abhinandan : ek premkahani - 21 books and stories free download online pdf in Gujarati

અભિનંદન : એક પ્રેમકહાની - 21

અભિનંદન: એક પ્રેમકહાની 21




(આર્મીના કેમ્પસમાં......)


આરતી આવીને બોલી "અભિનંદન, મિતાલી

(મિતવા=મિતાલી) તમે લોકો અહીંયા બેઠા છો?"

મિતાલી બોલી હસીને "ના ના અમે બહાર બેઠા છીએ. આ મારું ઘર છે.એણે મજાક કરતા કહ્યું."


આરતી બોલી ગંભીર થઈ ને "પણ હોસ્પિટલમાં....તો ચાર પાંચ સૈનિક ઘાયલ થઈને આવેલા છે.અને તમે લોકો ગપ્પા મારો છો ને અભિનંદન તું...."



આરતી અને મિતાલી જોઈ જ રહ્યા.. અભિનંદન "ઘાયલ" શબ્દ સાંભળ્યો ત્યાં તો એ સડસડાટ ઉભો થઈને દોડતો ગયો આર્મીના કેમ્પસના અડધા કેમ્પસ સુધી તો એ પહોંચી ગયેલો.


મિતાલી ચહેરા પર ખુશી સાથે બોલી "આરતી તું સૌનિક વિશે કંઈ પણ બોલીશ તો અભિનંદન તને મારી બાજુમાં નહીં, હોસ્પિટલમાં જોવા મળશે.





આરતી બોલી સાચી વાત છે પણ મિતાલી બહુ ગંભીર બાબત છે.....


મિતાલી બોલી "ગંભીર બાબત એટલે હું કશું સમજી નહિ"

આરતી બોલી કાશ્મીરમાં હુંમલો થઈ ગયો....(મિતાલી ની આંખો પહોળી થઇ ગઇ.) ચાર-પાંચ સૈનિક ઘાયલ થઈ ગયા છે. ઈશ્વર જાણે હવે શું થશે? ફરી એક વખત ....


મિતાલી બોલી "કશું નહીં થાય, મારા અભિનંદન ને...."

આરતી બોલી i hope.......

મિતાલી બોલી "હું જાવ છું..."

આરતી બોલી હું આવું છું.તું એ પણ ભૂલી ગઈ કે હું તારી સાથે હોસ્પિટલમાં કામ કરૂં છું

મિતાલી બોલી sorry

બંન્ને હોસ્પિટલમાં જવા નીકળ્યા...


અભિનંદન હૉસ્પીટલમાં પહોંચ્યો. હોસ્પિટલના પગથીયા ચડતા ચડતા જ તેણે જોયું તો હોસ્પિટલમાં અફડાતફડી મચી ગઈ છે. કોઈ આમ દોડે છે કોઈ તેમ દોડે છે તો કોઈ ઓપરેશન માટે સાધનોની તૈયારી કરે છે. તો કોઈ એક વ્યક્તિ સામેથી દોડતો આવ્યો અભિનંદન નો હાથ પકડી ને કહ્યું "અભિનંદન અભિનંદન સર,તમારે તાત્કાલિક તેને સારવાર આપવી પડશે..."




અભિનંદન પહેલા તેને ઓળખી ન શક્યો નહી. પણ આ તો હોસ્પિટલના કાકા છે. અભિનંદનને દોડાદોડ બોલાવવા માટે આવ્યા છે. અભિનંદન પોતાના ચહેરાના હાવભાવ અને ધીમા સ્વરે કહ્યું હા હા હા.......




અભિનંદન ઓપરેશન થિયેટરમાં પહોંચ્યો.એ જઈને જુએ છે તો એ જિંદગી અને મરણની વચ્ચે જોલા ખાય છે. અભિનંદન ને કશું સૂઝતું નથી. તેના બધા જ વિચારો બંધ થઈ જાય છે. તેનું મગજ તેનું દિલ જાણે તેનો સાથ આપે પહેલા તો તેને ચક્કર આવી જાય છે.



પછી એ પોતે જ પોતાની જાતને કહેવા લાગે છે. અભિનંદન તારે કરવાનું છે.તું આના માટે સર્જાયેલો છો. આ હોસ્પિટલને તારી જરૂર છે. તારે આમ થાકી જવાનું નથી. તારે આમ કંટાળી જવાનું નથી. તારે આ બધું જોઇને તારા મગજને બંદ કરવાનું નથી. તારી ખુદને મનોરોગી બનવાનું નથી. કેમકે આ હોસ્પિટલની અંદર કોઈ પણ વ્યક્તિને બચાવવા માટે માત્ર એક જ વ્યક્તિનું નામ લેવામાં આવે છે. અને એક એ અભિનંદન તું છે. અગર તું જ નહીં હોય તો કેટલાય સૈનિકોનો જીવ કેમ બચશે.? કેમ લોકો આશા રાખશે? તો તું તારી જાતને સંભાળી લે.અને પછી એ જોરથી બોલ્યો હા હા કાકા આસિસ્ટન્ટને મોકલો



કાકાએ કહ્યું હા બેટા બધું તૈયાર છે. એ લોકો આવે જ છે તારી ટીમ તૈયાર છે. બસ કાકા આટલું બોલ્યા ત્યાં તો ત્રણ જણા ઓપરેશન થિયેટર ઓપરેશન વોર્ડની અંદર એન્ટર થઈ ગયા.તેમાંથી એક વ્યક્તિએ અભિનંદનને તેનો ડ્રેસ આપવા માટે હાથ લાંબો કર્યો પણ અભિનંદને હાથ ઊંચો કરીને જ "ના" કહી દીધી.



અભિનંદને કાર્ય શરૂ કર્યું અને સૈનિકના દિલની બાજુમાં ગોળી વગેલી એ ખેંચી લીધી. સૈનિકના મોઢામાંથી મોટી ચીસ નીકળી ગઈ આઆઆઆ....



આખી હોસ્પિટલમાં આ ચીસ ગૂંજી ઉઠી.... આખી હોસ્પિટલ રડી ઉઠી. આ હોસ્પિટલ ને તો આદત છે...આવી કારમી ચીસો સાંભળી ને પછી રડવા ની અભિનંદન આ ઉઠેલી ચીસોથી પાગલ બની જાય એ જોઈ ન શકે એવું થઈ જાય.એક ભુચાલ ઉઠેને છેક આંખોથી છલકી બહાર આવે...






અભિનંદન ને લાગ્યું. હવે બચી જશે,નહિ વાંધો આવી જશે.જિંદગી ને મરણની વચ્ચે ઝઝુમી રહેલો, હવે મનુષ્યની દુનિયામાં વાપસ આવી ગયો છે. તેના દિલને ખૂબ જ શાંત થઈ એ ખુબ જ ખુશીથી પોતાનું કામ ઓપરેશન કરવા લાગ્યો.


બધીજ લાઈટ સૈનિકના માથા પર જ શરૂ છે તેમ છતાંય અભિનંદન ને એ ખબર નથી તે બોલ્યો lite on બાજુમાં ઊભા રહેલા ડોક્ટરે કહ્યું સર બધું ઠીક છે,તમે ચિંતા ન કરો. ત આ સૈનિક ને કશું નહીં થાય...



અભિનંદન બોલ્યો "આઈ હોપ" આશા રાખું ને કશું નહીં થાય. પણ આ સૃષ્ટિના કર્તા હર્તા તો ઈશ્વર છે સર્જનહાર છે.તેને શું મંજુર છે તેની મને ખબર નથી. પોતાનું કામ કરતાં કરતાં બોલી રહ્યો તેની બંને આંખોમાંથી આંસુની ધાર વહે છે અને આવું લગભગ અભિનંદન ઓપરેશન કરતો હોય સૈનિકોની સારવાર કરતો હોય અને જ્યારે કોઈ તેને વધારે પડતું વાગ્યું હોય ત્યારે તેની આંખમાંથી અશ્રુ વહેતા જ રહે. આ બાબતમાં કોઈ નવાઈ નથી.

કેમકે અભિનંદન આટલું બધું જોઈ શકતો ન હતો. તે એકદમ કોમળ ઋજુ હદયનો છે તેને દિલ પર ક્યારે આવું કોઈ કામ નથી આવ્યું.


અભિનંદન પોતાની મસ્તીમાં જ ખુશીથી સારવાર કરવા લાગ્યો.. પહેલા ડોક્ટરના બોલવાથી તેને પણ મોટી આશા બંધાય અને એક વિશ્વાસ આવ્યો કે ના હવે આને કશું નહીં થાય.તેને પોતાની બધી સારવાર કરી અને કહ્યું તમે લોકોને કામ પતાવો. હું બીજા સૈનિકની સારવાર કરું છું.



ત્યાંથી બીજા સૈનિક જોડે ગયો. તેના પગમાં બે ગોળી વાગેલી છે.એને તાત્કાલિક ઓપરેશન પર લીધો અને ધડાધડ ચેકો મૂકી અને બે ગોળી કાઢી.

ત્યાં બીજા સૈનિકોની સારવાર થઈ ગઈ...બીજા ઘણાય ડોકટર છે.એમણે સારવાર આપી...બધા ઓફિસમાં ભેગા થયા...

ડોકટર...હવે હદ થઈ છે..આતંકીઓની...

બીજા ડોકટર:હમમ.પણ કોઈ નિકાલ નહિ આવે....પ્રશ્નોનો....

અભિનંદન બોલ્યો લાવવા નથી..અંત બધાનો નિશ્ચિત છે...પણ ....

ત્રીજા ડોકટર: i hope હવે કોઈ સૈનિક ન આવે ઘાયલ થઈને

ત્યાં જ કાકા દોડીને આવ્યા ને બોલ્યા સર....વોર્ડ 2માં 1no. પરના સૈનિક અભિનંદન સરનું નામ લે છે ને...બોલાવે છે...

ડોકટરની ટીમ દોડી...

કાકા બોલ્યા એમની તબિયત ખરાબ થઈ ગઈ....જે ઠીક લાગી રહયુતું એ ખરાબ થવા જઈ રહ્યું.....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED