ભાગ 2
લાંબી બીમારી ને કારણે હું મારી કહાની લખી નોહતો શક્યો મને માફ કરજો. પણ હવે હું આવી ગયો છું. તો ચાલો સાંભળો આગળ....
કોલેજ લાઈફ. આ નામમાં જ મોજ મસ્તી છે.
મારા મનમાં તો વ્યાખ્યા હતી કે કોલેજલાઈફ એટલે જલસા પણ એવું કશુંજ નોહતું?.
મેં ક્યાંક વાંચ્યું હતું કે "જીવનની કેડી કાંટાળી જ હોય છે".અને એજ મારી કેડી હતી અને આ મારી કાંટાળી કેડી માં એક સરસમજા નું સુંદર મનને લોભાવનારું પ્યારું એક ફૂલ આવ્યું. ગુલાબ નું ફૂલ જેની ડાળખી ઓ કાંટા વાળી જ હોય.♥️?
ભાગ 1 ના વાંચ્યો હોય તો જઇ ને પહેલા વાચી લેજો...
લાઈફ સ્ટોરી આગળ Continue કરીએ.
Attitude girl નો મેસેજ આવ્યો "hi" આ સમયે તો કંઈક અલગજ ફિલિંગ હતી.અને અત્યારે ત્રણ વર્ષ પછી યાદ કરું તો એમ થાય કે યાર હું સાવ કેવો હતો "બુદ્ધિ વગર નો".?
ચાલો પાછા 3 વર્ષ પાછળ.....
FB નાં મેસેજ માં......
Attitude Girl:- hi
Me:- hello?
Attitude Girl:- Wish you a Happy Birthday?
Me:- Thankyou Thankyou Very much?
Attitude Girl:- Birthday bam jordar padya laage chhe??
(What.OMG... મને થયું વાટ લાગી ગઈ.. ઈજ્જત ગઈ એને જોઈ જ લીધું હશે.)
Me:- are naa have, kone khayu aavu? ??
Attitude Girl:- Class ma badha vaat krta hta so. bt Don't Worry chalya kre aavu. Just Chill.??
(હાશ. આમ તો સારી છોકરી છે. વાળી લેતા આવડે છે.?)
ચેટ કરતા કરતા હું એનું પ્રોફાઈલ જોતો હતો.......
બોસ... કરોડપતિ ની છોકરી. એની એક એક પોસ્ટ મારા માટે તો લાખો ની હતી. કેમ કે હમણાં એનો બર્થડે ગયો તો પોસ્ટ કરી હતી એ નજર મા આવી કે એક ઓડી ની સાથે હિરોઇન મોડેલ પોઝ માં બાબસૂટ પહેરી ને ખુલ્લા વાળ માં એક ફોટો હતો સોલિડ લુક હતો અને નીચે કેપશન માં લખ્યું હતું કે:- Birthday Gift from my Dad My Fev Audi. love you dad ♥️??
જેના પપ્પા બીર્થડે મા એના છોકરાઓ ને Audi આપે તો કેટલી મોટી પાર્ટી હશે એ તમે સમજી જાવ વધારે શુ કહું હું.
આવી તો બીજી ઘણી પોસ્ટ હતી.
ત્યાં એનો ફરી મેસેજ આવ્યો.
Attitude Girl:- so what's your pln Today?
(જુઓ હજુ પહેલા વર્ષ માં છું અને આપણને અંગ્રેજી માં બહુ ફાવટ નહિ તો પણ થોડું બતાવવા મેં અંગ્રેજી માં તો શરૂ કર્યું.?)
Me:- Nothing Much. Only Home Celebration.
Attitude Girl:- ohh that's cool. so where is my Birthday Party.???
(હા. મોટા ઘર ના છે એટલે આમને તો બધી પાર્ટી તો કોમન જ હોય. પરંતુ થોડું દેખાવો કરવા મેં પણ હા કહી દીધી અને કહ્યું.....)
Me:- Tomorrow at Subway Café ??
Attitude Girl:- Oh wow ok seeyou There. Bye.bye.
હું તો ખુશી નો માર્યો ઉછળવા મંડ્યો. અને મને જે દુઃખતું હતું એ તો આમા ક્યાંય ભૂલાય જ ગયું.
એના માટે હું એક સીધો સાદો છોકરો. અને મેં આગળ કહ્યું હતું તેમ મારી દાળ જ્યાં ગળવાની જ નથી તો પાણી શુકામ નાખું. પણ અહીંયા તો દાળ પાકવાની લાગે છે.?
છોકરાઓની મગજ ની સ્થિતિ એ પ્રકાર ની હોય છે કે જો કોઈ છોકરી સામું જોઈ ને થોડું હસી દે અથવા થોડી વાતો કરે દે તો તો ઓહોહોહો છોકરા ઓ તો હવા મા ઉડવા લાગે. અને અમુક અંશે મારી સાથે પણ અહીંયા આવુજ કઈક બન્યું. અને હું લાગ્યો હવામાં ઉડવા.
આજનો આખો દિવસ ખુબજ ખુશ અને શાનદાર હતો. સાંજે ઘરમાં પાર્ટી પણ થઈ પરંતુ મને આજ ના દિવસ કરતા કાલના દિવસમાં ધ્યાન વધુ હતુ.જલ્દી સવાર પડે અને કોલેજ જાવ. આને આ વિચાર મન માં ને મનમાં આવ્યા કરે. અને......
બીજો દિવસ:-
દરરોજ ની જેમ સવારમાં તૈયાર થઈ ગયો પણ આ દિવસ દરરોજ કરતા કઈક અલગ હતો. કોલેજ જવાનું હતું મનમાં એજ વિચાર ચાલતા હતા કે એને તો મારી સાથે ખાલી Facebook માજ વાત કરી છે પણ સામે આવશે તો વાત કરશે કે!!? મારું મગજ ચકડોળે ચડ્યું હતું. અને એ વિચાર મા ને વિચાર મા હું કોલેજ પહોંચ્યો.
કોલેજ ના ગેટ મા એન્ટર થયો અને કાલ ના વિચારો મા મારી આંખ એ ને જ શોધતી હતી. પરંતુ એ ક્યાંય દેખાઈ નઇ.?
હું કલાસ મા જઈ ને બેસી ગયો અને થોડી વાર મા એની એન્ટ્રી થઈ એકદમ ફૂલ attitude સાથે. કલાસ ના બધા છોકરા એની સામું જ જોતા હતા અને એ એની ફ્રેન્ડ્સની પાસે જઈ ને બેસી ગઈ. અને અમુક અમુક છોકરા ઓ લાઇન મારવા લાગ્યા. અરે અમુક છોકરા ઓ તો એને ઈમ્પ્રેસ કરવા તો જાતજાત ની સ્ટાઇલ મારતા નવા કપડાં પહેરતા અને ઘણુંબધું કરતા. પણ મેં આગળ કહેલું કે એ મહારાણી છે કોઈ ને ભાવ નઇ આપે..?
એને કોલેજ મા એકવખત પણ મારી સામે ના જોયું. અને બીક ના કારણે મેં પણ એની સામે જઇ ને વાત ના કરી. મને થોડીવાર તો એમ થયું કે એ ફેક એકાઉન્ટ તો નઇ હોય ને. ?
કોલેજ પુરી થતા જ હું ઘરે ગયો અને ડાયરેક FB શરૂ કર્યું અને એ એકાઉન્ટ ચેક કર્યું પણ એ સાચું જ હતું. મને થયું કે નક્કી કઈક લોચો છે. મેં એને ડાયરેક્ટ સામેથી મેસેજ કર્યો.
Me:- Hi
પણ એ ઓનલાઈન જ નોહતી. અને હું ફ્રેશ થવા ચાલ્યો ગયો. અને ફ્રેશ થઈ ને આવી ને જોયું તો એનો મેસેજ.
Attitude Girl:- Hey, How Are You? i am waiting for night party?
Me:- koi problem chhe? (મેં ગુસ્સા મા પૂછ્યું).
Attitude Girl:- No, kem evu Kahyu.?
Me:- Collage maa aaje saame pan na joyu tame.?
Attitude Girl:- E aaje party ma kahish bol Kyare aavu hu Subway par.?
Me:- At Sharp 7:00PM. see you there.
Attitude Girl:- Ok sure. ?
6 વાગ્યા હતા. ફક્ત 1 કલાક ની વાર હતી. પણ આ એક કલાક એક દિવસ જેવી લાગતી હતી?.
મેં કબોટ માંથી મારા બધા નવા કપડા કાઢયા અને એક પછી એક પહેરી ને કાચ સામે ઉભો રહું અને વિચારું કે કયા કપડા સારા લાગશે. કયા કપડા માં સારી ઇમ્પ્રેશન પડશે. મન મા ને મન માં બોવજ ગુંચવાનો. પછી છેલ્લે મેં વિચાર્યું કે કઈ નઇ જવા દો. મારે કોઈ ને ઈમ્પ્રેસ નથી કરવા જેવો છું એવો બરાબર છું. આમાં ને આમ 7 વાગી ગયા. ઘડિયાળ મા જોયું તો 7. અને હું તો દોડ્યો. મામ્મા ને બાય આવું છું એમ કહી ને નીકળ્યો.
આમ તો Subway મારા ઘર ની નજીક જ થાય. એટલે 1 જ મિનિટ માં પહોંચી ગયો. અને subway માં અંદર ગયો. ત્યાં સામેથી એનો કોઈ કર્મચારી આવ્યા અને કહ્યું we have big surprise for you. Please come with us.
હું તો ગયો અને એને મને છેલ્લા ટેબલ પર બેસાડ્યો અને કહ્યું sir wait for some moment. મેં કહ્યું okay.
ત્યાં અચાનક લાઈટ બંધ થઈ ગઈ અને ડાન્સ લાઈટો શરૂ થઈ અને Happy Birthday સોન્ગ વાગ્યું અને મારી સામેં કોઈ બ્લેક ડ્રેસમા ગળા માં ડાયમંડ વાળો હાર, હાથ મા ડાયમંડ વાળું બ્રેસલેટ, અને માથા માં ડાયમંડ વળી રિંગ, કાન મા પણ ડાયમંડ વાળા ઝૂમખાં, અને આ બદ્ધુ ચમકતું હતું. અને એ મારી પાસે આવી કેક નીચે મૂકી અને કેન્ડલ સલગાવી ને કહ્યું.
Make a wish and cut..
હુતો આ બધું જોતો જ રહ્યો. અને આના જેટલી ખુશી મને ક્યારેય નોહતી થઈ. મેં મોમબત્તી ને ફૂંક મારી અને એક વીશ માગી. અને લાઈટ શરૂ થઈ. કેક ના પીસ બધા ને ખવડાવ્યા અને બધા પોત પોતાની જગ્યા એ ગયા.
મેં Attitude Girl નામ તો હમણાં નહિ કહું પણ મેં એને થેન્ક્સ કહ્યું. મેં તરતજ પૂછ્યું કે મારે થોડા સવાલ પૂછવા છે.
તરત જ તે કહે હમણાં નઈ. અત્યારે આ મોમેન્ટ ને જો. તે આવું નઈ જોયું હોય ક્યારેય. હજુ તો ઘણા સરપ્રાઈઝ છે આગળ આગળ જો.
(મને તો હજુ વિશ્વાસ નોહતો આવતો કે આ મારી માટે આટલું બધું શુકામ કરે છે?)
થોડી વાતો કરી અને ડિનર કર્યું અને એને એના વિશે ઘણું બધું કહ્યું. અને મને છેલ્લે કહે કે હવે લાસ્ટ સરપ્રાઇઝ.
એમ કહી મારી આંખ પર પાટો બાંધ્યો અને મને એની ફોરવહીલમાં બેસર્યો. મેં પૂછ્યું કે આ બધું શુ છે યાર. મને આવું કશું ગમતું નથી. તો તે કહે કે જ્યારે તારી આંખ ખુલશે તો તને બધું જ ગમશે..
એ એક જગ્યાએ લઈ ગઈ અને ત્યાં જઈ ને મારી આંખ ઉપર થી પટ્ટી હટાવી ને મેં આંખ ખોલી.. અને સામે નું દ્રશ્ય જોઈ ને તો હું આભો જ બની ગયો. અને મારી આંખ મા પાણી આવી ગયા. અને થોડા સમય સુધી કઈ પણ બોલ્યા વગર હું એ જોતો ક રહ્યો. અને એ મારી સામે જોતી હતી અને મલક મલક હસ્તી હતી.
અને પછી તો મેં એને જોરદાર.............................
એ હવે હું આગળ ના ભાગ મા કહીશ.
ભાગ 3:- (નામ પણ વિચારી રાખ્યું છે. પણ સરપ્રાઈઝ?)