની સુનામી વધતી જતી હતી. હજુ એ ખુદ સમજવા કે પોતાના મનને સમજાવવામાં અસમર્થ હતી. કોઈ જ કામમાં એનું ધ્યાન પણ લાગતું ના હતું. બસ એક આંસુ જ હતા જે વારે વારે આંખોમાંથી સર્યા જતા હતા. એ પણ જાણે અવનીની હાર થઈ હોય એમ અવનીને અવગત કરાવવા તત્પર હતા.

આ વાર્તા ના આ વળાંક પરથી હું એક વાત કે અનુભવ કહેવા માંગીશ, ખરેખર જ્યારે આપણે મનમાં ને મનમાં ક્યારેક કોઈ વ્યક્તિ કે વસ્તુને લઈને વિચારોનો મહેલ ઊભો કરી દઈએ છીએ, જેમ આપણને ગમતું હોય એજ રીતે એને લઈને આપને સપના જોવા લાગીએ છીએ અને એ પણ ઠેઠ સુધી વગર જાણીએ કે એ વ્યક્તિના મનમાં શું છે કે એ વસ્તુ પણ આપના અનુરૂપ છે કે નહિ ! અને જ્યારે પરિણામ નો સમય આવે અને એ આપણી ઈચ્છા મુજબ ના નીકળે ત્યારે બેચેન થઈ જઈએ છીએ. ના આવેલા વિચારો કરવા લાગીએ છીએ, સમજદાર ખુદને દોષ આપવા બેસે છે ને નાસમજ સામે વાળા ને દોષી પુરવાર કરવા મથે છે. અને આ બધું થવામાં ભાગ ભજવનાર એક માત્ર ગેરસમજ હોય છે. જે સરવાળે પણ બધું શૂન્ય કરી જાય છે. તો જે પણ હોય એ પહેલા જ કલિયર કરી દેવું વધુ યોગ્ય છે. ભલે એક વાર કડવું લાગે પણ સંબંધ તો સચવાઈ રહે. શું ખબર ! કહી દેવાથી પહેલેથી સુંદર પણ સંબંધ બની જાય.

એક વરસ પછી.......!

__________________________________________

અવની કાલની મારી મીટીંગ માટે ની બધી ફાઈલ રેડી છે ? આઈ હોપ રેડી જ હશે તારું કામ બાકી તો ના જ હોય. અવની ના બોસે અવનીને કહ્યું !

હાં સર ! રેડી છે અને એ હું મોકલાવું છું તમને તમે એક વાર ચેક કરી લ્યો એટલે જો કોઈ ચેન્જ કરવા જેવા લાગે એ પોઇન્ટ હું જોઈ લઈશ. અવની આમ જવાબ આપી બોસની કેબીનની બહાર નીકળી...

અવનીને જોતા લાગતું ના હતું કે એના મનમાં આલોકને લઈને હજી કોઈ વિચારો ચાલતા હશે ! શું એણે બધું ભુલાવી દીધું હશે ? બસ પહેલાની જેમ જ ફરી એ ઓફિસ ના કામ માં બીઝી રહેવા લાગી હતી. અને કદાચ આલોકની યાદ ના આવે હવે પછી એટલે જ ફરી હવે પહેલાની અવનીની માફક રહેવા લાગી હતી.

__________________________________________

અવની ઉઠ ઓફિસ નથી જવું આજે , ચાલને મોડું થાય છે. તને ક્યાં કોઈ કઈ કહેવાનું છે બોસની ગાળ તો અમારે જ સાંભળવાની ને ! ( અવની તો એકલી રહેતી હતી ને તો અવનીના ઘરમાં આ અવાજ ક્યાંથી સંભળાયો ? સવાલ થયો ને મનમાં ? થાય જ ને મે એક ખુશખબરી તો આપને જણાવી જ નહિ, પછી ! આ અવાજ રીટા નો હતો જે હજી નવી નવી અવનીની કંપની માં અવનીની જગ્યા પર આવી હતી. અવનીની જગ્યા પર મતલબ અવની એ કંપની છોડી નથી દીધી પણ એ ઇવેન્ટ પછી એનું પ્રમોશન થઈ ચૂક્યું હતું માટે અવનીની બધી આગળની જવાબદારી હવે રીટા સંભાળતી હતી. અને એ પણ અવનીની માફક ઘરથી દૂર હોવાથી અવનીના કહેવાથી એના જોડે રહેવા આવી ગઈ હતી. હવે કલિયર હોય તો આગળ વધીએ ? )

રીટા બસ ૫ મિનિટ, માથું બહુ દુખે છે એક કોફી બનાવી આપ ને ! પ્લીઝ...., અવનીએ સૂતા સૂતા માથા પર ફરી તકિયો ડાબી દીધો.

હાં હવે મેડમ એ કહ્યું જ છે તો મારે કરવું તો પડશે જ ને ! ઓફિસ હોય કે ઘર મેડમ તો એજ છે ને ! રીટા એ મશ્કરી ભર્યા અવાજમાં કહ્યું... ! પણ અવનીનું માથું દુખવા સામે આ મશકરીની અવની પર કઈ જ અસર ના થઈ....

___________________________________________

રીટા આજે ૩ વાગ્યે ફ્રી થઈ જજે. મે બોસને વાત કરી લીધી છે રજા માટે. આપણે બહાર જવાનું છે ઓકે ?
અવની એ રીટાને કહ્યું....

ઓકે અવની..! આઈ વિલ...! રીટા એ જવાબ આપ્યો.

૩ વાગ્યા પછી અવની અને રીટા બહાર જાય છે. અવની તે હજુ કહ્યું નઈ આપણે ક્યાં જઈએ છીએ. અને હું ઘેંટા ની જેમ માથું હલાવતી હલાવતી તારા પાછળ પાછળ હાલતી આવું છું. મેડમ જણાવવાની કૃપા કરશો...! રીટા એ શબ્દો પર ભાર મુકતા અવનીને પૂછ્યું...

અવની હજુ પણ કઈ જ બોલતી ના હતી.... બસ રીક્ષા થી રિક્ષા બદલીને રિતા ને લઈને એક નદીની માફક આગળ વહેતી જતી હતી.

અવની પોણા છ વાગવા આવ્યા છે આપને ૩ વાગ્યાથી ગાંડા ની જેમ રખડીએ છીએ કહીશ તું મને હવે કૈક !

હોટેલ ડેટિંગ સ્પેસ ? અવની આપણે અહીં કેમ આવ્યા છીએ ? કોઈને મળવાનું છે ? કોઈ આવે છે અહી ? શું છે અવની હવે બોલીશ તું ? રીટા સવાલ પર સવાલ કરતા અવની પર અકડાઈ ઉઠે છે.

અવની રીટા નો હાથ પકડી એને ટેબલ નંબર ૩ પર બેસાડે છે.

અવની આ રિઝર્વ ટેબલ છે ! જો આ ! રીટા એ રિઝર્વ લખેલું સાઈન બોર્ડ અવનીને બતાવ્યું.

હા જાણું છું ! મે જ કરાવ્યું છે. વેઇટર બે કોફી પ્લીઝ ! અવની એ કહ્યું......

અવની શું આપણે ખાલી કોફી પીવા અહી આવ્યા છીએ. રીટા નું મગજ હવે ગોટાળે ચડતું હતું શું કરવા માંગે છે અવની એને કઈ જ સમજાતું ન હતું. ( પણ મિત્રો તમને તો કદાચ સમજાઈ જ ગયું હશે ! ના સમજાયું ? ચાલો હું જ કહી દઉં ! આ એજ હોટેલ હતી, એજ દિવસ હતો અને એજ ટેબલ નંબર ૩ હતું જ્યાં આલોક અને અવની પહેલી વાર મળ્યા હતા. આ જોતા મને પણ લાગ્યું કે અવનીના દિલમાં આલોક માટે હજુ પણ પ્રેમ એટલોજ હશે ! )

પછી અવની બધી વાત રીટા ને કરે છે. થોડી આંખો ભીની કરી પછી હસતાં મોઢે છોડ એ વાત કહી રીટા તરફ એક જ નજરે જોતી રહે છે.

અવની વેઇટ વેઇટ તું મને આ વાત આજે કરે છે ! પાગલ ! આલોક ઇન્ડિયામાં જ છે અને એ પણ પાંચ મહિનાથી રીટા એ અવનીની વાત માં ઉમેર્યું.....

રીટા તને કેવી રીતે ખબર કે આલોક અહીં જ છે. અવનીએ આશ્ચર્ય સાથે રીટા ને પૂછ્યું....

અરે કેમ ના ખબર હોય તારી જગ્યા પર હું બેસુ છું હવે તો તારા બધા પ્રોજેક્ટ હું હેન્ડલ કરતી હોવ તો ક્લાયન્ટ ની ઇન્ફોર્મેશન મને ના ખબર હોય તો કોને હોય ! અને એ પણ ખબર છે એ એકલો જ રહે છે. સાથે બીજુ કોઈ છે કે નહિ એતો નઈ ખબર પણ આટલી વાત તો કન્ફરમ જ છે. અને હા મારી એમના જોડે એપોઇમેંટ પણ છે બે દિવસ પછી.

અવનીના દિલમાં અચાનક ફરીવાર ધ્રાસકો પડે છે અને ફરીવાર વિચારોનું વંટોળ ઉડવા માંડે છે. પણ આ વખતે આ વંટોળ ખુશી ફેલાવી જશે એમ લાગતું હતું.

___________________________________________

બેડ પર સુતા સુતા અવની કરવટ બદલતી રહે છે. મનમાં હજી હજારો વિચારો લઇ એને ઊંઘ આવે એમ હતું પણ ક્યાં ! અને આખરે મનોમન એ આલોકને મળવાનું પ્રયોજન ગોઠવી નાખે છે. જાણવું છે શું હતું આલોકનું આમ કરવાનું કારણ ?

રીટા મેડમ બોસ તમને કેબિનમાં બોલાવે છે. પટાવાળા એ કહ્યું !

મે આઈ કમ ઈન ! સર !, હા રીટા આવ, તને કહેવું હતું કે કાલની જે અપોઇમેંટ છે એ આપણા જૂના ક્લાયન્ટ છે સો અવની વેરી વેલ અવેર છે એમનાથી તો તું અવનીને જવા માટે કહી દેજે ત્યાં.

ઓકે સર ! કહી રીટા ત્યાંથી જતી રહી....

સર ની કેબીનથી નીકળતા અવની તરફ નજર કરતા રીટા મનમાં કંઇક બબડતી જણાતી હતી આ જોઈ અવની ના મોહ પર કોઈ ચાલમાં કામિયાબ થયાનું મીઠું હાસ્ય હતું.
રીટા ને સમજાય ગયું કે આ કામ અવનીનું જ હતું.

__________________________________________

અવની આજે સવારમાં જલ્દી ઊઠી બધું કામ પતાવી ઓફિસ જવા રેડી થવા લાગી હતી. આજનો દિવસ અવની માટે એટલોજ મહત્વનો હતો જેટલો એ આલોકને મળવા પહેલી વાર જવાની હતી. અને એટલામાં પાછળથી અવાજ આવે છે.... " સજના હે મુઝે ... સજના કે લિયે !!! રીટા અવનીની મશ્કરી કરતા આ ગીત ગાતી હતી.... મહોતરમાં આજે તો બહુ જલ્દી માં છો ને... કામ પ્રત્યે નિષ્ઠા અને એ પણ આટલી બધું કે પછી કૈક બીજું કામ પ્રત્યે ની નિષ્ઠા છે આ.... રીટા બોલી...

રીટા બસ કર હા ! જાણે છે તું પછી કેમ સવાલ કરે છે. અવની એ કહ્યું અને ઓફિસ માટે બને નીકળી ગયા.....

__________________________________________

મે આઈ કમ ઈન ! અવની એ અંદર આવવા પરમિશન માંગી...

અરે અવની તું... પ્લીઝ કમ, આવ બેસ !

મીટીંગ માટે રીટા આવવાની હતી ને ? આલોક એ પૂછ્યું

કેમ આલોક હું આવી એ ના ગમ્યું ? કે પછી ફરી ભાગી જવાના ઇરાદા માં હતા.... કે પકડાઈ જવાના અફસોસ માં છો ? અવની એ કટાક્ષ માં કહ્યું !

"सफरमे आखिर कौन कहां तक भागेगा ।
अकेला आखिर दौड़ भी कितना पाएगा।।"

આલોકે એના જૂના એજ શાયરી ના અંદાજ માં કહ્યું !

to be continued......

_________________________________________

અવની અને આલોકની આ મુલાકાત કેવી રહશે ? આલોકના આમ કહેવા પાછળનું તથ્ય શું હશે ? શું અવની પોતાની ભડાસ કોઈ બદલાના રૂપે લેશે ? અને આલોકના
આમ કહેવા પાછળ તથ્ય શું હશે ? થાય છે ને સવાલો મનમાં, તો જાણવા ફરી મળીશું તમામના જવાબો સાથે આવતા ભાગમાં, હવે મને રજા આપશો !

અને હા આ વાર્તા આપને કેવી લાગી એ કૉમેન્ટ કરી જણાવવાનું ભૂલતા નહિ ! આપની કોમેન્ટ એન્ડ લાઈક ની આશા રહશે.

મિલન લાડ. " મન "
milanvlad1@yahoo.com
9601024813